🔜 પાંચમો એટલે કે ૧ જુલાઈ, ૧૯૭૬ નો દિવસ : તે સાહસ અશક્ય જેવું હતું. કુલ ૧૦૬ લોકો યુગાન્ડાના એન્ટેબીમાં સશસ્ત્ર પહેરા નીચે નજરકેદ હતા. એન્ટેબી ઈઝરાયેલથી ૪૨૦૦ કિ.મી. દૂર થાય. એમાય ઈઝરાયેલના સૈનિકવાહક વિમાનો દરેક આફ્રિકી દેશને વટાવતા ત્યાં સુધી પહોંચે તો એકાદ દેશના રડારમાં આવ્યા વગર તેઓ રહે જ નહીં. જે તે દેશના રડાર ઓપરેટરો કદાચ એવું માનીલે કે ઈઝરાયેલના વિમાનો ત્યાં પોતાના દેશથી બહુ દૂર સુધી ના ગયા હોય, પરંતુ પાયલોટો વચ્ચેના સંદેશા સાંભળી જાય તો પણ ખાનગી મિશન ખુલ્લું પડી જાય ને બધો ખેલ ત્યાં જ પૂરો. ટૂંકમાં બધી બાબતે હતું તો અઘરું જ. આમ છતાં ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો હતો એ પણ ફાઈનલ જ હતું. આ બાજુ યુગાન્ડામાં સામાન્ય રીતે સવાર પડી. સવાર પડતા જ દહનની પૂછતાછ શરૂ થઈ. તે દિવસે તો દહન પાસે ૧૧ પાનાંનો અહેવાલ પણ લખાવવામાં આવ્યો. તેને મેદાન પર લઈ જઈને ધમકી પણ આપવામાં આવી. પછી તેને ઉપર જવા દેવામાં આવ્યો.
🔜 કમાન્ડો એટેક કરવા માટે તે લોકોને ત્યાનું લોકેશન કેવું હોય એ આઈડિયા નહોતો આવતો. પણ ત્યારે જ એક અધિકારીના મગજમાં લાઈટ થઈ કે ટર્મિનલ્સનું બાંધકામ ઈઝરાયેલની જ પ્રાઈવેટ કંપનીએ કરેલું. તે વાત થતાં જ તાબડતોબ જાસૂસો એ કંપનીમાંથી બ્લ્યુ પ્રિન્ટ સહિતનો એ ટર્મિનલ્સનો ડાયાગ્રામ લઈ આવ્યા અને બીજા જાસૂસો પણ તેઓએ પૂર્વ આફ્રિકામાં પ્રવાસ કરવો હતો એવો ડોળ કરીને બધી જ એરલાઈન્સના ટાઈમટેબલ લઈ આવ્યા. ખાસ કરીને એન્ટેબી એરપોર્ટ પર કયું પ્લેન રાત્રી દરમિયાન કેટલા વાગે લેન્ડ થતું હતું અને ક્યારે ટેકઓફ થતું હતું એ ધ્યાનમાં રહે એવી રીતે. તેવી બધી તૈયારી વચ્ચે પ્રધાનમંત્રીએ સવારે બરાબર ૯ વાગ્યે વડાઓને બોલાવ્યા અને કહ્યું કે તેમના દેશબંધુઓને છોડાવવા માટે એન્ટેબી પર કમાન્ડો એટેક કરવાનો પ્લાન હતો. એમાં ઝાઝો સમય ગુમાવ્યાં વગર ચર્ચા-વિચારણા બાદ સૌએ સહમતી દર્શાવી.
🔜 બપોરના ૧૨:૩૦ વાગ્યા. ત્યારે તકલીફનો કોઈ પાર નહોતો કારણ કે સમય પૂર્ણ થવામાં માત્ર દોઢ કલાક જ બચ્યો હતો. ત્યાં તે બાજુ ઈઝરાયલ કલાક, મિનિટ અને સેકન્ડ્સની સંપૂર્ણ ગણત્રી કરતું સમય સાથે ચાલી રહ્યું હતું. ત્યાં જ નાટક કરવામાં માહેર પેલા કર્નલ સાહેબ, ઈદી સાથે સમય મુદત થોડી વધે એવા પ્રયાસ અજાણ થઈ કર્યા રાખતા હતા. એ ઈદી થોડા સમય પછી મૂડમાં આવી ગયો બાદ કર્નલે કહ્યું કે વાત મળ્યા મુજબ ઈઝરાયેલ સરકાર તેના ખોપથી ડરી ગઈ છે. સમાધાન કરી નાખશે. એ નવાઈ લાગી કે હજી સુધી તેને જણાવ્યું નહીં. તે વાત કરતા જ નક્કી કર્યા મુજબ ઈઝરાયેલે ફ્રેંચ સરકાર દ્વારા મેસેજ મોકલાવ્યો કે તેઓ સમાધાન કરવા તૈયાર હતા પણ થોડોક સમય આપો. બસ તે સાંભળીને જ ઈદીએ કર્નલને કહ્યું કે બપોરે બે વાગ્યે રેડિયો પર જાહેરાત સાંભળે. તે સાથે જ ઈદીએ હાઈજેકર્સ સાથે મળીને ૪ જુલાઈ ૧૯૭૬ ના બપોરના બે વાગ્યા સુધી મુદત વધારી આપી. એટલે કે હજુ બીજા ૩ દિવસ! તે દિવસે પણ ઈદી અમીન બંધકો અને હાઈજેકર્સને મળવા માટે પોતાના દીકરા સાથે આર્મી યુનિફોર્મમાં ગયો. સાથે જાહેરાત પણ કરી કે, ઈઝરાયેલી સરકાર વાટાઘાટો કરવા માટે તૈયાર થઈ ગઈ છે એટલે ડેડલાઈનને બીજા ત્રણ દિવસ સુધી વધારી દેવામાં આવી છે. ત્યાં પેસેન્જર્સને હૈયા ધારણ મળી.
🔜 આ દરમ્યાન ઈઝરાયેલી ના હોય એવા બાકીના ૧૦૦ પેસેન્જરો સાથે બીજું પ્લેન પેરિસ જવા ઉપડ્યું. પછી એ જુના ટર્મિનલ્સ પર રહ્યા કુલ ૯૪ ઈઝરાયેલી મુસાફરો અને ૧૨ ક્રુ મેમ્બર્સ. હવે તે ઈઝરાયેલી બંધુઓને બચાવવા માટે મોસાદ / લશ્કરને વ્યૂહરચના કરવા જણાવવામાં આવ્યું. તે જ અપ્રતિમ, અસામાન્ય અને અકલ્પનિય સાહસ એટલે ઓપરેશન થંડરબોલ્ટ!
🔜 તે રહસ્યમય મિશનની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. તેમણે નક્કી કરી લીધું હતું કે યુગાન્ડામાં એરપોર્ટ ઉપર હુમલો જ કરવો. તે મિશનની આગેવાની બે બાહોશ અધિકારીઓ એક ડાન શોમરોન અને બીજા સિયરેટ મટકલના ઓફિસર યોનાથન નેતાન્યાહુને સોંપવામાં આવી હતી. તે લોકોને એ પણ ખબર હતી કે એક કલાકમાં જ તેઓએ આ ઓપરેશન પૂર્ણ કરવાનું રહેશે. જો એક કલાકમાં તેઓ સફળ ન થયા તો યુગાન્ડન આર્મીને ખબર પડી જાય. તે લોકોએ બધી જ ઝીણામાં ઝીણી વિગતો અને સંપૂર્ણ સેકન્ડ્સ સાથેની ગણતરી કરી લીધી હતી કે યુગાન્ડાની આર્મીને શસ્ત્રસરંજામ સાથે એરપોર્ટ પર પહોંચવામાં એક કલાક તો થાય જ. તેથી તે લોકોની પાસે ફક્ત એક જ કલાક હતો. મતલબ કે જો તેઓને એક કલાક કરતા વધુ સમય થાય તો ઈઝરાયેલી સૈનિકોને જાનથી મારી નાખવામાં આવે અથવા તો તેમને બંદી બનાવી લેવામાં આવે અને સ્થિતિ ખૂબ જ વણસી જાય કારણ કે પછી તો આખું યુગાન્ડા યુદ્ધમાં જ ફેરવાઈ જાય. તેમાં પણ સૌથી અગત્યની વાત તો એ હતી કે બંધકોને સુરક્ષિત બહાર કાઢવાના હતા અને તેઓ આટલા ૪૨૦૦ કિલોમીટર સુધી દુર જાય હતા તો પ્લેનમાં ફ્યુઅલ ભરવા માટે વચ્ચે કોઈપણ એક દેશમાં ઉતરાણ તો કરવું જ પડે ને.
ભાગ ૪ ક્રમશ.....
----------------------------------------------------------------
Hindi Translation :
🔜 पांचवां, यानी १ जुलाई १९७६ का दिन : वह साहसिक कार्य असंभव जैसा था। युगांडा के एंटेबी में सशस्त्र गार्ड के तहत कुल १०६ लोगों को हिरासत में लिया गया था। एंटेबी इज़रायल से ४२०० किलोमीटर दूर है। अगर इजरायल के सैन्य विमान हर अफ्रीकी देश से गुजरते हुए वहां पहुंचे, तो वे कोई एक देश के रडार पर आये बिना नहीं रहेंगे। उस देश के रडार संचालक ऐसा मानले कि इजरायली विमान अपने देश से इतनी दूर नहीं गए होंगे, लेकिन अगर पायलटों के बीच के संदेश सुना जाए, तो निजी मिशन खुल जाता और सभी खेल खत्म हो जाता। संक्षेप में, यह हर तरह से कठिन था। हालाँकि, यह निर्णय लिया गया कि 'खून का बदला खून से'। युगांडा में यह एक सामान्य सुबह थी। सुबह होते ही दहन से पूछताछ शुरू हो गई। उस दिन दहन से ११ पन्नों की रिपोर्ट भी लिखवाई गई। उसे जमीन पर ले जा के धमकी भी दी गई। इसके बाद उन्हें ऊपर जाने दिया।
🔜 इजरायली सैनिकों को पता नहीं था कि कमांडो हमले के लिए स्थान कैसा होगा। लेकिन तभी, एक अधिकारी को याद आया कि टर्मिनल एक निजी इज़राइली कंपनी द्वारा बनाया गया था। बात होते ही, तुरंत जासूस कंपनी से टर्मिनल का एक आरेख लेकर आए, जिसमें एक खाका भी शामिल था, और अन्य जासूस, पूर्वी अफ्रीका की यात्रा करने का नाटक करते हुए, सभी एयरलाइनों की समय सारिणी भी ले आये। विशेष रूप से एंटेबी हवाई अड्डे पर, ध्यान रखते हुए कि कौन सा हवाई जहाज रात को कब उतरता था और कब उड़ान भरता था। ऐसी तमाम तैयारियों के बीच प्रधानमंत्रीने सुबह ठीक ९ बजे सभी सरदारों को बुलाया और कहा कि उनके हमवतन लोगों को छुड़ाने के लिए एंटेबी पर कमांडो हमले की योजना थी। बिना ज्यादा समय गंवाए विचार-विमर्श करने के बाद सभी मान गए।
🔜 दोपहर के १२.३० बजे थे। तब परेशानी का कोई अंत नहीं था क्योंकि समय खत्म होने में सिर्फ डेढ़ घंटा बाकी था। इधर उस तरफ इजरायल समय के साथ कदम मिलाकर घंटे, मिनट और सेकेंड की पूरी गिनती कर रहा था। नाटक करने में माहिर कर्नल साहब अनजान बनकर ईदी से समय बढ़ाने की कोशिश करते रहे। ईदी के मूड में आने के कुछ ही समय बाद कर्नल ने कहा कि इजरायल की सरकार उनसे डरी हुई है। समझौता करेंगे। यह आश्चर्य की बात थी कि उनको अभी तक सूचित नहीं किया गया। जैसे ही यह फैसला हुआ, इजराइल ने फ्रांस सरकार की ओर से एक संदेश भिजवाया कि वह समझौता करने के लिए तैयार थे लेकिन उन्हें कुछ समय दें। वह सुनते ही ईदी ने कर्नल को दोपहर दो बजे रेडियो पर विज्ञापन सुनने को कहा। वहीं, ईदी ने अपहर्ताओं के साथ मिलकर ४ जुलाई १९७६ के दोपहर २ बजे तक की अवधि बढ़ा दी। यानी कि और ३ दिन! उस दिन भी इदी अमीन सेना की वर्दी में अपने बेटे के साथ बंधकों और अपहर्ताओं से मिलने गया था। उन्होंने यह भी घोषणा की कि इजरायल सरकार बातचीत के लिए तैयार है इसलिए समय सीमा तीन दिनों के लिए बढ़ा दी गई है। सुनकर यात्रियों को राहत मिली।
🔜 इस बीच एक अन्य विमान ने शेष १०० गैर-इजरायली यात्रियों के साथ पेरिस के लिए उड़ान भरी। कुल ९४ इज़रायली यात्री और चालक दल के १२ सदस्य अब पुराने टर्मिनलों पर ठहरे हुए थे। अब मोसाद / सेना से कहा गया कि वह उन इजरायली भाइयों को बचाने की रणनीति बनाएं। वही अद्वितीय, असामान्य और अकल्पनीय साहसिक कार्य यानी ऑपरेशन थंडरबोल्ट!
🔜 वह रहस्यमय मिशन के लिए प्रारंभिक तैयारी शुरू हो चुकी थी। इजरायली सरकार ने युगांडा में हवाई अड्डे पर हमला करने का फैसला कर लिया था। वह मिशन का नेतृत्व दो शानदार अधिकारियों, एक डान शोमरोन और दूसरा सियरेट मटकल के अधिकारी योनाथन नेतन्याहू को सौंपा गया था। वे यह भी जानते थे कि उन्हें एक घंटे में ही ऑपरेशन पूरा करना होगा। अगर वे एक घंटे में सफल नहीं होते, तो युगांडा की सेना को पता चल जाएगा। उन्होंने सभी बारीक विवरणों और पूरे सेकंड के साथ गणना की कि युगांडा की सेना को सशस्त्र हवाई अड्डे पर पहुंचने में एक घंटा तो लगेगा ही। इसीलिए उन लोगों के पास सिर्फ एक घंटा था। इसका मतलब यह था कि अगर उन लोगों को एक घंटे से अधिक समय लगता, तो इजरायली सैनिक मारे जाते या बंदी बना लिए जाते और स्थिति और खराब हो जाती क्योंकि तब पूरा युगांडा युद्ध में शामिल हो जाता। सबसे महत्वपूर्ण बात यह थी कि बंधकों को सुरक्षित बाहर निकालना था और यदि वह ४२०० किमी दूर जाते थे, तो उसको विमान में ईंधन भरने के लिए किसी एक देश में तो उतरना ही होगा।
भाग ४ क्रम में .....
--------------------------------------------------------------
English Translation :
🔜 Fifth day, July 1, 1976 : That adventure was like Impossible. A total of 106 people were detained under armed guard at Entebbe in Uganda. Entebbe is 4200 K.M away from Israel. If Israel's military planes reach there passing every African country, they will not survive without being on the radar of one country. The radar operators of that country may assume that Israeli planes have not gone so far from their own country, but if the messages between the pilots are heard, the private mission is opened and all the games are over. In short, it was difficult in all respects. However, it was decided that it's 'an eye for an eye'. It was a normal dawn in Uganda. The interrogation of Dahan started as soon as it was morning. That day, Dahan also wrote an 11-pages report. He was also taken to the ground and threatened. Then he was allowed to go upstairs.
🔜 Israeli soldiers had no idea what the location would be like for a commando attack. But then, an official recalled that the terminal had been built by a private Israeli company. As soon as this happened, the spies brought a diagram of the terminal from the company, including a blueprint, and other spies, pretending to travel to East Africa, also brought the timetables of all the airlines. Especially at Entebbe Airport, keeping in mind which plane landed at what time at night and when it took off. In the midst of all such preparations P.M. called all the chiefs at exactly 9 o'clock in the morning and said that there was a plan to launch a commando attack on Entebbe to free their compatriots. After deliberating without wasting much time, they all agreed.
🔜 It was 12.30 p.m. of noon. Then there was no end to the trouble as there was only an hour and a half left to finish the time. There on that side Israel was keeping pace with the time counting the full number of hours, minutes and seconds. Colonel Sahib, who was an expert in drama, kept trying to increase the time with Idi. Shortly after Idi got the mood, the colonel said that the Israeli government has been terrified of him. It will compromise. It seems surprised that he has not been informed then. As soon as this was decided, Israel sent a message from the French government that they were ready to compromise but give them some time. Just hearing that, Idi told the colonel to listen to the advertisement on the radio at two o'clock in the afternoon. At the same time, Idi along with the hijackers extended the term till 2 p.m. on July 4, 1976. That is still another 3 days! Even that day, Idi Amin went there in army uniform with his son to meet the hostages and hijackers. He also announced that the Israeli government has been ready to negotiate so the deadline has been extended for another three days. Hearing that the passengers got relief.
🔜 Meanwhile another plane took off for Paris with the remaining 100 non-Israeli passengers. A total of 94 Israeli passengers and 12 crew members were then staying at the old terminals. Then the Mossad / Army was told to devise a strategy to save those Israeli brothers. That unparalleled, unusual and unimaginable adventure is Operation Thunderbolt!
🔜 Preliminary preparations for that mysterious mission had begun. Israeli government had decided to strike at the airport in Uganda. The mission was led by two brilliant officers, one Dan Shomron and the other Yonatan Netanyahu, an officer from Sayeret Matkal. They also knew that they would have to complete the operation in an hour. If they did not succeed in an hour, the Ugandan Army would know. They calculated with all the finer details and full seconds that it would take an hour for the Ugandan army to arrive at the airport with armed. So those people only had one hour. This means that if it takes more than an hour, Israeli soldiers will be killed or taken prisoner and the situation will worsen because then the whole of Uganda will be plunged into war. The most important thing was to get the hostages out safely and if they go that far 4200 km, they have to land in one of the countries to refuel the planes.
Part 4 in order.....
0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.