🔜 મિત્રો, 2010 નો દશકો શરૂઆતથી જ જુદી જુદી રીતે ચર્ચાયેલો રહ્યો છે. 2010 માં યોજાયેલી યુપીએસસીની પરીક્ષામાં રિઝલ્ટ આવ્યા પછી ગરબડ ઉભી થયેલી, 2011 માં ભારતે વિશ્વ કપ જીતેલો, 2013 માં પણ ભારતે ચેમ્પિયન ટ્રોફી જીતેલી અને 2019 માં સુરત માં જ તક્ષશીલાનો બનાવ બન્યો હતો. આમ 2010 નો દશકો સૌથી વધુ ચર્ચાયેલો રહ્યો છે.
🔜 મે તમને મારા પાછળના આર્ટિકલમાં ટીના ડાબી વિશે કહ્યું હતું કે 2010 ના દશકનો યુપીએસસીની પરીક્ષાનો તે બીજા નંબર નો સૌથી વધુ ચર્ચાયેલો કિસ્સો હતો. તો ચાલો આજે આપણે 2010 ના દશકનો પહેલા નંબરનો સૌથી વધુ ચર્ચાયેલો કિસ્સો જોઈએ.
🔜 જો તમને એમ થતું હોય કે તમે કોઈ અપંગતાથી પીડાવો છો અને તમે કાઈ જ કરી શકો તેમ નથી તો તે તમારા મનનો વહેમ છે. તમારા મનમા એક ડર પેસી ગયો છે.
🔜 જો તમે ધોરણ 10 કે 12 માં સારા માર્કસે પાસ થઈને સારી કોલેજમાં એડમિશન મેળવી લીધું હોય તો ઘણી સારી બાબત છે પણ એડમિશન મેળવી લીધા પછી કોલેજ પૂર્ણ થાય ત્યારબાદ જો તમને મનગમતી નોકરી ન મળે અને તમે નિરાશ થાવ તો તે અયોગ્ય છે. નોકરી ન મળવાથી તમે આત્મહત્યા કરવાનું વિચારો તો તે પણ ખરાબ છે.
🔜 તમે સરકારી નોકરી માટે પરીક્ષા આપો છો. ખૂબ જ મહેનત કરીને ઈન્ટરવ્યુ આપ્યા બાદ તમે બે બે વખત મેરીટમાં આવો છો અને તેમ છતાં જો તમને નોકરી નથી મળતી અને નિરાશ થઈને આત્મહત્યા કરવાનું વિચારો છો તો તે પણ ખરાબ જ છે. તમે એ વ્યક્તિ વિશે વિચારો કે જેણે પોતાનું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સરકારી નોકરીની બે બે વખત પરીક્ષા આપી. તેણીએ પરીક્ષા પણ સારા માર્કસે પાસ કરી તેમ છતાં તેણીને યોગ્ય નોકરી ન મળી તો તેને શું તકલીફ નહીં પડી હોય?
🔜 જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું એક નીડર, બહાદુર, હોનહાર અને અપંગતાથી પીડાતા એક એવા IAS ઓફિસરની કે જેમણે કુલ 4 વખત UPSC ની પરીક્ષા આપી. પ્રથમ બે વખત, પરીક્ષા પાસ કરવા છતાં નોકરી ન મળી. તેમને એમ કહીને નોકરી ન આપવામાં આવી કે તમે આ જોબ કરી શકો તેમ નથી. બે વખત પાસ થવા છતાં નોકરી ન મળવાથી 2012 માં તેમને કોર્ટમાં કેસ કર્યો અને માનવામાં ન આવે તે રીતે ચુકાદો તેમની તરફેણમાં આવ્યો અને અત્યારે તેઓ IAS તરીકે ફરજ બજાવે છે.
🔜 તેણીએ 2010 માં પ્રથમ વખત UPSC ની પરીક્ષા આપી અને ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ પણ થઈ હતી. તેણીને Indian Revenue Service માં ઓફિસર બનવાનો સારો એવો મોકો હતો. પણ તેણીને એમ કહીને તે જોબની ઓફર કરવામાં ન આવી કે તે આ જોબ કરી શકે તેમ નથી. તે ઓફિસમાં વસ્તુઓને ધક્કો ન મારી શકે, ખેંચી ન શકે કે વસ્તુને ઊંચકી શકે નહીં. 2011 માં બીજી વખત UPSC ની પરીક્ષા આપી હતી અને બીજી વખતે પણ ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થઈ. બીજી વખત પણ તેણીની પાસે Indian Revenue Service માં ઓફિસર બનવાનો સારો એવો મોકો હતો. પણ તેણીને ફરી એક વખત એમ કહીને તે જોબની ઓફર કરવામાં ન આવી કે તે આ જોબ કરી શકે તેમ નથી. તે ઓફિસમાં વસ્તુઓને ધક્કો ન મારી શકે, ખેંચી ન શકે કે વસ્તુને ઊંચકી શકે નહીં.
🔜 ત્યારબાદ તેણીએ 2012માં કોર્ટમાં કેસ દાખલ કર્યો અને ચુકાદો આવે ત્યાં સુધીમાં તો તેણીએ ત્રીજી વખત પણ UPSC ની તૈયારી ચાલુ કરી દીધી અને ફરી પાછી 2014 માં ત્રીજી વખત UPSC ની પરીક્ષા પાસ કરી દીધી. ત્રીજી વખત પણ તેણીની પાસે Indian Revenue Service માં ઓફિસર બનવાનો સારો એવો મોકો હતો. પરંતુ ફરી પાછી એ જ તકલીફ થઈ. તેણીને ફરી એક વખત એમ કહીને તે જોબની ઓફર કરવામાં ન આવી કે તેણી આ જોબ કરી શકે તેમ નથી. તેણી ઓફિસમાં વસ્તુઓને ધક્કો ન મારી શકે, ખેંચી ન શકે કે વસ્તુને ઊંચકી શકે નહીં. ત્રણ ત્રણ વખત પરીક્ષા પાસ કરવા છતાં પણ તેણીને નોકરી ન મળી. આવા સંજોગોમાં આપણે તો ચોક્કસ નિરાશ થઈ જ જઈએ. પણ આ તો વિશાળ મનની વ્યક્તિ. તેણી તૈયારી કરતી બંધ ન થઈ.
🔜 તેણીએ જબરદસ્ત મહેનત કરતા ધમાકેદાર પરફોર્મન્સ સાથે 2014 માં ફરી એક વખત UPSC ની પરીક્ષા આપી. 2014 માં યોજાયેલી પરીક્ષાનું 2015 માં પરિણામ જાહેર થયું. આ વખતે તો તેણીએ દુનિયાની બીજા નંબરની અને ભારતની પ્રથમ નંબરની સૌથી અઘરી મનાતી યુપીએસસીની પરીક્ષામાં આખા ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
🔜 તેણીએ જે પરીક્ષામાં પાસ થયા બાદ જોબ ન મળવાને કારણે કેસ કર્યો હતો તેનો ચુકાદો પણ 2016 માં આવી ગયો અને આશ્ચર્ય વચ્ચે ચુકાદો તેણીના પક્ષમાં આવ્યો.
🔜 તેણી ભારતની આઝાદીના 73 વર્ષના ઈતિહાસમાં પોતાના પ્રથમ 4 પ્રયત્નોમાં ચારેય વખત UPSC ની પરીક્ષા પાસ કરનારી સૌ પ્રથમ વ્યક્તિ બની ગઈ છે.
🔜 જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું 2014 ના UPSC બેચના ટોપર, ખૂબ જ સુંદર અને મોહક IAS ઓફિસર એરા સિંઘલ વિશે. એરાનો જન્મ 31 ઓગષ્ટ, 1983 ના રોજ ઉત્તરપ્રદેશના મેરઠમાં થયો હતો. તેણીના પિતાનું નામ રાજેન્દ્ર સિંઘલ અને માતાનું નામ અનિતા સિંઘલ છે. તેણીના પિતા ઈજનેર છે અને માતા ઇન્સ્યોરન્સ સલાહકાર. તેણી મેરઠની સોફિયા ગર્લ્સ સ્કૂલ અને દિલ્હીની લોરેન્ટો કોન્વેન્ટ સ્કૂલના ટોપરોમાની એક હતી. તેણીને કરોડરજ્જુની તકલીફ છે જે તેણીના પોતાના અંગોની હલચલને અવરોધે છે.
🔜 તેણીએ Dhaula, Kuan ની આર્મી પબ્લિક સ્કૂલમાંથી પોતાનું ભણતર પૂરું કર્યું અને નેતાજી સુભાષ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માંથી કમ્પ્યુટર એન્જીનીયરીંગ કર્યું. ત્યારબાદ તેણીએ દિલ્હી યુનિવર્સિટીની Faculty of Management Studies માંથી માર્કેટિંગ અને ફાયનાન્સ બંનેમાં MBA કર્યું. 2014 માં લેવાયેલી UPSC ની પરીક્ષાનું પરિણામ 2015માં જાહેર થયું અને તેણીએ 2025 માંથી 1082 માર્ક્સ મેળવતા આખા દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
🔜 2010 માં પ્રથમ વખત જ UPSC ની પરીક્ષા પાસ કરવા છતાં તેણીને જોબ આપવામાં ન આવી અને સત્તાધીશોએ એમ કહ્યું કે તેણી વસ્તુને ધક્કો મારવામાં, ખસેડવામાં કે ઊંચકવામાં અસમર્થ છે. કરોડરજ્જુની સમસ્યા હોવાથી તેણીને પોસ્ટિંગ આપવામાં આવ્યું ન હતું. તેણીએ 2012 માં Central Administrative Tribunal માં કેસ દાખલ કર્યો અને 4 વર્ષના લાંબા ઇંતજાર બાદ તે કેસનો ચુકાદો આવ્યો અને આશ્ચર્ય વચ્ચે તે ચુકાદો તેણીના પક્ષમાં આવ્યો. ત્યારબાદ તેણીને Indian Revenue Service માં આસિસ્ટન્ટ કમિશનર તરીકે પોસ્ટિંગ મળ્યું. તેણીએ 2010, 2011, 2013 અને 2014 માં સિવિલ સર્વિસની પરીક્ષા આપી. પ્રથમ 3 વખત તેણીને Indian Revenue Service માં ઓફિસર તરીકે જ્યારે 2015 માં Indian Administrative Service માં જોબ મળી.
🔜 MBA કર્યા પછી, 2010 માં સિવિલ સર્વિસની પરીક્ષા આપ્યા પહેલાં, તેણીએ કેડબરી ઇન્ડિયા કંપનીમાં સ્ટ્રેટેજી મેનેજર તરીકે કામ કર્યું. તેમજ કોકકોલા કંપનીમાં માર્કેટિંગ ઇંટર્ન તરીકે પણ કામ કર્યું. તેણીએ 1 વર્ષ સુધી સ્પેનિશ પણ ભણાવ્યું છે. જૂન, 2016 થી દિલ્હી સરકારમાં તેની આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે.
🔜 તેણી Department of Disability, Ministry of Social Justice and Empowerment, ભારત સરકારની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તેણી Ministry of Women and Child Development અને નીતિ આયોગની બ્રાન્ડ એમ્બેસેડરો માની એક છે. તેમજ ભારતીય ચૂંટણી કમિશનની એક્સીસેબલ ઈલેક્શનમાં નેશનલ પેનલમાં પણ છે.
🔜 તેણી અપંગતાથી પીડાતા બાળકોને સંબંધિત CBSE પરીક્ષાના કોર્ષની ડિજાઇન કરવામાં પણ રહી ચુકી છે. તેણીને India Today's Women for the year 2015, UPSC માં ટોપ કરવાથી પ્રેસિડેન્સીયલ સુવર્ણચંદ્રક, Ministry of Women and Child Development, Government of India તરફથી ઇન્ડિયા એવોર્ડ મેળવનારી પ્રથમ સ્ત્રી છે. તેણીને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ સ્થાન મળ્યું છે.
🔜 તેણી શિક્ષણ, અપંગતા, જાતીય અસમાનતા, સ્કિલ ડેવલપમેન્ટ, કારકિર્દી માર્ગદર્શન, વગેરે જેવા જુદા જુદા મુદ્દાઓ પર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કોંફરન્સમાં, ઇન્ડસ્ટ્રી ફોરમમાં, કોલેજ, યુનિવર્સિટી તેમજ દેશની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાઓ જેવી કે IIT's અને IIM's માં 500 કરતા પણ વધુ વક્તવ્યો આપેલા છે.
🔜 તેણી અપંગતાથી પીડાતા વ્યક્તિઓ સાથેનું સશક્તિકરણ, નાન્યતાર જાતિઓની બઢતી અને સશક્તિકરણ, બાળમજૂરી અટકાવવી, બાળલગ્ન જેવા ઘણા બધા સામાજિક કારણો માટે કામ કરી રહી છે. તેણીએ ઉત્તર દિલ્હી ખાતેના અલીપુર જિલ્લામાં પોતાના SDM તરીકેના 1 જ વર્ષના કાર્યકાળ દરમિયાન 340 જેટલા બાળમજૂરોને છોડાવીને તેમના કુટુંબ સાથે મિલાપ કરાવી આપ્યો છે. દિલ્હીની સરકારી ઓફિસમાં નાન્યતાર જાતિના વ્યક્તિને પૂર્ણ સમય સુધી નોકરી આપનાર તેણી પ્રથમ વ્યક્તિ છે.
🔜 તમે કોઈ પણ દેશમાંથી કે ભારતના કોઈપણ રાજ્યમાંથી મારો આ બ્લોગ વાંચી રહ્યા હોય તો જે તે દેશ કે રાજ્યનું નામ નીચે કમેન્ટ્સમાં જરૂર લખજો કે જેથી મને ખબર પડે કે મારો બ્લોગ કયા દેશના અને કયા રાજ્યના લોકો વાંચે છે. તમને આ માહિતી ગમી કે નહીં તે પણ સાથે જણાવજો.
🔜 તમારા દેશના કે રાજ્યના કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ અથવા એવા લોકો કે જેમને અસામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના વિશે તમે જાણતા હો તો નીચે કમેન્ટ્સમાં મને જણાવજો.
🔜 હું તેવા અધિકારીઓ કે લોકો વિશે માહિતી મેળવીને લખવાના તમામ પ્રયાસો કરીશ.
જય હિંદ
જય ભારત
---------------------------------------------------------------
Hindi Translation :-
🔜 दोस्तों, २०१० के दशक की शुरुआत से ही अलग तरह से चर्चा की गई है। २०१० में आयोजित की गई यूपीएससी की परीक्षा के नतीजे आने के बाद उथल-पुथल मच गई, २०११ में भारत ने विश्व कप जीता, २०१३ में भारत ने चैंपियंस ट्रॉफी भी जीती और २०१९ में सूरत में तक्षशिला की दुर्घटना हुआ। इस प्रकार, २०१० का दशक सबसे ज्यादा चर्चित रहा।
🔜 मैंने आपको अपने पिछले लेख में टीना डाबी के बारे में बताया था कि २०१० के दशक में आयोजित की गई यूपीएससी परीक्षाओं के मामले में दूसरा सबसे चर्चित मामला था। तो आइए, २०१० के दशक के पहले सबसे चर्चित मामले पर नजर डालते हैं।
🔜 अगर आपको लगता है कि आप एक विकलांगता से पीड़ित हैं और आप कुछ नहीं कर सकते हैं तो यह आपके दिमाग का अंधविश्वास है। आपके मन में एक डर बैठ गया है।
🔜 यदि आपने अच्छे अंकों के साथ १० या १२ वी कक्षा पास करके एक अच्छे कॉलेज में दाखिला ले चुके हैं, तो यह अच्छी बात है, लेकिन कॉलेज में पढ़ाई खत्म होने के बाद, अगर आपको अपनी पसंदीदा नौकरी नहीं मिलती है और आप निराश हो जाते हैं, तो यह अनुचित है। नौकरी न मिलने से आप आत्महत्या करने की सोचें तो भी बुरा है।
🔜 आप सरकारी नौकरी के लिए परीक्षा देते हैं। आप बहुत कठिन साक्षात्कार देने के बाद दो बार मेरिट में आते हैं और फिर भी आपको नौकरी नहीं मिलती है और हताशा होकर आप आत्महत्या करने की सोचते हैं तो यह और भी बदतर है। आप एक ऐसे व्यक्ति के बारे में सोचिए जिसने उच्च शिक्षा प्राप्त की है। दो बार सरकारी नौकरी की परीक्षा दी। भले ही उसने अच्छे अंकों से परीक्षा उत्तीर्ण की हो, अगर उसे उपयुक्त नौकरी नहीं मिली तो क्या होगा?
🔜 हां, दोस्तों, मैं एक निडर, बहादुर, होनहार और विकलांग IAS अधिकारी के बारे में बात कर रहा हूं, जिन्होंने कुल मिलाकर ४ बार UPSC की परीक्षा दी। पहले दो बार, उसे परीक्षा पास करने के बावजूद भी नौकरी नहीं मिली। उन्हें यह कहते हुए नौकरी नहीं दी गई कि आप यह नौकरी नहीं कर सकते। दो बार परीक्षा पास करने के बावजूद नौकरी पाने में असमर्थ हुई तो, २०१२ में कोर्ट में मुकदमा दायर किया गया और फैसला अप्रत्याशित तरीके से उनके पक्ष में था और वह वर्तमान में एक आईएएस अधिकारी के रूप में सेवारत हैं।
🔜 उसने २०१० में पहली बार यूपीएससी की परीक्षा दी और बहुत अच्छे अंकों से उत्तीर्ण हुई। उनके पास भारतीय राजस्व सेवा में अधिकारी बनने का अच्छा मौका था। लेकिन उसे यह कहते हुए नौकरी नहीं दी गई कि वह ऐसा नहीं कर सकती। वह कार्यालय में चीजों को धक्का मारना, खींचना या उठा नहीं सकती। २०११ में दूसरी बार यूपीएससी की परीक्षा पास की और दूसरी बार भी बहुत अच्छे अंकों से उत्तीर्ण हुई। दूसरी बार, उनके पास भारतीय राजस्व सेवा में अधिकारी बनने का एक अच्छा मौका था। लेकिन उसे फिर से यह कहते हुए नौकरी नहीं दी गई कि वह नौकरी नहीं कर सकती। वह कार्यालय में चीजों को धक्का मारना, खींचना या उठा नहीं सकती।
🔜 उसने २०१२ में अदालत में मामला दायर किया और जब फैसला आये, तब तक उसने तीसरी बार भी यूपीएससी की तैयारी शुरू कर दी और २०१४ में तीसरी बार फिर से यूपीएससी की परीक्षा पास की। तीसरी बार भी उनके पास भारतीय राजस्व सेवा में अधिकारी बनने का एक अच्छा मौका था। लेकिन फिर से वही समस्या हुई। उसे एक बार फिर यह कहते हुए नौकरी नहीं दी गई कि वह नौकरी नहीं कर सकती। वह कार्यालय में चीजों को धक्का मारना, खींचना या उठा नहीं सकती। तीन बार परीक्षा पास करने के बावजूद उसे नौकरी नहीं मिली। ऐसी परिस्थितियों में, हम निराश होने के लिए बाध्य हैं। लेकिन यह एक बड़े दिमाग वाली व्यक्ति है। उसने तैयारी बंद नहीं की।
🔜 उसने कड़ी मेहनत के प्रदर्शन के साथ २०१४ में एक बार फिर यूपीएससी की परीक्षा दी। २०१४ में आयोजित की गई परीक्षा का परिणाम २०१५ में घोषित किया गया था। इस बार, उन्होंने यूपीएससी परीक्षा में पूरे भारत में पहली रैंक प्राप्त की, जिसे दुनिया में दूसरे नंबर की और भारत में पहले नंबर की सबसे कठिन परीक्षा माना जाता है।
🔜 उसने परीक्षा पास करने के बाद नौकरी नहीं मिलने के लिए जो मुकदमा दायर किया था उसका फैसला भी २०१६ में आ गया और फैसला उसके पक्ष में आया जो आश्चर्य में था।
🔜 वह अपने पहले चार प्रयासों में चार बार यूपीएससी की परीक्षा पास करने वाली भारत की स्वतंत्रता के ७३ साल के इतिहास में पहली व्यक्ति बन गई हैं।
🔜 जी हाँ दोस्तों, मैं बात कर रहा हूँ एरा सिंघल की, जो २०१४ के UPSC बैच की टॉपर, एक बहुत ही खूबसूरत और आकर्षक IAS अधिकारी हैं। एरा का जन्म ३१ अगस्त, १९८३ को मेरठ, उत्तर प्रदेश में हुआ था। उनके पिता का नाम राजेंद्र सिंघल और माता का नाम अनीता सिंघल है। उसके पिता एक इंजीनियर हैं और उनकी माँ एक बीमा सलाहकार हैं। वह मेरठ में सोफिया गर्ल्स स्कूल और दिल्ली के लोरेंटो कॉन्वेंट स्कूल के टॉपरों में से एक थी। उसकी रीढ़ की हड्डी में चोट है जो उसके अंगों की गति को बाधित करती है।
🔜 उसने अपनी शिक्षा आर्मी पब्लिक स्कूल, धौला, कुआँ से पूरी की और नेताजी सुभाष इंस्टीट्यूट ऑफ़ टेक्नोलॉजी से कंप्यूटर इंजीनियरिंग किया। फिर उन्होंने दिल्ली विश्वविद्यालय के फैकल्टी ऑफ मैनेजमेंट स्टडीज से मार्केटिंग और फाइनेंस दोनों में एमबीए किया। २०१४ में ली गई यूपीएससी परीक्षा का परिणाम २०१५ में घोषित किया गया था और उसने २०२५ में से १०८२ अंक प्राप्त किए और पूरे देश में पहली रैंक हासिल की।
🔜 २०१० में पहली बार यूपीएससी की परीक्षा पास करने के बावजूद, उसे नौकरी नहीं दी गई और अधिकारियों ने कहा कि वह वस्तु को धक्का देने, हिलाने या उठाने में असमर्थ थी। रीढ़ की समस्या के कारण उसे पोस्टिंग नहीं दी गई। उसने २०१२ में सेंट्रल एडमिनिस्ट्रेटिव ट्रिब्यूनल में केस दायर किया और ४ साल के लंबे इंतजार के बाद फैसला आया और आश्चर्य में, फैसला उनके पक्ष में आया। उसके बाद उन्हें सहायक आयुक्त के रूप में भारतीय राजस्व सेवा में एक पद मिला। उसने २०१०, २०११, २०१३ और २०१४ में सिविल सेवा की परीक्षा दी। पहले ४ बार उसे भारतीय राजस्व सेवा में एक अधिकारी के रूप में नौकरी मिली, जबकि २०१५ में उसे भारतीय प्रशासनिक सेवा में नौकरी मिली।
🔜 एमबीए करने के बाद, २०१० में सिविल सर्विस की परीक्षा देने से पहले, उन्होंने कैडबरी इंडिया कंपनी में एक रणनीति प्रबंधक के रूप में काम किया। उन्होंने कोका-कोला कंपनी में मार्केटिंग इंटर्न के रूप में भी काम किया। उसने १ साल तक स्पेनिश भी पढ़ाई है। वह जून, २०१६ से दिल्ली सरकार में सहायक आयुक्त के रूप में सेवारत हैं।
🔜 वह विकलांग विभाग, सामाजिक न्याय और अधिकारिता मंत्रालय, भारत सरकार के ब्रांड एंबेसडर भी हैं। वह महिला और बाल विकास मंत्रालय और नीति आयोग के ब्रांड एंबेसडर में से एक हैं। साथ ही वह भारत के चुनाव आयोग के सुलभ चुनावों पर राष्ट्रीय पैनल में है।
🔜 वह विकलांग बच्चों के लिए सीबीएसई परीक्षा पाठ्यक्रम डिजाइन करने में भी शामिल रही हैं। वह वर्ष २०१५ के लिए 'भारत की आज की महिला', यूपीएससी में शीर्ष स्थान पर रहने के लिए राष्ट्रपति पद का स्वर्ण पदक और महिला और बाल विकास मंत्रालय, भारत सरकार से 'भारत पुरस्कार' प्राप्त करने वाली पहली महिला है। लिम्का बुक ऑफ रिकॉर्ड्स में भी उसे स्थान मिला हैं।
🔜 उन्होंने विभिन्न राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मेलनों, उद्योग मंचों, कॉलेजों, विश्वविद्यालयों के साथ-साथ IIT और IIM जैसे प्रतिष्ठित प्रबंधन संस्थानों में शिक्षा, विकलांगता, लिंग असमानता, कौशल विकास, करियर मार्गदर्शन आदि पर ५०० से अधिक भाषण दिए हैं।
🔜 वह विकलांग व्यक्तियों का सशक्तिकरण, विभिन्न जातियों का संवर्धन और सशक्तिकरण, बाल श्रम की रोकथाम, बाल विवाह जैसे कई सामाजिक कारणों के लिए काम कर रही है। उसने उत्तरी दिल्ली में अलीपुर जिले में एसडीएम के रूप में अपने एक साल के कार्यकाल के दौरान लगभग ३४० बाल श्रमिकों को रिहा किया है और उन्हें अपने परिवारों के साथ फिर से जोड़ा है। दिल्ली के सरकारी कार्यालय में नान्यतर जाती के लोगो को पूर्णकालिक नौकरी देने वाली वह पहली व्यक्ति है।
🔜 यदि आप मेरे ब्लॉग को किसी भी देश या भारत के किसी भी राज्य से पढ़ रहे हैं, तो नीचे दिए गए टिप्पणियों में उस देश या राज्य का नाम लिखें और अगर आपको यह जानकारी पसंद आई हो, तो हमें भी बताएं।
🔜 यदि आप अपने देश या राज्य के किसी उच्च अधिकारियों या असाधारण कारनामे करने वाले लोगों के बारे में जानते हैं तो मुझे नीचे टिप्पणी में बताएं।
🔜 मैं ऐसे अधिकारियों या लोगों के बारे में जानकारी प्राप्त करने और लिखने का हर संभव प्रयास करूंगा।
जय हिन्द
जय भारत
---------------------------------------------------------------
English Translation :-
🔜 Friends, the decade of 2010 has been discussed differently from the beginning. The UPSC exams were disrupted in 2010, India won the World Cup in 2011, India also won the Champions Trophy in 2013 and Takshshila calamity happened in Surat in 2019. Thus the decade of 2010 has been the most talked about.
🔜 I told you in my previous article about Tina Dabi that it was the second most discussed case of the 2010s UPSC exam. So let's look at the first most talked about case of the 2010s.
🔜 If you believe that you are suffering from a disability and you can't do anything then it is a superstition of your mind. A fear has crept into your mind.
🔜 It is a good thing if you have passed Std 10 or 12 with good marks and got admission in a good college but it is inappropriate if you don't get your favorite job and you get frustrated after completing college. It's also bad if you think of committing suicide by not getting a job.
🔜 You give the exams for a government job. After giving interviews, you come to Marit twice and even if you do not get a job of your choice and think of suicide, then it is bad too. You think of a person who has received a higher education. Examined the government job twice. Even if she passed the exams with good marks, she didn't get a suitable job, what problem wouldn’t she have faced?
🔜 Yes, friends, I am talking about a fearless, brave, promising and disabled IAS officer who gave the UPSC exam a total of 4 times. The first two times, she didn't get a job despite passing the exam. She was not given a job saying that she cannot do that job. Unable to get a job despite passing twice, she sued in 2012 and the verdict came in her favour in an unexpected way and she is currently serving as an IAS officer.
🔜 She appeared the UPSC exam for the first time in 2010 and also passed with very good marks. She had a good chance to become an officer in the Indian Revenue Service. But she was not offered the job, saying that she could not do it. She can't push, pull or lift things in the office. She appeared the UPSC exam for the second time in 2011 and passed the second time with very good marks. For the second time, she had a good chance to become an officer in the Indian Revenue Service. But she was not offered the job once again saying that she could not do the job. She can't push, pull or lift things in the office.
🔜 She then filed a case in the court in 2012 and by the time the verdict came, she had started preparing for UPSC for the third time and again passed the UPSC exam for the third time in 2014. For the third time, she had a good chance to become an officer in the Indian Revenue Service. But again the same problem happened. She was not offered the job once again saying that she could not do the job. She can't push, pull or lift things in the office. Despite passing the exam three times, she did not get a job. Under such circumstances, we are bound to be disappointed. But this is a person with a big mind. She did not stop preparing.
🔜 She gave the UPSC exam once again in 2014 with a hard-working performance. The result of the examination held in 2014 was declared in 2015. This time, she got the first rank in the country in the UPSC exam, which is considered to be the second most difficult exam in the world and the first in India.
🔜 The verdict of the case which she had filed for not getting a job after passing the exam also came in 2016 and the verdict came in her favour amidst surprise.
🔜 She has become the first person in the 73-year history of India's independence to pass the UPSC exam four times in her first four attempts.
🔜 Yes friends, I am talking about Ira Singhal, the topper of a 2014 UPSC batch, very beautiful and charming IAS officer. Ira was born on August 31, 1983 in Meerut, Uttar Pradesh. Her father's name is Rajendra Singhal and mother's name is Anita Singhal. Her father is an engineer and her mother is an insurance consultant. She was one of the toppers of Sophia Girls School in Meerut and Lorento Convent School in Delhi. She has a spinal problem that impedes the movement of her own limbs.
🔜 She completed her education from Army Public School, Dhaula, Kuan and did Computer Engineering from Netaji Subhash Institute of Technology. She then did an MBA in both Marketing and Finance from the Faculty of Management Studies, Delhi University. The result of UPSC exam held in 2014 was declared in 2015 and she got 1082 marks from 2025 and got the first rank in the whole country.
🔜 Despite passing the UPSC exam for the first time in 2010, she was not given a job and the authorities said that she was unable to push, move or lift the object. She was not given a posting due to a spinal problem. She filed the case in the Central Administrative Tribunal in 2012 and after a long wait of 4 years, to her surprise, the verdict came in her favour. She then got a posting in the Indian Revenue Service as an Assistant Commissioner. She appeared the Civil Service Examination in 2010, 2011, 2013 and 2014. The first 3 times she got a job as an officer in the Indian Revenue Service while in 2015 she got a job in the Indian Administrative Service.
🔜 After completing her MBA, before giving the Civil Service Examination in 2010, she worked as a Strategy Manager at Cadbury India Company. She also worked as a marketing intern at the Coca-Cola Company. She has also taught Spanish for 1 year. She has been serving as an Assistant Commissioner in the Government of Delhi since June, 2016.
🔜 She is also the Brand Ambassador of the Department of Disability, Ministry of Social Justice and Empowerment, Government of India. She is one of the brand ambassadors of the Ministry of Women and Child Development and the Policy Commission. As well as she is in the National Panel on Accessible Elections of the Election Commission of India.
🔜 She has also been involved in designing CBSE exam courses for children with disabilities. She is the first woman to receive the Presidential Gold Medal as well as the award of India Today's Women for the year 2015 for topping UPSC and India Award from Ministry of Women and Child Development, Government of India. She has also got place in Limca Book of Records.
🔜 She has given more than 500 speeches at various national and international conferences, industry forums, colleges, universities as well as reputed management institutes like IIT's and IIM's on various issues like education, disability, gender inequality, skill development, career guidance, etc.
🔜 She is working for many social causes like empowerment of persons with disabilities, promotion and empowerment of various castes, prevention of child labour, child marriage. She has released around 340 child labourers and reunited them with their families during her one-year tenure as SDM in Alipore district in North Delhi. She is the first person to give a full-time job to the transgender as a government servant in New Delhi.
🔜 If you are reading this blog from any country or any state of India, you need to write the name of that country or state in the comments below so that I know which country and which state people are reading my blog. Also let me know if you liked this information.
🔜 Let me know in the comments below if you know of any high officials in your country or state or people who have achieved extraordinary feats.
🔜 I will make every effort to get information and write about such officers or people.
Jay Hind
Jay Bharat
3 ટિપ્પણીઓ
nice info..
જવાબ આપોકાઢી નાખોઆપનો લેખ વાંચી ખુબ આનંદ આનંદ થ્યો
જવાબ આપોકાઢી નાખોઆપ શ્રીના દ્વારા જે કાર્ય થાય રહ્યું છે અને આપ જે સંઘર્ષમાંથી પસાર થઈ જે સિદ્ધિ હાંસલ કરી છે, આપની જે વિચારધારા છે એ અમારા જેવા નવયુવાન માટે એક બેમિસાલ ઉદાહરણ સમાન છે. ખરેખર આપના જેવા સંઘર્ષમય જીવન જીવનારા અને દેશને તેમજ આવનારી નવી પેઢીને એક નવો જ રસ્તો ચીંધનારા, જીવનમાં નવો ઉત્સાહ અને નવી ઉર્જા પુરી પાડનારા વ્યક્તિત્વની જરૂર છે. ખરેખર આજે તમને મળીને હું મારી જાતને ધન્યતા અનુભવું છું. હું મારા દરેક બાળકોને આપ જેવા ચરિત્રોની સફર કરાવીશ. હું આપના માતાપિતા અને આપને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું...
જવાબ આપોકાઢી નાખોલી.
એક શિક્ષક
If you find any wrong information, difficulty or query then let me know.