Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

Mystery of "IC - 814" (IC - 814 નું રહસ્ય).











🔜 Mystery of 'IC - 814' 🔙

🔜 Indian Airlines ની ફ્લાઈટ નંબર 'IC - 814' કે જે નેપાળના કાઠમંડુથી ભારતના કેપિટલ દિલ્હી ખાતે આવવા માટે નીકળી છે તે ભારતના હવાઈ માર્ગમાં પ્રવેશ કરે છે. Flight crew યાત્રીઓને ભોજન પીરસવામાં વ્યસ્ત છે અને યાત્રીઓ આ ભોજનનો આનંદ ઉઠાવવામાં. તે જ સમયે પાંચ જુદી-જુદી સીટ પર બેઠેલા લોકો એકબીજાને કંઈક ઈશારો કરવા માટે લાગી જાય છે તેમજ એકી સાથે ઊભા થાય છે. તેઓ પોતાના ચહેરા પર એક નકાબ પહેરી લે છે. હવામાં બંદૂક લહેરાવતા અને હાથમાં ગ્રેનેડ લઈને ફરતા ફરતા તેઓ અચાનક હાઈજેક હાઈજેકની બુમો પાડવા લાગે છે. આ પાંચેય નકાબ પહેરેલા વ્યક્તિઓ આતંકીઓ હતા. જેમણે ભારતીય એરલાઈન્સની એક ફ્લાઈટને ભારતના હવાઈમાર્ગમાં પ્રવેશ કરતા જ હાઈજેક કરી લીધી હતી. આમાંથી ચાર આતંકીઓ યાત્રીઓને ધમકાવવામાં અને સંભાળવામાં વ્યસ્ત છે જ્યારે પાંચમો આતંકી એક ક્રૂ મેમ્બરને લઈને કોકપિટની અંદર ઘુસી જાય છે. થોડીક ક્ષણો બાદ જ પ્લેનમાં સ્પીકર પર ધ્રુજાવી દે એવો એક અવાજ આવે છે કે “Ladies and gentlemen, હું તમારી ફ્લાઈટનો કેપ્ટન (Devi Sharan) બોલી રહ્યો છું. આપણાં પ્લેનને હાઈજેક કરી લેવામાં આવ્યું છે તેથી મહેરબાની કરીને શાંતિ જાળવો અને હાઈજેકર્સની વાતોને ધ્યાનથી સાંભળો. દુર્ભાગ્યનો શિકાર બનેલી આ ફ્લાઈટ 'IC - 814' ને પહેલા અમૃતસર લઈ જવામાં આવે છે ત્યારબાદ દુબઈ અને અંતે અફઘાનિસ્તાનના કાંધાર ખાતે તેનું ઉતરાણ કરાવવામાં આવે છે. જ્યાં તે સમયે તાલિબનનું શાસન હતું. પ્લેનનું ઉતરાણ કરાવતા જ તાલિબાનના લડાકુઓ પ્લેનની ચારેતરફ ઓપરેશન પોઝિશન લઈ લે છે. આ બાજુ ઘટનાની ખબર પડતાં જ ભારત સહિત આખા વિશ્વમાં હડકંપ મચી જાય છે. જ્યારે બધા લોકોને એવું લાગતું હતું કે આ હાઈજેકિંગનો ઉદ્દેશ્ય ભારતની જેલમાં બંધ ખૂંખાર આતંકી મસુદ અઝહરને છોડાવવાનો છે ત્યારે હજારો કિમિ દૂર ભારત દેશની આર્થિક રાજધાની એવા મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનના નાનકડા અમથા રૂમમાં બેઠેલા એક ઈન્સ્પેક્ટર તપાસ કરતા અનુભવે છે કે આ હાઈજેકિંગનો મુખ્ય ઈરાદો મસુદને છોડાવવા પૂરતો જ નથી. તે લોકોનું લક્ષ્ય તો કાંધારથી પણ ઘણું આગળ છે. પરંતુ આ વખતે આતંકી આક્કાઓના શેતાની ઈરાદાઓ અને માં ભારતીની વચ્ચે ઉભા હતા એક જાંબાઝ ઈન્સ્પેક્ટર સાહેબ કે જેઓ ખાલી એક નામ અને ફોન નંબરની મદદથી જ આ લોકોના તમામ ઈરાદાઓ ઉપર પાણી ફેરવવા વાળા હતા. ખાંડમાં ભળી ગયેલા મીઠાને કઈ રીતે અલગ કરવું તે ખૂબ જ બેખૂબીથી જાણતા એવા ઈન્સ્પેક્ટર સાહેબ શ્રી, 'IC - 814'ની આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિને કઈ રીતે પાર પાડવાના હતા તે જાણીએ આજના મારા આ લેખમાં.

🔜 અંધેરી પોલીસ સ્ટેશનમાં મુંબઈ પોલીસની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટની એક ઓફીસ છે. ઓફીસ તો ખાલી કહેવા પૂરતી જ છે પણ ઓફિસના નામે નાનકડો અમથો એક રૂમ જ છે. આ રૂમના એક ખૂણામાં એક ટેબલ પડેલું છે જેના પર એક આદમી સામાન્ય એવું પાતળું ગોદડું કે બ્લેન્કેટ ઓઢીને સુઈ રહ્યો છે. જેવા સવારના 5 વાગે છે કે તેની ઘડિયાળમાં એલાર્મ વાગવા માંડે છે. તે પોતે ઓઢેલું ગોદડું કે બ્લેન્કેટને સાઈડમાં ફેંકે છે અને આંખો ચોળતા ચોળતા પોતાની ઘડિયાળ તરફ જુએ છે. છેલ્લા કેટલાક સમયથી ઈન્સ્પેક્ટર સાહેબનું આ જ દૈનિક કાર્ય ચાલી રહ્યું હોય છે. છેલ્લી કેટલીયે રાત્રિથી અંધેરી પોલીસ સ્ટેશનનો આ નાનકડો અમથો રૂમ તેમનું ઘર બની ગયું હોય છે. એક કોન્સ્ટેબલ તે રૂમનો દરવાજો ખખડાવે છે અને એક કપ ગરમાગરમ ચા ઈન્સ્પેક્ટર સાહેબના ટેબલ ઉપર ટાઈપ રાઈટર જેવા દેખાતા મશીન પાસે રાખી દે છે. તે મશીનમાંથી કેટલાય તાર પસાર થતા હતા. તે તાર કેટલાક ટેલિફોન અને હેડફોનથી જોડાઈ રહ્યા હતા. ઈન્સ્પેક્ટર શર્મા સાહેબ મોઢું ધોઈને ચા પીતા પીતા જ હેડફોનને પોતાના કાન પર લગાવે છે અને રોજની જેમ જ એક અવાજ સાંભળવાની રાહ જુએ છે. છેલ્લા બે દિવસથી શર્મા સાહેબ કોઈ અબ્દુલ લતીફ નામના વ્યક્તિના ફોન કોલ્સને આંતરવાનું કામ કરે છે. અબ્દુલ રોજ દિલ્હી અને પાકિસ્તાન કેટલાક લોકો સાથે ફોન પર વાતો કરે છે. પ્રદીપ શર્મા તેમની વાતોને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને થોડીક ક્ષણો બાદ જ શર્મા સાહેબના હેડફોન પર લતીફનો અવાજ સંભળાય છે. આ વખતે તે પોતાના પાકિસ્તાની હેન્ડલર જોડે વાત કરી રહ્યો હતો.

"મુબારક બાદ જનાબ" ખૂબ ખુશ લાગી રહેલો લતીફ કહે છે કે "બસ, પ્રોજેક્ટ પૂર્ણ થવામાં જ છે."

ત્યારે સામેની બાજુએથી અવાજ આવે છે કે, "ખૂબ જ સરસ. બધા મજામાં તો છે ને?"

🔜 આ વાત સાંભળીને ગુસ્સે થયેલા ઈન્સ્પેક્ટર સાહેબ પોતાના હાથની મુઠ્ઠી ભીંસવા લાગે છે કારણ કે આતંકીઓની માંગ અનુસાર ભારત સરકાર 'IC - 814' માં સવાર 190 લોકો ની જાન બચાવવા માટે ત્રણ ખૂંખાર આતંકીઓ મુશ્તાક અહેમદ ઝરગર, અહેમદ ઉમર સૈયદ શેખ અને મસૂદ અઝહરને છોડાવવા માટે વિચારી રહી હતી. યાત્રીઓના પરિવારવાળા અને સગાસંબંધીઓ સરકાર ઉપર દબાણ બનાવવા માટે કેમ્પેઈન શરૂ કરી ચૂક્યા હતા. અમસ્તા જ મનને મનાવી રહેલા ઈન્સ્પેક્ટર શર્મા સાહેબને ફોનનાં બેકગ્રાઉન્ડમાં અજાનની અવાજ આવવા લાગે છે. અજાનનો અવાજ એટલો બધો તીવ્ર હતો કે શર્મા સાહેબને ફોન પર થતી વાતચીતનો અવાજ સમજમાં આવતો જ બંધ થઈ જાય છે પરંતુ બેકગ્રાઉન્ડમાં એક એવો અવાજ આવી રહ્યો હતો કે જેને શર્મા સાહેબ તરત જ ઓળખી જાય છે. લતીફના ફોનના બેકગ્રાઉન્ડમાં અજાનની સાથે સાથે ગાયો અને ભેસોનો અવાજ પણ આવી રહ્યો હતો. શર્મા સાહેબની આંખોમાં તરત જ ચમક આવી જાય છે અને શર્મા સાહેબ સમજી જાય છે કે લતીફ મુંબઈમાં એવી જગ્યાએ છુપાયો છે કે જ્યાં આજુબાજુ મસ્જિદ તો છે જ પણ તેની સાથે સાથે ગાય અને ભેંસના તબેલા પણ છે. બે રાત્રીથી જાગતા રહેતા ઈન્સ્પેક્ટર શર્મા સાહેબ પોતાની ખુરશી ઉપર જ આનંદિત થઈને ઉછળી પડે છે અને ત્યાં જ અચાનક અજાન ખતમ થઈ જાય છે અને ફરી એક વખત પેલા નાપાક પાકિસ્તાનીની અવાજ સંભળાય પડે છે, "યાદ રહે લતીફ, હમારી મંઝિલ કાંધાર સે ભી આગે હૈ." અને "ઈન્સાઅલ્લાહ" કહેતો લતીફ ફોન કાપી નાખે છે. ઈન્સ્પેક્ટર શર્મા સાહેબ પોતાના હેડફોન ટેબલ ઉપર મૂકી દે છે અને ઊંડા વિચારમાં ખોવાઈ જાય છે. "હમારી મંજીલ કાંધાર સે ભી આગે હૈ" પાકિસ્તાનીના આ શબ્દો શર્મા સાહેબના કાનમાં પડઘા બનીને સંભળાયા કરે છે.

🔜 આ લોકોએ સરકારને ત્રણ આતંકીઓ છોડવા માટે મજબૂર કરી દીધી હતી પરંતુ તેમનું લક્ષ્ય માત્ર એટલું જ ન હતું, તો શું હતું? શર્મા સાહેબને ખબર પડી જાય છે કે આ આતંકીઓ ખૂબ જ મોટો પ્લાન કરી રહ્યા છે. પરંતુ આતંકીઓને માટે કોમર્શિયલ પ્લેનને હાઈજેક કરવાથી વિશેષ પ્લાન શું હોઈ શકે? આ માત્ર એક જ સવાલથી ઈન્સ્પેક્ટર સાહેબને પરસેવો વળી ગયો હતો. પરંતુ શર્મા સાહેબ પણ એ નિશ્ચય કરી લે છે કે જ્યાં સુધી તેઓ આ સમસ્યાનું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી તેમને સંતોષ નહીં થાય.

🔜 હકીકતમાં હાઈજેકિંગના 1 દિવસ પહેલા જ શર્મા સાહેબને 1982ની બેચના IPS ઓફિસર હેમંત કરકરે સાહેબનો ફોન આવ્યો હતો. જેમને હમણાં થોડા સમય પહેલાં જ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે (RAW) માં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. પ્રદીપ શર્મા સાહેબ, હેમંત કરકરે સાહેબની નીચે Mumbai Police Crime Branch ની Anti Narcotics Sales માં કામ કરી ચૂક્યા હતા. આ કોલમાં કરકરે સાહેબ શર્મા સાહેબને જણાવે છે કે "હું તને મળવા માટે કાલે જ દિલ્હીથી મુંબઈ આવી રહ્યો છું." તેઓ શર્મા સાહેબને મળવાની જગ્યા બતાવતા કહે છે કે "આ મીટીંગ વિશે કોઈને કંઈ જણાવતા નહીં." અને શર્મા સાહેબ પણ સમજી જાય છે કે મામલો જે પણ છે, તે ખૂબ જ ગંભીર છે. નહિતર ખુદ કરકરે સાહેબ દિલ્હીથી શર્મા સાહેબને મળવા માટે મુંબઈ ન આવે. આગલા દિવસે કરકરે સાહેબ, પ્રદીપ શર્મા સાહેબ ને મળે છે અને તેના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી દે છે જેના ઉપર માત્ર એક મોબાઈલ નંબર લખેલો હોય છે. જે મોબાઈલ નંબર અબ્દુલ લતીફ નામના વ્યક્તિનો હોય છે. કરકરે સાહેબ, શર્મા સાહેબને ત્યારે જ જણાવી દે છે કે......

ક્રમશઃ પાર્ટ 2.......

---------------------------------------------------------------

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ