🔜 પોલીસ તો પહેલેથી જ સામાન્ય લોકોના મિત્રો બનીને તેમની સાથે રહેતા હોય છે. તેમ છતાં આપણને ઘણી વખત પોલીસથી ડર લાગે છે.
🔜 સામાન્ય રીતે ઘણા પોલીસ અધિકારીઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવે છે. સામાન્ય રીતે જોઈએ તો અપરાધિઓ કે ગુનેગારો પોલીસો માટે માથાનો દુઃખાવો બની જતા હોય છે. પરંતુ આ લિસ્ટના બધા જ પોલીસો તેમના કાર્યકાળમાં અપરાધિઓ કે ગુનેગારો માટે માથાનો દુખાવો બની ગયેલા છે.
🔜 આજે હું તમને જણાવીશ ભારતના સર્વશ્રેષ્ઠ અને પોતાની નોકરી દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલા પોલિસ અધિકારીઓ વિશે કે જેઓ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના નામે આખા દેશમાં પ્રખ્યાત રહ્યા છે.
 |
Taj hotel during Mumbai attack |
🔜 પહેલા તો એન્કાઉન્ટર એટલે શું ?
---> એન્કાઉન્ટર એક એવી કાર્યવાહી છે કે જેમાં ડોન, ગેંગસ્ટર કે આતંકીઓ ને જાનથી મારી નાખવાના હેતુથી પોલીસ કે સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.
🔜 ભારતમાં 1990 ના દશકમાં એન્કાઉન્ટર કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ નું નામ ખૂબ જ સાંભળવામાં આવ્યું હતું. કારણ કે આ એક એવો સમય હતો કે જ્યાં ભારતના મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મહાનગરોમા અપરાધિની ગતિવિધિઓ વધવા માંડેલી અને આની પર લગામ લગાવવા અને અપરાધિઓનો ખાત્મો કરવો જરૂરી બની ગયું હતું. તે સમયે મુંબઈમાં સૌથી વધારે પોલીસ અને અપરાધિઓ વચ્ચે મુઠભેડ થતી હતી અને ઘણા જ અપરાધિઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો કે જેથી દેશમાં સુરક્ષા અને શાંતિ બની રહે.
 |
Daya Nayak |
🔜 આમ જોવા જઈએ તો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ નું લિસ્ટ તો ખૂબ લાબું છે પણ આજે હું તમને 8 તેવા એવા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિશે જણાવવાનો છું કે જેમના નામ હંમેશા મીડિયામાં કે સમાચારોમાં પત્તા ઉપર છપાયેલા હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ.
(1) પ્રદીપ શર્મા : પ્રદીપ શર્મા 1983 ની બેચના પોલીસ ઓફિસર છે. મુંબઈ પોલીસમાં સામેલ પ્રદીપ શર્મા સૌથી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ ઓફિસર છે. મૂળ ઉત્તરપ્રદેશનાં રહેવા વાળા પ્રદીપ શર્મા એક ખતરનાક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે અને અને તેમના નામે તેની ઉંમરના ડબલ કરતા (112 થી) પણ વધારે અપરાધિઓને મારવા માટેનો અધિકારીક રેકોર્ડ દર્જ છે. પરંતુ એમ માનવામાં આવે છે કે તેને 300 કરતા પણ વધારે અપરાધિઓનો ખાત્મો બોલાવી દીધેલો છે.
🔜અંડરવર્લ્ડના દાઉદ અને છોટા રાજનની ટીમના મોટા મોટા ગેંગસ્ટરો ને તો તેમણે ઠેકાણે પડી દીધેલા છે. પ્રદીપ શર્મા ઉપર છોટા રાજન ગેંગના એક ગેંગસ્ટર લખન ભૈયાના એન્કાઉન્ટર કરવાનો એક ફર્જી આરોપ મુકવામાં આવ્યો હતો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પછી તેમને જુલાઈ 2013 માં આરોપ મુક્ત કરવામાં આવ્યા હતા. આમની ઉપર બીજા ઘણા આરોપ મુકવામાં આવ્યા હતા પણ પછી તેમને બધા આરોપમાંથી ક્લીન ચિટ મળી ગઈ હતી. (પોલીસની નોકરીને પસંદ કરનારા લોકોમાંથી ભાગ્યે જ કોઈએ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા નું નામ ન સાંભળ્યું હોય તેવું બને.)
 |
Pradeep Sharma
|
(2) દયા નાયક : મુંબઈ પોલીસમાં સામેલ થનાર દયા નાયક 1995 ની બેચના પોલીસ ઓફિસર છે. જયારે 1990 ના દશકામાં મુંબઈમાં અંડરવર્લ્ડ ના ગેંગસ્ટરો ની અપરાધિય ગતિવિધિઓ વધવા માંડી હતી ત્યારે દયા નાયકે અંડરવર્લ્ડ ના ગેંગસ્ટરો નો ખાત્મો બોલાવ્યો હતો. તેમણે 83 થી પણ વધારે અપરાધિઓને જાનથી મારી નાખ્યા છે અને 300 થી પણ વધારે બદમાશોને ગિરફ્તાર કરીને જેલમાં મોકલી આપ્યા છે. દયા નાયક હંમેશા પોતાના ડેન્જર એન્કાઉન્ટર ના કારણે ચર્ચામાં રહેલા છે. ( તમને એક આડ વાત જણાવી દેવ કે દયા નાયકે પોલીસ જોઈન્ટ કર્યું તે પહેલાં તેઓ હોટેલમાં વાસણ માંજવાનું કામ કરતા હતા. ) તેમના નામથી મુંબઈમાં ગેંગસ્ટરો અને માફિયાઓ રીતસરના કાંપી ઉઠતા હતા. બોલીવુડમાં અબ તક 56 જેવી ફિલ્મ તેના પરથી જ પ્રભાવિત થઈને બની છે. તે વિવાદોમાં પણ રહેલા છે. તેઓ પોતાની આવકથી વધારે પ્રોપર્ટી ના મામલામાં એન્ટીક્રાફ્ટ બ્યુરોના જાણમાં આવ્યા હતા. અને તેઓ 2006 થી 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ રહ્યા છે અને 2010 માં કોર્ટે તેમને બધા જ આરોપોમાંથી મુક્ત કરી દીધા અને 2012 માં તેમને ફરી લોકલ આર્મડ વીંગમાં ફરી પોસ્ટ મળી. છોટા રાજનની ગેંગના કેટલાયે મેમ્બર્સને તેઓ જાનથી મારી ચુક્યા છે. દાઉદ અને છોટા શકીલ સાથે મળીને રાજનને મારી નાખવાના આરોપો લાગ્યા હતા. ત્યારપછી તેની સામે કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ ની દ્વારા મામલો દર્જ થયો અને પછી તે બેકસુર ઠર્યા અને તેઓ ત્યારબાદ અંબોલા સ્ટેશન પર તૈનાત હતા.
(3) વિજય સાલસ્કર : મુંબઈ પોલીસમાં સામેલ એક નિર્ભય અને બાહોશ પોલીસ ઓફિસરનાં નામ પર વિજય સાલસ્કરનું નામ આવે છે. તેમણે 90 થી પણ વધારે એન્કાઉન્ટર કરીને ગેંગસ્ટરોને ભગવાનના ધામમાં મોકલી આપ્યા છે. અરુણ ગવળીની ગેંગે મુંબઈમાં ખૂબ જ ઉત્પાત મચાવી રાખ્યો હતો અને સાલસ્કરે જ આ ગેંગનો સફાયો કર્યો હતો. અમર નાયક અને સદા પાવલેની ધરપકડ કરવાના કિસ્સામાં જ વિજય સાલસ્કર પ્રખ્યાત થયા હતા. તેમજ એક એન્કાઉન્ટર દરમિયાન 18 વર્ષના છોકરાને ગોળી વાગી જવાથી તેઓ કોન્ટ્રોવર્સીમાં ઘેરાય ગયા હતા.
🔜 ભારત ઉપર થયેલો અત્યારસુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો 26/11 નો આતંકવાદી હુમલો હતો. તે સમયે કેટલાક આતંકીઓ મુંબઈમાં અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા હતા. આમાં જ વિજય સાલસ્કરે બહુ બહાદુરીથી એક આતંકીનું એન્કાઉન્ટર કર્યું હતું. આ ખતરનાક આતંકી એન્કાઉન્ટરમાં વિજય સાલસ્કરને પણ ગોળીઓ વાગી હતી અને જવાબી કાર્યવાહીમાં એક આતંકીને પતાવી દીધો હતો અને એક ને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. તેનું નામ હતું અજમલ આમિર કસાબ. આ કાર્યવાહીમાં વિજય સાલસ્કરને ગોળીઓ વાગવાને કારણે તેઓ શહિદ થઈ ગયા અને 2009માં તેમને અશોક ચક્ર પ્રદાન કરવામાં આવ્યો હતો.

(4) પ્રફુલ ભોસલે : મુંબઈ પોલીસમાં સામેલ થનાર પ્રફુલ ભોસલે પોતાની ઈન્વેસ્ટિગેશન સ્કીલના કારણે ખૂબ જ પ્રખ્યાત થયેલા છે. અપરાધિઓમાં પોલીસનો ખોફ બની રહે તેમાં પ્રફુલ ભોસલેનો બહુ મોટો હાથ છે. આના કારણથી જ મુંબઈ પોલીસને અપરાધિઓ 'બેચ સ્ક્વોર્ડ'ના નામથી બોલાવવા લાગ્યા હતા. પ્રફુલ ભોસલેએ કેટલા ગેંગસ્ટરો નો ખાત્મો બોલાવી દીધો તે કહેવું મુશ્કેલ છે. એવું માનવામાં આવે છે કે તેઓએ અત્યારસુધીમાં 77 એન્કાઉન્ટર કરેલા છે પરંતુ તેઓ ખુદ બતાવે છે કે તેઓએ પોતાની ગનથી 90 થી પણ વધારે ગુનેગારોને ભગવાનના ધામમાં પહોંચાડી દિધા છે. છોટા શકીલ અને આરીફ કાલિયા પ્રફુલ ભોસલેના સૌથી વધારે ફેમસ ઓપરેશન રહયા છે. ખ્વાજા યુનુસની કસ્ટડીમાં થયેલા મોતમાં પણ તેમનું નામ આવેલું.

(5) સચિન હિંદરાવ વાજે : મુંબઈ પોલીસમાં સામેલ થનાર સચિન હિંદરાવ વાજેએ અત્યારસુધી કુલ 63 એન્કાઉન્ટર કરેલા છે. તેમની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે મુંબઈમાં જ્યાં મુંબ્રા નામનો વિસ્તાર આવેલો છે જે સંપૂર્ણપણે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. જ્યા તેમને શાંતિ બનાવી રાખવાની જવાબદારી સોંપવામાં આવેલી જે તેમને બેખૂબી નિભાવેલી. સબ ઈન્સ્પેક્ટર રહ્યી ચૂકેલા ત્યારે વાજેને એક ફર્જી એન્કાઉન્ટર કરવાના મામલામાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 2007 માં તેમને પોલીસની નોકરી છોડી દીધી અને રાજકીય પાર્ટી શિવસેનાની સાથે જોડાઈ ગયા.
(6) રવિન્દ્ર ઓગરે : રવિન્દ્ર ઓગરે ને સૌથી વધારે મજબૂત નેટવર્ક રાખવા વાળા પોલીસ ઓફિસર માનવામાં આવી રહ્યા હતા. તેઓએ જ્યારે સુરેશ માંચેકરની ગેંગને ખતમ કરી ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા. 2008 માં એક બિલ્ડરને ધમકી દેવાના કેસમાં તેઓએ ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. તેઓ છૂટ્યા ત્યારપછી તેઓનો ટ્રાન્સફર નકસલી વિસ્તાર જેવા કે ગર ચિરોલીમાં કરવામાં આવ્યું અને તેઓ હવે પછી ભાજપમાં શામેલ થઈ ગયા.

(7) અજિત ઓગરે : હમણાં જ દેશમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના નામોમાં જગ્યા બનાવવામાં નવું નામ છર અજિત ઓગરે. અજિત ઓગરે 2004 માં છત્તીસગઢ પોલીસમાં સામેલ થયા હતા. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ પોલીસમાં સામેલ થયા તે પહેલાં તેઓ ટ્રક ચલાવતા હતા. તેઓ અત્યારસુધી 53 નકસલી આતંકીઓના એન્કાઉન્ટર કરી ચુક્યા છે. ઓગરેના નામથી નકસલીઓ ને એટલો ખોફ છે કે તેઓના હિટ લિસ્ટમાં અજિત ઓગરે ટોપ 5 ના લિસ્ટમાં છે. અજિતને નકસલી આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં ઘણી વખત હાથ, પગ અને ખંભા પર ગોળીઓ પણ વાગી છે. પરંતુ સારું થઈ જાય પછી તેઓ આતંકીઓનો સામનો કરવા માટે ફરી તૈયાર થઈ જાય છે. અજિત ખુદ બતાવે છે કે તેમને A. K. 47 થી એટલો બધો પ્રેમ છે કે તેઓ રાત્રે સૂતી વખતે પણ A. K. 47 ને સાથે લઈને જ સુવે છે.
(8) લેટ. રાજબીર સીંગ : રાજવીર સિંગ કે જેઓ દિલ્હીના પોલીસ ઓફિસર છે તેમને માત્ર 13 જ વર્ષમાં ACP ની રેન્ક મળી હતી. 51 એન્કાઉન્ટર કરી ચૂકેલા રાજવીરને દિલ્હીમાં Land Mafia ને કંટ્રોલ કરવા માટે યાદ કરવામાં આવે છે. ગોરેગાવના પ્રોપર્ટી ડીલર વિજય ભારદ્વાજ કે જેઓ રાજવીર ના દોસ્ત હતા તેમની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. કહેવાય છે કે આ બન્ને વચ્ચે જમીનને લઈને જ વિવાદ ચાલી રહ્યો હતો.
🔜 ભારતમાં બીજા પોલીસ અધિકારીઓ પણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાય છે. પણ તે પોલીસ અધિકારીઓ અહીંયા લિસ્ટમાં આપેલા આ અધિકારીઓ જેટલા પ્રખ્યાત રહ્યા નથી અથવા તો તેઓ એન્કાઉન્ટર સિવાયના વિવાદોમાં પણ ઘેરાયેલા રહ્યા છે.
જય હિંદ
જય ભારત
---------------------------------------------------------------
Hindi Translation :-
🔜 पुलिस पहले से ही आम लोगों के दोस्त हैं और उनके साथ रहते हैं। फिर भी हम अक्सर पुलिस से डरते हैं।
🔜 कई पुलिस अधिकारी अपना कर्तव्य बहुत निष्ठापूर्वक निभाते हैं। सामान्य तौर पर, अपराधी पुलिस के लिए सिरदर्द बन रहे हैं। लेकिन इस सूची के सभी पुलिसकर्मी अपने कार्यकाल के दौरान अपराधियों के लिए सिरदर्द बन गए हैं।
🔜 आज मैं आपको उनके कार्यकाल के दौरान भारत में सबसे अच्छे और सबसे ज्यादा चर्चित पुलिस अधिकारियों के बारे में बताऊंगा जो पूरे देश में एनकाउंटर स्पेशलिस्ट के रूप में प्रसिद्ध हैं।
🔜 सबसे पहले, एनकाउंटर क्या है?
---> डॉन, गैंगस्टर या आतंकवादियों को जान से मारने के लिए पुलिस या सेना द्वारा की गई कार्रवाई को एनकाउंटर कहा जाता है।
🔜 १९९० के दशक में एनकाउंटर और एनकाउंटर विशेषज्ञ का नाम सुना गया था क्योंकि यह एक ऐसा समय था कि जब भारत के मुंबई, कोलकाता और चेन्नई जैसे बड़े बड़े नगरोंमें अपराधियोंकी गतिविधियों ज्यादा होने लगी थी और इस पर काबू पाना और अपराधियों को खत्म करना जरूरी हो गया था। उस समय मुंबई में सबसे ज्यादा मुठभेड़ पुलिस और अपराधियों के बीच ही होती थी। कई अपराधियों का खात्मा कर दिया गया था ताकि देश में सुरक्षा और शांति बनी रहे।
🔜 वैसे तो एनकाउंटर स्पेशलिस्टका लिस्ट बहोत लंबा हैं, लेकिन आज मैं आपको भारत के 8 ऐसे एनकाउंटर स्पेशलिस्ट के बारे में बताने जा रहा हूं जिसका नाम हमेशा मीडिया में या समाचारो के पत्ते पर मुद्रित होता है। तो चलो शुरू करते हैं।
(१) प्रदीप शर्मा: प्रदीप शर्मा १९८३ के पुलिस अधिकारी हैं। मूलतः उत्तर प्रदेश के और मुंबई पुलिस में शामिल प्रदीप शर्मा सबसे ज्यादा एनकाउंटर करने वाले एक खतरनाक एनकाउंटर स्पेशलिस्ट हैं, और उनके नाम, उनकी उम्र के दोगुना (११२ से अधिक) से भी ज्यादा अपराधियों को मारने का अधिकारिक रेकॉर्ड दर्ज है। (जो पुलिसकी नौकरी चुनते हैं, उनमे से शायद ही कभी, किसी ने एनकाउंटर स्पेशलिस्ट प्रदीप शर्मा साहब के नाम के बारे में नहीं सुना होगा।)
🔜 अंडरवर्ल्ड के दाऊद और छोटा राजन की टीम के बड़े बड़े गैंगस्टरको, उन्होंने ठिकाने लगा दिया है। प्रदीप शर्मा के पर छोटा राजन गैंग के एक गैंगस्टर लखन भैयाका एनकाउंटर करने का फर्जी आरोप लगाया गया था और उनको सस्पेंड भी किया गया था। बाद में जुलाई 2013 में उनको आरोप मुक्त किया गया था। उनके पर दूसरे भी कई अन्य आरोप लगाये गये थे लेकिन बाद में उनको सभी आरोपो से क्लीन चिट मिल गई थी।
(2) दया नायक: मुंबई पुलिस में सामील दया नायक १९९५ की बेच के पुलिस अधिकारी हैं। जब १९९० के दशक में मुंबई में अंडरवर्ल्ड की अपराधिक गतिविधियां बढ़ रही थीं, तब दया नायकने अंडरवर्ल्ड के गैंगस्टरो का खात्मा कर दिया था। उन्होंने ८३ से भी ज्यादा अपराधियों को जान से मार डाला है और ३०० से भी ज्यादा बदमाशों को गिरफ्तार करके जेलमें डाल दिए हैं। दया नायक हमेशा अपने भयानक एनकाउंटर के कारण चर्चा में रहे है। (आपको एक बात बता दु की मुंबई पुलिस जोइन करने से पहले दया नायक ने होटल में बर्तन धोने का काम किया था।) उसके नाम से मुंबई में गैंगस्टर और माफिया काँप उठते थे। बॉलीवुड में, अब तक 56 जैसी फिल्म उन्हों से प्रभावित होकर ही बनाई गई है। वह विवादों में भी रह चुके है। वह अपनी आय में अधिक संपत्ति के मामले में एंटीक्राफिट ब्यूरो के ध्यान में आये थे। उन्हें 2006 से 6 साल तक निलंबित कर दिया गया था और 2010 में अदालत ने उन्हें सभी आरोपों से खारिज कर दिया और उन्हें 2012 में स्थानीय आर्मड विंग में फिर से पोस्ट मिली। छोटा राजन की गिरोह के कई सदस्यो को वो जान से मार चुके हैं। दाऊद और छोटा शकील के साथ मिलकर, राजन की हत्या करने के आरोप उन पर थे। उसके बाद संगठन के नियंत्रण द्वारा उसके खिलाफ मामला दर्ज किया गया था और उसे बाद में बरी कर दिया गया था। और उसके बाद उन्हें अंबोला स्टेशन पर तैनात किया गया।
(3) विजय सालस्कर: मुंबई पुलिस में शामिल एक निडर और बाहोश पुलिस अधिकारी के रूप में विजय सेल्सकर का नाम गर्व से लिया जाता है। उन्होंने ९० से भी ज्यादा एनकाउंटर करके गैंगस्टर्स को भगवान के धाम में भेज दिया है। अरुण गवली के गिरोह ने मुंबई में बहोत कहर बरसाया था और सालस्करने ही इस गिरोह का सफाया किया था। अमर नायक और सदा पावले को गिरफ्तार करने के मामले में ही, विजय सेल्सकर प्रसिद्ध हुए थे। वे उस समय विवादों में घिर गए थे जब एक 18 वर्षीय लड़के को एक मुठभेड़ के दौरान गोली मार दी गई थी।
🔜 भारत में अब तक का सबसे बड़ा आतंकवादी हमला 26/11 का है। उस समय, कुछ आतंकवादी मुंबई में अंधाधुंध गोलीबारी करके घूम रहे थे। इसमें विजय सालस्कर ने बहुत बहादुरी के साथ एक आतंकवादी का एनकाउंटर किया था। इस भयंकर आतंकी मुठभेड़ में विजय सालस्कर को भी गोलियां लगी थी और जवाबी कार्यवाही में एक आतंकी को मार गिराया था और दूसरे को जीवित पकड़ लिया था। उनका नाम अजमल आमिर कसाब था। इस प्रक्रिया में विजय सालस्कर को गोलियों लगने के कारण, वे शाहिद हो गए और २००९ में उन्हें अशोक चक्र प्रदान किया गया।
(4) प्रफुल भोसले: मुंबई पुलिस में शामिल प्रफुल भोंसले उनकी जांच कौशल के कारण बहुत प्रसिद्ध है। अपराधियों में पुलिस का खौफ बन रहे उसमे प्रफुल भोसले का एक बहुत बड़ा हाथ है। इस वजह से, अपराधियों मुंबई पुलिस को 'बैंच स्क्वार्ड' के नामों से बुलाने लगे थे। प्रफुल भोंसलेने कितने गैंगस्टरोंका खात्मा किया है यह कहना मुश्किल है। ऐसा माना जाता है कि उसने अब तक 77 एनकाउंटर किये हैं, लेकिन वो खुद बताते है कि उन्होंने खुद की पिस्तौल से ९० से भी अधिक अपराधियों को भगवान के धाम में भेज दिया है। छोटा शकील और आरिफ कालिया प्रफुल भोंसले के सबसे ज्यादा प्रसिद्ध ऑपरेशन रहे है। ख्वाजा यूनुस की हिरासत में हुए मौत में भी उसका नाम चमका था।
(5) सचिन हिंदुराव वाजे : मुंबई पुलिस में शामिल सचिन हिंदुराव वाजे ने अब तक कुल 63 एनकाउंटर किये है। उनकी सबसे बड़ी उपलब्धता यह है कि मुंबई में, सम्पूर्णतः मुस्लिम बहुमत वाला मुंब्रा विस्तार में शांति बनाए रखने की जिम्मेदारी दी गई थी जो उसने बखूबी निभायी। सब इंस्पेक्टर रह चुके वाजे को एक फर्जी मुठभेड़ करने के मामले में निलंबित कर दिया गया था। २००७ में, उन्होंने पुलिस की नौकरी छोड़ दी और राजनीतिक दल शिवसेना में शामिल हो गए।
(6) रविंद्रनाथ आंग्रे : रविंद्र आंग्रे को सबसे ज्यादा मजबूत नेटवर्क रखने वाले पुलिस अधिकारियों के रूप में माना जाता था। जब उसने सुरेश मांचेकर की गिरोह का खात्मा किया तब वे सबसे अधिक चर्चाओं में आए थे। 2008 में, वे एक बिल्डर को धमकी देने के मामले में गिरफ्तार किए गए थे। रिहा होने के बाद, नक्सली क्षेत्र जैसे गर चिरौली में उसको स्थानांतरित कर दिया गया था और बाद में वे बीजेपी में शामिल हो गए थे।
(7) अजीत ओग्रे: अभी अभी देश में मुठभेड़ विशेषज्ञ नामों की सूची में जगह बनाने में एक नया नाम है अजीत ओग्रे का। अजित ओग्रे 2004 में छत्तीसगढ़ पुलिस में शामिल हुए थे। उनके बारे में यह कहा जाता है कि वे पुलिस में शामिल होने से पहले ट्रक चला रहे थे। वे अब तक 53 नक्सली आतंकवादी का एनकाउंटर कर चुके हैं। नक्सलियों को ओग्रे के नाम का इतना डर है कि अपनी हिट सूची में अजीत ओग्रे शीर्ष 5 की सूची में हैं। अजित को नक्सली आतंकियों के सामने कार्यवाही करने के दौरान हाथ, पैरों और कंधों पर गोलियां लगी है। लेकिन बेहतर होने के बाद वे आतंकवादियों का सामना करने के लिए फिर तैयार हो जाते हैं। अजीत खुद बताते हैं कि उसे ए.के. 47 के साथ इतना प्यार है कि रात में सोते समय भी उसको साथ लेकर सोते है।
(8) लेट. राजबीर सिंह: राजबीर सिंह, जो दिल्ली के पुलिस अधिकारी हैं, उन्हें केवल 13 साल में ही एसीपी की रैंक मिली थी। ५१ एनकाउंटर कर चुके राजबीर को दिल्ली में भूमि माफिया को नियंत्रित करने के लिए याद किया जाता है। गोरेगांव के प्रोपर्टी डीलर विजय भारद्वाज जो राजबीर के दोस्त थे उनकी गोली मारकर हत्या कर दी गई थी। ऐसा कहा जाता है कि दोनों के बीच जमीन को लेकर विवाद चल रहा था।
🔜 भारत में अन्य पुलिस अधिकारियोंको भी मुठभेड़ विशेषज्ञ के रूप में जाना जाता है। लेकिन उन पुलिस अधिकारी यहां सूची में दिए गए इन अधिकारियों के जैसे लोकप्रिय नही रहे है और वो मुठभेड़ के अलावा
दूसरे विवादों में भी घिरे हुए हैं।
जय हिंद
जय भारत
---------------------------------------------------------------
English Translation :-
🔜 The police are already friends with the common people and live with them. Yet we are often afraid of the police.
🔜 Usually many police officers perform their duty very faithfully. Generally, criminals become a headache for the police. But all the policemen on this list have become a headache for criminals during their tenure.
🔜 Today I will tell you about the best and most talked about police officers in India during their tenure who have been famous all over the country as Encounter Specialists.
🔜 First of all, what is an encounter?
---> The action taken by the police or army to kill a don, gangster or terrorist is called an encounter.
🔜 The name Encounter or Encounter Specialist was very popular in India in the 1990s as it was a time when criminal activities were on the rise in Indian metros like Mumbai, Kolkata and Chennai and it became necessary to curb and eradicate criminals. At that time, Mumbai had the highest number of encounters between police and criminals and many criminals were called for elimination in order to maintain security and peace in the country.
🔜 The list of encounter specialists is very long but today I am going to tell you about 8 encounter specialists in India whose names are always printed on the cards in the media or news. So let's get started.
(1) Pradeep Sharma: Pradeep Sharma is a 1983 batch police officer. Originally from Uttar Pradesh and a member of the Mumbai Police, Pradeep Sharma is one of the most dangerous encounter specialists and holds the official record for killing more than double the number of criminals (over 112) his age. But it is believed to have led to the extermination of more than 300 criminals. (Hardly any of the people who have opted for the police job have not heard the name of Encounter Specialist Pradeep Sharma.)
🔜 He has knocked down the big gangsters of Dawood and Chhota Rajan's team in the underworld. Pradeep Sharma was falsely accused of encountering Lakhan Bhaiya, a gangster of the Chhota Rajan gang, and was suspended. He was later acquitted in July 2013. He was also charged with several other offenses but was later cleared of all charges.
(2) Daya Nayak: Daya Nayak, who joined the Mumbai Police, is a 1995 batch police officer. When the criminal activities of the underworld gangsters started increasing in Mumbai in the 1990s, Daya Nayak called for the extermination of the underworld gangsters. He has deliberately killed more than 83 criminals and arrested more than 300 thugs and sent them to jail. Daya Nayak has always been in the spotlight because of his horrible encounters. (Let me tell you a side note that before Daya Naik joined the police department, he was working as a cleaner in a hotel.) Gangsters and mafias in Mumbai used to shudder at his name. Films like Ab Tak 56 in Bollywood have been influenced by him. He has also been the subject of controversy. He came to the notice of the Anticraft Bureau in the matter of property exceeding his income. He was also suspended for 6 years from 2006 and in 2010 the court acquitted him of all charges and in 2012 he was reinstated in the local armed wing. Je has deliberately killed several members of Chhota Rajan's gang. He was accused of killing Rajan along with Dawood and Chhota Shakeel. A case was then registered against him by the Control of Organization and he was later acquitted and he was then deployed at Ambola station.
(3) Vijay Salaskar: Vijay Salaskar, a fearless and clever police officer involved in the Mumbai Police, is proudly named. He has encountered more than 90 gangsters and sent them to the abode of God. Arun Gawli's gang wreaked havoc in Mumbai and it was Salaskar who wiped out the gang. Vijay Salaskar became famous only in the case of the arrest of Amar Nayak and Sada Pawle. He was also embroiled in controversy when an 18-year-old boy was shot during an encounter.
🔜 The biggest terrorist attack ever on India is 26/11. At that time, some terrorists were roaming across Mumbai firing indiscriminately. In this, Vijay Salaskar bravely encountered this terrorist. Vijay Salaskar was also shot in this dangerous terrorist encounter and in retaliation one terrorist was killed and one was captured alive. His name was Ajmal Amir Kasab. Vijay Salaskar was shot dead in the proceedings and was awarded the Ashoka Chakra in 2009.
(4) Praful Bhosle: Praful Bhosle, who joined the Mumbai Police, has become very famous due to his investigation skills. Praful Bhosle has played an important role in keeping the fear of police among the criminals. Due to this, the criminals started calling the Mumbai Police as 'Batch Squad'. It is difficult to say how many gangsters Praful Bhosle called for annihilation. It is believed that he has had 77 encounters sofar but he himself shows that he has taken more than 90 criminals to the abode of God with his gun. Chhota Shakeel and Arif Kalia have been Praful Bhosle's most famous operations. His name also shone in the death in the custody of Khwaja Yunus.
(5) Sachin Hindurao Vaje: Sachin Hindurao Vaje, who has joined the Mumbai Police, has had a total of 63 encounters sofar. His greatest achievement was that he was entrusted the task of maintaining peace in an area called Mumbra, which has an entirely Muslim majority in Mumbai, which he did very well. Vaje, who had been a sub-inspector, was suspended in connection with a fake encounter. He quit his police job in 2007 and joined the political party Shiv Sena.
(6) Ravindranath Angre: Ravindranath Angre was considered to be the police officer with the strongest network. He was the most talked about when he eliminated Suresh Manchekar's gang. He was arrested in 2008 for threatening a builder. After his release, he was transferred to Naxalite areas like Gar Chiroli and later joined the BJP.
(7) Ajit Ogre: Ajit Ogre is a new name in the list of Encounter Specialists in the country. Ajit Ogre joined the Chhattisgarh Police in 2004. He is said to have been driving a truck before joining the police. He has sofar encountered 53 Naxalite terrorists. The Naxals are so scared of Ogre's name that Ajit Ogre is in the top 5 in their hit list. Ajit has also been shot several times in the arms, legs and shoulders in dealing with Naxal terrorists. But once he gets better, he is ready to face the terrorists again. Ajit himself shows that he loves A. K. 47 so much that he sleeps with it even when he sleeps at night.
(8) Late. Rajvir Singh: Rajvir Singh, who is a Delhi police officer, got the rank of ACP in just 13 years. Rajvir, who has had 51 encounters, is remembered for controlling the Land Mafia in Delhi. Vijay Bhardwaj, a property dealer from Goregaon, who was a friend of Rajveer, was shot dead. It is said that the dispute between the two was over land.
🔜 Other police officers in India are also known as encounter specialist. But those police officers are not as popular as these officers given in the list here or they are surrounded in disputes other than the encounter.
Jay Hind
Jay Bharat
0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.