Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ઓપરેશન થંડરબોલ્ટ ભાગ - 1 (ऑपरेशन थंडरबोल्ट भाग - १ / Operation Thunderbolt Part - 1.)





🔜 ઈઝરાયેલ 🔙

🔜 આજે જોઈએ આપણે દુનિયાના ઈતિહાસનું સૌથી શ્રેષ્ઠ અને Over The Top Hostage Rescue Operation. આ ઓપરેશનની વાત એટલી બધી રોમાંચક લાગે છે કે જાણે તેનું લખાણ ક્રિષ્ટોફર નોલાન કે કવિન્ટન ટેરેન્ટીનો જેવા કોઈ ડાયરેક્ટરે લખેલું હોય. બસ, અહીંયા હું વાત કરું છું ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ અને લશ્કર દ્વારા યુગાન્ડામાં કરવામાં આવેલા દિલધડક ઓપરેશન થંડરબોલ્ટની. પરંતુ તે પહેલાં હું તમને ટચુકડા એવા દેશ ઈઝરાયેલ વિશે થોડીક માહિતી જણાવી દવ.

🔜 વર્તમાન વડાપ્રધાન : બેન્જામીન નેતાન્યાહુ

🔜 વર્તમાન રાષ્ટ્રપતિ : રિયુવીન રિવલીન

🔜 સ્થાન : ઈઝરાયેલ પશ્ચિમ એશિયામાં એક દેશ છે, જે ભૂમધ્ય સમુદ્રના દક્ષિણ પૂર્વ કિનારા અને રાતા સમુદ્રના ઉત્તરી કાંઠે સ્થિત છે.

🔜 પાડોશી રાષ્ટ્રો : ઈજિપ્ત, સિરિયા, જોર્ડન અને લેબનોન. (કુલ ૨૨ આરબ દેશોથી ઘેરાયેલો દેશ છે.)

🔜 બોર્ડર : તેની ઉત્તરમાં લેબનોન, ઉતર પૂર્વ બાજુએ સીરિયા, પૂર્વમાં જોર્ડન અને પશ્ચિમ કાંઠાના પેલેસ્ટિનિયન પ્રદેશો અને પશ્ચિમમાં ગાઝા પટ્ટી, અને દક્ષિણ પશ્ચિમમાં ઈજિપ્તની જમીની સરહદો છે.

🔜 ખ્યાતિ : દુશ્મનોના છક્કા છોડાવનાર સૌથી ખતરનાક દેશ તરીકેની.

🔜 ક્ષેત્રફળ : ૨૨,૧૪૫ ચો. કિલોમીટર (જે મણિપુર રાજ્ય કરતા પણ વિસ્તારની દ્રષ્ટિએ નાનો દેશ છે કારણ કે મણિપુરનું ક્ષેત્રફળ ૨૨,૩૨૭ ચો. કિલોમીટર છે અને ગુજરાતના ક્ષેત્રફળ કરતા લગભગ ૯ ગણો નાનો દેશ છે. તમારી જાણ ખાતર કહી દવ કે ગુજરાતનું ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચો. કિલોમીટર છે.)

🔜 સેના : ૬.૫ લાખ સૈનિકો (તમારી જાણ ખાતર કહી દવ કે ભારતમાં સૈનિકોની સંખ્યા ૧૩ લાખ છે.)

🔜 ઓપરેશન થંડરબોલ્ટ 🔙

🔜 વાત છે ઈઝરાયેલની આઝાદી વખતેની. તે વખતે આરબ લીગ અને આરબ દેશોએ પેલેસ્ટાઈનનું વિભાજન કરવાનો અને ઈઝરાયેલની સ્થાપનાનો પણ વિરોધ કર્યો. પરંતુ, ૧૪ મે, ૧૯૪૮ ના દિવસે ઈઝરાયેલ દેશ મુક્ત થયો. ત્યારબાદ આરબ લીગ અને આરબ દેશોએ નવા બનેલા દેશ ઈઝરાયેલ સાથે તરત જ યુદ્ધ શરૂ કરી દીધું. ઈઝરાયેલ દેશ કે જે આરબ દેશોથી જોડાયેલો છે તેની સાથે તેને અવારનવાર યુદ્ધો થતા રહ્યા છે. ૧૯૬૦ ના દશક સુધીમાં ઈઝરાયેલે પશ્ચિમી યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના મોટા ભાગના દેશો સાથે તેના રાજકીય સંબંધો વધારી દીધા હતા. ત્યાં સુધીમાં ઈઝરાયેલના જાસૂસો લગભગ પૂર્વ આફ્રિકામાં પણ ફેલાઈ ગયા હતા. ઈઝરાયેલી જાસુસે જ તેમને એક વખત માહિતી આપી હતી કે સિરિયા, જોર્ડન, ઈજિપ્ત, ઈરાક, અને લેબનોન સહિતના ૬ દેશો ભેગા મળીને ઈઝરાયેલ પર હુમલો કરવાના છે. આ વાતની જાણ થતા જ ઈઝરાયેલ સક્રિય બની ગયું અને હવાઈ હુમલો કરવાનું નક્કી કરી લીધું. ઈઝરાયેલના ૨૦૦ જેટલા વિમાનોએ ઈજિપ્તના લગભગ ૧૮ જેટલા હવાઈ ક્ષેત્રોમાં આક્રમણ કરીને તેના ૯૦ ટકા વિમાનોનો નાશ કરી દીધો હતો. સિરિયાના ૬ મિગ ફાઈટર જેટ વિમાનોનો કચ્ચરઘાણ વાળી દીધો અને ઘણું બધું નુકસાન પહોચાડ્યું. ત્યારબાદ જોર્ડન, ઈરાક અને લેબનોનમાં પણ તબાહી મચાવી દીધી હતી. ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચેનું તે ત્રીજું યુદ્ધ કે જે ઈતિહાસમાં ‘છ દિવસીય યુદ્ધ’ અથવા ‘જૂન યુદ્ધ’ ના નામે ઓળખાય છે તેમાં ઈઝરાયેલનો વિજય થયો અને પેલેસ્ટાઈનને ઘણા ચોરસ કિલોમીટર વિસ્તાર ગુમાવવો પડ્યો. પરિણામે પેલેસ્તીનીઓને ત્યાં ઘણું કાઠું પડ્યું હતું અને તેમનો ગુસ્સો સાતમા આસમાને ચાલ્યો ગયો હતો. એટલે તે લોકોથી ના રહેવાતું હતું, ના સહેવાતું હતું કે ના કોઈને કહેવાતું હતું. ત્યાંથી જ તેઓએ વધારે પડતી અવળચંડાઈ ચાલુ કરવાંનું નક્કી કર્યું કારણ કે તેઓ જાણતા હતા કે સીધી રીતે તેઓ ઈઝરાયેલને હરાવી શકશે નહીં.

🔜 ૧૯૬૭ ના આ યુદ્ધમાં ઈઝરાયેલે ઈજિપ્તથી સીનાઈનો દ્વીપકલ્પ અને સિરિયા પાસેથી ગોલાન હાઈટ્સ જેવા મહત્વના વિસ્તારો છીનવી લીધા હતા. તેથી આ ગુમાવેલા પ્રદેશોને પાછા મેળવવા માટે સિરિયા અને ઈજિપ્તે ૬ ઓક્ટોબર, ૧૯૭૩ ના દિવસે ઈઝરાયેલ સામે હાથ ધરેલા યોમ કિપુર ખાતેના યુદ્ધના સંયુક્ત ઓપરેશનમાં યુગાન્ડાના તાનાશાહ અમીને પણ ઈઝરાયેલ સામે લડવા માટે તેની સેના મોકલી હતી. ઈઝરાયેલે ભારે સંઘર્ષ કરતા વિજય તો મેળવ્યો, પરંતુ તેના બદલામાં ૨૭૦૦ યોદ્ધાઓનું બલિદાન તેમને આપવું પડ્યું હતું. જેથી વિજય થયો હોવા છતાં પ્રધાનમંત્રી ગોલ્ડા મેર અને ડિફેન્સ મિનિસ્ટરે રાજીનામા આપવા પડ્યા હતા. જેના બદલામાં પ્રધાનમંત્રી તરીકે રબીન સાહેબ અને ડિફેન્સ મિનિસ્ટર તરીકે સિમોન પેરેઝ સાહેબ આવ્યા હતા. ૨૭૦૦ જેટલા યોદ્ધાઓને ગુમાવવાના ઘાને ૩ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજુ રુઝાયા ન હતા ને ત્યાં જ અહીંયા યુગાન્ડામાં ઈદી હાઈજેકર્સને સાથ આપીને બેઠો હતો. હવે આવીએ આપણી મૂળ વાત ઉપર.

🔜 વાત છે ૨૭ જૂન, ૧૯૭૬ ના દિવસની. એર ફ્રાંસની એક ફ્લાઈટ “Air bus A ૩૦૦ B4 – ૨૦૩” ૧૪૭ પેસેન્જર્સ સાથે વહેલી સવારે ઈઝરાયેલ આવે છે. એરપોર્ટના કંટ્રોલ ટાવર પરથી પરમિશન મળતા પ્લેન સવારે ૯ વાગ્યે ઈઝરાયેલના તેલ અવિવથી પેરિસ જવા માટે ઉડાન ભરે છે. ઈઝરાયેલથી ફ્લાઈટ ટેક ઓફ થઈ એટલે સ્વાભાવિક રીતે તેમાં ઈઝરાયેલના યાત્રીઓ પણ હોવાના જ. તેમાં કુલ ૭૭ ઈઝરાયેલી કે યહૂદી પેસેન્જર્સે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. પ્લેન ઈઝરાયેલના બેન ગુરીએન એરપોર્ટ પરથી યહૂદીઓ અને ફ્રેંચ બધા થઈને કુલ ૨૨૪ પેસેન્જર્સ અને ૧૨ ક્રુ મેમ્બર એમ કુલ ૨૩૬ વ્યક્તિઓ સહિત ગ્રીસના એથેન્સ ખાતે જવા માટે ટેક ઓફ થયું. ૧૧૯૦ કિલોમીટરનું નોન સ્ટોપ અંતર કાપતા ફ્લાઈટને લગભગ બેથી સવા બે કલાક જેટલો સમય તો થાય જ. એટલે પ્લેન ગ્રીસના એથેન્સ પહોંચ્યા બાદ તેમાંથી ૩૮ મુસાફરો ઉતરી ગયા અને ત્યાંથી કુલ ૫૬ મુસાફરો પ્લેનમાં ચડ્યાં. તેમાં પેલા ૪ હાઈજેકર્સ પણ નબળી સુરક્ષાને કારણે પ્લેનમાં ચડી ગયા. પેરિસ જવા માટે બપોરે ૧૨:૩૦ એ કંટ્રોલ ટાવરે મંજૂરી આપી એટલે પ્લેન ત્યાંથી પેરિસ જવા માટે નીકળ્યું. (તમારી જાણ ખાતર જણાવી દવ કે ૧૯૭૧ થી લઈને ૧૯૮૦ સુધીનો જે યુગ (સમય) હતો તે ખૂબ જ વિકટ અને અસ્થિર હતો. તેમાં ૧૯૭૧ માં ભારત પાક. યુદ્ધ પણ થયેલું અને ભારતને બાંગ્લાદેશના દાદા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જે તમે બધા જાણતા જ હશો.) ફ્રેંચ પાયલોટ પણ પ્લેન બને તેટલી ઉંચી કક્ષાએ ઉડાવવા માંગતા હતા કે જેથી હવાનું દબાણ ઓછું હોય, બળતણની મહત્તમ એવરેજ મળી રહે કે જેથી પ્લેન સરળતાથી વધારે ઝડપી ગતિ પકડી લે. હાઈજેકર્સ પણ આ જ રાહ જોઈને બેઠા હતા કે પ્લેન બરાબર ઊંચે ચડે એટલે તેઓ પોતાનું કામ શરૂ કરી દે.

🔜 બપોરે ૧૨:૩૦ કલાકે પ્લેન એથેન્સથી પેરિસ જવા માટે નીકળ્યું એટલે લગભગ ૧૦ જ મિનિટમાં તે ૪ આતંકીઓએ તે ફ્લાઈટને હાઈજેક કરી લીધી. પ્લેન નીકળ્યું હતું પેરિસ જવા માટે પણ આતંકીઓનો ઈરાદો હતો તેમના કોઈ જાણીતા સ્થળે પ્લેનને લઈ જવાનો. એક હાઈજેકરે પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ હાથમાં લઈને બધાને જણાવ્યું કે, "સૌ જ્યાં છો ત્યાં જ બેસજો. નહીંતર તમારા બધાનું મોત નક્કી જ છે." બધા પેસેન્જરો ચોંકી ગયા. સન્નાટો થઈ ગયો. બધાના જીવ તાળવે ચોંટી ગયા. યાત્રીઓએ આગળ-પાછળ ફરીને જોયું તો બધા જ હાઈજેકર્સ સક્રિય થઈ ગયા હતા અને બધાના હાથમાં પિસ્તોલ અને ગ્રેનેડ હતા.

🔜 બીજો હાઈજેકર કોકપિટ બાજુ દોડીને કેપ્ટનને જણાવી આવ્યો કે, "કેપ્ટન, આ પ્લેન અમારા કબ્જામાં છે. મુસાફરોએ અને તમારે જીવતા રહેવું હોય તો પ્લેનને પેરિસ નહીં બેનગાઝી તરફ વાળો. અમારી પાસે હેન્ડ ગ્રેનેડ છે પ્લેનના ફુરચા નીકળતા વાર નહિ લાગે.” (બેનગાઝી લિબિયાનું એક મુખ્ય સીટી છે. તમારી જાણ ખાતર કહી દવ કે તે સમયનો લિબિયાનો તાનાશાહ કર્નલ મુઅમ્મર અલ ગદ્દાફી પણ ખૂબ હલકી માનસિકતા વાળો જ વ્યક્તિ હતો.) પ્લેને તેની દિશા બદલી એટલે એથેન્સના કંટ્રોલ ટાવરને બીક લાગી અને વાયરલેસ કોન્ટેક્ટ પણ તૂટી ગયો. રડાર પર પ્લેનનું જે ટપકું દેખાતું હતું તે દક્ષિણ દિશા તરફ આગળ વધવા માંડ્યું. એટલે એથેન્સના કંટ્રોલ ટાવર પર કઈક અજુગતું બનવાનો અણસાર આવી ગયો. હવે પ્લેનમાં કુલ ૯૪ ઈઝરાયેલી મુસાફરો હતા.

🔜 ઈઝરાયેલના એરપોર્ટ પર આ ખબર પડતાં જ ત્યાં પણ ધડબડાતી બોલી ગઈ. પ્લેન ભલે ફ્રાન્સનું હતું પણ તેમાં મોટાભાગે પેસેન્જરો ઈઝરાયેલના જ હતા. ઈઝરાયેલ એરપોર્ટના સત્તાધીશો આ મેસેજ પ્રધાનમંત્રીને પહોંચાડે છે. જ્યારે આકાશમાં લોહીથી હોળી રમવાની આ રમત ચાલુ થવાની હતી ત્યારે ઈઝરાયેલની ધરતી પર ત્યાંના પ્રધાનમંત્રી યિત્ઝાક રબીન (Yitzhak Rabin) જેરુસલેમમાં એક મિટિંગ કરી રહ્યા હતા. તે સમયે એક આદમી હોલની અંદર ગયો અને કાગળનો એક ટુકડો ડિફેન્સ મિનિસ્ટર પેરેઝ પાસે મુક્યો. પેરેઝે તે ટુકડાને પ્રધાનમંત્રી રબીનની પાસે મૂકી દીધો. રબીને પોતાના ચશ્માં પહેરીને કાગળના ટુકડામાં જે લખ્યું હતું તેને વાંચ્યું અને ડરી ગયા. તેઓએ પોતાના ચશ્માં ઉતારીને તરત જ કહ્યું કે મિટિંગ કેન્સલ. તેમજ તરત પોતાના મિનિસ્ટર અને સિનિયર અધિકારીઓની એક મિટિંગ બોલાવી. પણ આશ્ચર્યજનક વાત એ હતી કે પ્લેન તો હજુ હવામાં જ હતું તો ચર્ચા કઈ કરવાની હતી?

🔜 બપોરે ૩ વાગ્યે પ્લેન બેનગાઝી એરપોર્ટ પર ઉતર્યું. જબરદસ્તીથી પ્લેનમાં બળતણ પુરાવી લગભગ સાડા છ કલાક સુધી ત્યાં જ રોકી રાખવામાં આવ્યું. પેટ્રિશિયા માર્ટેલ નામની એક મહિલાની તબિયત વધુ બગડતા, હાઈજેકર્સની ખૂબ જ આનાકાની બાદ ત્યાં જ ડોકટરને બોલાવીને ખરાઈ કર્યા બાદ એ મહિલાને ત્યાં જ છોડી દેવાઈ. હકીકતમાં તે મહિલા પ્રેગ્નેન્ટ હતી અને તેને કસુવાવડ થઈ જશે તેવો ડોળ જ કરતી હતી.

🔜 પછી રાતના ૯:૪૫ વાગ્યા આજુબાજુ ફરી પાછું પ્લેનને ધમકીથી ટેક ઓફ કરાવી વહેલી સવારના ૩:૧૫ એ યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પર ઉતાર્યું. પ્લેન ઉતરતાની સાથે જ ત્યાં બીજા ત્રણ આતંકીઓ આ હાઈજેકર્સ સાથે ભળી ગયા. યુગાન્ડા પ્લેસ્ટાઈનનો મિત્ર દેશ હોવાથી ત્યાં લશ્કર પણ આવી ગયું. બધા જ પેસેન્જરોને બપોર સુધી પ્લેનમાં જ ગોંધી રાખ્યા બાદ હાઈજેકર્સે ઈદી અમીન જોડે વાત પૂર્ણ કરીને પેસેન્જર્સને જુની ટર્મિનલ બિલ્ડીંગ બાજુ જવાનો આદેશ આપ્યો. બંદૂકધારી યુગાન્ડા સૈનિકોની હરોળમાં તેઓ ચાલ્યા ગયા જુના ટર્મિનલમાં. મતલબ એ પણ સાવ સ્પષ્ટ હતો કે યુગાન્ડા અને ઈદી અમીન આ હાઈજેકિંગમાં સામેલ જ હતા. બંધકોને એરપોર્ટની ધૂળવાળી જૂની ટર્મિનલ બિલ્ડીંગમાં રાખવામાં આવ્યા. તે બિલ્ડિંગમાં આતંકીઓ ૨૪ કલાક તે બંધકો પર નજર રાખતા હતા. આ બિલ્ડીંગની બહાર અને એરપોર્ટ પર યુગાન્ડન આર્મીના ૫૦ જેટલા જવાનો આ આતંકીઓને સુરક્ષા પણ પ્રદાન કરતા હતા. પોતાના પ્લેનમાં બેસીને સાંજે ૫ વાગે ને ૨૦ મિનિટે ઈદી અમીન આર્મી યુનિફોર્મ સાથે ગ્રીન બેરેટ પહેરીને (આર્મી યુનિફોર્મમાં સૈનિકે માથા પર જે ટોપી પહેરી હોય તેને બેરેટ કહેવાય.) બંધકોની મુલાકાત લેવા માટે ગયો. ‘એ લોકો કે જેઓ મને જાણતા નથી,’ ઈદીએ જાહેર કર્યું કે, ‘હું ફિલ્ડ માર્શલ ડોક્ટર ઈદી અમીન દાદા છું.’ અહીંયા જ બંધકોને સૌથી મોટો ધ્રાસકો પડ્યો.

🔜 અમીન અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધોમાં કડવાશ ત્યારે ઉભી થયેલી કે જ્યારે ઈઝરાયેલના પ્રધાનમંત્રી ગોલ્ડા મેરે ૧૯૭૨ માં યુગાન્ડાને પોતાના ફેન્ટમ જેટ વિમાનો વેંચવાની ના પાડી દીધી હતી. તેનાથી જ નારાજ થઈને ઈઝરાયેલ સાથે આ ધુની મગજના તાનાશાહ અમીને પોતાના બધા જ રાજકીય સંબંધો તોડી નાખ્યા હતા. તેમજ ૨૪ કલાકમાં જે પણ ઈઝરાયેલી હોય તેમને યુગાન્ડા છોડી જવાનો આદેશ આપ્યો હતો. તેમજ ૧૯૭૨ ના ઓગષ્ટ મહિનામાં ૮૦,૦૦૦ એશિયન લોકોને પણ માત્ર ૯૦ દિવસમાં જ યુગાન્ડા છોડી દેવા માટે હુકમ કર્યો હતો. જેમાં મોટાભાગે ગુજરાતી લોકો જ હતા. તેમજ ૧૯૭૩ માં યોમ કિપોરના યુદ્ધમાં ઈઝરાયેલની વિરુદ્ધમાં પોતાની સેનાને પણ લડવા માટે મોકલી હતી. તેમજ તે દિવસે ઈઝરાયેલથી ૪૨૦૦ કિલોમીટર દૂર સેંકડો નિર્દોષ લોકોની જિંદગી આ ક્રૂર, આતંકી અને માથા ફરેલ તાનાશાહની મુઠ્ઠીમાં બંધ હતી.

🔜 હવે થોડીક વાત કરીએ તે સમયના યુગાન્ડાના જિદ્દી અને વિકૃત તાનાશાહ અમીનની. સાડા છ ફૂટની ઊંચાઈ, ૧૩૫ કિલોગ્રામ જેટલું વજન, ૬ પત્નીઓના કાળજાના કટકા જેવા પતિ અને ૪૩ બાળકોના હવસખોર પિતા એવા ઈદીની હેવાનીયતનો અંદાજો તમે એ બાબત પરથી જ લગાવી શકો કે ૧૯૭૧ માં તે જ ઈદી, હજારો રાજકીય વ્યક્તિઓ અને પોતાના ભાઈઓને મારીને સત્તામાં આવ્યો હતો અને એટલે જ કદાચ ટાઈમ મેગેઝીને તેને ‘The Wild Man of Africa’ નું બિરુદ આપેલું હતું. જે આમેય પોતાના ભાઈઓને મારીને સત્તામાં આવ્યો હોય, પોતાના ભાઈઓને પણ છોડ્યા ન હોય તે વળી કેવો હોય!!?? મારા મત મુજબ, તે માત્ર યુગાન્ડાનો કે આફ્રિકાનો જ નહીં પરંતુ વિશ્વ આખાનો સૌથી વધુ ક્રૂર, માથાભારે, નફ્ફટ, ઘાતકી, માથા ફરેલ, ચશ્કેલ ભેજાનો, હલકી માનસિકતા વાળો, સાવ નિમ્ન કક્ષાનો, વિકૃત અને આતંકી તાનાશાહ હતો. તેના માટે વપરાયેલ વિશેષણોની સંખ્યા બહુ ઓછી છે કારણ કે તેનો અંદાજ તમે એ બાબત પરથી લગાવી શકો કે તે જ અમીને તેના ૮ વર્ષના કાર્યકાળ દરમિયાન લગભગ ઓછામાં ઓછી ૧ લાખ વ્યક્તિઓની હત્યા કરી કે કરાવડાવી હતી. એ જ અમીન જાનવરો તો ઠીક પણ માણસને સુદ્ધા મારીને તેમના અંગ-ઉપાંગ કાપીને ખાઈ જતો હતો. અરે એવું પણ કહેવામાં આવે છે કે તે માણસ દરરોજ રાત્રે મોડે સુધી પોતાના મહેલમાં પાર્ટી કરતો, વેશ્યાઓને ભોગવતો અને વેશ્યાઓને ભોગવ્યા બાદ તેને મારી નાખતો, ત્યારબાદ તેના શબના અંગ ઉપાંગો સાથે મજા લઈને પોતાની હવસ સંતોષતો અને ત્યારબાદ તે જ અંગોને હવનકુંડમાં પણ હોમતો હતો. તેમજ તેનામાં ઈગો પણ એટલા જ પ્રમાણમાં હતો. આના ઉપરથી જ તમે તે વ્યક્તિનું વ્યક્તિત્વ માપી શકો. કદાચ આથી જ યાત્રીઓને આવા દેશમાં ઉતરાણને લીધે મોત દેખાયું હતું.

🔜 ૨૮ જૂન ૧૯૭૬ ના દિવસે એન્ટેબીથી એક ખબર એ આવે છે કે તે સમયના યુગાન્ડાના તો ખરા જ પરંતુ વિશ્વના સૌથી વધુ ક્રૂર અને કુખ્યાત તાનાશાહ ઈદી અમીને આ આતંકીઓનું સ્વાગત કરી લીધું હતું અને તે લોકોને પોતાના ખાસ મહેમાન જાહેર કરી ચુક્યો હતો. તેમજ ઈઝરાયેલના પ્રધાનમંત્રીને હાઈજેકર્સનો સંદેશો પહોંચાડવામાં આવ્યો કે તેઓ બધા જ યાત્રીઓને છોડી દેવા તૈયાર હતા પરંતુ સામે પક્ષે શરત એ હતી કે ૫ દેશોમાં બંધ ૫૩ આતંકીઓને છોડી મુકવામાં આવે અને તે ઉપરાંત ફ્રેંચ સરકાર હાઈજેકર્સને ૫૦ લાખ અમેરિકન ડોલર આપે. ૫૩ આતંકવાદીઓમાંથી ૪૦ આતંકીઓ તો ખાલી ઈઝરાયેલની જેલમાં જ બંધ હતા. બાકીના ૧૩ આતંકીઓ ફ્રાંસ, વેસ્ટ જર્મની, કેન્યા અને સ્વિટ્ઝર્લૅન્ડની જેલમાં બંધ હતા. પરંતુ આ તો ઈઝરાયેલ!!!

🔜 ૨૯ જૂન ૧૯૭૬ એટલે કે ત્રીજા દિવસે પ્રધાનમંત્રીની ઓફીસ ખાતે એવી ખબર પડી કે બેનગાઝી એરપોર્ટ પર છોડાયેલી પેલી મહિલા બીજી ફ્લાઈટ દ્વારા લંડન પહોંચી હતી એટલે મોસાદના એજન્ટ્સે તરત જ તે સ્ત્રીને શોધી કાઢી અને બને તેટલી વિગતો કઢાવવા પ્રયત્ન કર્યો. આ ત્રીજો દિવસ પૂર્ણ થાય તે પહેલાં જ પ્રધાનમંત્રીને હાઈજેકર્સનો બીજો ધમકીભર્યો મેસેજ આવ્યો (ઈઝરાયેલના લોકલ સમય પ્રમાણે) કે, "૧ જુલાઈ ૧૯૭૬ ના રોજ બપોરના બે વાગ્યા સુધીમાં ઈઝરાયેલ સહિત જુદા જુદા દેશોમાં જેલમાં રહેલા તેમના ૫૩ સાથીદારોને છોડી દેવા અને ૫૦ લાખ ડોલર પણ તેમને આપવા, નહીંતર રાહ જોયા વગર યાત્રીઓ સહિત આખા પ્લેનને જ તેઓ બોંબ વડે ફૂંકી દેશે.”

🔜 ત્યાં ઘણી વધારે તકલીફ ઊભી થઈ. ઈજિપ્તના રાષ્ટ્રપતિ શહાદત હુસેન જોડે વાતચીત કરવામાં આવી કે તેઓ હાઈજેકર્સને મનાવે. અહીં મનાવવાની વાત પણ એટલે માટે આવી કે ઈઝરાયેલને એમ હતું, ઈદી અમીન આ હાઈજેકર્સને હાંકી કાઢશે પરંતુ તે અને તેની સેના બંને હાઈજેકર્સના પક્ષમાં ઉભા રહ્યા હતા. સેના તો હાઈજેકર્સને સાથ આપીને તેમને રક્ષણ પણ આપી રહી હતી. ઈઝરાયેલ અને તેની સેના માટે ત્યાં બે સમસ્યા એ હતી કે તેઓને યુગાન્ડાની આર્મી અને આતંકીઓ બંને સામે લડવાનું હતું કારણ કે જો ૨-૫ કે ૧૦-૧૫ આતંકીઓ હોય તો તેમની સામે તો લડી શકાય પણ આર્મીમાં તો ઘણા બધા સૈનિકો હોય તો કામ કઈ રીતે પાર પાડવું. બીજા દિવસે ઈદીએ બંધકોની મુલાકાત ન લીધી.

ભાગ ૨ ક્રમશઃ.......
--------------------------------------------------------------
Hindi Translation :-
🔜 इज़राइल 🔙

🔜 आज हम दुनिया के इतिहास में सबसे अच्छा और ओवर द टॉप बंधक बचाव अभियान देखते हैं। इस ऑपरेशन की कहानी इतनी रोमांचक लगती है कि जैसे इसे क्रिस्टोफर नोलन या क्विंटन टेरेनटिनो जैसे किसी निर्देशक ने लिखा हो। यहां, मैं इजरायल की जासूसी एजेंसी मोसाद और सेना ने युगांडा में अंजाम दिए हुए ऑपरेशन थंडरबोल्ट के बारे में बात कर रहा हूं। लेकिन उससे पहले मैं आपको यह छोटे से देश इजरायल के बारे में थोड़ा बता दूं।

🔜 वर्तमान प्रधान मंत्री: बेंजामिन नेतन्याहू

🔜 वर्तमान राष्ट्रपति: रियुविन रिवलिन

🔜 स्थान: इज़राइल पश्चिम एशिया का एक देश है, जो भूमध्य सागर के दक्षिण-पूर्वी तट और लाल सागर के उत्तरी किनारे पर स्थित है।

🔜 पड़ोसी राष्ट्र: मिस्र, सीरिया, जॉर्डन और लेबनान। (यह कुल २२ अरब देशों से घिरा देश है।)

🔜 सीमा: यह उत्तर में लेबनान, उत्तर पूर्व में सीरिया, पूर्व में जॉर्डन और फिलिस्तीनी क्षेत्रों, पश्चिम में गाजा पट्टी और दक्षिण पश्चिम में मिस्र की भूमि से लगती है।

🔜 प्रतिष्ठा: दुश्मनों की हालत खराब करने वाला सबसे खतरनाक देश।

🔜 क्षेत्रफल: २२,१४५ वर्ग कि.मी. (जो क्षेत्रफल की दृष्टि से मणिपुर राज्य से भी छोटा है क्योंकि मणिपुर का क्षेत्रफल २२,३२७ वर्ग किमी है और गुजरात से लगभग 9 गुना छोटा है। आपकी जानकारी के लिए बतादूँ की, गुजरात का क्षेत्रफल १,९६,०२४ वर्ग किमी है।)

🔜 सेना: ६.५ लाख सैनिक (आपकी जानकारी के लिए, भारत में सैनिकों की संख्या १.३ मिलियन है।)

🔜ऑपरेशन थंडरबोल्ट 🔙

🔜 बात इसरायल की आज़ादी के समय की है। उस समय अरब लीग और अरब देशों ने फ़िलिस्तीन के विभाजन और इज़राइल की स्थापना का विरोध किया था।  हालाँकि, १४ मई, १९४८ को इज़राइल आज़ाद हो गया। फिर अरब लीग और अरब देशों ने तुरंत नवगठित देश इज़राइल के साथ युद्ध शुरू कर दिया। अरब देशों से घिरे इज़राइल देश का उनसे लगातार युद्ध होता रहा है। १९६० के दशक तक, इज़राइल ने पश्चिमी यूरोप, उत्तर और दक्षिण अमेरिका के साथ-साथ अधिकांश अफ्रीका के साथ अपने राजनयिक संबंधों का विस्तार किया था। तब तक, इजरायली जासूस लगभग पूरे पूर्वी अफ्रीका में फैल चुके थे। वे इजरायल का ही जासूस था जिन्होंने एक बार सूचित किया था कि सीरिया, जॉर्डन, मिस्र, इराक और लेबनान सहित छह देश इजरायल पर हमला करने के लिए सेना में शामिल होने जा रहे हैं। इस बात की सूचना मिलते ही इजरायल सक्रिय हो गया और उसने हवाई हमले करने का फैसला किया। लगभग २०० इजरायली विमानोने मिस्र के १८ जितने हवाई क्षेत्र पर हमला करके उसके ९० प्रतिशत विमान नष्ट कर दिए। सीरिया के ६ मिग फाइटर जेट को क्रैश कर दिया और काफी नुकसान हुआ। जॉर्डन, इराक और लेबनान में भी तबाही मचाई। इज़राइल और अरब देशो के बीच का वह तीसरा युद्ध जिसे इतिहास में "छह दिनका युद्ध" या "जून युद्ध" के रूप में जाना जाता है उसमे इज़रायलका विजय हुआ और फिलिस्तीन ने कई वर्ग किलोमीटर क्षेत्र खो दिया। नतीजा यह हुआ कि वहां फिलीस्तीनियों को काफी नुकसान हुआ और उनका गुस्सा सातवें आसमान पर चला गया। इसलिए वे ना तो बर्दाश्त कर सके या ना किसी को बता सके। वहीं से उन्होंने नीचता दिखाने का फैसला किया क्योंकि वे जानते थे कि वे सीधे इज़रायल को हराने में सक्षम नहीं होंगे।

🔜 १९६७ के युद्ध में, इज़राइल ने मिस्र से सिनाई प्रायद्वीप और सीरिया से गोलान हाइट्स जैसे महत्वपूर्ण क्षेत्रों को छीन लिया। इसलिए इन खोए हुए क्षेत्रों को पुनः प्राप्त करने के लिए, सीरिया और मिस्र ने ६ अक्टूबर, १९७३ को योम किप्पुर में युद्ध के संयुक्त अभियान में युगांडा के तानाशाह अमीनने भी इज़राइल के खिलाफ लड़ने के लिए अपनी सेना भेजी। इज़राइल ने एक भयंकर युद्ध जीता तो सही, लेकिन बदले में २७०० योद्धाओं का बलिदान देना पड़ा। इसलिए जीत के बावजूद भी प्रधान मंत्री गोल्डा मेयर और रक्षा मंत्री को इस्तीफा देना पड़ा। उनकी जगह रबिन साहिब को प्रधान मंत्री और सिमोन पेरेज़ साहिब को रक्षा मंत्री के रूप में नियुक्त किया गया था। लगभग २७०० जितने योद्धाओं को खोने के घाव को भरे अभी ३ साल भी नहीं हुए थे और ईदी यहाँ अपहर्ताओं को युगांडा में साथ दे बैठा था। अब हम अपनी बात पर आते हैं।

🔜 बात है २७ जून १९७६ की। एयर फ्रांस की एक फ्लाइट "एयर बस ए ३०० बी४ - २०३" १४७ यात्रियों के साथ सुबह-सुबह इज़राइल पहुंचती है। विमान, हवाई अड्डे के नियंत्रण टॉवर से अनुमति मिलते ही, सुबह ९ बजे तेल अवीव, इज़राइल से पेरिस के लिए उड़ान भरता है। विमान ने इज़राइल से उड़ान भरी, इसलिए स्वाभाविक रूप से बोर्ड पर इजरायली यात्री ही होंगे। कुल ७७ इजरायली या यहूदी यात्रियों ने उनकी जगह ली थी। विमान ने इजरायल के बेन गुरियन हवाई अड्डे से ग्रीस के एथेंस के लिए २२४ यात्रियों के साथ उड़ान भरी, जिसमें १२ चालक दल के सदस्यों के साथ यहूदी और फ्रांसीसी लोग शामिल थे, इस प्रकार कुल २३६ व्यक्ति सवार थे। ११९० किमी की नॉन-स्टॉप उड़ान भरने में फ्लाइट को लगभग ढाई घंटे लगते हैं। इसलिए विमान ग्रीस के एथेंस पहुंचने के बाद, ३८ यात्री उतरे और कुल ५६ यात्री विमान में सवार हुए। जिसमें चार अपहर्ता भी खराब सुरक्षा के चलते विमान में सवार हो गए। दोपहर १२:३० बजे कंट्रोल टावर ने पेरिस जाने की इजाजत दी, इसलिए विमान पेरिस के लिए रवाना हो गया। (आपकी जानकारी के लिए बता दु कि १९७१ से १९८० तक की अवधि बहुत कठिन और अस्थिर थी। इसमें १९७१ में भारत-पाक युद्ध भी शामिल था। भारत को बांग्लादेश का दादा बनने का सौभाग्य भी मिला था। जैसा कि आप सभी जानते हैं।) फ्रांसीसी पायलट भी  विमान को जितना संभव हो उतना ऊंचा उड़ाना चाहते थे ताकि हवा का दबाव कम हो, ईंधन की अधिकतम औसत उपलब्ध हो ताकि विमान आसानी से तेजी से आगे बढ़ सके। अपहर्ता भी विमान के इतनी ऊंची उड़ान भरने का इंतजार कर रहे थे कि वे अपना काम शुरू कर सकें।

🔜 दोपहर १२:३० बजे विमान एथेंस से पेरिस के लिए रवाना हुआ तो करीब १० मिनट में उन ४ आतंकियों ने उस फ्लाइट को हाईजैक कर लिया। विमान पेरिस के लिए रवाना हुआ था लेकिन आतंकवादियों का इरादा विमान को उनके ज्ञात स्थान पर ले जाने का था। एक अपहर्ता ने हाथ में पिस्टल और ग्रेनेड पकड़े हुए सभी से कहा, "सभी जहाँ बैठे हैं वहीं बैठो। नहीं तो तुम सब की मौत पक्की है।" सभी यात्री सहम गए। सन्नाटा छा गया। यात्रियों ने मुड़कर देखा तो सभी अपहर्ता सक्रिय थे और सभी के हाथ में पिस्टल और ग्रेनेड थे।

🔜 एक और अपहर्ता कॉकपिट में दौड़ा और कप्तान से कहा, "कप्तान, यह विमान हमारे कब्जे में है। यदि यात्री और आप जीवित रहना चाहते हैं, तो विमान को पेरिस नहीं, बेंगाज़ी की ओर मोड़ें। हमारे पास एक हेंड ग्रेनेड है। विमान को नष्ट होने में देर नही लगेगी।" (बेंगाजी लीबिया का एक प्रमुख शहर है। आपकी जानकारी के लिए बता दे कि तब लीबिया के तानाशाह कर्नल मुअम्मर गद्दाफी भी बहुत हल्के-फुल्के इंसान थे।) विमान ने उसकी की दिशा बदली कि एथेंस कंट्रोल टावर पे डर लगा और वायरलेस संपर्क भी टूट गया। हालांकि, रडार पर दिखाई देने वाले विमान की बिंदी दक्षिण की ओर बढ़ने लगी, इसलिए एथेंस के कंट्रोल टॉवर पर कुछ अघटित होने का एहसास हुआ। अब विमान में कुल ९४ इज़रायली यात्री सवार थे।

🔜 इज़रायल के एयरपोर्ट पर जैसे ही यह खबर सुनी गई, ठहाका लग गया। हालांकि विमान फ्रांस का था, लेकिन ज्यादातर यात्री इज़रायल के ही थे। इजरायली हवाईअड्डे के अधिकारी प्रधानमंत्री को संदेश देते हैं। इज़रायली प्रधानमंत्री यित्ज़ाक रबिन जेरूसलम में सभा कर रहे थे, तभी आसमान में खून से होली खेलने का खेल शुरू होने वाला था। उसी समय, एक आदमीने हॉल में प्रवेश किया और रक्षा मंत्री पेरेज़ के पास कागज का एक टुकड़ा रख दिया। पेरेज़ने उस टुकड़े को प्रधान मंत्री रबिन के सामने रखा। रबिनने अपना चश्मा पहनके कागज के टुकड़े पर जो लिखा था उसे पढ़ा और डर गए। उन्होंने अपना चश्मा उतारके तुरंत कहा कि बैठक रद्द। साथ ही तुरंत अपने मंत्रियों और वरिष्ठ अधिकारियों की एक बैठक बुलाई। लेकिन आश्चर्य यह था कि अगर विमान अभी भी हवा में ही था, तो क्या चर्चा की जानी थी?

🔜 प्लेन दोपहर ३ बजे बेंगाजी एयरपोर्ट पर उतरा। ईंधन डलवाकर करीब साढ़े छह घंटे तक विमान को जबरन रोका गया। पेट्रीसिया मार्टेल नाम की एक महिला की तबीयत ज्यादा बिगड़ते अपहर्ताओं की ओर से काफी झिझक के बाद डॉक्टर को बुलाकर वहीं छोड़ दिया गया. वास्तव में, वह गर्भवती थी और गर्भपात होने का नाटक ही कर रही थी।

 🔜 फिर रात करीब ९:४५ बजे विमान को फिर से धमकी से उड़वाया और सुबह ३:१५ बजे युगांडा के एंटेबी हवाई अड्डे पर उतारा गया। जैसे ही विमान उतरा, तीन अन्य आतंकवादी अपहर्ताओं में शामिल हो गए। युगांडा फ़िलिस्तीन का मित्र देश होने के कारण सेना भी वहाँ आई। दोपहर तक सभी यात्रियों को विमान में रखने के बाद, अपहर्ताओं ने ईदी अमीन से बात समाप्त करके यात्रियों को पुराने टर्मिनल भवन के किनारे जाने का आदेश दिया। बंदूक ले खड़े युगांडा के सैनिकों की एक पंक्ति के साथ वे पुराने टर्मिनल तक चले गए। यह भी स्पष्ट था कि अपहरण में युगांडा और ईदी अमीन भी शामिल थे। बंधकों को हवाई अड्डे के धूल भरे पुराने टर्मिनल भवन में रखा गया था। उस बिल्डिंग में मौजूद आतंकी उन बंधकों पर चौबीसों घंटे नजर रख रहे थे। इमारत के बाहर और एयरपोर्ट पर युगांडा की सेना के करीब ५० जवान भी आतंकियों को सुरक्षा मुहैया कराते थे। शाम ५:२० बजे अपने विमान में बैठे, इदी अमीन सेना की वर्दी के साथ हरे रंग की बेरेट (सेना की वर्दी में एक सैनिक द्वारा पहनी जाने वाली टोपी को बेरेट कहा जाता है) पहने बंधकों से मिलने गया। "जो मुझे नहीं जानते," ईदी ने घोषणा की, "मैं फील्ड मार्शल डॉक्टर ईदी अमीन दादा हूं।" यहीं से बंधकों को सबसे बड़ा झटका लगा।

🔜 अमीन और इज़राइल के बीच कड़वाहट तब पैदा हुई जब १९७२ में इजरायल के प्रधान मंत्री गोल्डा मेयर ने युगांडा को अपने फैंटम जेट बेचने से इनकार कर दिया था। इससे नाराज होकर, पागल तानाशाह अमीन ने इजरायल के साथ सभी राजनैतिक संबंध तोड़ दिए थे। साथ ही २४ घंटे के भीतर ही किसी भी इज़रायली व्यक्ति को युगांडा छोड़ने का आदेश दिया। अगस्त १९७२ में ८०,००० एशियाई लोगों को केवल ९० दिनों में युगांडा छोड़ने का आदेश दिया गया था। उनमें से अधिकांश गुजराती लोग थे। उन्होंने १९७३ में योम किपोर की लड़ाई में इजरायल के खिलाफ लड़ने के लिए खुद की सेना भी भेजी थी। साथ ही उस दिन वह क्रूर, आतंकवादी और पागल तानाशाह के हाथों में इजरायल से ४२०० किलोमीटर दूर सैकड़ों निर्दोष लोगों की जिंदगी बंद थी।

🔜 अब थोड़ी बात करते हैं युगांडा के उस समय के जिद्दी और विकृत तानाशाह अमीन की। साढ़े छह फीट लंबे, लगभग १३५ किलोग्राम वजन, ६ पत्नियों के पति और ४३ बच्चों के पिता ईदी की क्रूरता (बर्बरता) का अंदाजा इसी बातो से लगाया जा सकता हैं कि हजारों राजनेता और उनके सगे भाईको मारकर वह १९७१ में सत्ता में आया था और शायद इसीलिए ही टाइम मैगजीन ने उन्हें 'द वाइल्ड मैन ऑफ अफ्रीका' का नाम दिया था। अगर कोई अपने ही भाइयों को मार कर सत्ता में आता है तो वो भला कैसा आदमी हो सकता है? मेरी राय में, वह न केवल युगांडा या अफ्रीका का बल्कि पूरी दुनिया का सबसे क्रूर, उद्दंड, पापी, अत्याचारी, पागल, कम-विश्वासी, विकृत और आतंकवादी तानाशाह था। उनके लिए इस्तेमाल किए गए विशेषणों की संख्या बहोत कम है क्योंकि इसका अंदाजा आप इसी बात से लगा सकते हैं कि उन्होंने अपने ८ साल के कार्यकाल में कम से कम १ लाख लोगों को मार डाला या मरवा दिया। वही अमीन आदमी को मारकर उसके अंगों को खा जाता था। यह भी कहा जाता है कि वह व्यक्ति हर रात देर तक अपने महल में पार्टी करता था, वेश्याओं को प्रताड़ित करके उनकी हत्या करता था, फिर उनकी लाश के अंगों से मस्ती करके अपनी वासना को तृप्त करता था। और फिर वही अंगों को वेदी में जला दिया करता था। साथ ही उसके अंदर अहंकार भी इतना ही था। इससे आप इस व्यक्ति के व्यक्तित्व को माप सकते हैं। शायद यही वजह रही कि ऐसे देश में उतरते वक्त यात्रियों ने अपनी मौत देखी।

🔜 २८ जून १९७६ को एंटेबी से एक रिपोर्ट आई कि न केवल युगांडा के बल्कि दुनिया के सबसे क्रूर और कुख्यात तानाशाह ईदी अमीन ने आतंकवादियों का स्वागत कर लिया था और उन्हें अपना विशिष्ट अतिथि घोषित कर दिया था। अपहर्ताओं ने इजरायल के प्रधान मंत्री को एक संदेश भी दिया कि वे सभी यात्रियों को रिहा करने के लिए तैयार थे, लेकिन इस शर्त पर कि पांच देशों में हिरासत में लिए गए ५३ आतंकवादियों को रिहा किया जाए और फ्रांसीसी सरकार अपहर्ताओं को ५ मिलियन अमेरिकी डॉलर दे। ५३ आतंकवादियों में से ४० आतंकवादियों तो केवल इजरायलकी जेल में कैद थे। शेष १३ आतंकवादी फ्रांस, पश्चिम जर्मनी, केन्या और स्विटजरलैंड की जेल में बंद थे। लेकिन यह तो इज़राइल !!

🔜 २९ जून १९७६ यानी कि, तीसरे दिन, इजरायल के प्रधान मंत्री के कार्यालय में यह बताया गया कि बेंगाजी हवाई अड्डे पर उतारी गई महिला एक अन्य उड़ान से लंडन पहुंची थी, इसलिए मोसाद एजेंटों ने तुरंत उसे ट्रैक किया और कोशिश की अधिक से अधिक विवरण प्राप्त करें। वह तीसरे दिन की समाप्ति से ठीक पहले, प्रधान मंत्री को अपहर्ताओं से एक और धमकी भरा संदेश मिला (इजरायल के स्थानीय समय के अनुसार) : "१ जुलाई, १९७६ को दोपहर २ बजे तक इजरायल सहित विभिन्न देशों में कैद उनके ५३ साथियों को रिहा कर दिया जाए, और  उन्हें ५ मिलियन अमेरिकी डॉलर दें, अन्यथा वे यात्रियों सहित पूरे विमान पर बिना प्रतीक्षा किए बम गिरा देंगे।"

🔜 वहां बहुत परेशानी हुई। अपहर्ताओं को मनाने के लिए मिस्र के राष्ट्रपति शहादत हुसैन के साथ बातचीत की गई। अनुनय इसलिए आया क्योंकि इज़राइल ने सोचा था कि ईदी अमीन अपहर्ताओं को बाहर निकाल देगा, लेकिन वह और उसकी सेना दोनों ही अपहर्ताओं के साथ थे। सेना भी अपहर्ताओं का समर्थन कर रक्षण कर रही थी। इज़राइल और उसकी सेना के लिए वहाँ दो समस्याएँ इसीलिए थीं कि उन्हें युगांडा की सेना और आतंकवादियों दोनों से लड़ना था क्योंकि अगर २-५ या १०-१५ आतंकवादी होते तो उनसे लड़ा जा सकता था लेकिन सेना में तो बहुत सारे सैनिक होते हैं, फिर कैसे काम से निपटो। दूसरे दिन ईदी बंधकों से मिलने नहीं गया।

भाग २ क्रम में.....
--------------------------------------------------------------
English Translation :-

🔜 Israel 🔙

🔜 Today we see the best and Over The Top Hostage Rescue Operation in the history of the world. The story of this operation sounds so exciting that it seems as if it was written by a director like Christopher Nolan or Quentin Tarantino. Here, I am talking about Operation Thunderbolt in Uganda, carried out by the Israeli spy agency Mossad and the army. But before that, let me tell you a little bit about Israel.

🔜Current Prime Minister: Benjamin Netanyahu

🔜 Current President: Reuven Rivlin

🔜Location: Israel is a country in West Asia, located on the southeast shores of the Mediterranean Sea and the northern shores of the Red Sea.

🔜 Neighbouring nations: Egypt, Syria, Jordan and Lebanon.  (It is a country surrounded by 22 Arab countries.)

🔜 Border: It is bordered by Lebanon to the north, Syria to the northeast, the Jordanian and Palestinian territories to the east, the Gaza Strip to the west, and the land of Egypt to the southwest.

🔜 Reputation: As the most dangerous country to spoil the condition of enemies.

🔜 Area: 22,145 sq. Km. (which is smaller than Manipur State in terms of area as Manipur has an area of 22,327 sq. Km and is about 9 times smaller than Gujarat. For your information, Gujarat has an area of 1,96,024 sq. Km.)

🔜 Army: 6.5 lakhs soldiers (for your information, the number of soldiers in India is 1.3 million.)

🔜 Operation Thunderbolt 🔙

🔜 The matter is about the time of Israel's independence. At that time, the Arab League and the Arab countries opposed the partition of Palestine and the establishment of Israel. However, on May 14, 1948, Israel was liberated. Then the Arab League and the Arab countries immediately started a war with the newly formed country Israel. The country of Israel, which is surrounded by Arab countries, has had frequent wars with them. By the 1960s, Israel had expanded its diplomatic relations with Western Europe, North and South America, as well as most of the African countries. By then, Israeli spies had spread to almost all of East Africa. He was an Israeli spy who once informed that six countries, including Syria, Jordan, Egypt, Iraq, and Lebanon, were going to join forces to attack Israel. As soon as this was reported, Israel became active and decided to launch an air strike. As many as 200 Israeli planes crashed into about 18 Egyptian airspace, destroying 90 percent of its aircraft. Syria's 6 MiG fighter jets were crashed and caused a lot of damage. Disasters followed in Jordan, Iraq, and Lebanon. Israel won the third war between Israel and the Arab world, known in history as the "Six Days War" or the "June War," and Palestine lost many square kilometres area. As a result, the Palestinians suffered a lot there and their anger skyrocketed. That is why they could not tolerate or tell anybody. It was from there that they decided to turn on the excesses because they knew that they would not be able to defeat Israel directly.

🔜 In the 1967 war, Israel snatched important areas from Egypt, the Sinai Peninsula, and the Golan Heights from Syria. So in order to reclaim these lost territories, Idi Amin had also sent his troops along with Syria and Egypt to fight against Israel in the joint military operation at Yom Kippur on October 6, 1973. Israel won a fierce battle, but had to sacrifice 2700 warriors in return. So despite the victory, Prime Minister Golda Meir and the Minister of Defence had to resign. She (Golda) was replaced by Rabin Sahib as Prime Minister and Simon Perez Sahib as Defence Minister. The wounds of losing about 2700 warriors had not been healed for 3 years and Idi was here in Uganda with the hijackers. Now let's come to our point.

🔜 It is June 27, 1976. An Air France flight "Air bus A 300 B4 - 203" arrives in Israel early in the morning with 147 passengers. The plane, with permission from the airport's control tower, takes off at 9 a.m. from Tel Aviv, Israel, to Paris. The flight took off from Israel, so naturally there were Israeli passengers on board.  A total of 77 Israeli or Jewish passengers had taken their place. The plane took off from Ben Gurion Airport of Israel to Athens of Greece with 224 passengers including Jews and French people along with 12 crew members, thus total of 236 persons on board. A non-stop flight of 1190 km takes about two and a half hours. So after the plane reached Athens, Greece, 38 passengers disembarked and a total of 56 passengers boarded the plane. In which, the four hijackers also boarded the plane due to poor security. At 12:30 pm the control tower allowed to go to Paris, so the plane left for Paris. (For your information, the period from 1971 to 1980 was very difficult and volatile. It included the Indo-Pak war in 1971. India also had the good fortune to be the grandfather of Bangladesh. As you all know.) The French pilot also wanted to fly the plane as high as possible so that the air pressure would be low, the maximum average of fuel would be available so that the plane could easily speed up. The hijackers were also waiting for the plane to fly high enough for them to start their work.

🔜 At noon, 12:30 pm the plane left Athens for Paris so in about 10 minutes those 4 terrorists hijacked this flight. The plane had left for Paris but the terrorists intended to take the plane to their known place. One hijacker, holding a pistol and a hand grenade in his hands, told everyone, "Sit where you are. Otherwise, all of you will be doomed." All the passengers were shocked. There was silence. All souls clung to the palate. Passengers turned around and saw that all the hijackers were active and all had pistols and grenades in their hands.

🔜 Another hijacker ran to the cockpit and told the captain, "Captain, this plane is in our possession. If the passengers and you want to survive, turn the plane to Benghazi, not Paris. We have a hand grenade. It won't take long for the plane to explode." (Benghazi is a main city in Libya. For your information, then the Libyan dictator Colonel Muammar Gaddafi was also a very light-hearted person.) As soon as the plane changed its direction, the Athens control tower scared and wireless contact also broken. However, the dot of the plane on Radar that was visible began to move towards the south, so the omission of something unexpected happened on the control tower of Athens. Then there were a total of 94 Israeli passengers on the plane.

🔜 As soon as this news was heard at the airport in Israel, there was a thud. Although the plane was from France, most of the passengers were from Israel. Israeli airport authorities delivered the message to the prime minister. Israeli Prime Minister Yitzhak Rabin was holding a meeting in Jerusalem when the game of playing Holi with blood in the sky was about to begin. At that moment, a man entered the hall and placed a piece of paper by Defence Minister Perez, and Perez put it infront of Prime Minister Rabin. Rabin wore his glasses. He reads what was written on a piece of paper and got scared. He took off his glasses and immediately said cancel the meeting. As well as he called a meeting of his ministers and senior officials. But the surprise was that if the plane was still in the air, what was to be discussed?

🔜 The plane landed at Benghazi Airport at 3 p.m. The plane was forcibly refueled and detained for about six and a half hours. A woman named Patricia Martel's health deteriorated further, and after much hesitation on the part of the hijackers, after calling a doctor, she was released there. In fact, she pretended to be pregnant and having a miscarriage.

🔜 Then at around 9.45 pm the plane took off again threateningly and landed at Entebbe Airport in Uganda early in the morning at 3:15 am. As the plane landed, three other terrorists joined the hijackers. Since Uganda was a friend of Palestine, the army also came there. After keeping all the passengers in the plane till noon, the hijackers finished talking to Idi Amin and ordered the passengers to go to the side of the old terminal building. In a line of Ugandan soldiers with guns they marched to the old terminal. It was also clear that Uganda and Idi Amin were involved in the hijacking. The hostages were housed in the airport's dusty old terminal building. The terrorists in that building were keeping eyes on those hostages 24 hours a day. Outside the building and at the airport, about 50 Ugandan Army personnel also provided security to the terrorists. Sitting in his plane at 5:20 pm, Idi Amin came to visit the hostages, wearing a green beret with an army uniform (a hat worn by a soldier in an army uniform is called a beret). "Those who don't know me," Idi declared, "I am the Field Marshal Doctor Idi Amin Dada." This is where the biggest blow to the hostages came.

🔜 The bitterness between Amin and Israel arose when Israeli Prime Minister Golda Meir refused to sell its Phantom jets to Uganda in 1972. Angered by this, the lunatic dictator Amin severed all diplomatic relations with Israel. As well as ordered anyone who was Israeli, within 24 hours to leave Uganda. As many as 80,000 Asians were ordered to leave Uganda in just 90 days in August 1972. Most of them were Gujarati people. He also sent troops to fight against Israel in the Battle of Yom Kippur in 1973. As well as that day the lives of hundreds of innocent people 4200 kilometres away from Israel were in the hands of this cruel, terrorist and lunatic dictator.

🔜 Now, let's have a glance at the dictator ruler Amin of Uganda at that time. Idi Amin was a stubborn and perverted person, a giant six and half feet tall, weighing about 135 kilograms; a lustful husband of six wives and a father of 43 children was so tyrant that he came to the power in 1971 killing thousands of his political opponents and even his own brothers and that's why he was given a title of 'The Wild Man of Africa' by renowned The Time Magazine. What else would you say about the personality of a person who grabbed the power by killing his own brothers?!! In my opinion, he was the most brutal, defiant, naughty, sinful, atrocious, lunatic, low-beliefful, perverted and terrorist dictator not only of Uganda or Africa but of the whole world. The number of adjectives used for him is very less because you can estimate it from the fact that he was the one who killed or maimed at least 1 lakh people during his 8 years of tenure. The same amin killed the men and ate their limbs. It is also said that the man used to party in his palace daily till late at night, torturing the prostitutes killed them, then satisfied his lust by having fun with the limbs of their corpse, the limbs were burnt in the altar. As well as he was a very egoistic person. From this you can measure the personality of the person. It may be the reason that passengers saw their death while landing in such a country.

🔜 On June 28, 1976, a report came from Entebbe that not only of the Ugandan but of the world's most brutal and notorious dictator Idi Amin had welcomed the terrorists and declared them his special guests. The hijackers also conveyed a message to the Israeli Prime Minister that they were ready to release all the passengers, but on the condition that the 53 terrorists detained in five countries to be released and that the French government give 5 million American dollars to the hijackers. 40 terrorists from five countries were simply imprisoned in Israel. The remaining 13 terrorists were jailed in France, West Germany, Kenya and Switzerland. But this is Israel !!!

🔜 On June 29, 1976, on the third day, it was reported at the Israeli Prime Minister's office that the woman, who had been dropped off at Benghazi airport, had arrived in London on another flight, so Mossad agents immediately tracked her down and tried to get as much details as possible. Just before the end of that third day, the Prime Minister received another threatening message from the hijackers (according to Israeli local time): "Release their 53 comrades imprisoned in different countries, including Israel, by 2 pm on July 1, 1976, and give them 5 millions American dollar otherwise, they would bomb the whole plane, including the passengers, without waiting."

🔜 There was a lot of trouble there. Talks were held with Egyptian President Shahadat Hussein to persuade the hijackers. The persuasion was necessary because Israel thought that Idi Amin would expel the hijackers, but both he and his army sided with the hijackers. The army was even supporting the hijackers. The two problems for Israel and its army there were that they had to fight both the Ugandan army and the terrorists because if there were 2-5 or 10-15 terrorists, they could be fought but there are many soldiers in the army, then how to deal with the work. On the second day Idi did not visit the hostages.

Part 2 in order.......

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

If you find any wrong information, difficulty or query then let me know.