Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

મહેન્દ્ર સિંહ ધોની (महेंद्र सिंह धोनी / Mahendra Singh Dhoni)

🔜 મિત્રો, હું એક મોટીવેશનલ સ્ટોરી લખવા માટે જતો હતો પણ ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ ના દિવસે સાંજે ૭ વાગ્યે વિશ્વ ક્રિકેટના એક મહાન ક્રિકેટરે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તો પ્રેરણાદાયી વાર્તાને અધવચ્ચે જ રાખીને આ લેખ લખવા માટે હું બેસી ગયો.

🔜 આમ, જોવા જઈએ તો ભારતમાં ૩ બાબત હંમેશા પ્રથમ સ્થાને રહી છે. તેમાં પહેલું ધર્મ, બીજું ક્રિકેટ અને ત્રીજું ક્રિકેટર. ઘણા લોકો માટે તો ક્રિકેટ જ ભારતમાં ધર્મ છે. ભારત દેશમાં ક્રિકેટનો નજારો કપિલ દેવના સમયથી ધીરે ધીરે બદલાતો આવ્યો. કપિલ દેવ બાદ સચિન અને ત્યારબાદ ધોનીએ આ નજારો જાળવી રાખ્યો.



🔜 તમે ૧૫ વર્ષ પહેલાં એવી કલ્પના પણ કરી શકતા ન હતા કે ક્રિકેટમાં એક સમય એવો આવશે કે કોઈ એક વ્યક્તિ ક્રિકેટ રમવા માટેની પદ્ધતિ કે તેના નિયમો બદલી નાખશે. ક્રિકેટની કોઈ એક પદ્ધતિને કોઈ ક્રિકેટરનું નામ આપવામાં આવશે.

🔜 હા મિત્રો, આજથી ૧૫ વર્ષ પહેલાં ક્રિકેટના મેદાન ઉપર રમવા માટે આવેલા લાંબા વાળ ધરાવતા એક છોકરાએ ક્રિકેટના નિયમો બદલી નાખ્યા. વનડે અને ટી-૨૦ મેચ રમવાનો અંદાજ ફેરવવામાં આ લાંબા વાળ ધરાવતા છોકરાનો બહુ અગત્યનો ફાળો છે. આજથી ૫૦-૧૦૦ વર્ષ બાદ જ્યારે ક્રિકેટનો ઇતિહાસ લખાશે ત્યારે અમારી જેવી નવયુવાન પેઢીને આની જાણ થશે.

🔜 કદાચ તે સમયે નવયુવાનો એવી કલ્પના પણ નહીં કરી શકે કે ક્રિકેટ રમતા તમામ દેશોમાં માત્ર ભારતમાં જ સચિન નામનો એક એવો ખિલાડી થઈ ગયો કે જેને લોકોએ ભગવાનની ઉપમા આપી હતી.

🔜 કદાચ આવનારી પેઢી એ વાતને માની શકશે નહીં કે માત્ર એક જ વ્યક્તિ ક્રિકેટમાં ૧૦૦ વખત સદી મારી શકે. તે લોકોને એ વાતનું આશ્ચર્ય જરૂર થશે કે માત્ર એક જ વ્યક્તિ અબજો લોકોના દિલમાં પોતાનું સ્થાન જમાવી શકે છે. જ્યારે પેવેલિયન માંથી મેદનમાં રમવા માટે આવતો હોય ત્યારે પબ્લિક તે ખેલાડીના નામના નારા લગાવતી હોય. જ્યારે તે ખેલાડી મેદાનમાં કે પેવેલિયનમાં ન હોય તો પણ પબ્લિક તેના નામના નારા લગાવતી હોય.

🔜 મિત્રો, હું વાત કરી રહ્યો છું એક એવા ખેલાડી વિશે કે જે માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ ફિનિશરોના નામ જાહેર કરવામાં આવે તો તેનું નામ ટોપ પર આવે. જી મિત્રો, હું વાત કરી રહ્યો છું મહેન્દ્રસિંહ ધોની વિશે.


🔜 “મેચ તો તેના આવ્યા પહેલા પણ રમાતી હતી અને તેના ગયા પછી પણ રમાશે.
..........પરંતુ હવે છેલ્લી ઓવરમાં બાજી બદલી નાખે તેવો વિશ્વાસ નહીં રહે.”

🔜 ૭ જુલાઈ ૧૯૮૧ ના દિવસે ઝારખંડના રાંચીમાં દેવકી દેવી અને પાનસિંહ ધોનીના ઘરે મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ થયો હતો. તેને એક બેન અને એક ભાઈ છે.

🔜 તેણે જવાહર વિદ્યા મંદિર, રાંચી ખાતેથી સ્કૂલનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેને તેના સ્કૂલના દિવસો દરમિયાન બેડમિન્ટન અને ફૂટબોલમાં રસ હતો. તેની જિલ્લા કક્ષાએ પસંદગી પણ કરવામાં આવી હતી. ધોની પોતાની ફૂટબોલ ટીમમાં ગોલકીપર તરીકેની ફરજ બજાવતો હતો. તેણે સેંટ ઝેવિયર્સ કોલેજ રાંચી ખાતેથી પોતાનું સ્નાતક કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તે પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશને ટીકીટ ચેકર તરીકે ફરજ બજાવતો હતો.

🔜 ધોનીના લગ્ન 4 જુલાઈ 2010 ના દિવસે સ્કૂલ દરમિયાનની તેની સાથી મિત્ર સાક્ષી સાથે થયા. તેમને ઝીવા નામે એક દીકરી પણ છે.

🔜 ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ સામેની સિરીઝ દરમિયાન ક્રિકેટમાં પદાર્પણ કરનાર અને સાવ સરેરાશ પ્રદર્શન કરનાર ધોનીને પાકિસ્તાન સામેની શ્રેણીમાં પણ રમવાની તક મળી. આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા આંધ્રપ્રદેશના વિશાખાપટનમ ખાતે સિરીઝની બીજી અને પોતાની માત્ર પાંચમી જ વનડે મેચ રમી રહેલા ધોનીએ ૫ એપ્રિલ, ૨૦૦૫ ના દિવસે પાકિસ્તાન સામે માત્ર ૧૨૩ બોલમાં ૧૪૮ રનની ધમાકેદાર રમત રમી. ત્યારબાદ શ્રી લંકા સામે જયપુરમાં રમેલી ૧૮૩ રનની એ વિસ્ફોટક ઈનિંગ અને ત્યારથી ક્રિકેટની રમતને લઈને એક અલગ વ્યૂહરચના, અલગ અંદાજમાં એકલા હાથે રમતને શાંત મગજ સાથે પોતાના પક્ષમાં ફેરવવામાં ધોનીનો ફાળો હંમેશા યાદ રહેશે.


🔜 આ દેશમાં ક્રિકેટરોના ઘણા ચાહકો રહ્યા છે. જ્યારે સચિને નિવૃત્તિ લીધેલી ત્યારે લગભગ એક યુવાને આત્મહત્યા કરી હતી અને તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હવે સચિન નહીં રમે તો મારી જિંદગીનું શુ થશે? જી હા મિત્રો આ હું ગમે તે રીતે મને પસંદ પડે તેમ નથી લખતો પણ આવું બન્યું હતું. જો હું કહીશ તો તમે માનશો નહીં. મારા ઘરે ટીવી ન હોવાથી હું માત્ર ધોનીની બેટિંગ જોવા માટે જ અમારા બાજુવાળા ને ઘરે જતો હતો. જ્યાં સુધી ધોની રમતો હોય ત્યાં સુધી હું તેને રમતો જોયા રાખતો. હું જમવાનું પણ જમતો નહીં. મારા મમ્મી કે મારા પપ્પા મને એમ કહે કે જમવા બેસી જા. મેચ કાલે જોજે કે પછી જમીને જોજે તો પણ હું ના પાડી દેતો હતો. મને તેની બેટિંગ અનહદ નિહાળવી ગમતી હતી. પણ હવે......

🔜 સોસાયટીની બહાર ગલ્લે લાઈનમાં ઉભા રહીને મેચો જોવાનું વળગણ ધોનીએ લગાડેલું. ૨૦૦૫ થી ધોનીને સતત રમતો જોયો છે. મારી જેવા ૯૦ ના દશકના યંગસ્ટર્સ કિડ્સ માટે એ હીરો છે. એ અલ્ટીમેટ ક્રિકેટર કદાચ નહીં હોય, પણ એ જ્યાં સુધી ફિલ્ડ (ક્રિઝ) પર ઉભો હોય ત્યાં સુધી મારી જેવા નવયુવાનો, ભારતીય લોકો અને વિશ્વભરમાં પથરાયેલા ધોનીના ચાહકોને એમ આશા રહેતી કે હજુ તો ધોની ક્રિઝ પર ઉભો છે. મેચનું પાસું ગમે તે સમયે પલટાઈ જઈ શકે છે. ભારત હારતું હોય ત્યારે વિકટ પરિસ્થિતિમાં પણ એ પિચ પર ઊભો હોય અને તે જોઈને આપણામાં હિંમત આવી જતી. પરંતુ હવે.......


🔜 નો ડાઉટ કે હજુ પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ક્રોકેટરો દેશની આન, બાન અને શાન છે. પરંતુ તે લોકો પણ ધોની જેટલા મહાન અને સર્વશ્રેષ્ઠ કેપ્ટન તો પુરવાર થઈ જ ન શકે. તે લોકો ધોનીની જેમ વિકટ પરિસ્થિતિમાં ક્રિઝ ઉપર ટકી શકશે કે કેમ તે હવે પ્રશ્નાર્થ છે. જેનો અંદાજ તમે નીચેની વાત પરથી લગાવી શકશો.

🔜 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં કુલ ૫૨૩ કેપ્ટન થયા છે. જેમાંથી માત્ર એમ.એસ. ધોનીએ જ આઈસીસીની ત્રણેય મોટી  ઇવેન્ટમાં ટ્રોફી પોતાના દેશના નામે જીતી છે! ધોનીના બીજા રેકોર્ડસ નીચે દર્શાવ્યા પ્રમાણે છે.

૫૩૮ મેચ
૧૭,૨૬૬ રન
૧૬ સદીઓ
૧૦૮ ફિફટી
૩૫૯ સિક્સરો
૮૨૯ આઉટ
એક દિવસીય વન ડે મેચમાં નંબર ૧ ટીમ,
ટેસ્ટમાં નંબર ૧ ટીમ,
IPL ની ટીમનો સૌથી સફળ કેપ્ટન
ટી-૨૦ વિશ્વ કપ વિજેતા કેપ્ટન 🏆
૫૦ ઓવરનો એક દિવસીય વિશ્વ કપ વિજેતા કેપ્ટન 🏆
ચેમ્પિયન ટ્રોફી વિજેતા કેપ્ટન 🏆
ક્રિકેટ જગતની દરેક ટ્રોફીને પોતાની કેબિનેટમાં રાખનાર એકમાત્ર ક્રિકેટર.


🔜 ધોનીને ભારતીય ક્રિકેટનો સફળત્તમ કપ્તાન, ઉમદા વિકેટકીપર, જબરજસ્ત ફિનિશર, શૂન્યમાંથી સર્જનનો સર્જક, ઈન્ડિયન ક્રિકેટનો બ્રાન્ડ એમ્બેસેડર, નાના શહેરના યુવકોનો પ્રેરણાસ્ત્રોત, પ્રેમાળ પતિ, હેતાળ પિતા, ડાઉન ટુ અર્થ અને એથીય વધુ ઉમદા વ્યક્તિત્વનો માલિક..! જેવી કેટલીય ઉપમાઓ આપી શકાય.

🔜 વર્ષોથી સ્વપ્નમાં રાચતા દરેક ભારતીયનું સપનું સાકાર કરનાર ધોનીની છેલ્લી કોમેન્ટરી વખતે સ્પીચ સાંભળવાની મજા આવતી. હાર્યા હોઈએ તો પણ ટીમને અને ઓડિયન્સને ઉત્સાહ આપતી. હિરોઈક કોન્ફિડન્સ ધોનીએ અપાવ્યો. ધંધામાં ઠંડા મગજે કામ લેતા એણે શીખવ્યું. ટીમવર્ક એણે શીખવ્યું. મારા માટે એ પ્રિડેટર હતો.

🔜 ધોની વિશ્વનો એક માત્ર એવો કેપ્ટન હતો કે જે ભારતની સૌથી વધુ પૈસાદાર સ્ત્રીને પણ ક્રિકેટના મેદાન પર જ મંત્રનો જાપ કરવા માટે મજબૂર કરી દેતો હતો.

🔜 સાચા અર્થમાં ધોની ક્રિકેટ રમ્યો નહિ પણ જીવ્યો હતો. લોન્ગ હેયર કટમાં આવેલા એક તરવરાટ ધરાવતા યુવકથી લઈને સફેદી ધરાવતી દાઢી ધરાવતા કેપ્ટન કુલ સુધીની સફરમાં ધોની ભારતીય ક્રિકેટને એટલી બધી અમૂલ્ય યાદો આપી ગયો છે જે આજસુધી કોઈ આપી શક્યું નથી. સચિન ક્રિકેટનો ભગવાન છે તો ધોની પણ કંઈ ઓછો ના જ કહેવાય!
રિટાયરમેન્ટના વીડિયોમાં છેલ્લે ડાયલોગમાં એક ચિત્ર સૌથી વધુ વખત સ્ક્રીન પર રહે છે તે એટલે છેલ્લે રન આઉટ થયાની એ મેચ. જેટલો પ્રેમ મળે તેટલી જ બદનામી. એ બદનામી કદાચ અત્યાધિક હતી. એ હજુ સુધી તેના મનમાં ખટક્યા કરતી હશે કદાચ.


Anyway, 
🔜 ધોની! રોજનું ચાર લિટર દૂધ પીવાના પહેલા ન્યૂઝથી લઈને આજ સુધી તારો આ ફેન તારી સાથે રહ્યો છે અને હજુ પણ સાથે જ રહેશે. એક પેઢી તને જોઈને આગળ વધવાનું શીખી છે. અમારા આગળ વધવાનો શ્રેય તને પણ જશે જ! 

🔜 ધોની વિશે થોડાક શેર લખવાનું મન થાય તો મારા મત મુજબ આવા શેર લખી શકાય.

🔜મહેન્દ્રસિંહ ધોનીની કારકિર્દી.....
‘સચિન આઉટ થયો’ થી લઈને ‘ધોની હજુ બાકી છે’ સુધીનું જબરદસ્ત રહ્યું હતું.

🔜 શરૂ કરવા વાળા તો ઘણા જ હતા પણ પૂરું કરવાવાળો એક જ હતો.

🔜 કહાની પુરી થઈ, અને એવી પુરી થઈ કે,
લોકો રોવા માંડ્યા અને તાળીઓ વગાડતા રહ્યા.

🔜 છેલ્લે,
‘રોશની ગઈ તો નિશાની રહી, ને જવાની ગઈ તો કહાની રહી’

મહેન્દ્રસિંહ ધોનીની કેવી અદભુત આંતરરાષ્ટ્રીય કારકિર્દી રહી!!!

--------------------------------------------------------------
Hindi Translation :-

🔜 दोस्तों, मैं एक प्रेरक कहानी लिखने जा रहा था लेकिन १५ अगस्त २०२० को शाम ७ बजे जब विश्व क्रिकेट के एक महान क्रिकेटर ने क्रिकेट से अपनी सेवानिवृत्ति की घोषणा की, तो मैं इस प्रेरक कहानी को अलग रखके यह स्टोरी लिखने बैठ गया।

🔜 अगर हम देखने जाते हैं, तो भारत में ३ चीजें हमेशा पहली जगह रही हैं। पहला धर्म, दूसरा क्रिकेट और तीसरा क्रिकेटर। कई लोगों के लिए, क्रिकेट ही भारत में एकमात्र धर्म है। कपिल देव के समय से भारत में क्रिकेट का दृश्य धीरे-धीरे बदल रहा है। कपिल देव के बाद, सचिन और फिर धोनी ने इस नजारे को बनाए रखा था।

🔜 आप १५ साल पहले कल्पना भी नहीं कर सकते थे कि क्रिकेट में एक समय आएगा की कोई एक व्यक्ति क्रिकेटकी पद्धति या इसके नियमों को बदल देगा। क्रिकेट के तरीकों में से एक का नाम क्रिकेटर के नाम पर रखा जाएगा।

🔜 हां दोस्तों, आज से १५ साल पहले क्रिकेट के मैदान पर खेलने के लिए आए लंबे बालों वाले लड़के ने क्रिकेट के नियमों को बदल दिया। लंबे बालों वाले लड़के का ओडीआई और टी-२० मैचों खेलने का नजारे को बदलने में महत्वपूर्ण भूमिका रही हैं। जब आज से ५०-१०० साल बाद क्रिकेट का इतिहास लिखा जाएगा, तो हमारे जैसे युवा पीढ़ी को इसकी जानकारी मिलेंगी। 

🔜 शायद उस समय युवाओं ऐसी कल्पना भी नहीं कर सकेंगे कि सभी देशों में जहां क्रिकेट खेला जाता था, उनमे केवल भारत में सचिन नाम का एक खिलाड़ी था जिसे लोगों द्वारा क्रिकेट के देवता के रूप में संबोधित किया गया था।

🔜 शायद अगली पीढ़ी को यह विश्वास नहीं होगा कि केवल एक व्यक्ति क्रिकेट में १०० शतक बना सकता है। उन लोगों को यह सुनकर आश्चर्य होगा कि केवल एक व्यक्ति अरबों लोगों के दिल में अपनी जगह बना सकता है। पेवेलियन से जब मैदान में खेलने के लिए आता हो तब जनता उस खिलाड़ी के नाम का नारा लगाती। यहां तक कि जब खिलाड़ी मैदान पर या पेवेलियन मैं नहीं होता, तब भी जनता उसके नाम का नारा लगाती।

🔜 दोस्तों, मैं एक ऐसे खिलाड़ी के बारे में बात कर रहा हूं जो न केवल भारत के बल्कि दुनिया के सबसे अच्छे फिनिशरों के नाम घोषित किए जाए तो उसका नाम शीर्ष पर आएगा। जी दोस्तों, मैं बात कर रहा हूं महेंद्र सिंह धोनी के बारे में।


🔜 "मैच उनके आगमन से पहले भी खेला जाता था और उनके प्रस्थान के बाद भी खेला जाएगा। 
..........लेकिन अब कोई विश्वास नहीं होगा कि खेल आखिरी ओवर में बदला जाएगा।"

🔜 ७ जुलाई १९८१ के दिन झारखंड के रांची में देवकी देवी और पानसिंह धोनी के घर महेंद्र सिंह धोनी का जन्म हुआ था। उसको एक बहन और एक भाई भी है।

🔜 उन्होंने अपनी स्कूली शिक्षा जवाहर विद्या मंदिर, रांची से प्राप्त की। वह अपने स्कूल के दिनों में बैडमिंटन और फुटबॉल में रुचि रखते थे। उन्हें जिला स्तर पर भी चुना गया था। धोनी अपनी फुटबॉल टीम में गोलकीपर के रूप में काम कर रहे थे।  उन्होंने अपनी स्नातक की डिग्री सेंट जेवियर्स कॉलेज, रांची से प्राप्त की। वह पश्चिम बंगाल के खड़गपुर रेलवे स्टेशन पर टिकट चेकर के रूप में ड्यूटी पर था।

🔜 धोनी ने 4 जुलाई 2010 को अपने स्कूल के दोस्त साक्षी से शादी की। उनकी एक बेटी भी है जिसका नाम जीवा है।

🔜 दिसंबर २००४ में बांग्लादेश के खिलाफ श्रृंखला में अपनी क्रिकेट की शुरुआत करने वाले और औसत प्रदर्शन करने वाले धोनी को पाकिस्तान के खिलाफ भी श्रृंखला में खेलने का मौका मिला। इस मौके का पूरा फायदा उठाते हुए, धोनी ने आंध्र प्रदेश के विशाखापट्नम में श्रृंखला की दूसरी और खुद की केवल पांचवीं एकदिवसीय मैच खेलते हुए, ५ अप्रैल २००५ के दिन को पाकिस्तान के खिलाफ सिर्फ १२३ गेंदों पर १४८ रनों की तूफानी पारी खेली। उसके बाद, जयपुर में श्रीलंका के खिलाफ विस्फोटक १८३ रनों की पारी और तब से क्रिकेट के खेल को लेकर एक अलग रणनीति, खेल को एक अलग तरीके से शांत मन से अपने पक्ष में मोड़ने में धोनी का योगदान हमेशा याद रखा जाएगा।।


🔜 इस देश में क्रिकेटरों के कई प्रशंसकों रहे हैं। जब सचिन सेवानिवृत्त हो गया, तब लगभग एक जवान आदमी ने आत्महत्या की और उन्होंने एक पत्र में लिखा था कि अगर सचिन अब नहीं खेलते है, तो उसके जीवन के साथ क्या होगा? हाँ दोस्तों, मैं अपनी इच्छा के अनुसार कुछ भी नहीं लिख रहा हूं, यह घटना बनी हुई थी। अगर मैं कहता हूं तो आप इसे विश्वास नहीं करेंगे। हमारे घर में टीवी नहीं होने से, मैं सिर्फ धोनी की बल्लेबाजी देखने के लिए अपने पड़ोसी के घर जाता था। जब तक धोनी खेलता था, तब तक मैं उसे खेलता देखता था। में खाने का भी खाता नहीं। जब मेरे माता-पिता मुझे रात का खाना खाने के लिए कहते तो में खाना भी नही खाता था। जब मेरे माता पिता मुजे मैच मैच अगले दिन देखने की या खाना खाने के बाद देखने की सलाह देते तो भी मैं मना कर देता। मुजे उसकी बल्लेबाजी देखना बहोत पसंद था। लेकिन अब.....

🔜 धोनी सड़क के किनारे पैन-शॉप पर भी क्रिकेट मैच देखने के लिए मेरी लत के पीछे के व्यक्ति थे। मैं उन्हें २००५ से लगातार खेलते देखता आ रहा था। वह मेरे जैसे ९० के दशक के युवा बच्चों के लिए एक नायक है। वह आखिरी क्रिकेटर नहीं हो सकता है, लेकिन जब तक वह क्षेत्र (क्रीज) पर खड़ा होता, तब तक मेरे जैसे युवा, भारतीय और धोनी के दुनिया भर के प्रशंसकों में उम्मीद रहती थी कि धोनी अभी भी क्रीज पर खड़ा है। मैच का पहलू किसी भी समय पल्टा जा सकता है। जब भारत हार रहा होता था, तो वह मुश्किल परिस्थितियों में भी पिच पर खड़ा होता और उसे देखकर हमें साहस मिलता। लेकिन अब.......


🔜 इसमें कोई संदेह नहीं है कि रोहित शर्मा और विराट कोहली जैसे क्रिकेटर्स अभी भी देश की आन बान और शान हैं। लेकिन यहां तक कि उन क्रिकेटर्स भी धोनी के जैसे महान और सबसे अच्छा कप्तान साबित नहीं हो सकते हैं। अब यह संदिग्ध है कि क्या वह क्रिकेटरों मुश्किल परिस्थितियों में धोनी के जैसे क्रीज पर खड़े रहने में सक्षम होंगे। जो आप निम्नलिखित बात से अनुमान लगा सकते हैं।

🔜 अंतरराष्ट्रीय क्रिकेट के इतिहास में कुल ५२३ कप्तान हुए हैं। जिनमें से केवल एमएस धोनी ने अपने देश के नाम पर तीनों प्रमुख आईसीसी कार्यक्रमों में ट्रॉफी जीती है! धोनी के अन्य रिकॉर्ड इस प्रकार हैं।

५३८ मैच
१७,२६६ रन
१६ शताब्दियों
१०८ अर्धशतक
३५९ छक्के
८२९ बर्खास्तगी
ओडीआई में नंबर १ टीम,
टेस्ट में नंबर १ टीम,
आईपीएल टीम का सबसे सफल कप्तान,
टी २० 'विश्व कप' जीतने वाले कप्तान,
५० ओवर ओडीआई 'विश्व कप' जीतने वाले कप्तान,
चैंपियन ट्रॉफी जीतने वाले कप्तान,
दुनिया के क्रिकेट में एकमात्र क्रिकेटर जिसके कैबिनेट में हर ट्रॉफी है।

🔜 धोनी को भारतीय क्रिकेट के सबसे सफल कप्तान, एक महान विकेटकीपर, एक शानदार फिनिशर, खरोंच से सृजन के निर्माता, भारतीय क्रिकेट के ब्रांड एंबेसडर, एक छोटे शहर के युवाओं के लिए प्रेरणास्तोत्र, एक प्यार करने वाला पति, एक विनम्र पिता, सरल और एक महान व्यक्तित्व का मालिक। इस प्रकार, कई उपमाएं दी जा सकती हैं।

🔜 बर्षो से स्वप्न देख रहे हर एक भारतीय का स्वप्न साकार करने वाले धोनी का आखिरी कमेंट्री के दौरान भाषण सुनना मजा आता था। हारने पर भी टीम और दर्शकों को प्रोत्साहित करता। धोनी ने हमें बहोत आत्मविश्वास दिया। उन्होंने हमें सिखाया कि कक्षा में शांत दिमाग के साथ आपातकालीन स्थिति से कैसे निपटा जाए।उन्होंने टीम वर्क सिखाया। मेरे लिए वह मेंटर था।


🔜 धोनी दुनिया के एकमात्र ऐसे कप्तान थे जिन्होंने भारत की सबसे अमीर महिला को भी क्रिकेट के मैदान पर मंत्र जपने के लिए मजबूर किया।

🔜 सही मायने में, धोनी ने  क्रिकेट खेला नहीं बल्कि जिया हैं। लंबे बालमें आये हुए एक स्फूर्तिदायक युवक से लेकर सफेद दाढ़ी वाले कप्तान कुल तक की सफर में, धोनी ने भारतीय क्रिकेट को इतनी अमूल्य यादें दी हैं, जो कोई नहीं दे पाया। अगर सचिन क्रिकेट के भगवान हैं, तो धोनी भी कम नहीं हैं!

🔜 आखिरी बार स्क्रीन पर एक सेवानिवृत्ति वीडियो में एक संवाद में एक तस्वीर दिखाई देती है जो अंतिम बार रन आउट होने वाली मैच है। जितना प्रेम मिले उतनी ही बदनामी। वह बदनामी शायद अति थी। यह अभी भी उसके दिमाग में शायद खटक रही होगी।

🔜 वैसे भी,
धोनी! एक दिन में चार लीटर दूध पीने की पहली खबर से लेकर आज तक आपका यह फैन आपके साथ रहा है और अब भी आपके साथ ही रहेगा। एक पीढ़ी ने आपको देखकर आगे बढ़ना सीखा है। हमारी प्रगति का श्रेय आपको भी जाएगा ही!

🔜 धोनी के बारे में कुछ शेयर लिखनेका मन हो रहा है तो मेरी राय में यह शेयर लिखा जा सकता है।

🔜 महेंद्रसिंह धोनी का करियर .....
 'सचिन आउट हुआ' से लेकर 'धोनी अभी बाकी है' तक का जबरदस्त रहा था।

 🔜 शुरू करने के लिए कई थे लेकिन खत्म करने के लिए केवल एक ही था।

🔜 कहानी समाप्त होती है, और इस तरह समाप्त होती है, लोग रोने लगे और ताली बजाते रहे।

🔜 आखिरकार,
रोशनी गइ तो निशानी रह गई, और जवानी गइ तो उसकी कहानी रह गई’

 🔜 महेंद्र सिंह धोनी का शानदार अंतरराष्ट्रीय करियर क्या रहा !!!

--------------------------------------------------------------
English Translation :-

🔜 Friends, I was going to write a motivational story but on 15th August 2020 at 7 pm when a great cricketer of the world cricket announced his retirement from cricket, I sat down to write this article keeping the motivational story aside.

 🔜 If we go to see, 3 things in India have always been in the first place. The first is religion, the second is cricket and the third is cricketer. For many, cricket is the only religion in India. The scene of cricket in India has been slowly changing since the time of Kapil Dev. After Kapil Dev, Sachin and then Dhoni maintained this look.

🔜 You could not have imagined 15 years ago that there would come a time in cricket when one person would change the way cricket is played or its rules. One of the methods of cricket will be named after a cricketer.

 🔜 Yes friends, 15 years ago today a boy with long hair who came to play on the cricket field changed the rules of cricket.


🔜 The long-haired boy has an important role in changing the play of ODI and T20 matches. When the history of cricket will be written after 50-100 years from today, the young generation like us, will know this.

🔜 Perhaps the youngsters at that time will not imagine that in all the countries where cricket was played, only in India there was a player named Sachin who was addressed as a god of cricket by the people.

 🔜 Perhaps the next generation will not believe that only one person can score 100 centuries in cricket. Those people will be surprised to hear that only one person can make his place in the hearts of billions of people. When coming from the pavilion to play on the field, the public chanted the name of the player. Even when the player was not on the field or in the pavilion, the public chanted his name.

 🔜 Friends, I am talking about a player who will be at the top if the names of the best finishers not only of India but of the world are announced. Friends, I am talking about Mahendra Singh Dhoni.

 🔜 "The match was played even before his arrival and will be played even after his departure.
..........but now there will be no confidence that the game will be changed in the last over. ”


🔜 Mahendra Singh Dhoni was born on 7th July 1981 in Ranchi, Jharkhand to Devaki Devi and Pansingh Dhoni. He has a sister and a brother.

 🔜 He received his schooling education from Jawahar Vidya Mandir, Ranchi. He was interested in badminton and football during his school days. He was also selected at the district level. Dhoni was serving as a goalkeeper in his football team. He received his bachelor's degree from St. Xavier's College, Ranchi. He was on duty as a ticket checker at Kharagpur railway station in West Bengal.

🔜 Dhoni married on 4th July, 2010 to his school friend Sakshi. They also have a daughter named Ziva.

🔜 Dhoni, who made his cricketing debut in the series against Bangladesh in December 2004 and had an average performance, also got a chance to play in the series against Pakistan. Taking full advantage of this opportunity, Dhoni, playing his fifth and only second ODI of the series at Visakhapatnam, Andhra Pradesh, played a blistering 148 off just 123 balls against Pakistan on April 5th, 2005. Dhoni's contribution to the explosive 183-runs innings against Sri Lanka in Jaipur and the subsequent approach to the game of cricket, a different approach to turning the game in his favour with a calm mind, will always be remembered.



🔜 There have been many fans of cricketers in this country. When Sachin retired, almost a young man committed suicide and he wrote in a letter that if Sachin doesn't play then, what would happen to his life? Yeah friends, Friends, I am not writing anything as per my own wish, I just wrote what happened. If I say so you won't believe it. Since we didn't have a TV in our house, I used to go to our neighbor's house to watch Dhoni's batting. As long as Dhoni was playing, I would watch him play. I didn’t even take dinner when my parents told me to have dinner. I would refuse when my parents advised me to watch the match next day or after dinner. I loved watching his batting. But now ......

🔜 Dhoni was the person behind my addiction for watching cricket match even on the road side pan-shop. I witnessed him playing continuously since 2005. He's a hero to the 90's youngsters kids like me. He may not be the ultimate cricketer, but as long as he stands on the field (crease), youngsters like me, Indians and Dhoni's fans all over the world hope that Dhoni is still standing on the crease. The aspect of the match can be reversed at any time. When India was losing, he would have stood on the pitch even in difficult situations and seeing that would have given us courage. But now .......

🔜 There is no doubt that cricketers like Rohit Sharma and Virat Kohli are still the pride and glory of the country. But even those cricketers cannot prove to be as great and the best captain as Dhoni. It is now questionable whether those cricketers will be able to survive on the crease in a difficult situation like Dhoni.  Which you can estimate from the following.

🔜 There have been a total of 523 captains in the history of international cricket. Of which only M. S. Dhoni has won the trophy in all three major ICC events in the name of his country! Dhoni's other records are as follows.

538 matches
17,266 runs
16 centuries
108 Fifties
359 sixes
829 dismissals
No. 1 team in ODIs,
No. 1 team in Tests,
The most successful captain of the IPL team.
T-20 World Cup winning captain
50 overs ODI' World Cup winning captain.
Champion Trophy winning Captain.
The only cricketer in the world cricket to have every trophy in his cabinet.


🔜 Dhoni to be the most successful captain of Indian cricket, a noble wicketkeeper, a formidable finisher, the creator of creation from scratch, a brand ambassador of Indian cricket, an inspiration to the youth of a small town, a loving husband, a humble father, down to earth and a very noble personality. Thus, many analogies can be given.

 🔜 It was fun to listen to Dhoni's last commentary, which has been a dream come true for every Indian who has been dreaming for years. Dhoni gave us heroic confidence. He taught us in the class with a cold mind how to tackle emergency. He taught teamwork. For me, he was Predator.

🔜 Dhoni was the only captain in the world to force even India's richest woman to chant the mantra on the cricket field.

🔜 In the true sense, Dhoni did not play cricket but lived. From a young man in a long haircut to the journey of a captain cool with a white beard, Dhoni has given Indian cricket so many invaluable memories that no one has been able to give. If Sachin is the god of cricket, then Dhoni is no less!

🔜 The last time, a picture appears on the screen in a dialogue in a retirement video is the last run-out match. As much love as there is infamy. That notoriety was probably extreme. It may still be lingering in his mind.

🔜 Anyway,
Dear Dhoni, From the first news of drinking four liters of milk a day till today, this fan of yours has been with you and will still be with you. A generation has learned to move forward by watching you. The credit for our progress will also go to you!

🔜 If I feel like writing a few shares about Dhoni, in my opinion this shares can be written.

🔜 Mahendrasinh Dhoni's career .....
From 'Sachin is out' to 'Dhoni is still left' was tremendous.


🔜 There were many to start but only one to finish.

🔜 The story ends, and ends like this, People started crying and clapping.

🔜 Finally,
The light went off, then the sign remained, and the youth passed and the story remained.

🔜 What a wonderful international career Mahendra Singh Dhoni has had !!!

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ