🔜 સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ પણ દેશનું સંચાલન ખૂબ જ હોશિયાર, શ્રેષ્ઠ અને મૂલ્યનિષ્ઠ અધિકારીઓ દ્વારા જ થતું હોય છે. પરંતુ સાવ છેલ્લી કક્ષાની રાજનીતિને કારણે જ જે તે દેશનું પતન થતું હોય છે.
🔜 વિશ્વના કોઈ પણ દેશમાં ભારત જેટલી નીચ કક્ષાની રાજનીતિ તમને ક્યાંય જોવા નહીં મળે. ભારતમાં IAS અને IPS કક્ષાના ઘણા બધા પ્રામાણિક અધિકારીઓ છે જે પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવે છે. જો તેઓને સત્તા સોંપવામાં આવે તો મારા મત મુજબ આ દેશની દશા અને દિશા બંને બદલાઈ જાય. પરંતુ આવા અધિકારીઓને રાજનેતાઓ પોતાના સ્વાર્થ માટે કંટ્રોલ કરતા હોય છે. જો તેઓ કંટ્રોલ ન થાય તો તેઓને બરખાસ્ત કરી દેવામાં આવે છે. તમે ગુજરાત રાજ્યના મૂળ જૂનાગઢ જિલ્લાના મામલતદાર ડૉ. ચિંતનભાઈ વૈષ્ણવનો જ દાખલો લઈ શકો છો. જો પોલીસમાં નોકરી કરનારા કોઈ સારા પ્રામાણિક અધિકારીઓ હોય અને રાજનેતાઓનું કહ્યું ન કરતા હોય તો તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે.
🔜 આજે આપણે એક એવા અધિકારી વિશે વાત કરવા માટે જવાના છીએ કે જેઓ સામાન્ય રીતે ૨૦૧૬ ની આજુબાજુ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. જે પોતાના જ રાજ્યના લગભગ એવા પહેલા મહિલા અધિકારી છે કે જેની સામે પહાડ જેવો લક્ષ્ય સોંપવામાં આવ્યો છે. હા મિત્રો, હું કઈ સામાન્ય કક્ષાના ઓફિસર નહીં પરંતુ એક ઉચ્ચ કક્ષાના અને તે પણ પાછા સ્ત્રી અધિકારી વિશે વાત કરવા માટે જઈ રહ્યો છું.
🔜 હું આજે વાત કરવા માટે જઈ રહ્યો છું ૨૦૦૫ ની બેંચના એક એવા IPS અધિકારી વિશે કે જેમને આસામના બોડો આતંકીઓ સામે લડવા માટેની ફરજ સોંપવામાં આવી છે. તેઓ IAS અધિકારી બનીને ઓફિસમાં બેસીને આરામથી કામ કરી શકતા હતા પરંતુ તેમને IPS ની પોસ્ટ પસંદ કરીને લોકોને ચોંકાવી દીધા હતા.
🔜 જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું ડૉ. પરાશર વિશે. ડૉ. સંજુક્તા આસામના લગભગ એવા પ્રથમ IPS અધિકારી છે કે જેમને પોતાના જ રાજ્યમાં પોસ્ટિંગ મળ્યું છે. જ્યારે તેમને રૂબરૂ મુલાકાત દરમિયાન પૂછવામાં આવેલું કે તેઓ શા માટે IAS ને બદલે IPS અધિકારી બનવાનું પસંદ કરે છે. ત્યારે તેમનો જવાબ, જેમ ૧૯૯૬ માં આર્મીની ભરતી વખતે મનોજકુમાર પાંડેએ તેના રૂબરૂ મુલાકાત પૂછતાછ દરમિયાન કર્નલ લલિતચંદ્ર રાયને કહેલું કે તે પરમવીર ચક્ર જીતવા માટે આર્મી જોઈન કરે છે તેઓ જ જવાબ આદરણીય સંજુક્તાએ આપેલો.
🔜 સંજુક્તાએ જવાબ આપેલો કે તેણી આસામના બોડો આતંકીઓ સામે લડવા માંગે છે. તેથી જ તેણીને પોતાના જ રાજ્યમાં પોસ્ટિંગ આપવામાં આવેલું હતું. સંજુકતા, પોતાના જ રાજ્યમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હોય તેવી આસામની પ્રથમ મહિલા IPS અધિકારી છે.
🔜 મિત્રો, ૧૭૫ સેન્ટિમીટરની ઊંચાઈ અને ૬૫ કિલોગ્રામ જેટલું વજન ધરાવતી સંજુક્તાનો જન્મ, આસામના બ્રાહ્મણ કુટુંબમાં, પિતા દુલાલચંદ્ર બરૂઆ અને માતા મીના દેવીને ત્યાં ૩ ઓક્ટોબર, ૧૯૭૯ ના દિવસે ભારતના આસામ રાજ્યમાં થયો હતો. તેણીએ હોલી ચાઈલ્ડ સ્કૂલ, ગુવાહાટી અને આર્મી સ્કૂલ નારંગી, ગુવાહાટીમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તેણીએ ઈન્દ્રપ્રસ્થ કૉલેજ ફોર વિમેન ઈન ન્યુ દિલ્હીથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તે પછી તેણીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર કર્યું. ત્યારબાદ તેણીએ M.Phil અને યુએસ વિદેશનીતિમાં પી.એચ.ડી. પણ કર્યું છે. તમે ગર્વથી તેણીને ડૉક્ટર સંજુક્તા તરીકે પણ સંબોધી શકો છો.
🔜 તેણીના પિતા આસામના Irrigation Department માં ઈજનેર તરીકેની ફરજ બજાવે છે. જ્યારે માતા આસામના આરોગ્ય વિભાગમાં પોતાની સેવા આપે છે.
🔜 સંજુક્તા પરાશર આસામથી ૨૦૦૫ ની બેચના આઈપીએસ અધિકારી છે. તેણી આસામની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી તરીકે જાણીતી છે. હકીકતમાં, આસામની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી ૧૯૯૬ ની બેચના યામિન હઝારિકા હતી.
🔜 સંજુક્તાએ આખા દેશમાં ૮૫ મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. પોતાના હૃદયની વાતને અનુસરવાનું પસંદ કરતાં, આઈ.એ.એસ. માં જોડાવાને બદલે તેણી તમામ બંધનોને તોડીને ભારતીય પોલીસ સેવાઓમાં જોડાઈ.
🔜 ૨૦૦૫ ની બેચના આઈપીએસ અધિકારી, પરાશરને પ્રથમવાર મકુમના સહાયક કમાન્ડન્ટ તરીકે ૨૦૦૮ માં પોસ્ટ કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં જ તેમને બોડો અને ગેરકાયદેસર બાંગ્લાદેશી આતંકવાદીઓ વચ્ચેની અથડામણને કાબૂમાં લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી તે આસામમાં આતંકવાદીઓ અને ગુનેગારો માટે દુ:સ્વપ્ન બની રહી છે.
🔜 સંજુક્તા પરાશરનું નામ આસામના બોડો આતંકવાદીઓના હૃદયમાં આતંક ભરવા માટે પૂરતું છે. સંજુકતાએ માત્ર પંદર મહિનામાં જ ૬ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને આશરે ૬૪ થી વધુ આતંકવાદીની ધરપકડ કરી છે. તેણીએ અસંખ્ય ગેરકાયદેસર શસ્ત્રો કબજે કર્યા છે. આ બહાદુર આઈપીએસ અધિકારી વિશે કેટલીક આશ્ચર્યજનક તથ્યો પણ છે. તેણી રમતગમતની પ્રવૃત્તિમાં રુચિ ધરાવે છે અને સ્વિમિંગ, બાઇકિંગ પણ કરે છે.
🔜 અહીંથી તમે આઈએએસને બદલે આઇપીએસમાં જોડાવા પાછળની તેણીની સાચી પ્રેરણા જાણી શકશો.
🔜 ૨૦૦૫ ની બેચના બહાદુર આઈપીએસ અધિકારી સંજુક્તા પરાશર, પોતાની હિંમત અને આસામના બોડો આતંકવાદીઓ સામે લડવાની અવિશ્વસનીય કામગીરી માટે વર્તમાનપત્રોની હેડલાઈન્સ બની રહ્યા છે.
🔜 તેણીના પ્રશંસનીય કાર્ય ઉપરાંત, તેણી “આસામની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી” હોવાના કારણે પણ વર્તમાનપત્રોની હેડલાઈન્સ બની રહ્યા છે.
🔜 હકીકતમાં, આસામથી પોલીસ સેવાની પરીક્ષા પાસ કરનારી પ્રથમ મહિલા યામીન હઝારિકા હતી, જે ૧૯૭૭ માં ડીએનઆઈપીએસ (દિલ્હી, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ પોલીસ સેવા) અધિકારી બની હતી અને એસીપી ચાણક્યપુરી અને દિલ્હી સશસ્ત્ર પોલીસમાં ડીસીપી તરીકે રહી હતી. તેણીનું ૧૯૯૯ માં બોસ્નીયામાં અવસાન થયું હતું. આસામના અન્ય આઈપીએસ અધિકારી ૧૯૮૬ ની બેચના ડી રાની ડોલે બર્મન છે, જે હવે ઉત્તર પૂર્વ પોલીસ એકેડેમીના ડિરેક્ટર છે.
🔜 તેથી હવે આપણે એ મૂંઝવણને દૂર કરી દીધી છે.
ચાલો આપણે, પરાશર જેવી પ્રેરણાદાયી મહિલા વિશેના કેટલાક રસપ્રદ તથ્યો જોઈએ. -
🔜 સંજુક્તા, ભારતીય આર્મીના યોદ્ધાઓને ટ્રેનિંગ આપનારી આસામની એકમાત્ર અને સૌથી પહેલી IPS અધિકારી છે.
🔜 પરાશર હંમેશાં રમતગમતમાં રસ લેતી અને તેણી ઘણીવાર તેના સ્કૂલના દિવસોમાં વિવિધ રમતગમતના કાર્યક્રમોમાં પણ ભાગ લેતી હતી. તે સ્વિમિંગ શીખી અને નાટકોમાં પણ ભાગ લેતી હતી.
🔜 સંજુક્તાએ આસામના ચિરંગ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી પૂરું ગુપ્તા સાથે ૨૦૦૮ ની સાલમાં જ લગ્ન કર્યા છે. તેઓનું વ્યસ્ત શેડ્યૂલ તેમને બે મહિનામાં ફક્ત એક જ વાર મળવા માટે પરવાનગી આપે છે અને આ દંપતી ઘણી વાર મળ્યા વગર મહિનાઓ એકબીજા વગર વિતાવે છે. તેઓને સાથે એક દીકરો પણ છે. જેની સંભાળ સંજુક્તાની માતા દ્વારા કરવામાં આવે છે.
🔜 સોનીતપુર જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે, તેણી આતંકવાદગ્રસ્ત પ્રદેશમાં એકે-૪૭ સાથે સીઆરપીએફ જવાનોની એક ટીમનું નેતૃત્વ કરે છે અને બોડો આતંકવાદીઓમાં સૌથી ભયભીત પોલીસ અધિકારી બની ગઈ છે.
🔜 તે નમ્ર અને પ્રેમાળ વ્યક્તિ છે અને કહે છે કે ગુનેગારોએ જ તેનો ડર રાખવો જોઈએ.
🔜 કડક સૈનિક તરીકેની ફરજ બજાવવા ઉપરાંત, તેણી તેના ઘરથી દૂર આવેલા લોકોને મળવા માટે રાહત શિબિરોમાં દિવસો વિતાવે છે અને ઘણીવાર હેલ્મેટ પહેરેલા ટુ-વ્હીલર સવારોને કેન્ડી પણ વહેંચે છે.
🔜 સંજુક્તા અવારનવાર નિર્જન જંગલોમાં નાઈટ પેટ્રોલીંગ પણ કરે છે કે જેથી આ વિસ્તારમાં રહેતા આતંકવાદીઓને દૂર કરી શકાય. જંગલોમાં તેણી પોતાની ટિમ સાથે જે રેડ કરે છે તે ખેલ માત્ર ૪૦ થી ૪૫ મિનિટ પૂરતો જ હોય છે. પરંતુ તે આટલા સમયગાળામાં જ ઘણા બધા આતંકીઓને મારી નાખે છે અને ઘણાને કબ્જે કરી લે છે અને ઘણો જ શસ્ત્ર સરંજામ પણ કબ્જે કરી લે છે.
🔜 તેને નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી) તરફથી વિવિધ ધમકીઓ પણ મળી છે, પરંતુ તેનાથી તેણીના ફરજો નિભાવવાના નિર્ણયને કોઈ અસર થતી નથી.
🔜 તમે કોઈ પણ દેશમાંથી કે ભારતના કોઈપણ રાજ્યમાંથી મારો આ બ્લોગ વાંચી રહ્યા હોય તો જે તે દેશ કે રાજ્યનું નામ નીચે કમેન્ટ્સમાં જરૂર લખજો કે જેથી મને ખબર પડે કે મારો બ્લોગ કયા દેશના અને કયા રાજ્યના લોકો વાંચે છે. તમને આ માહિતી ગમી કે નહીં તે પણ સાથે જણાવજો.
🔜 તમારા દેશના કે રાજ્યના કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ અથવા એવા લોકો કે જેમને અસામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના વિશે તમે જાણતા હો તો નીચે કમેન્ટ્સમાં મને જણાવજો.
🔜 હું તેવા અધિકારીઓ કે લોકો વિશે માહિતી મેળવીને લખવાના તમામ પ્રયાસો કરીશ.
જય હિંદ
જય ભારત
--------------------------------------------------------------
Hindi Translation :-
🔜 आम तौर पर, अगर हम अपने आस-पास की दुनिया के विभिन्न देशों को देखते हैं, तो हमे पता चलेगा कि हर देश शायद सर्वोत्तम, बुद्धिमान और योग्य अधिकारियों द्वारा प्रबंधित किया जाता है। आप दुनिया के किसी अन्य देश में भारत जैसे राजनीति का निम्नतम स्तर नहीं पाएंगे। यहां तक कि भारत में, आईएएस और आईपीएस जैसे कई उच्च कक्षा के अधिकारी हैं जो अपने कर्तव्यों को बहुत ईमानदारी से निभा रहे हैं। अगर उन्हें सत्ता दी जाती है, तो देश की दशा और दिशा दोनों बदल जाएगी। लेकिन ऐसे अधिकारियों को राजनेताओं द्वारा अपने स्वार्थ के लिए नियंत्रित किया जाता है। अगर वे नियंत्रित नहीं होते हैं, तो उन्हें बर्खास्त कर दिया जाता है। आप गुजरात राज्य के मूल रूप से जूनागढ़ जिल्ले के मामलतदार डॉ. चिंतनभाई वैष्णव का उदाहरण देख सकते हैं। यदि पुलिस में कोई अच्छा अधिकारी हैं और वे राजनेताओं का पालन नहीं करते हैं, तो उन्हें जेल भेजा जाता है।
🔜 आज हम एक अधिकारी के बारे में बात करने जा रहे हैं जो आमतौर पर २०१६ के आसपास बहुत चर्चा में आये थे। वह अपने राज्य में लगभग पहली महिला अधिकारी है जिसे पर्वत-जैसा लक्ष्य सौंपा गया है।
🔜 हां दोस्तों, मैं एक सामान्य स्तर के अधिकारी नहीं बल्कि एक उच्च स्तरीय और वो भी एक महिला अधिकारी के बारे में बात करने जा रहा हूं। मैं आज २००५ की बैच के एक आईपीएस अधिकारी के बारे में बात करने जा रहा हूं, जिसे असम में बोडो आतंकवादियों से लड़ने के लिए अपन फर्ज सौंपा गया है। वह कार्यालय में एक आईएएस अधिकारी के रूप में आराम से काम कर सकती थी लेकिन उसने आईपीएस के पद का चयन करके लोगों को चौंका दिया।
🔜 हाँ दोस्तों मैं डॉ. पराशर के बारे में बात कर रहा हूँ। डॉ. संजुक्ता असम के लगभग पहले महिला आईपीएस अधिकारी हैं जिसे अपने राज्य में ही पोस्टिंग मिला है। जब उसे इंटरव्यू के दौरान आईएएस के बजाय एक आईपीएस अधिकारी क्यों बनना पसंद करती है ऐसा पूछे जाने पर उनका जवाब मनोज कुमार पांडे के समान था क्योंकि १९९६ में सेना भर्ती के दौरान उनके इंटरव्यू में उसने कर्नल ललितचंद्र राय को कहा था कि वह सेना का परमवीर चक्र जैसा गैलेंट्री एवॉर्ड प्राप्त करना चाहता है। सम्मानित संजुकता द्वारा भी ऐसा ही जवाब दिया गया था।
🔜 संजुक्ता ने जवाब दिया था कि वह असम में बोडो आतंकवादियों से लड़ना चाहती है। यही कारण है कि उसे अपने राज्य में पोस्टिंग दी गई थी। अपने ही राज्य में पोस्ट किए जाने वाली संजुक्ता असम की पहली महिला आईपीएस अधिकारी हैं।
🔜 मित्र, १७५ सेमी लंबी और ६५ किलोग्राम वजन की संजुक्ता का जन्म असम के एक ब्राह्मण परिवार में पिता दुलाल चंद्र बरुआ और माता मीना देवी के वहा ३ अक्टूबर १९७९ के दिन भारत के असम राज्य में हुआ था। उन्हें होली चाइल्ड स्कूल, गुवाहाटी और सेना स्कूल नारंगी, गुवाहाटी से अपनी स्कूली शिक्षा मिली। फिर उसने राजनीतिक विज्ञान में डिग्री के साथ नई दिल्ली में इंद्रप्रस्थ कॉलेज फॉर विमेन्स से स्नातक की उपाधि प्राप्त की। फिर उसने जवाहरलाल नेहरू विश्वविद्यालय, नई दिल्ली से अंतर्राष्ट्रीय संबंधों में मास्टर किया। उसके बाद उसने एम.फिल और अमेरिकी विदेश नीति में पीएचडी अर्जित किया। आप गर्व से उसे डॉक्टर संजुक्ता भी कह सकते हैं।
🔜 उनके पिता असम के सिंचाई विभाग में एक इंजीनियर के रूप में काम करते हैं। जबकि मां असम के स्वास्थ्य विभाग में सेवा करती है।
🔜 संजुक्ता पराशर असम से २००५ के बैच की आईपीएस अधिकारी हैं। उन्हें असम के प्रथम महिला आईपीएस अधिकारी के रूप में जाना जाता है। वास्तव में, असम की पहली महिला १९९६ के बैच की आईपीएस यामिन हजारिका थी।
🔜 संजुक्ता देश में ८५ वें स्थान पर आई थी। उसके दिल का पालन करने का चयन करते हुए, आई.ए.एस. में शामिल होने के बजाय, उसने सभी प्रतिबंध तोड़ दिए और भारतीय पुलिस सेवा में शामिल हो गई। २००५ के बैच की आईपीएस अधिकारी पराशर को पहली बार २००८ में मकुम में सहायक कमांडेंट के रूप में पोस्ट किया गया था। उन्हें जल्द ही बोडो और अवैध बांग्लादेशी आतंकवादियों के बीच संघर्षों को नियंत्रित करने का काम सौंपा गया था। तब से वह असम में आतंकवादियों और अपराधियों के लिए एक दुःस्वप्न रही है।
🔜 संजुक्ता पराशर का नाम असम में बोडो आतंकवादियों के दिल में आतंक भरने के लिए पर्याप्त है। संजुक्ता ने सिर्फ १५ महीनों में ६ आतंकवादियों को मार दिया है और ६४ से अधिक आतंकवादियों को गिरफ्तार कर लिया है। उसने कई अवैध हथियारों को जब्त कर लिया है। इस बहादुर आईपीएस अधिकारी के बारे में कुछ आश्चर्यजनक तथ्य भी हैं। वह खेल में रुचि रखती है और तैराकी और बाइकिंग भी करती है।
🔜 यहां से आप आईएएस के बजाय आईपीएस में शामिल होने के पीछे उसकी असली प्रेरणा जान सकते हैं।
🔜 २००५ के बैच की बहादुर आईपीएस अधिकारी संजुक्ता परशर, असम में बोडो आतंकवादियों के खिलाफ की लड़ाई में उनके साहस और अविश्वसनीय काम के लिए सुर्खियों में रही हैं। अपने सराहनीय काम के अलावा, वह "असम की पहली महिला आईपीएस अधिकारी" होने के लिए भी सुर्खियों में रही है।
🔜 वास्तव में, पुलिस सेवा परीक्षा उत्तीर्ण करने वाली असम की पहली महिला यामीन हज़ारिका थी, जो १९७७ में एक डीएएनआईपीएस (दिल्ली, अंडमान और निकोबार द्वीप पुलिस सेवा) अधिकारी बन गईं और चाणक्यपुरी में एसीपी के रूप में और दिल्ली सशस्त्र पुलिस में डीसीपी के रूप में कार्यरत थी। १९९९ में बोस्निया में उनकी मृत्यु हो गई।
🔜 असम के एक और आईपीएस अधिकारी १९८६ के बैच की डी रानी डॉले बर्मन हैं, जो अब उत्तर पूर्व पुलिस अकादमी के निर्देशक हैं।
🔜 तो अब हमने उस भ्रम को दूर कर दिया है।
🔜 चलो पराशर जैसी प्रेरणादायक महिला के बारे में कुछ दिलचस्प तथ्यों को देखें। -
🔜 संजुक्ता भारतीय सेना के योद्धाओं को प्रशिक्षित करने वाली असम की एकमात्र और पहली IPS अधिकारी हैं।
🔜 पराशर हमेशा खेलों में रूचि रखते थे और उन्होंने अक्सर अपने स्कूल के दिनों के दौरान विभिन्न खेल कार्यक्रमों में भाग लिया। उसने तैराकी सीखी और नाटकों में भी भाग लिया।
🔜 २००८ में असम के चिरंग जिल्ले में डेप्युटी कमिश्नर के रूप में सेवा करने वाले एक आईएएस अधिकारी ने पुरू गुप्ता से संजुक्ताने विवाह किया।
🔜 उनका व्यस्त कार्यक्रम उन्हें दो महीने में केवल एक बार मिलने की अनुमति देता है और जोड़े अक्सर एक-दूसरे के बिना महीने बिताते हैं। उनके पास एक बेटा भी है। जिसकी संजुकता की मांद्वारा देखभाल की जाती है।
🔜 सोनितपुर जिले में पुलिस अधीक्षक के रूप में, वह आतंकवादी प्रभावित क्षेत्र में एके - ४७ के साथ सीआरपीएफ जवानों की एक टीम की अग्रसर होती हैं और बोडो आतंकवादियों के बीच सबसे ज्यादा डरावनी पुलिस अधिकारी बन गई हैं।
🔜 वह एक विनम्र और प्रेमपूर्ण व्यक्ति है और कहती है कि केवल अपराधियों को उससे डरना चाहिए।
🔜 सख्त सैनिक के रूप में कार्य करने के अलावा, वह राहत शिविरों में दिन बिताती है, अपने घर से दूर रहे लोगों को मिलती है और हेलमेट-पहने हुए दोपहिया राइडर्स को अक्सर कैंडी वितरित करती है।
🔜 संजुक्ता कभी-कभी जंगलों में रहने वाले आतंकवादियों को दूर करने के लिए निर्जन जंगलों में रात के गश्ती आयोजित करती है। जंगलों में वह अपनी टीम के साथ छापे मारती है, यह नाटक केवल ४० से ४५ मिनट ही चलता है। लेकिन वह इसी अवधि में ही कई आतंकवादियों को मार देती है और कई लोगों को पकड़ती है और बहुत सारे हथियार भी कब्जा कर लेती है।
🔜 उन्हें बोडोलैंड (एनडीएफबी) के राष्ट्रीय लोकतांत्रिक मोर्चे से भी विभिन्न खतरे मिले हैं, लेकिन इसने अपने कर्तव्यों को करने के अपने फैसले को प्रभावित नहीं किया है।
🔜 यदि आप मेरे ब्लॉग को किसी भी देश या भारत के किसी भी राज्य से पढ़ रहे हैं, तो नीचे दिए गए टिप्पणियों में उस देश या राज्य का नाम लिखें और अगर आपको यह जानकारी पसंद आई हो, तो हमें भी बताएं।
🔜 यदि आप अपने देश या राज्य के किसी उच्च अधिकारियों या असाधारण कारनामे करने वाले लोगों के बारे में जानते हैं तो मुझे नीचे टिप्पणी में बताएं।
🔜 मैं ऐसे अधिकारियों या लोगों के बारे में जानकारी प्राप्त करने और लिखने का हर संभव प्रयास करूंगा।
जय हिंद
जय भारत
--------------------------------------------------------------
English Translation :-
🔜 Generally, If we look at different countries in the world around us, we observe that every country is probably managed by best, intelligent and qualified officials.
🔜 You will not see the lowest level of politics like India in any other country of the world. Even in India, there are many high-ranking officers like IAS and IPS who perform their duties very faithfully. If they are given power, the direction and state of the country will change. But such officials are controlled by politicians for their own selfishness. If they are not controlled, they are dismissed. You can see the example of Mamlatdar Dr. Chintanbhai Vaishnav, originally of Junagadh district of Gujarat state. If there are any good officers in the police and they do not obey the politicians, they are sent to prison.
🔜 Today we are going to talk about an officer who was usually very much talked about around 2016. She is almost the first woman officer in her own state to be assigned a mountain-like target.
🔜 Yes friends, I'm going to talk about a high-level female officer but not a general-level officer. I am going to talk today about a 2005 batch IPS officer who has been assigned to fight Bodo terrorists in Assam. She could have worked comfortably in the office as an IAS officer but she shocked the people by choosing the post of IPS.
🔜 Yes friends I'm talking about Dr. Parashar. Dr. Sanjukta is almost the first IPS officer from Assam to get a posting in her own state. When asked during a face-to-face interview why she prefers to be an IPS officer rather than an IAS. Her answer was the same as Manoj Kumar Pandey told Colonel Lalit Chandra Rai during his face-to-face interview during Army recruitment in 1996 that he joins the Army to win the Paramvir Chakra. The same answer was given by respected Sanjukta.
🔜 Sanjukta replied that she wanted to fight the Bodo terrorists in Assam. That is why she was given a posting in her own state. Sanjukta is the first woman IPS officer from Assam to be posted in her own state.
🔜 Friends, Sanjukta, who is 175 cm tall and weighs 65 kg, was born in a Brahmin family in Assam to father Dulal Chandra Barua and mother Meena Devi on October 3, 1979 in the Indian state of Assam. She received her schooling from Holy Child School, Guwahati and Army School Narangi, Guwahati. She then graduated from Indraprastha College for Women in New Delhi with a degree in Political Science. She then did a Master in International Relations from Jawaharlal Nehru University, New Delhi. She then earned an M.Phil and a Ph.D. in U.S. Foreign Policy. You can proudly call her Doctor Sanjukta.
🔜 Her father works as an engineer in the Irrigation Department of Assam. While the mother serves herself in the health department of Assam.
🔜 Sanjukta Parashar is a 2005 batch IPS officer from Assam. She is known as the first woman IPS officer of Assam. In fact, the first woman from Assam was Yamin Hazarika of the 1996 batch IPS.
🔜 Sanjukta was ranked 85th in the country. Choosing to follow her heart, instead of joining I.A.S., she broke all restrictions and joined the Indian Police Service.
🔜 Parashar, a 2005 batch IPS officer, was first posted as Assistant Commandant of Makum in 2008. She was soon tasked with controlling the clashes between Bodo and illegal Bangladeshi militants. Since then she has been a nightmare for terrorists and criminals in Assam.
🔜 Sanjukta Parashar's name is enough to fill the terror in the hearts of Bodo terrorists in Assam. Sanjukta has killed 6 terrorists in just 15 months and arrested more than 64 terrorists. She has seized numerous illegal weapons. There are also some surprising facts about this brave IPS officer. She is interested in sports and also does swimming and biking.
🔜 From here you can know her true motivation behind joining IPS instead of IAS.
🔜 Sanjukta Parashar, a brave IPS officer of the 2005 batch, has been making headlines for her courage and incredible work in the fight against Bodo terrorists in Assam.
🔜 In addition to her admirable work, she is also making headlines for being "Assam's first female IPS officer".
🔜 In fact, Yamin Hazarika was the first woman from Assam to pass the police service exam, who became a DNIPS (Delhi, Andaman and Nicobar Island Police Service) officer in 1977 and served as ACP in Chanakyapuri and as DCP in Delhi Armed Police. She died in Bosnia in 1999. Another IPS officer from Assam is 1986 batch D Rani Dolle Burman, who is now the director of the North East Police Academy.
🔜 So now we have cleared that confusion.
🔜 Let’s look at some interesting facts about an inspiring woman like Parashar :-
🔜 Sanjukta is the only and first IPS officer in Assam to train Indian Army warriors.
🔜 Parashar was always interested in sports and she often participated in various sports programs during her school days. She learnt swimming and also took part in plays.
🔜 Sanjukta married to Puru Gupta, an IAS officer serving as deputy commissioner in Assam's Chirang district, in 2008. Their busy schedule allows them to meet only once in two months and the couple often spend months without each other. They also have a son together. Who is cared for by Sanjukta's mother.
🔜 As a Superintendent of Police in Sonitpur district, she leads a team of CRPF jawans with AK-47s in the terror-hit region and has become the most feared police officer among the Bodo militants.
🔜 She is a humble and loving person and says that only criminals should be afraid of her.
🔜 In addition to serving as a strict soldier, she spends days in relief camps meeting people away from her home and often distributes candy to helmet-wearing two-wheeler riders.
Sanjukta also occasionally conducts night patrols in desolate forests to flush out terrorists living in the area. In the forests she reddish with her team, the play is only 40 to 45 minutes. But she kills many terrorists in such a period and capture many and a lot of weapon outfit also captured.
🔜 She has also received various threats from the National Democratic Front of Bodoland (NDFB), but this has not affected her decision to perform her duties.
🔜 If you are reading this blog from any country or any state of India, you need to write the name of that country or state in the comments below so that I know which country and which state people are reading my blog. Also let me know if you liked this information.
🔜 Let me know in the comments below if you know of any high officials in your country or state or people who have achieved extraordinary feats.
🔜 I will make every effort to get information and write about such officers or people.
Jay Hind
Jay Bharat
2 ટિપ્પણીઓ
Gujarat
જવાબ આપોકાઢી નાખોસરસ માહિતી પ્રદ લેખ
જવાબ આપોકાઢી નાખોIf you find any wrong information, difficulty or query then let me know.