🔜 કરકરે સાહેબ, શર્મા સાહેબને જણાવી દે છે કે આ વ્યક્તિ કાંધાર હાઈજેકિંગની સાથે જોડાયેલો છે.

🔜 શર્મા સાહેબ કરકરે સાહેબને પૂછે છે કે, "સાહેબ, શું લતીફ મુંબઈમાં જ છે?" "હાં" માં ઉત્તર આપતાં કરકરે સાહેબ જણાવે છે કે, "તે માણસ મુંબઈમાં જ ક્યાંક છુપાયેલો છે અને તમારે તેમને શોધવાનો છે. આપણી પાસે નથી તેનું કોઈ લોકેશન કે નથી તેનો કોઈ ફોટો તેમ છતાં તેનું જેટલું બને તેટલું ઝડપથી પકડાઈ જવું જરૂરી છે." ઈન્સ્પેક્ટર સાહેબને એક કરોડ લોકોની વસ્તીવાળા એક શહેરમાં માત્ર એક વ્યકતિને શોધવા માટેનું કહેવામાં આવેલું હતું કે જ્યાં રોજ લાખો લોકો શહેરમાં આવે છે અને એટલા જ પ્રમાણમાં લોકો શહેર છોડીને કદાચ ચાલ્યા જાય છે. નથી તેનું કોઈ લોકેશન કે નથી તેનો કોઈ ફોટો કે નથી તેના વિશે કોઈ આઈડિયા. ઈન્ટેલિજન્સના નામ ઉપર હતું તો પણ ખાલી એક માત્ર નામ અને ફોન નંબર હતો. રેતીના ઢગલામાં ખોવાયેલી સોય પણ કદાચ એક વાર મળી જાય પરંતુ કોઈપણ જાણકારી વગર જ મુંબઈ જેવા શહેરમાં કોઈ એક વ્યક્તિને શોધવો લગભગ અસંભવ હતું. તે ખૂબ સારી રીતે જાણતા હોવા છતાં કે આ મિશન ખરેખર કેટલું મુશ્કેલ થવાનું છે, પ્રદીપ શર્મા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ કરકરે સાહેબને જણાવે છે કે, "આપ નિશ્ચિંત થઈને દિલ્હી પાછા ચાલ્યા જાઓ, સર. લતીફ તમને મળી જશે."
🔜 શરૂઆતમાં તો બધા જ રસ્તા ઈન્સ્પેક્ટર શર્માને ફક્ત મૃત્યુના અંત સુધી લઈ જાય છે. શર્મા સાહેબના જાસૂસોનું નેટવર્ક મુંબઈ શહેરની એક એક ગલીમાં પૂછતાછ શરૂ કરી દે છે. પરંતુ તેના હાથમાં કંઈ ખાસ માહિતી હાથ લાગતી નથી. ઉપરાંત આ સમય એવો હતો કે જ્યારે ભારતમાં ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા ન હોવા બરાબર હતું. તેથી શર્મા સાહેબને ઓનલાઈન પણ કોઈ મદદ મળી નહોતી શકતી. પરંતુ શર્મા સાહેબનાં કાનમાં તો વારંવાર તે અજાન અને ગાય-ભેંસના જ અવાજ આવતા હતા. શર્મા સાહેબને લાગતું હતું કે ખાલી આ જ સંકેત તેમને લતીફ સુધી પહોંચાડી શકે એમ છે. પરંતુ મુંબઈમાં તો એવા કોઈ સ્થળની કમી જ ન હતી કે જ્યાં મુસ્લિમો વધુ સંખ્યામાં અને આજુબાજુમાં મસ્જિદ તેમ જ તબેલાઓ પણ હોય. પરેશાન શર્મા સાહેબ પોતાના કોન્સ્ટેબલ્સને પોતાના રૂમમાં બોલાવે છે અને પૂછે છે કે, "મુંબઈમાં કેટલી મસ્જિદની પાસે તબેલાઓ આવેલા છે?" શર્મા સાહેબનો આ વિચિત્ર સવાલ સાંભળીને બધા કોન્સ્ટેબલ્સ હસવા લાગે છે. તે બધાને લાગે છે કે શર્મા સાહેબ તે બધા લોકોનું મુંબઈ વિશેનાં સામાન્ય જ્ઞાનની પરીક્ષા લે છે. પરંતુ શર્મા સાહેબ પોતાના ટેબલ પર જોરથી હાથ પછાડે છે અને કહે છે કે, "જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી કોઈ ઘરે નહીં જાય."


🔜 બધા જ કોન્સ્ટેબલ્સ ગભરાઈને શર્મા સાહેબની ઓફિસની બહાર નીકળી, શર્મા સાહેબના પ્રશ્નનો જવાબ શોધવા લાગી જાય છે. પછીના દિવસે જ શર્મા સાહેબની કિસ્મત તેમનો સાથ આપે છે. લતીફના મોબાઈલ નંબરના ટાવરના લોકેશનની જાણકારી મેળવી લેવામાં આવે છે. મુંબઈના જોગેશ્વરી વેસ્ટની પાસે બહેરામ બાગની પાસેથી જ તે બધા કોલ્સ કરી રહ્યો હતો. ઈન્સ્પેક્ટર શર્મા સાહેબ ઝડપથી આ એરિયાની પાસે ત્યાંના સ્થાનિક રહીશો તેમજ મુસ્લિમ વસાહત ધરાવતી ચાલીઓની યાદી બનાવવાનું પણ શરૂ કરી દે છે કે જ્યાં મસ્જિદ પાસે તબેલાઓ પણ હતા. બહેરામ બાગ એક અત્યંત ભીડભાડવાળો વિસ્તાર છે કે જ્યાં હજારો ચાલીઓની વચ્ચે પતલી પતલી ગલીઓ જેવી ભૂલ ભૂલૈયા જેવી રચના છે. ઈન્સ્પેક્ટર શર્મા તરત જ પોતાના બાતમીદાર સલીમને કામ પર લગાવી દે છે અને આ વખતે તેના હાથમાં જેકપોટ (લોટરી) લાગી જાય છે. સલીમ એક પ્રોપર્ટી ડીલર પાસેથી માહિતી મેળવે છે કે હાલમાં જ કેટલાક લોકો બહેરામ બાગની એક ચાલીના રૂમમાં રહેવા માટે આવ્યા છે. તે પ્રોપર્ટી ડીલરના મત મુજબ તે લોકો થોડાક વિચિત્ર લાગી રહ્યા હતા. આ રૂમ મુસ્તાક અહેમદ આઝમી નામના એક વ્યક્તિનો હતો. સલીમની માહિતીના આધાર પર તરત જ શર્મા સાહેબ સાવ સાદા કપડામાં પોતાના કોન્સ્ટેબલ્સને તે રૂમનો સર્વે કરવા માટે તૈયાર કરી દે છે. શર્મા સાહેબ ખૂબ સારી રીતે જાણતા હતા કે ભૂલ કરવાનો કોઈ અવકાશ જ નથી. કદાચ જો તેઓએ ખોટા લોકોની ધરપકડ કરી, તો આગલા દિવસે દેશના દરેકે દરેક ન્યૂઝપેપરમાં મુંબઈ પોલીસની ઈજ્જત નીકળી જશે. પરંતુ વાસ્તવિક આતંકીઓ પણ બચીને ભાગી જશે. શર્મા સાહેબ, કરકરે સાહેબ ને ફોન કરીને આ વાત પર વિચાર વિમર્શ કરવા લાગે છે.
"Go for the arrest.....
But keep your guns under control."
હેમંત કરકરે સાહેબ, પ્રદીપ શર્મા સાહેબને કાર્યવાહી કરવાનો હુકમ આપી ચુક્યા હતા.


🔜 ત્યાં દિલ્હીમાં ભારતીય Negotiators ની એક ટિમ કે જેમાં તે સમયના IB ચીફ અજિતકુમાર ડોભાલ સાહેબ પણ સામેલ હતા, તેઓ મસુદને લઈને કાંધાર જવા માટે નીકળી રહ્યા છે ત્યારે મુંબઈમાં શર્મા સાહેબ અને તેના સાથીદારો ખૂબ જ ટેન્શનમાં પોતાના પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કર્યા વગર જ જોગેશ્વરી સ્ટેશન જવા માટે નીકળી જાય છે. જ્યારે કાંધારમાં ભારતીય યાત્રીઓની સાથે મસુદની બદલી થઈ રહ્યી હતી ત્યારે અહીં મુંબઈમાં લતીફ જોગેશ્વરી સ્ટેશન પર ઉભો ઉભો લોકલ ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. રોજની જેમ જ મુંબઈ સ્ટેશનનું આ પ્લેટફોર્મ આજે સવારે પણ ટ્રેનમાં મુસાફરી કરવાવાળા મુંબઈકરોની ભીડથી ભરેલું હતું. જેવી જ ટ્રેન પ્લેટફોર્મ પર આવવાનું શરૂ કરે છે ત્યાં જ લોકોની ભીડ ચાલતી ટ્રેનના દરવાજા પર લટકવાનું ચાલુ કરી દે છે. લતીફ આ ભીડમાં જ ધક્કા ખાતો ખાતો ટ્રેનના બોગીના દરવાજા પર પગ રાખવાની કોશિશ કરી રહ્યો હોય છે કે અચાનક જ એક હાથ તેની પાછળથી આવે છે અને તેના કોલરને મજબૂતીથી પકડી લે છે. ગુસ્સામાં લાલચોળ થયેલો લતીફ જેવો પાછળ ફરીને જુએ છે કે તેની આંખોની સામે જ પરસેવાથી ચમકતા અને ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલા શર્મા સાહેબના ચેહરા ઉપર તેની નજર પડે છે. શર્મા સાહેબ તેમનો કોલર છોડીને તેની બોચી પકડી લે છે અને તેને પ્લેટફોર્મ પર જ ઢસેડવાનું ચાલુ કરી દે છે. માત્ર થોડી જ સેકન્ડ્સમાં સાદા કપડા પહેરેલા શર્મા સાહેબ ના સાથીદાર કોન્સ્ટેબલ્સ લતીફને બધી જ બાજુથી ઘેરી લે છે. ત્યાં હાજર રહેલા તમામ લોકો ગભરાઈને ટેન્શનમાં આવી જાય છે. કોઈને કઈ સમજમાં નહોતું આવતું કે હકીકતમાં આ બની શું રહ્યું છે? આ વ્યક્તિ કોણ છે કે જેમને આમ ઢસેડવામાં આવી રહ્યો છે અને એ પણ વ્યક્તિ કયા છે કે જે આને સ્ટેશન ઉપર ખુલ્લે આમ ઢસડી રહ્યા છે? સ્ટેશન પર ઉમટેલી ભીડના મનમાં આવા હજારો સવાલ પેદા થઈ ગયા હોય છે પરંતુ લતીફના મનમાં એવો કોઈ સવાલ ઊઠતો નથી કારણ કે તેને ખબર જ હતી કે તેને આ રીતે શું કામ ઢસેડવામાં આવી રહ્યો છે. તેનો ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. પૂછપરછમાં લતીફ ખુલાસો કરે છે કે તે કાંધાર ષડયંત્રનો એક મહત્વપૂર્ણ હિસ્સો હતો. તે આઈએસઆઈ (ISI) સાથે પણ કામ કરી રહ્યો હતો અને હાઈજેકિંગ માટે જરૂરી હથિયારો, ગ્રેનેડ્સ અને જરૂરી બીજી ચીજવસ્તુઓની જવાબદારી તેને જ સોંપવામાં આવી હતી.
🔜 તે ખુલાસો કરે છે કે એ લોકો જે તેની સાથે બહેરામ બાગમાં જ રહે છે તે બીજું કોઈ નહીં પરંતુ આઈએસઆઈના ઓપરેટર્સ જ છે. લતીફ બીજા ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કરે છે. કાંધાર હાઈજેકિંગના થોડાક મહિના પહેલા જ બોરીવલી ની "કો-ઓપરેટિવ બેંક"માં સાડા સાત લાખ રૂપિયાની ચોરી થઈ હતી. લતીફ બતાવતો હતો કે "IC 814" ના હાઈજેકિંગ માટે આ જ બેંકના રૂપિયાનો ઉપયોગ કરાયો હતો. લૂંટારુઓએ બેંકના કર્મચારીઓ (Richard Davis) નું આઈડી કાર્ડ પણ ચોરી લીધું હતું અને તેના આઈડી કાર્ડની મદદથી જ તે સમયે સીમકાર્ડસ ખરીદવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ લતીફ પાકિસ્તાન અને દિલ્હી કોલ્સ કરવા માટે કરી રહ્યો હતો. લતીફે જ જોગેશ્વરીના ડ્રાઈવિંગ સ્કુલથી હાઈજેકર્સ માટે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવ્યા હતા અને આ લાયસન્સ નો ઉપયોગ કરીને જ પાસપોર્ટ પણ. પરંતુ ત્યારબાદ લતીફ જે કંઈપણ ખુલાસા કરે છે તે સાંભળીને ઈન્સ્પેક્ટર શર્મા જેવા પરાક્રમી ઓફિસર પણ હચમચી જાય છે. લતીફ બતાવે છે કે બહેરામ બાગના તે રૂમમાં હજુ પણ ઘણા બધા હથિયાર તેમજ વિસ્ફોટકો રાખેલા છે. શર્મા સાહેબ તરત જ પોતાની ટીમને તૈયાર થવાનો આદેશ આપી દે છે. માથાથી લઈને પગ સુધી Armed મુંબઈ પોલીસ જોગેશ્વરીની ચાલીમાં આવેલા તે રૂમને ચારેય તરફથી ઘેરી લે છે.


🔜 તે ચાલી તરફ આવવા જવાના તમામ પ્રવેશદ્વાર અને બહિદ્વારને સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવામાં આવે છે. સૌથી પહેલા તો ઈન્સ્પેક્ટર શર્મા સાહેબ જ આ રૂમ સુધી પહોંચે છે. જેવા શર્મા સાહેબ દરવાજામાં રહેલા એક છિદ્રમાંથી અંદર રૂમમાં જુએ છે તો તેઓને તેમની ખુદની આંખો પર વિશ્વાસ નથી થતો. સફેદ કુર્તા અને પાયજામાં પહેરેલો એક વ્યક્તિ પોતાના હાથમાં ગ્રેનેડને કંઈક કેવી રીતે ઉછાળી રહ્યો હતો કે જેવો કોઈ છોકરો કોઈ રબ્બરના દડાથી રમી રહ્યો હોય. બીજો કોઈ વ્યક્તિ એક પલંગ પર બેઠો હતો અનેતે જોવામાં અફઘાનિસ્તાની જેવો લાગી રહ્યો હતો. શર્મા સાહેબ ખૂબ સારી રીતે જાણતા હતા કે આ આતંકીઓને મૃત્યુનો કોઇ ડર હોતો નથી તેમજ આ લોકો ગોળી ચલાવતા પહેલાં એક પણ વખત નહીં વિચારે. ઈન્સ્પેક્ટર શર્મા સાહેબ પાછળ ફરીને પોતાના સાથીદારોની જુએ છે કે જેઓ માત્ર પોતાને શર્મા સાહેબ તરફથી કમાન્ડ મળવાની રાહ જોઈ રહ્યા હોય છે. કેટલીક સેકન્ડ્સ વિચાર કર્યા બાદ શર્મા સાહેબ તેની પોતાની ગનની ગ્રીપથી પરસેવો લુછે છે અને પોતાની ટીમ તરફ "હા" માં માથું ધુણાવી દે છે.શર્મા સાહેબની પાછળ પાછળ બધા જ પોલીસવાળાઓ એ રુમના દરવાજાને તોડતા તોડતા વાવાઝોડાની જેમ અંદર ઘૂસી જાય છે. શર્મા સાહેબ અને તેની ટીમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે સામેથી ગોળીબાર તો થશે, થશે અને થશે જ પરંતુ, આ વખતે તેઓની એ ધારણા ખોટી પડી હતી.

🔜 પોતાના ઉપર આટલી બધી બંદૂક તકાયેલી જોઈને બંને આતંકીઓ ચુપચાપ પોતાના હાથ ઉપર કરી દે છે. રૂમની તલાશી લેવાથી પોલીસને "IC - 814"ના હાઈજેકર્સની ફોટોકોપી મળે છે. તે ઉપરાંત રૂમમાં ઘણા બધી AK - 56 Rifles, ગ્રેનેડ અને કિલોના હિસાબમાં ગોળીઓ પણ પ્રાપ્ત થાય છે અને હવે જ શર્મા સાહેબને આ મુશ્કેલ સવાલનો છેલ્લો જવાબ પણ મળી ગયો હતો. લતીફનો આગળનો પ્લાન કયો હતો? કાંધારની આગળ તેનું લક્ષ્ય કહ્યું હતું? લતીફ તેમજ આ બંને આતંકીઓની પુછપરછમાં એટલું જાણવા મળે છે કે તે લોકો પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ સાહેબ ઉપર હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા. થોડાક દિવસો બાદ બાજપાઈ સાહેબ મુંબઈ આવવાના હતા અને તે સમયે જ તેમના કાફલા પર હુમલો કરવાનું કાવતરું રચાય ગયું હતું. આવનારા ગણતંત્ર દિવસ ઉપર મુંબઈ અને દેશના બીજા શહેરોમાં 1993 જેવા ધડાકા કરવાની તૈયારી ચાલી રહી હતી. લતીફને પકડવાની આ સફળતા પર હેમંત કરકરે સાહેબ, ઈન્સ્પેક્ટર શર્મા સાહેબને ખૂબ જ અભિનંદન આપે છે. તે સમયના મુંબઈના ગૃહ મંત્રી છગન ભુજબળ બહેરામ બાગથી મળેલા હથિયારોને જોવા માટે ખુદ મંત્રાલયથી સીધા જ અંધેરી આવે છે. છગન ભૂજબળ ઈન્સ્પેક્ટર શર્મા સાહેબની પીઠ તો થપથપાવે જ છે, પરંતુ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રદીપ શર્મા સાહેબને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી દે છે. જે લાખ રૂપિયા પ્રદીપ શર્મા સાહેબને આજ દિન સુધી મળ્યા નથી.
લેખક : મિતુલભાઈ ગોહેલ
---------------------------------------------------------------
0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.