🔜 ઘણા જ રાજકીય દાવપેચ અજમાવ્યા બાદ પણ આનો કોઈ જ ઉપાય ન મળતા છેવટે આ મુશ્કેલી સાથે વાટાઘાટો કરવા માટે પ્રધાનમંત્રી રબીન સાહેબ એક મિનિસ્ટરી કમિટીની રચના કરી દે છે. ૨૯ જૂન, ૧૯૭૬ ના દિવસે આ કમિટીની પ્રથમ મિટિંગ થાય છે. જ્યાં બંધકોને છોડાવવા માટેના કેટલાયે શ્રેષ્ઠ વિચારો પ્રધાનમંત્રીની સામે રાખવામાં આવતા હતા. કોઈકે એર સ્ટ્રાઈક તો કોઈક સર્જીકલ સ્ટ્રાઈકનો વિચાર પણ આપ્યો. એક તો એવો વિચાર પણ આપવામાં આવ્યો કે કેમ મોરેશિયસમાં જ ઈદી અમીનને કિડનેપ ન કરી લેવો? ને તેના બદલામાં તેમના બંધકોને છોડાવી લેવામાં આવે. પરંતુ સૌથી જોરદાર અને અફલાતૂન વિચાર આપવામાં આવ્યો ઈઝરાયેલ એરફોર્સના કમાન્ડર બેન્ની પેલેડ તરફથી. તેઓએ કહ્યું કે કેમ તેઓ તેમના Elite Troop ની મદદથી યુગાન્ડા ઉપર હવાઈ હુમલો કરી ન શકે? યુગાન્ડા પર કબજો કરીને વિજય કરી લે અને તેઓના બંધકોને છોડાવી લે. પરંતુ આ કામ માટે તેઓએ મોટા ૪ હર્ક્યુલસ વિમાનોનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી. મિટિંગમાં રહેલા તમામ લોકોને બેન્નીનો આ પ્લાન ખૂબ જ ગાંડા જેવો લાગ્યો સિવાય ડિફેન્સ મિનિસ્ટર સિમોન પેરેઝ સાહેબ. તેમના અનુસાર આ પ્લાન એકદમ યોગ્ય હતો અને વાસ્તવિક પણ. તેમજ ઈઝરાયેલ માટે યુગાન્ડા ઉપર કબજો કરવો કોઈ મોટી વાત પણ ન હતી. પ્રધાનમંત્રી સહિત બધા જ લોકોએ આ વિચારને તેમના મનમાંથી કાઢી નાખ્યો. તેમજ ઈઝરાયેલને પણ ખબર હતી કે પ્લેનને ઈઝરાયેલથી ૪૨૦૦ કિલોમીટર દૂર યુગાન્ડા સુધી લઈને જવું એ કઈ ખાવાના ખેલ નહોતા.
🔜 ચોથો દિવસ ૩૦ જૂન ૧૯૭૬ : હાઈજેકર્સે આપેલી મુદતનો તે છેલ્લો દિવસ. યાત્રીઓને છોડાવવા માટે ફક્ત ૩૮ કલાકનો સમય જ બાકી!! જ્યારે યુગાન્ડા અને ઈઝરાયેલના સંબંધો ખૂબ સારા હતા ત્યારે ઈદીએ ઈઝરાયેલી ઈજનેરોને ઘણું બધું કામ યુગાન્ડામાં આપ્યું હતું. ઘણા બધા લશ્કરી અધિકારીઓ ઈદીના સંપર્કમાં આવતા હતા અને તેની સાથે દોસ્તી પણ હતી. એટલે સ્વાભાવિક હતું કે તેઓ યુગાન્ડા વિશે ઘણું બધું જાણતા જ હોય. પરંતુ તે બધામાં ઈઝરાયેલી કર્નલ બોર્કા બાર્લયેવને ઈદી અમીન સાથે સૌથી વધુ બનતું હતું. સિમોન પેરેઝને તે ખબર પડ્યા એટલે પેરેઝે તરત જ તેમને બોલાવ્યા ને ઈદી સાથે વાત કરવા માટે કહ્યું. તેમણે મિત્રતાના સબંધને લીધે અમુક માહિતીઓ ફોન પર મીઠી મીઠી વાત કરીને એની પાસેથી કઢાવી. ત્યાં એન્ટેબીમાં પેસેન્જરો પણ મુંઝાયા હતા. બીજી બાજુ પેલા આતંકીઓ ખૂબ જ મોટી ભૂલ કરી બેઠા. તે આતંકીઓએ યહૂદી બંધકોને બાકીના બંધકોથી અલગ કરી દીધા. જે બંધકો યહૂદી ન હતા તેમને છોડી મૂકવામાં આવ્યા. આવું જ નાઝી લોકોએ યહૂદી લોકો સાથે બીજા વિશ્વયુદ્ધમાં કર્યું હતું. જેને યહુદીઓના ઈતિહાસનો સૌથી દુઃખદ અધ્યાય કહેવામાં આવે છે.
🔜 તેમણે ઈઝરાયેલી ન હોય તેવા કુલ ૪૭ લોકોને છોડી દીધા. પછી એ યાત્રીઓને લઈને એક પ્લેન એન્ટેબીથી પેરિસ જવા માટે નીકળ્યું. આ વાતની જયારે ઈઝરાયેલમાં P.M.O. એ ખબર પડી એટલે ત્યારે મોસાદે તરત જ યુરોપમાં રહેલા પોતાના જાસુસોને ચેતવ્યા અને પેરિસ તરફ જવાનું કહ્યું. ત્યાં જઈને તે જાસુસો, પ્લેન આવ્યા પછી એ પસેન્જરોના સગા સંબંધીઓના ટોળામાં ભળી વાતવાતમાં પુછપરછ કરીને દરેક ૪૭ પેસેન્જરોના નામ-સરનામાં મેળવી લીધા. અહીંયા પેરિસમાં પોતાના પરિવારના લોકો હેમખેમ પાછા ફરવાની ખુશીમાં ઘણા લોકો રાત્રે પાર્ટી પણ કરતા હતા. ત્યાર પછી મોડી રાતે ઘણા યાત્રીઓના ઘરના બારણે ટકોરા પડ્યા, તો ઘણા લોકોની પાર્ટીમાં પણ વિક્ષેભ ઉભો થયો. જાસૂસોએ નકલી રિપોર્ટર તરીકે ઓળખ આપીને જણાવ્યું કે આ ઘટનામાં સામેલ વ્યક્તિનો ઈન્ટરવ્યૂ લેવો હતો.
🔜 બસ, જેટલું જરૂરી હતું એ બધું જ એ લોકોએ મેળવી લીધું. જેમ કે, આંતકીઓ કેટલા હતા? કેવા હતા? એમનો પોશાક, હથિયાર? યુગાન્ડાના ઈદી અમીન / સૈનિકોનું વર્તન કેવું હતું? યાત્રીઓને ક્યાં રાખ્યા. એવી સઘળી માહિતી મેળવી સ્વદેશ મોકલી આપી.
🔜 અહીંયા આ ૪ દિવસ સુધીમાં તો બધા જ બંધકો આ આતંકીઓને સારી રીતે ઓળખી ગયા હતા અને તે દરેકને જુદા જુદા પ્રકારના ‘The Cruel One, The Nice One, The Fat One, The Peruvian’ જેવા નામ પણ આપ્યા હતા. એક બંધકનું કહેવું એ હતું કે આતંકીઓમાં પેલી સ્ત્રી સૌથી વધુ ભયાનક હતી. જો બંધકને વોશરૂમ જવું હોય તો તેની પીઠ પાછળ ગન રાખીને ત્યાં પણ તેનો પીછો કરતી હતી. એટલે તે લોકોએ સતત વારાફરતી ત્યાં જવાનું નક્કી કર્યું કે જેથી તેને ક્યારેય આરામ જ ન મળે. અંતે તેણીએ મુસાફરોનો પીછો કરવાનું બંધ કર્યું. આ જ દિવસે ફ્રેંચ પાસપોર્ટ અને ઈઝરાયેલી ઓળખ ધરાવતા ૨૬ વર્ષના નચમ દહન નામના એક બંધકની આકરી કસોટી યુગાન્ડાના સૈનિકો અને આતંકીઓએ શરૂ કરી. આતંકીઓની પૂછતાછ દરમિયાન એક વખત તેને મોઢા પર લાત ખાવી પડી, પીઠ પાછળ માર ખાવો પડ્યો અને તેની આંગળીઓને પણ વાળવામાં આવી. આતંકીઓએ તેને એક મોટો અહેવાલ તૈયાર કરવાનું કહ્યું. તે રાત્રીએ તે નચમને બીજા ઈઝરાયેલી નાગરિકોથી અલગ કરી દીધો અને એક મોટો અહેવાલ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. અંતે જ્યારે પેલી આતંકી સ્ત્રીએ જઈને તેને સુવાનું કહ્યું ત્યારે જ બધા ઈઝરાયેલીઓએ રાહતનો દમ લીધો. હવે થયું એવું કે દરરોજની જેમ જ, ઈદી અમીન તે દિવસે પણ તે બંધકો અને હાઈજેકર્સને મળવા માટે ગયો અને ત્યારબાદ ખૂબ જ આરામથી પોતાની ભાષણબાજી કરીને નીકળી ગયો.
🔜 મોસાદની ઈન્ટેલિજન્સીના અનુસાર બે જર્મન નાગરિક હતા. એક પુરુષ અને એક મહિલા બંને નકલી પાસપોર્ટ ઉપર આ ફ્લાઈટની ફર્સ્ટ ક્લાસની ટીકીટ લઈને એથેન્સથી બેઠા હતા. પુરુષનું સાચું નામ વિલફ્રેડ બોઝ (Wilfred Bose) હતું અને તે પોપ્યુલર ફ્રન્ટ ફોર લિબરેશન ઓફ પેલેસ્ટાઈન ગ્રૂપનો કમાન્ડર હતો. સ્ત્રીનું નામ હતું બ્રિજીટ કુહમેન (Brigitte Kuhlmann) અને તે બાદર મેનહોફ (Baader Meinhof) નામના જાણીતા જર્મન આતંકી ગ્રૂપની સભ્ય હતી. બાકીના બે હાઈજેકર્સ સામાન્ય એટલે કે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમના નામ હતા અબુ હાલીદ અલ હિલાલી અને અલી અલ મિયારી. બંને ફિલિસ્તીનના નાગરિક હતા.
ભાગ ૩ ક્રમશઃ.....
---------------------------------------------------------------
Hindi Translation :
🔜 कई राजनीतिक पैंतरेबाज़ी करने के बाद भी कोई हल नहीं निकला इसलिए आख़िरकार प्रधानमंत्री रबिन साहब इस समस्या से निपटने के लिए एक मंत्रालय समिति बनाते हैं। इस समिति की पहली बैठक २९ जून १९७६ को होती है। जहां बंधकों को मुक्त कराने के कई बेहतरीन विचार प्रधानमंत्री के सामने रखे गए। कोई एयर स्ट्राइक का आइडिया भी देता है तो कोई सर्जिकल स्ट्राइक का। एक विचार तो ऐसा भी दिया गया कि मोरिशस में ईदी अमीन का अपहरण क्यों न किया जाए? उसके बदले में उनके बंधकों को रिहा किया जाए। लेकिन सबसे मजबूत और सबसे प्रशंसनीय विचार इजरायली वायु सेना के कमांडर बेनी पेलेड की ओर से आया। उनका कहना था कि वह अपने एलीट ट्रूप की मदद से युगांडा पर हवाई हमला क्यों नहीं कर सकते? युगांडा को जीत कर उनके बंधकों को मुक्त करा ले। लेकिन वह काम करने के लिए उसने बड़े ४ हरक्यूलिस हवाई जहाजो का इस्तेमाल करने की सलाह भी दी। रक्षा मंत्री सिमोन पेरेज़ को छोड़कर, बैठक में सभी ने सोचा कि बेनी की योजना बहुत पागल जैसी थी। उनके (पेरेज़) अनुसार, योजना परिपूर्ण और यथार्थवादी भी थी। न ही युगांडा पर कब्जा करना इजरायल के लिए कोई बड़ी बात थी। प्रधानमंत्री सहित सभी ने दिमाग से यह विचार निकल दिया। इजरायल भी जानता था कि इजरायल से ४२०० किलोमीटर दूर युगांडा में विमानों को ले जाना कोई खेल नहीं था।
🔜 चौथा दिन ३० जून १९७६ : वो अपहर्ताओं के कार्यकाल का आखिरी दिन। यात्रियों को छुड़ाने में सिर्फ ३८ घंटे बाकी!! जबकि युगांडा-इज़राइल के संबंध बहुत अच्छे थे, तब इदी ने युगांडा में इज़राइली इंजीनियरों को बहुत काम दिया था। कई सैन्य अधिकारी ईदी के संपर्क में आए और उससे दोस्ती की थी। इसलिए यह स्वाभाविक था कि वे युगांडा के बारे में बहुत कुछ जानते थे। लेकिन सबसे बढ़कर, इदी अमीन के साथ इज़रायल के कर्नल बोरका बार्लयेव का सबसे अधिक लेना-देना था। सिमोन पेरेज़ को इसके बारे में पता चला तो पेरेज़ ने तुरंत उसे बुलाया और ईदी से बात करने के लिए कहा। दोस्ती के चलते फोन पर मीठी मीठी बाते करके, उससे कुछ जानकारी मिली। एंटेबी में यात्री भी असमंजस में थे। इस तरफ इन आतंकियों ने बहुत बड़ी गलती कर दी। ये आतंकवादीओने यहूदी बंधकों को बाकी बंधकों से अलग कर दिया। जो बंधक यहूदी नहीं थे उसे रिहा कर दिया गया। द्वितीय विश्व युद्ध में नाजियों ने यहूदियों के साथ ऐसा ही किया था। जिसे यहूदियों के इतिहास का सबसे दु:खद अध्याय कहा जाता है।
🔜 उन्होंने कुल ४७ गैर-इजरायली छोड़े। फिर उन ४७ यात्रियों के साथ एक विमानने एंटेबी से पेरिस के लिए उड़ान भरी। इसकी सूचना जब इसराइल में पीएमओ को दी गई तब मोसाद ने तुरंत यूरोप में अपने जासूसों को सतर्क कर दिया और उन्हें पेरिस जाने के लिए कहा। वहां जासूसों ने विमान के आने के बाद यात्रियों की भीड़ के साथ मिलकर उनसे पूछताछ की और ४७ यात्रियों में से प्रत्येक के नाम और पते प्राप्त किए। इधर पेरिस में भी कई लोग अपने परिवार के सदस्यों की सकुशल वापसी का जश्न मनाने के लिए रात में पार्टी भी करते थे। फिर देर रात कई यात्रियों के घर के दरवाजे पर दस्तक हुई, कई लोगों की पार्टी में भी हंगामा हुआ। जासूसो ने खुद को फर्जी पत्रकार बताते हुए कहा कि घटना में शामिल व्यक्तिओ से पूछताछ करनी थी।
🔜 उन्हें वही मिला जो उन्हें चाहिए था। जैसे, कितने आतंकवादी थे? उनके सूट, उनके हथियार कैसे थे? युगांडा के ईदी अमीन / सैनिकों का व्यवहार कैसा था? यात्रियों को कहां रखा गया था, इसकी पूरी जानकारी मिलने के बाद उन्हें घर (इज़राइल) भेज दिया गया।
🔜 इन ४ दिनों के दौरान सभी बंधकों ने आतंकवादियों को अच्छी तरह से जान लिया और उन्हें 'द क्रुएल वन, द नाइस वन, द फैट वन, द पेरूवियन' जैसे अलग-अलग नाम दिए। एक बंधकने कहा कि उन आतंकवादियों में से महिला सबसे ज्यादा भयानक थी। अगर कोई बंधक वॉशरूम जाना चाहता था, तो वह उसकी पीठ के पीछे बंदूक लेकर उसका पीछा करती थी। तो उन लोगों ने वहां लगातार जाने का फैसला किया ताकि उसे कभी आराम न मिले। आखिरकार उसने यात्रियों का पीछा करना बंद कर दिया। उसी दिन, युगांडा के सैनिकों और आतंकवादियों ने नचम दहन नाम के एक २६ वर्षीय बंधक का भीषण परीक्षण शुरू किया, जिसके पास एक फ्रांसीसी पासपोर्ट और एक इजरायली पहचान थी। एक पूछताछ के दौरान, उसे चेहरे पर लात मारी, पीठ में पीटा गया और उसकी उंगलियां मुड़ गईं। आतंकियों ने उससे बड़ी रिपोर्ट तैयार करने को कहा। उस रात नचम को अन्य इज़राइली नागरिकों से अलग किया गया और एक बड़ी रिपोर्ट तैयार करने के लिए कहा गया। जब आखिरकार महिला आतंकवादी उसके पास गई और उसे बिस्तर पर जाने के लिए कहा तब सभी इजरायलीने राहत की सांस ली। अब हर दिन की तरह उस दिन भी ईदी अमीन इन बंधकों और अपहर्ताओं से मिलने गया और फिर बड़े आराम से अपनी भाषणबाजी करके निकल गया।
🔜 मोसाद की खुफिया के अनुसार, दो जर्मन नागरिक थे। एक पुरुष और एक महिला दोनों एथेंस से इस उड़ान के लिए प्रथम श्रेणी के टिकट के साथ फर्जी पासपोर्ट पर बैठे थे। उस आदमी का असली नाम विल्फ्रेड बोस था और वह फ़िलिस्तीन की मुक्ति के लिए पॉपुलर फ्रंट का कमांडर था। महिला का नाम ब्रिगिट कुलमैन था और वह एक प्रसिद्ध जर्मन आतंकवादी समूह बाडर मीनहोफ की सदस्य थी। अन्य दो अपहरणकर्ता सामान्य यानी इकोनॉमी क्लास में यात्रा कर रहे थे। उनके नाम अबू हालीद अल हिलाली और अली अल मिआरी थे। दोनों फिलिस्तीन के नागरिक थे।
भाग ३ क्रम में.....
---------------------------------------------------------------
English Translation:
🔜 Even after trying many political maneuvers, there was no solution so finally, Prime Minister Rabin Sahib forms a ministry committee to negotiate with this problem. The first meeting of this committee is held on June 29, 1976. Where many of the best ideas for freeing hostages were put before the Prime Minister. Some even gave the idea of an air strike, some even a surgical strike. There was even an idea as to why Idi Amin should not be kidnapped in Mauritius. In exchange for their hostages being released. But the strongest and most plausible idea came from the commander of the Israeli Air Force, Benny Peled. He said that why they couldn't launch an air strike on Uganda with the help of their Elite Troop. They should conquer Uganda and free their hostages. But for that work he also advised to use large 4 Hercules planes. Everyone at the meeting thought Benny's plan was so crazy, except for Defense Minister Simon Perez. According to him, the plan was perfect and realistic too. Nor was occupying Uganda a big deal for Israel. Everyone, including the Prime Minister, got the idea out of their minds. Israel also knew that taking planes to Uganda, 4200 kilometers away from Israel, was not a game.
🔜 Fourth day June 30, 1976 : Today was the last day of the hijackers' term. Only 38 hours left to release the passengers!! While Uganda-Israel relations were very good, Idi gave a lot of work to Israeli engineers in Uganda. A number of military officers came in contact with Idi and befriended him. So it was natural that they knew a lot about Uganda. But most of all, Israeli Colonel Borka Barlayev had the most to do with Idi Amin. Simon Perez knew about it so Perez immediately called him and asked to talk to Idi. He got some information from him by talking to him on the phone. Passengers in Entebbe were also confused. On this side these terrorists made a very big mistake. These terrorists separate the Jewish hostages from the rest of the hostages. Hostages that were not Jewish were released. The Nazis did the same with the Jews in World War II. Which is said to be the saddest chapter in the history of the Jews.
🔜 They released a total of 47 non-Israelis. Then a plane with those 47 passengers took off from Entebbe to Paris. When this was reported at the P.M.O. in israel, Mossad immediately alerted its spies in Europe and told them to move to Paris. There the spies, after the plane landed, mingled with the crowd of passengers, interrogating them, obtained the names and addresses of each of the 47 passengers. Here in Paris, many people were enjoying party at night to celebrate the return of their family members safe. Then late at night there was a knock on the door of the house of many travellers, there was also a disturbance in the party of many people. Identifying themselves as fake reporters, they said that the persons involved in the incident were to be interviewed.
🔜 They just got what they needed. Like, how many terrorists were there? How were their suits, their weapons? How was the behaviour of Idi Amin / soldiers of Uganda? After getting all the information about where the passengers were kept, they sent them home (Israel).
🔜 During these 4 days, all the hostages knew the terrorists well and gave them different names like 'The Cruel One, The Nice One, The Fat One, The Peruvian'. One of the hostages said that the woman was the most terrified of the terrorists who chased them (passengers) with a gun behind their back even if they wanted to go to the washroom. So those people decided to go there continuously so that she would never get any rest. Eventually she stopped chasing the passengers. On the same day, Ugandan soldiers and terrorists began a fierce trial of a 26-year-old hostage named Nacham Dahan, who had a French passport and an Israeli identity. During one of the interrogations, he was kicked on the face, beaten in the back and his fingers were twisted. The terrorists asked him to prepare a big report. That night they separated Nacham from the rest of the Israelites and sat down by the window to prepare a large report. All Israeli breathed a sigh of relief when the woman terrorist finally went and told him to go to bed. Then, just like every day, Idi Amin that day also went to meet those hostages and hijackers and then left very comfortably with his speech.
🔜 According to Mossad intelligence, the two were German citizens. A man and a woman, both were sitting from Athens on fake passports with first class tickets for this flight. The man's real name was Wilfred Bose and he was the commander of the Popular Front for the Liberation of Palestine. The woman's name was Brigitte Kuhlmann and she was a member of a well-known German terrorist group called Baader Meinhof. The other two hijackers were traveling in normal i.e. economy class. Their names were Abu Haled el Halaili and Ali el Miari. Both were citizens of Palestine.
Part 3 in order.....
0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.