Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ઊંઘી ઘડિયાળ


પ્રકૃતિ સાથે ગજબનું તાદાત્મ્ય ધરાવતો પ્રકૃતિ પૂજક ગણાતો આદિવાસી સમાજ સંસ્કૃતિને વરેલો છે અને પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા આજે પણ જુનવાણી પરંપરાને નિભાવી રહ્યો છે. એમાંના કોઈને જયારે વિચાર આવ્યો કે આ ઘડિયાળ ઉંધી કેમ ફરે છે ? એટલે શોધ થઈ આદિવાસી ઘડિયાળની.! જે પ્રકૃતિના નિયમ પ્રમાણે એટલે કે વર્તમાન પરંપરાગત ઘડિયાળ કરતા ઉલટી દીશામાં મતલબ કે એન્ટીકલોકવાઇઝ ચાલે છે.
આદિવાસી ઘડિયાળની રચના બહુ જ વિશિષ્ટ છે. ૧-૨-૩ થી ૧૨ના પરંપરાગત આંકડાને બદલે એની જગ્યાએ ૧૨-૧૧-૧૦-૯-૮ના ક્રમમાં ગોઠવાયેલા અંકો અને વિરુદ્ધ દિશામાં ફરતા કાંટા આ ઘડિયાળની વિશેષતા છે. ઓસ્કાર નોમીનેટેડ ફિલ્મ ધ કયુરિયસ કેસ ઓફ બેન્ઝામિન બટનમાં ઉલટી દિશામાં ફરતી ઘડિયાળ ભલે, ડાયરકેટરની કલ્પનાની જ ઉપજ હોય પણ છતીસગઢના કોરબા, કોરિયા સરગુજા, બીલાસપુર, અને જસપુર જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને હવે તો ગુજરાતના આદિવાસી સમાજમાં પણ લોકપ્રિય બની રહી છે.
તાપી જિલ્લામાં વાલોડમાં એક આદિવાસી કાર્યકરને એના મિત્ર તરફથી ભેટમાં મળેલી આવી ઘડિયાળ એમને ખૂબજ પસંદ પડી અને તેણે જાણે જ આવી ઘડિયાળ બનાવીને વેચવાનુ શરૂ કર્યુ છે. તાપીથી વાપી અને અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં આ ઘડિયાળ બહુ જ લોકપ્રિય બની છે.
-------------------------------------------------------------------------------



-------------------------------------------------------------------------------



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ