🔜 ફિલ્ડ માર્શલ સામ માણેકશા 🔙
🔜 ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશા ભારતના આર્મી અધિકારીઓ પૈકીના એક એવા અસામાન્ય અધિકારી હતા કે જેમની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ઈ.સ. 1971 માં ભારતના પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં વિજયનો જે પણ શ્રેય ભારતના યોદ્ધાઓને જાય છે એટલો જ શ્રેય ભારતીય સેનાના આ મહાન જનરલની રણનીતિને જાય છે કે જેણે માત્ર 14 દિવસમાં જ પાક. આર્મીના નાપાક સૈનિકોને ઘૂંટણ ટેકવવા માટે મજબૂર કરી દીધા હતા. જેના પરિણામે જ ભારતના પૌત્ર (😂😂) કહેવાતા એવા બાંગ્લાદેશનું સર્જન થયું હતું.
🔜 જનરલ સામ માણેકશા જેવા સેના પ્રમુખ ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં કોઈપણ જગ્યાએ ગોતવાથી પણ ન મળે.
🔜 માણેકશા ફિલ્ડ માર્શલની પદવી મેળવવા વાળા ભારતીય આર્મીના પ્રથમ અધિકારી હતા.
🔜 ફિલ્ડ માર્શલ જનરલ શામ માણેકશાનું પૂરું નામ સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા (Sam Hormusji Framji Jamshedji Manekshaw) હતું.
🔜 તેમનું કુટુંબ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં રહેવા માટે ચાલ્યું ગયું હતું.
🔜 સામ માણેકશાનો જન્મ 3 એપ્રિલ, 1914 ના દિવસે પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એટલે કે તેવો જો હજુ જીવતા હોત તો આજે તેઓએ પોતાના 106 માં અવતરણ દિવસની ઉજવણી કરી હોત.
🔜 તેમના પિતાનું નામ હોરમુસજી માણેકશા અને માતાનું નામ હીરાબાઈ હતું. તેમના પિતા ડોક્ટર હતા. સામ માણેકશા પણ બચપણમાં ડોક્ટર (ગાયનેકોલોજિસ્ટ) બનવા માંગતા હતા.
🔜 માણેકશાએ પ્રારંભિક શિક્ષણ પંજાબના અમૃતસર શહેર ખાતે મેળવ્યું હતું. ત્યારબાદ તેઓએ નૈનીતાલ શહેર ખાતે આવેલી શેરવુડ કૉલેજથી અભ્યાસ કર્યો. કેમ્બ્રિજ બોર્ડની સ્કૂલ પરીક્ષામાં Distinction પ્રાપ્ત કર્યું.
🔜 15 વર્ષની ઉંમરમાં જ તેમણે તેમના પિતા પાસે લંડન જાવા માટેનો આગ્રહ કર્યો. કારણ કે ત્યાં જઈને તેઓ ગાયનેક બનવા માંગતા હતા. પરંતુ તેના પિતાએ તેમને એમ કહીને ના પાડી દીધી કે તેઓ હજુ નાના છે અને લંડન જાવા માટે હજુ થોડો સમય સુધી રાહ જુએ.
🔜 આ વાત તેમના પિતાએ તેમને કહેતા તેમણે તેમના પિતાનો વિરોધ કરતા 1 ઓક્ટોબર, 1932 ના દિવસે દહેરાદુનમાં આવેલી IMA ની પરીક્ષામાં બેસવાનો નિર્ણય કર્યો અને 4 ફેબ્રુઆરી, 1934 ના દિવસે IMA માંથી pass out થઈને બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં 2nd Lieutenant ના પદ પર જોડાયા અને અહીંથી જ થઈ તેની શાનદાર મિલિટરી કારકિર્દીની શરૂઆત.
🔜 માણેકશા IMA ના તે First Batch ના (કે જે બેચને પાયનેર પણ કહેવામાં આવે છે.) 40 કેડેટ (વિદ્યાર્થીઓ) પૈકીના એક હતા.
🔜 ઈ.સ. 1937 માં તેઓ એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે હાલના પાકિસ્તાનમાં આવેલ લાહોર ગયા ત્યારે સામની મુલાકાત 'સિલ્લો બોડે' સાથે થઈ હતી.
🔜 બે સાલ જેટલો સમય ચાલેલી આ દોસ્તી 22 એપ્રિલ 1939 ના દિવસે લગ્નમાં પરિણમી.
🔜 તો ચાલો હવે મારીએ એક નજર તેની શાનદાર મિલિટરી કારકિર્દી ઉપર.
🔜 સામ માણેકશાની શાનદાર મિલિટરી કારકિર્દીનો પ્રારંભ બ્રિટિશ ભારતીય સૈન્યથી થયો અને તેમની કારકિર્દી લગભગ પુરા 4 દશકા સુધી ચાલી.
🔜 બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 12 મી Frontier Force રેજીમેન્ટની 4 થી બટાલિયન સાથે કેપ્ટન પદે બર્મા (મ્યાનમાર) દેશ માં અભિયાન દરમ્યાન સેતાંગ નદીના તટ પર જાપાનીઓ સામે લડતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં તો તેમણે પોતાની તાકાતનો પરચો દુનિયાને બતાવી દીધો હતો.
🔜 બ્રિટિશ ડિવિઝનના કમાન્ડર યુદ્ધમાં તેમની બહાદુરીથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે યુદ્ધભુમીમાં જ પોતાનો મિલિટરી ક્રોસ ઉતારીને માણેકશાને સન્માનિત કરી દીધા હતા.
🔜 દરેક લોકોને ખાત્રી થઈ ગઈ હતી કે આટલી ખરાબ રીતે ઘાયલ થવાને કારણે તેઓ જીવતા નહીં રહી શકે. તેમને ડોક્ટર પાસે સારવાર માટે લઈ જવામાં આવ્યા પરંતુ સારવાર બાદ તે ધીરે ધીરે ઠીક થવા લાગ્યા. સારવાર બાદ તેઓ તુરંત ફરી વખત જાપાનીઓ સામે લડવા માટે ગયા.
🔜 23 એપ્રિલ, 1942 ના દિવસે તેમને બ્રિટિશ સૈન્યની શ્રેષ્ઠ પદવી 'મિલિટરી ક્રોસ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
🔜 દ્વિતીય વિશ્વયુદ્ઘ પૂર્ણ થયા બાદ સામને સ્ટૉફ આફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઈંડો-ચાયના મોકલવામાં આવ્યાં જ્યાં તેમણે લગભગ 10,000 યુદ્ઘબંદિઓના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું.
🔜 ૧૯૪૬ માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ અધિકારી બની મિલિટ્રી આપરેશંસ ડાયરેક્ટ્રેટ માં સેવારત રહ્યાં.
🔜 સન 1947માં વિભાજન બાદ તેમની મુખ્ય યુનિટ 12 મી Frontier Force રેજીમેન્ટ પાકિસ્તાનનો ભાગ બની ગઈ અને ત્યારબાદ તેમની નિમણૂક 16મી પંજાબ રેજીમેન્ટમાં કરવામાં આવી.
🔜 તે ઉપરાંત તેમને ત્રીજી બટાલિયન અને પાંચમી ગોરખા રાઈફલ રેજીમેન્ટમાં પણ નિમણૂક કરવામાં આવ્યા.
🔜 વિભાજન બાદ 1947-48ના જમ્મુ કાશ્મીરના અભિયાન દરમિયાન પણ તેઓએ પોતાની યુદ્ધકલાની નિપુણતાનો પરચો બતાવ્યો હતો.
🔜 ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવા વાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતાં. તેમજ ગોરખાઓએ જ સૌ પ્રથમ તેમને સામ બહાદુરના નામથી બોલાવવાની શરૂઆત કરી હતી.
🔜 Infrontry બ્રિગેડના નેતૃત્વ બાદ તેમને ‘મ્હો’ સ્થિત ઈંફ્રન્ટરી સ્કૂલના કમાન્ડર બનાવી દીધા. તેઓ 8મી ગોરખા રાઈફલ અને 61મી કેવેલરીના કર્નલ પણ બન્યા. પોતાના મિલિટરી કેરિયર દરમિયાન તેમણે કેટલાયે મહત્વપૂર્ણ પદ સંભાળ્યા.
🔜 ઈ.સ. 1963 માં તેમને આર્મી કમાન્ડરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા અને તેમને પશ્ચિમી વિભાગના કમાન્ડરની જવાબદારી સોંપવામાં આવી.
🔜 ઈ.સ. 1964માં તેમને પૂર્વીય વિભાગના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ મતલબ કે GONC ના હિસાબે તેમને શિમલાથી કોલકાતા મુકવામાં આવ્યા.
🔜 તે વખતે જ તેમને નાગાલેન્ડથી થતી આતંકી પ્રવૃત્તિઓનો અફલાતૂન રીતે સફાયો કર્યો. જેના કારણે 1968માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
🔜 7 જૂન, 1969 ના દિવસે સામ માણેકશાહે લોખંડી મહિલા પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીના કાર્યકાળમાં જનરલ કુમારમંગલમ પછી 8 મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ એટલે કે ભારતીય સેનાના પ્રમુખ (સેનાધ્યક્ષ) તરીકેનું પદ ગ્રહણ કર્યું.
🔜 તેમના આટલા વર્ષોના અનુભવની પરીક્ષાની ઘડ઼ી તો ત્યારે આવી જ્યારે હજારો શરણાર્થીઓનો જથ્થો પૂર્વીય પાકિસ્તાનથી ભારત આવવા લાગ્યો અને યુદ્ઘની નિર્ણાયક પરિસ્થિતિનું સર્જન થયું.
🔜 1971ના ડિસેમ્બર મહિનામાં એ શંકા સત્ય સાબિત થઈ. 1971ના વર્ષ સમયે પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માટે વડાપ્રધાન ઈંદિરા ગાંધી દ્વારા તત્કાલીન સમયે દબાણ કરવામાં આવતા તેઓએ ઈંદિરા ગાંધીને યુદ્ધ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
🔜 તે સમયે માણેકશાહે યુદ્ધ કરવાની ના પાડતા ઈંદિરા ગાંધીએ તેમને (માણેકશાહને) પોતાનો હુકમ માનવાનું કહેલું. તે જ સમયે માણેકશાહે ઈંદિરા ગાંધીને મોઢા ઉપર કહી દીધેલું કે, "તો આવતીકાલે સવારે તમારા ટેબલ ઉપર મારું રાજીનામું હશે."
🔜 આ વાત સાંભળતા જ પ્રધાનમંત્રીએ તે સમયે યુદ્ધ ન કરવાનું કારણ પૂછ્યું ત્યારે માણેકશાએ કહેલું કે "તમે જે આ યુદ્ધ કરવાની વાત કરો છો તે આ સમયે શક્ય જ નથી કારણ કે આવા સમયે પાકિસ્તાની નદીઓમાં ઘોડાપૂર ઉમટી આવે છે અને તેમાં ભારતને મોટા પ્રમાણમાં નુકસાન થાય એમ છે. યુદ્ધ થશે ખરા પણ તે સમય અને નિર્ણય બધી જ વસ્તુ આપણી પોતાની હશે અને માત્ર જમીન જ તેઓની (પાકિસ્તાનની) હશે."
🔜 આવે વખતે 1971ના સમયે ભારત-પાક. યુદ્ધમાં ભારતીય સેનાનું સુકાન સંભાળ્યું. પોતાના શબ્દોને સાર્થક કરી બતાવતા તેઓએ પાકિસ્તાન સામેના તે યુદ્ધમાં ભારતને માત્ર 14 દિવસમાં જ વિજય અપાવ્યો હતો.
🔜 તેમના દેશપ્રેમ અને દેશ પ્રત્યેની નિસ્વાર્થ ભાવના અને વફાદારીની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાથી પ્રભાવિત થઈને ભારત સરકારે માણેકશાને 1972માં પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.
🔜 પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 1st જાન્યુઆરી, 1973ના દિવસે ભારતીય આર્મીની સૌથી મોટી 5 Star રેંકની પદવી તેવી ફિલ્ડમાર્શલથી તેમને સન્માનિત કરવામાં આવ્યા.
🔜 ચાર દાયકાઓ સુધી દેશની નિઃસ્વાર્થ સેવા કર્યા બાદ 15 જાન્યુઆરી, 1973ના દિવસે તેમણે ફિલ્ડ માર્શલની પદવી પરની આ સક્રિય સેવાથી સન્યાસ લઈ લીધો. પરંતુ ફિલ્ડ માર્શલ ક્યારેય નિવૃત ન થતા હોવાથી તેઓ આજીવન દેશના સર્વોચ્ચ સૈન્ય વડા તરીકે જ રહ્યા.
🔜 સેનામાંથી નિવૃત થયા બાદ શામ માણેકશા કેટલીયે કંપનીઓની પોસ્ટ પર ઈન્ડિપેન્ડન્ટ ડાયરેકટર તરીકે રહ્યા અને કેટલીયે કંપનીઓના અધ્યક્ષ રહ્યા.
🔜 માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક વાર તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીને 'મેડમ' તરીકે સંબોધન કરવાની મનાઈ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.
🔜 માણેકશા આ દુનિયામાં એક માત્ર એવા વ્યક્તિ હતા કે તેઓ ઈંદિરા ગાંધીને 'સ્વીટી' કહીને બોલાવતા હતા કારણ કે ગાંધી તેમના ખાસ મિત્ર હતા.
🔜 આ દેશના વ્યક્તિ કહો કે અધિકારી કહો પરંતુ એક વાત એ છે કે માણેકશા એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેઓ પ્રધાનમંત્રીની ઓફિસમાં તેમની પરમિશન લીધા વગર જી શકતા હતા.
🔜 વૃદ્ધાવસ્થામાં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમામાં ચાલ્યાં ગયા હતા.
🔜 નિવૃત થયા બાદ તેઓનું પેંશન કોંગ્રેસ સરકારે બંધ કરી દીધું હતું.જે પેંશન મળવું જોઈએ તે તેને મળ્યું ન હતું. જ્યારે અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે માણેકશાનું લગભગ 1 કરોડ રૂપિયા જેટલું બાકી રહેલું પેંશન અપાવેલું.
🔜 27મી જૂન, 2008ના રોજ ન્યુમોનિયાને કારણે 94 વર્ષની વયે, દેશના આ સૌથી મહાન યોદ્ધાનું તમિલનાડુના વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલના આઈસીયૂમાં રાત્રે 12:30 વાગ્યે નિધન થઈ ગયું. માણેકશા માત્ર ખાસ કરીને ડિફેન્સ માટે જ નહીં પરંતુ દેશના યુવાઓને માટે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. તેમની દેશ પ્રત્યેની નિઃસ્વાર્થ ભાવના અને યોગદાનને કારણે આપણે હંમેશા તેમના આભારી રહીશું.
🔜 એક આડ પ્રસંગ...... 🔙
🔜 લાલ મોટરસાઇકલ ની કિંમત પડી ભારે !!
🔜 1947માં એક નવા દેશે જન્મ લીધો. દેશના તે વખતના સુરક્ષા અધિકારીઓએ હવે નક્કી કરવાનું હતું કે તેઓ કયા દેશનો ભાગ બનવા ઈચ્છે છે - ભારત કે પાકિસ્તાન? એક નવયુવાન મેજર યાહ્યા ખાને પાકિસ્તાન જવું પસંદ કર્યું. ભારત છોડતાં પહેલા તેઓ પોતાના એક મિત્રને મળવા ગયા. તેમના આ મિત્ર પણ સુરક્ષા દળના જ અધિકારી હતા. આ અધિકારી પાસે એક જેમ્સ કંપનીનું, લાલ રંગનું મોટરસાઈકલ હતું. જેનો ફોટો પણ નીચે આપેલો છે.
🔜 યાહ્યાએ પેલા અધિકારી મિત્રને જણાવ્યું કે તેમને આ લાલ રંગનું મોટરસાઇકલ ખૂબ પ્રિય હતું. અને આથી તેઓ રૂ.1000 ચૂકવી એ મોટરસાઇકલ ખરીદવા માંગતા હતા. (એક હજાર જેટલી રકમ તે સમયે ખૂબ મોટી કિંમત ગણાતી.) સોદો નક્કી થયો. યહ્યાએ પાકિસ્તાન પહોંચ્યા બાદ આ રકમ ચૂકવવા વચન આપ્યું. જે અધિકારીએ મોટરસાઇકલ વેંચેલું તેઓ તો આ હજર રૂપિયા ક્યારે મળશે એમ રાહ જોતા જ રહ્યા. ખેર તેમને એ ક્યારેય મળ્યા જ નહીં.
🔜 ડિસેમ્બર 1971માં ઉપરોક્ત વાતને 24 વર્ષ થયાં. પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યો. અને તે સાથે જ બાંગ્લાદેશનું નિર્માણ થયું. યહ્યા ખાન તે વખતે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા.
🔜 ભારતીય સૈન્યના સર્વોચ્ચ અધિકારી, જનરલ સામ માણેકશાએ વિજય મેળવ્યા બાદ માનવમેદનીને સંબોધીને કહ્યું હતું કે, "યાહ્યાએ મને મારી મોટરસાઈકલના બદલામાં રૂ. 1000 ન જ આપ્યા. પણ આજે પોતાનો અર્ધો દેશ ગુમાવીને તેની કિંમત તેમણે ચૂકવી છે."
🔜 હા, રૂ.1000 માં યાહ્યા ખાનને પોતાની મોટરસાઈકલ જેમણે સન. 1947માં વહેંચેલી તે બીજું કોઈ નહીં પણ સામ બહાદુર માણેકશા પોતે હતા. તેમની મોટરસાઇકલની કિંમત તેમને મળી ખરી, અને તે પણ ૨૪ વર્ષ પછી બાંગ્લાદેશના સ્વરૂપમાં.
🔜 જો આ એતિહાસિક પ્રસંગ આપ પ્રથમ વાર વાંચતા હો તો કોમેન્ટ માં લખજો "I LOVE MY INDIA" !!
જાય હિન્દ ! વંદે માતરમ !
લેખક : મિતુલભાઈ ગોહેલ 'તેજ'
(03/04/2020)
0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.