🔜 અત્યારે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનનો ઝઘડો તેની ચરમસીમાએ છે. જેમ ભારતમાંથી પાકિસ્તાન દેશ અલગ થયો તે સાચા દેશભક્ત ભારતીયોને નથી ગમ્યું તેવી જ રીતે પેલેસ્ટાઈનમાંથી ઈઝરાયેલ અલગ થયું તે પેલેસ્ટાઈન વાસીઓને નથી ગમ્યું. પરંતુ પાકિસ્તાન અને પેલેસ્ટાઈન આ બંનેમાં વિશેષતા એ છે કે આ બંને દેશો સામે ચાલીને નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરે છે. પેલેસ્ટાઈન ઈઝરાયેલ સામે તો પાકિસ્તાન ભારત સામે બોર્ડર પર ઉલ્લંઘન કરે છે. ઈઝરાયેલ તો ૧ ની સામે સામા દેશના ૨૦ માથા મારે છે જ્યારે ભારતમાં તો ખાલી વાતો જ થાય છે. આજે આપણે ભારતીયો ઈઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદના ખૂબ જ વખાણ કરીએ છીએ પરંતુ એક વખત કરવામાં આવેલા ઓપરેશનમાં મોસાદ નિષ્ફળ પણ ગઈ છે. તો ચાલો તે અસફળ રહેલા ઓપરેશન ઉપર એક લટાર મારીએ.
🔜 ઈઝરાયેલના તેલ અવિવમાં ઉનાળાના દિવસો દરમિયાન સૂરજ મધ્યાહ્નને તપતો હતો. મોસમ એકદમ મસ્ત મજાનો હતો ને રસ્તાઓ પર ભીડ પણ હતી. આવા જ એક રસ્તા પર હાથમાં કોકોકોલાની બોટલ લઈને બે છોકરાઓ એકબીજા સાથે મસ્તી કરતા એકબીજાથી આગળ પાછળ ચાલી રહ્યા છે. થોડીવાર પછી આગળ ચાલનારો છોકરો પાછળ જોતા જોતા પોતાના હાથમાં રહેલી બોટલને ખોલવા પ્રયત્ન કરે છે ને સામેથી આવતા એક અજાણ્યા આદમી સાથે ભટકાઈ જાય છે. જેવો કે એક છોકરો અજાણ્યા વ્યક્તિ સાથે ભટકાય છે કે તરત જ બીજો છોકરો આ અજાણ્યા વ્યક્તિની પાછળ જઈને તેની ગરદન પર કઈક સ્પ્રે જેવું છાંટવા માંડે છે. થોડા સમય પછી તે ત્રણેય પોતપોતાના રસ્તા પર ચાલવા માંડે છે. પરંતુ ૧૫ મિનિટ પછી તે બંને છોકરાઓ ફરી એક વખત એક અજાણ્યા વ્યક્તિ સાથે તે જ રીતે ભટકાય છે. પાછા પંદર મિનિટ પછી ત્રીજી વ્યક્તિ સાથે, ને પછી ચોથી વ્યક્તિ સાથે. આમ, કેટલાયે કલાક સુધી તે બંને છોકરાઓ અજાણ્યા વ્યક્તિઓ સાથે ભટકાતા ભટકાતા તે લોકો પર પોતાની કોલડ્રિન્કનો સ્પ્રે કર્યે રાખે છે.
🔜 આજુબાજુમાંથી પસાર થતા લોકો તે બંને છોકરાઓને તેવું કરતા જોઈને પોતાનું મોઢું બગાડે છે. તે લોકોને એમ લાગે છે કે તે બંને છોકરાઓ રખડું છે ને આનંદ કરવા માટે રસ્તા પરથી પસાર થતા લોકોને પરેશાન કરે છે. તે લોકોની ટીખળ કરે છે.
🔜 ઘણું વિચાર્યા બાદ પણ લોકોના મગજમાં એક વાત સમજાતી ન હતી અને તે વાત એ હતી કે તે બંને છોકરાઓ મોસાદના પ્રતિનિધિઓ હતા. રખડું જેવા દેખાતા તે છોકરાઓ કોઈની ટીખળ નહીં પરંતુ એક મૌન ઓપરેશનનું રિહર્સલ કરી રહ્યા હતા. તેઓ તે ઓપરેશન હમાસના બ્યુરોચીફ ખાલિદ મશાલને મારવા માટે કરી રહ્યા હતા.
🔜 ત્યારથી બે મહિનાની અંદર જ જોર્ડનની રાજધાની અમાનની અંદર તે બંને પ્રતિનિધિઓ ખાલીદ મશાલને તે જ રીતે મારવાનો પ્રયાસ કરવાના હતા. આ પ્રયાસ ઈઝરાયેલ અને મોસાદના ઈતિહાસમાં સૌથી મોટા રાજકીય મુસીબતને જન્મ આપવાના હતા.
🔜 ૩૧ જુલાઈ ૧૯૯૭, ના દિવસે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામીન નેતાન્યાહુએ પોતાની કેબિનેટની એક તાકીદની મિટિંગ બોલાવી. તે મિટિંગના એક દિવસ પહેલા જ જેરુસ્લેમના મહાને યુહદા માર્કેટમાં એક આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ૧૬ ઈઝરાયેલી નાગરિકોના મૃત્યુ થયા હતા ને ૧૬૯ લોકો ઘાયલ થયા હતા. હવે નેતાન્યાહુ તે હુમલા માટે જવાબદાર લોકોનો હિસાબ બરાબર કરવા માંગતા હતા. તે લોકોમાંથી એક વ્યક્તિ હતો હમાસનો રાજકીય બ્યુરોચીફ ખાલિદ મશાલ. ૪૧ વર્ષનો મશાલ કમ્પ્યુટર એન્જિનિયર હતો જે હમાસમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો. તે સમયે તે જોર્ડનની રાજધાની અમાનમાં રહેતો હતો જ્યાં તેને જોર્ડનની સરકાર તરફથી સમર્થન અને સુરક્ષા બંને મળેલા હતા. નેતાન્યાહુને પૂરો વિશ્વાસ હતો કે જો મશાલને ઝડપથી રોકવામાં નહીં આવે તો ઈઝરાયેલની ધરતી પર તેવા હુમલાઓ વધતા જ જશે. નેતાન્યાહુની વાત સાથે તેની પુરી કેબિનેટ સહમત થઈ અને મશાલને મારવા માટેના પ્લાન માટે પરવાનગી આપી દીધી.
🔜 કેબિનેટ તરફથી સમર્થન મળ્યા બાદ બેંજામીન નેતાન્યાહુ મોસાદના ચીફ જનરલ ડેની યાતોમ (Danny Yatom) ને મળ્યા. જે પછી યાતોમે મોસાદના હેડ ક્વાર્ટસમાં તેના બધા જ ડિપાર્ટમેન્ટના ચિફની એક મિટિંગ બોલાવી. ઓક્ટોબર ૧૯૯૪ માં ઈઝરાયેલ અને જોર્ડનની વચ્ચે એક શાંતિ પ્રસ્તાવ થયો હતો. જેથી તે વખતના ઈઝરાયેલના પ્રધાનમંત્રી યીત્ઝાક રબીને જોર્ડનની અંદર મોસાદની ગતિવિધિઓને હંમેશને માટે રોકી દીધી હતી. મોસાદના ચીફ બનતા પહેલા ડેની યાતોમ પ્રધાનમંત્રી રબીનના રક્ષામંત્રી રહી ચૂક્યા હતા. જ્યાં સુધી તેઓ રક્ષામંત્રીના પદ પર હતા ત્યાં સુધી તેણે તે પદનું ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક પાલન કર્યું હતું. પરંતુ આજે ૧૯૯૭ માં યીત્ઝાક રબીન ન તો ઈઝરાયેલના પ્રધાનમંત્રી હતા કે ન તો આ દુનિયામાં હતા. ઘણી વિચારણા કર્યા બાદ મોસાદ ચીફ યાતોમ અને પ્રધાનમંત્રી તે શાંતિ પ્રસ્તાવનું ઉલ્લંઘન કરવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ નેતાન્યાહુએ મોસાદના ચિફને સ્પષ્ટપણે સૂચના આપી કે તે ઓપરેશન એટલું બધું ગુપ્ત રહેવું જોઈએ કે જોર્ડન ઈચ્છે તો પણ ઈઝરાયેલ તરફ આંગળી ન કરી શકે. નેતાન્યાહુનો આદેશ માનીને યાતોમે મોસાદની મુખ્ય શાખા કિદોનના વડાને તે ઓપરેશનનું આયોજન અને અમલ કરવાની જવાબદારી સોંપી દીધી. મોસાદના સંશોધન વિભાગમાં કામ કરવા વાળા એક ડૉક્ટરે તે ઓપરેશનને પાર પાડવા માટે એક ખૂબ જ ઝેરી ઝેરનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું. તે ઝેરને નેસ ઝીઓના (Ness Ziona) માં આવેલી National Institute of Biology Research માં તૈયાર કરવામાં આવ્યું હતું. તે ઝેરના કેટલાક ટીપાનો સ્પર્શ જ માત્ર વ્યક્તિને મારી નાખવા માટે પૂરતા પ્રમાણમાં હતો. તે ઝેર શરીરમાં પોતાનું નિશાન પણ છોડતું ન હતું. તે પહેલી વખત ન હતું કે મોસાદ ઝેરના ઉપયોગ દ્વારા પોતાના દુશ્મનને મારવાનું વિચારી રહી હોય. તે પહેલા વાદી હદાદને પણ મોસાદે તેવું જ ઝેર આપીને મારી નાખ્યો હતો. દુનિયાનો સૌથી પ્રખ્યાત પેથોલોજી ડૉક્ટર પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તે ઝેરના અંશને નહોતો શોધી શક્યો.
🔜 ઓપરેશનના લગભગ ૬ અઠવાડિયા પહેલા જ મોસાદના થોડાક પ્રીતિનિધીઓ જોર્ડન પહોંચી ગયા. સાઉદી અરબના પાસપોર્ટ પર પહોંચેલી ટીમે મશાલના દૈનિક જીવન પર નજર રાખવાનું ચાલુ કરી દીધું. તે પોતાના ઘરેથી કેટલા વાગ્યે નીકળતો હતો? ગાડીમાં તેની સાથે કોણ કોણ હતું? તે ક્યાં રસ્તાનો ઉપયોગ કરતો હતો? તે રસ્તા પર ટ્રાફિક કેવો રહેતો હતો? શું તે રસ્તામાં ક્યાંય રોકાતો હતો કે નહીં? જો રોકાતો હતો તો ક્યાં અને કેટલો સમય? મોસાદની એડવાન્સ ટીમે ઝીણામાં ઝીણી માહિતી ભેગી કરીને પોતાનો એક રિપોર્ટ તૈયાર કર્યો અને તે રિપોર્ટને તેલ અવિવમાં આવેલા મોસાદના મુખ્ય મથક ખાતે મોકલી આપ્યો. તે રિપોર્ટ અનુસાર મશાલ પોતાના ઘરેથી બોડીગાર્ડ વગર જ નીકળતો હતો. તે પોતાના ડ્રાઈવર સાથે કાળા કલરની SUV ગાડીમાં બેસીને પેલેસ્તીનીયન રિલીફ બ્યુરો ખાતે જવા માટે નીકળી જતો હતો જે અમાનની શામિયા સેન્ટર બિલ્ડીંગમાં આવેલ હતું. જેવો મશાલ પોતાની ગાડીમાંથી નીચે ઉતરે કે તરત જ તેનો ડ્રાઈવર ગાડી લઈને પાર્ક કરવા માટે નીકળી જતો હતો. થોડાક મીટર ચાલીને મશાલ બિલ્ડીંગની અંદર પ્રવેશ કરતો હતો. તે અહેવાલ અનુસાર મશાલને મારવાનો સૌથી યોગ્ય સમય એ જ હતો કે જ્યારે તે પોતાની ગાડીમાંથી નીચે ઉતરીને પોતાની ઓફિસની બિલ્ડીંગમાં પ્રવેશી રહ્યો હોય.
🔜 ઓપરેશનના એક દિવસ પહેલા જ અમાનની એક ફાઈવ સ્ટાર હોટેલની અંદર એક વિદેશી પ્રવાસી દંપતીએ પ્રવેશ કર્યો. તેમાં જે આદમી હતો તે પોતાને હૃદયનો દર્દી બતાવીને લંગડાતો ચાલી રહ્યો હતો. તે આદમીની સાથે પ્રવાસી એક જુવાન મહિલા ડૉક્ટર હતી કે જે થોડી થોડી વારે તે આદમીને તપાસી રહી હતી. તે હૃદયના દર્દીનું નામ હતું Mishka Ben David કે જે અમાનમાં હાજર મોસાદના પ્રતિનિધિઓ અને તેલ અવિવમાં સ્થિત મોસાદના મુખ્ય મથક વચ્ચે સંપર્ક બનાવી રાખવા માટેનો વડો હતો. તેની સાથે હાજર રહેલી મહિલા વાસ્તવમાં એક ડૉક્ટર જ હતી પરંતુ મોસાદની ચબરાક એજન્ટ હતી. તે લેડી ડૉક્ટર પાસે તે ઝેરનું એંટી ડોટ હતું કે જેનો ઉપયોગ મશાલ પર કરવાનો હતો. ઓપરેશનનો અમલ કરતી વખતે ભૂલમાં પણ જો તે ઝેરનું ટીપું કિદોનના પ્રતિનિધિ પર પડી જાય તો તે જ ઝેરના એંટી ડોટની મદદથી જે તે વ્યક્તિને બચાવી શકાતો હતો. તે જવાબદારી તે જ મહિલા ડૉક્ટરને સોંપવામાં આવી હતી. આવનારા દિવસોમાં એસકે ફ્રૂટ્સની રેકી કરવા માટે મોસાદના કેટલાક પ્રતિનિધિઓ અમાન પહોંચી ગયા અને અંતે કિદોનની મુખ્ય ટિમ પણ અમાનમાં પહોંચી ગઈ. ત્રણ દેશોથી થઈને જોર્ડન પહોંચેલી તે ટીમમાં બે લોકો હતા. તે બંને કેનેડિયન પાસપોર્ટ પર ટુરિસ્ટ બનીને ત્યાં ગયા હતા ને તેમને કોડનેમ આપવામાં આવેલા હતા શોન કેંડલ્સ (Shown Kendall) ને બેરી બીડ્સ (Barry Beads).
🔜 ઓપરેશનની બધી જ તૈયારીઓ લગભગ પુરી થઈ ગઈ હતી ને નિર્ણય લેવાયો હતો કે મશાલને શામિયા સેન્ટર બિલ્ડીંગના પ્રવેશદ્વાર પર જ મારવામાં આવે અને એ જ સમયે કે જ્યારે પોતાની ઓફીસ જવા માટે તે બિલ્ડીંગમાં પ્રવેશ કરી રહ્યો હોય. શોનના હાથમાં કોકની એક બોટલ હોવાની હતી ને મશાલની જોડે ભટકાતી વખતે તેને પોતાની કોકની બોટલમાં રહેલું પ્રવાહી મશાલ પર નાખવાનું હતું. તે કોકની બોટલ અને તેની અંદર ભરેલું પ્રવાહી તો માત્ર એક બહાનું હતું પણ ઓપરેશનની મુખ્ય જવાબદારી તો બેરી પાસે જ હતી. પોતાની પર કોક પડે ને જેવું જ મશાલનું ધ્યાન ભટકી જાય કે તરત જ બેરીએ પાછળથી મશાલની ગરદન પર પોતાની નાનકડી બોટલમાંથી એક વખત ઝેર સ્પ્રે (છાંટવાનું) કરવાનું હતું.
🔜 સ્પ્રેના કદાચ બે ચાર ટીપાં પણ જો મશાલના શરીરને અડી જાય તો બે-ત્રણ દિવસની અંદર જ તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઈ જાય અને જોર્ડન છોડવા માટે મોસાદના પ્રતિનિધિઓને એટલો સમય પૂરતો હતો.
🔜 તે ઓપરેશનનો કમાન્ડર મશાલની ઓફિસના બિલ્ડીંગની સામેની બાજુએ રસ્તા પર પોતાની જગ્યાએ બેસી ગયો. એ પહેલાં જ નક્કી કરી નાખવામાં આવ્યું હતું કે લક્ષ્યાંક વિસ્તારમાં કોઈ પણ સેલ ફોન કે કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં નહીં આવે. બધા જ પ્રતિનિધિઓ શારીરિક સંકેતોના ઉપયોગ દ્વારા જ એકબીજા સાથે વાતચીત કરશે. કદાચ કોઈપણ કારણોસર જો ઓપરેશનને છોડવું પડે તેવી પરિસ્થિતિ હોય તો કમાન્ડર હવામાં પોતાની ટોપી લેહરાવશે. બિલ્ડીંગની પાછળ એક ગાડી પણ તૈયાર જ હતી. મશાલને મારીને બંને કિદોન પ્રતિનિધિઓને તે જ ગાડીમાં બેસીને તે લક્ષ્યાંક વિસ્તારમાંથી નીકળવાનું હતું.
🔜 બીજી બાજુ મશાલના ઘરમાં પણ દરરોજની જેમ બધું સામાન્ય જ હતું માત્ર એક બાબતને છોડીને. મશાલ પોતાના ઘરને છોડીને ગાડીમાં બેસવા માટે જતો હતો ત્યાં જ તેની પત્નીએ તેને પૂછ્યું કે શું તે દિવસે તે છોકરાઓને સ્કૂલે મુકવા જઈ શકે? તેણીને જરૂરી કામથી માર્કેટમાં જવું હતું
🔜 તે દિવસે સવારે પોતાના મમ્મી સાથે સ્કૂલે જવાની જગ્યાએ છોકરાઓ પોતાના પિતાની સાથે સ્કૂલે જવા માટે કાળા રંગની SUV ગાડીમાં બેસી ગયા. મશાલના ઘરની બહાર હાજર મોસાદની મુખ્ય ટિમનું પણ તે બાબતે ધ્યાન ગયું ન હતું. લક્ષ્યાંક વિસ્તારમાં રહેલી ટીમને જાણ કરી દેવામાં આવી કે મશાલ પોતાના ઘરેથી નીકળી ચુક્યો છે અને બધું જ સામાન્ય છે. પરંતુ હકીકતમાં કઈ જ સામાન્ય ન હતું. મશાલની ગાડીના કાચ સંપૂર્ણપણે કાળા રંગના હતા એટલે તેના ઘરની બહાર ધ્યાન રાખનારી ટીમના પ્રતિનિધિઓ ગાડીમાં બેઠેલા તેના બાળકોને જોઈ શક્યા ન હતા. થોડીવાર પછી મશાલ શામિયા સેન્ટર પહોંચી જાય છે. પોતાની ગાડીમાંથી નીચે ઉતરે છે. રસ્તો ઓળંગે છે અને પોતાની ઓફિસમાં જવા માટે દાદર ચડવાનું ચાલુ કરી દે છે. આ બાજુ બિલ્ડીંગની તરફથી બંને કિદોન પ્રતિનિધિઓએ મશાલની તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું. રસ્તાને પેલે પાર બેઠેલા કિદોનના પ્રતિનિધિએ મનમાં ને મનમાં જ બિલ્ડીંગ પાસે રહેલા પ્રતિનિધિઓ અને મશાલની વચ્ચે રહેલું અંતર માપવાનું ચાલુ કર્યું.....
૧૫ મીટર.....
૧૦ મીટર.....
૬ મીટર.....
૨ મીટર.....
૧ મીટર.....
🔜 ત્યાં જ મશાલની ગાડીનો દરવાજો ફરી એક વખત ખુલ્યો. તેની ૮ થી ૯ વર્ષની દીકરીએ ગાડીમાંથી નીચે ઉતરીને પપ્પા પપ્પા કરીને રાડો પાડીને મશાલ તરફ આગળ વધવાનું ચાલુ કરી દીધું. ઓપરેશન કમાન્ડર તરત જ તે છોકરીને જોઈ ગયો અને પોતાની ટોપી ઉતારીને ઓપરેશનને છોડવાનો ઈશારો કર્યો. પરંતુ તે મહત્વના સમયે શૉન અને બેરી બિલ્ડીંગના પ્રવેશદ્વાર પાસે બનેલા મોટા મોટા પીલ્લરોની પાછળ હતા અને તેઓ પોતાના અધિકારીનો તે ઈશારો જોઈ શક્યા ન હતા. તે બંને પ્રતિનિધિઓનું મશાલ પર એટલું બધું ધ્યાન કેન્દ્રીત હતું કે તે છોકરી પર પણ તેઓનું ધ્યાન જતું ન હતું.
🔜 બંને પોતે આગળ વધતા ગયા અને મશાલની પાસે પહોંચતા જ શૉને પોતાની પાસે રહેલી કોકોકોલાની બોટલનું ઢાંકણ ખોલવાનું શરૂ કર્યું. તે પહેલા ૩૪ વખત તે બંને પ્રતિનિધિઓએ તેની પ્રેક્ટિસ કરી હતી. દર વખતે પહેલી વખત જ કોકનું ઢાંકણ ખુલી જતું હતું. પણ પેલી કહેવત છે ને કે દશેરાને દિવસે જ ઘોડું ન દોડે. તેમ જ આ ૩૫ મી વખત જ્યારે કેનનું ઢાંકણ ખુલવું સૌથી વધારે જરૂરી હતું ત્યારે જ તે ઢાંકણ ખુલતું ન હતું. શોનનું કામ ઊંધું થઈ ચૂક્યું હતું. તેમ છતાં મશાલની પાછળ આવી રહેલા બેરીએ પોતાની પાસે બોટલમાં રહેલા ઝેરને છાંટવા માટે પોતાનો હાથ ઊંચો કર્યો. તે જ સમયે ગાડીમાં રહેલો મશાલનો ડ્રાઈવર પેલી છોકરીને ગાડીમાં પાછી લાવવા માટે ગાડીમાંથી નીચે ઉતર્યો અને એક અજાણ્યા આદમીને પોતાના બોસની પાછળ હાથ ઉગામતો જોઈને જોરજોરથી રાડો પાડવાનું ચાલુ કરી દીધું. પોતાના ડ્રાઈવરની બુમો સાંભળીને મશાલ જેવો પાછળ ફર્યો કે તરત જ તે જ સમયે બેરીએ પોતાની કોકોકોલાની બોટલમાં રહેલા ઝેરનો છંટકાવ કર્યો.
🔜 ઝેરના કેટલાક ટીપાં મશાલના ડાબી બાજુના કાન પર પડ્યા. તેને થોડુંક જલન જેવો અનુભવ થયો. તે સમજી ગયો કે તેની સાથે કંઈક ગરબડ થઈ રહી હતી. ઝેર પડ્યા બાદ તરત જ શૉન અને બેરીએ ફૂલ સ્પીડમાં પોતાની ગાડીની તરફ ભાગવાનું શરૂ કરી દીધું. બસ તે જ જગ્યાએ આ વાર્તામાં એક નવું પાત્ર પ્રવેશ કરે છે. આ વ્યક્તિનું નામ હતું મહોમ્મદ અબુ સૈફ. મશાલનો એક તાકાતવર સાથીદાર કે જે મશાલને જરૂરી દસ્તાવેજો આપવા માટે ત્યાં પહોંચ્યો હતો, તે પોતાની ગાડીમાં જ બેઠો હતો. તે દ્રશ્ય જોઈને અબુ સૈફે શૉન અને બેરીને પકડવાનો પ્રયત્ન કર્યો પણ શૉને ઠંડાપીણાંની ભરેલી બોટલ તેના માથા પર મારી અને બંને ગમે તે રીતે પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી ભાગી ગયા.
🔜 પરંતુ તે ઓપરેશનની સૌથી મોટી ભૂલ થવી હજુ પણ બાકી જ હતી. મોસાદની ગાડીના ડ્રાઈવરે શૉન અને બેરીને કહ્યું કે તેણે અબુ સેફને મોસાદની ગાડીનો નંબર લખતા જોયો હતો. તે સાંભળીને બંને નવયુવાન પ્રતિનિધિઓ બહુ ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે અબુ સેઈફ પોલીસને તેમની ગાડીનો નંબર આપી દેશે અને જો પ્લાન મુજબ, તેઓ તે જ ગાડીથી હોટેલ પહોંચે તો પોલીસ તેમની જરૂરથી ધરપકડ કરી લે. તેથી ગભરાઈ જવાથી બંને પ્રતિનિધિઓએ ગાડીને છોડી દેવાનો નિર્ણય લીધો. થોડાક આગળ જઈને શૉન અને બેરી બંને ગાડીમાંથી નીચે ઉતરી ગયા અને ડ્રાઈવર ગાડીને લઈને આગળ નીકળી ગયો. તે બંને પ્રતિનિધિઓએ જે કઈ વિચાર્યું હતું તેની કરતા અબુ સેઈફ વધારે હોશિયાર હતો. જ્યારથી મોસાદની ગાડી લક્ષ્યાંક વિસ્તારમાંથી નીકળી હતી ત્યારથી જ અબુ સેઈફ તે ગાડી પાછળ દોડી રહ્યો હતો. ગાડીમાંથી ઉતર્યા બાદ શૉન અને બેરી બંને એકબીજાથી થોડુંક અંતર જાળવતા હોટેલની તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું. અચાનક અબુ સેઈફ બેરીની સામે આવી ગયો. તે બેરીના શર્ટનો કોલર પકડીને જોરજોરથી રાડો પાડવા માંડ્યો કે તેણે મશાલ પર હુમલો કર્યો છે તેણે મશાલ પર હુમલો કર્યો છે. રસ્તાની બીજી બાજુએથી તે દ્રશ્ય જોઈને શૉન ઝડપથી ત્યાં પહોંચી ગયો અને અબુ સેઈફને માથામાં મારીને તેને નીચે પાડી દીધો. તે લડાઈ જોઈને ત્યાં ભીડ ધીરે ધીરે એકઠી થવાની શરૂ થઈ ગઈ. લોકોનું ટોળું એ જોઈ રહ્યું હતું કે જોર્ડનની રાજધાની અમાનમાં બે ગોરા વિદેશી લોકો એક અરબીને મારી રહ્યા હતા. જેવી કે ભીડ શૉન અને બેરીને મારવાનું શરૂ કરે તે પહેલાં જ પોલીસ ઓફિસર ત્યાં પહોંચી ગયા. ભીડને વિખેરીને તે પોલીસ ઓફિસર મોસાદના બંને પ્રતિનિધિઓ અને અબુ સેઈફને ટેક્સીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ શૉન અને બેરીની પાસેથી એક કેનેડિયન પાસપોર્ટ મળ્યો. તેથી જોર્ડનની ઓથોરિટીએ કેનેડાના દૂતાવાસમાં સંપર્ક કર્યો. કેનેડિયન દુતાવસના એક કર્મચારીએ મોસાદના બંને પ્રતિનિધિઓ જોડે થોડી વાર વાત કર્યા પછી જોર્ડનના અધિકારીઓને કહ્યું કે તેને ખબર ન હતી કે તે લોકો કોણ હતા પણ એક વાત તેને ખાસ ખબર હતી અને તે એ હતી કે તે બંને કેનેડિયન તો બિલકુલ ન હતા. બીજી બાજુ અસફળ ઓપરેશનની ખબર મળતા જ હોટેલમાં હૃદયના દર્દીની એક્ટિંગ કરી રહેલ મિસકા બેન ડેવિડના હૃદયમાં સાચી ઘટના બનવાનો અણસાર આવી ગયો અને તેણે તરત જ તેલ અવિવમાં મોસાદના ચીફ ડેની યાતોમને અહેવાલ મોકલીને બધું જ જણાવી દીધું. યાતોમે પેલી મહિલા ડૉક્ટરને હોટેલમાં જ રોકાવાનો અને બાકીના પ્રતિનિધિઓને અમાનમાં આવેલી ઈઝરાયેલી દુતાવસમાં આશ્રય લેવાનો આદેશ આપ્યો અને પ્રધાનમંત્રી નેતાન્યાહુને મળવા માટે પહોંચી ગયા. તે જ સમયે અમાનના બીજા વિસ્તારમાં ઝેરે પોતાનું કામ કરવાનું શરૂ કરી ચૂક્યું હતું.
🔜 મશાલ બેહોશ થઈ ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હવે મોસાદનું એંટીડોટ જ તેનો જીવ બચાવી શકતું હતું. પેલી બાજુ તેલ અવિવમાં નેતાન્યાહુને યાતોમ તરફથી જેવા કે ખરાબ સમાચાર મળ્યા કે તરત તેઓ બેહોશ થઈ ગયા. પછી હોશમાં આવ્યા બાદ નેતાન્યાહુએ જોર્ડનના રાજા હુસેનને ફોન કરીને જણાવ્યું કે તેઓ બહુ જ જરૂરી વાતચીત કરવા માટે મોસાદના ચિફને તેની પાસે મોકલી રહ્યા હતા. પાછળના થોડાક સમયમાં બનેલી ઘટનાઓથી અપરિચિત રાજા હુસેને મોસાદ ચિફને મળવા માટે હા પાડી દીધી. નેતાન્યાહુએ યાતોમને કહ્યું કે રાજા હુસેન જે કોઈ માંગણી કરે તે પુરી કરીને તેણે પોતાના તમામ પ્રતિનિધિઓને સલામત રીતે ઘરે પાછા લઈ જવા. જ્યાં સુધીમાં યાતોમ અમાન પહોંચ્યા ત્યાં સુધીમાં રાજા હુસેનને બધી જ ખબર પડી ગઈ. યાતોમે ગુસ્સે થયેલા હુસેનને જણાવ્યું કે જો તેઓ તેમના પ્રતિનિધિઓને છોડે તો તેઓ મશાલને બચાવી શકે તેમ હતા. જે ઝેર તેને આપવામાં આવેલું હટી તેનું એંટીડોટ ફક્ત તેમની પાસે જ હતું. રાજા હુસેને ઝડપથી હોસ્પિટલ ફોન કરીને મશાલની તબિયતના સમાચાર પૂછ્યા. તેઓએ જણાવ્યું કે ઉપચાર કર્યા છતાં મશાલની તબિયત ઝડપથી બગડતી જ જતી હતી. રાજાએ મશાલને રોયલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપતા ડેની યાતોમની ઓફરનો સ્વીકાર કર્યો. બીજી બાજુ મિશકા બેન ડેવિડ હોટેલ પહોંચીને પેલા એંટીડોટને નષ્ટ કરવા માટે વિચાર કરવા માંડ્યા. તેને લાગતું હતું કે જો તેની અને પેલી મહિલા ડૉક્ટરની ધરપકડ થઈ અને તેમની પાસેથી એંટીડોટ મળ્યું તો સમસ્યા વધુ ગંભીર થઈ જશે. એંટીડોટની બોટલને તોડીને તેને બિનઉપયોગી કરવા માટે તેઓ વોશરૂમમાં ગયા કે તરત જ તેના રૂમમાં રહેલા ફોનની રિંગ વાગી. તેમાં બીજા છેડેથી બોલતા મોસાદના યુનિટ કમાન્ડરે તેને પૂછ્યું કે શું એંટીડોટ હજુ પણ તેમની પાસે હતું? જેવો કે ડેવિડે હા માં જવાબ આપ્યો કે તરત જ તેમને કહેવામાં આવ્યું કે હોટેલની લોબીમાં જોર્ડનની આર્મીનો એક કેપ્ટન તેની રાહ જોઈ રહ્યો હતો. તે એંટીડોટ તેના હાથમાં આપવામાં આવે. એંટીડોટની સાથે જ તે મહિલા ડૉક્ટરને પણ રોયલ હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ વાત જ્યારે મશાલને એંટીડોટ આપવાની આવી તો તે મહિલા ડૉક્ટરે તેમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેણીએ કહી દીધું કે જ્યાં સુધી મોસાદના ચીફ ખુદ તેણીને આદેશ નહીં આપે ત્યાં સુધી તેણી તે ઈન્જેક્શન કોઈને પણ નહીં આપે પછી ભલેને તેણીની સામે તેનો છોકરો જ તેવી હાલતમાં પડ્યો હોય. ડેની યાતોમે ખુદે ઈઝરાયેલી દુતાવાસથી હોસ્પિટલમાં ફોન કરીને મહિલાને આદેશ આપ્યો. પરંતુ જ્યારે તે મહિલા મશાલને ઈન્જેક્શન લગાવવાની તૈયારી કરતી હતી ત્યારે જ એક બીજી સમસ્યા સર્જાણી. હુસેનનો વ્યક્તિગત ડૉક્ટર કે જેને મશાલને બચાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેણે કહ્યું કે જ્યાં સુધી તેને તે પ્રવાહીનો સિદ્ધાંત ખબર નથી પડતી ત્યાં સુધી તે મશાલને ઈન્જેક્શન લગાવવા નહીં આપે. હવે જોર્ડનીયન તે સૂત્રની માંગ કરી રહ્યા હતા પણ મોસાદ ચીફ તેના માટે બિલકુલ તૈયાર ન હતા. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી જતી હતી, સમય બરબાદ થતો હતો અને બીજી બાજુ મશાલની હાલત બહુ જ ખરાબ થઈ રહી હતી. કોઈ નિરાકરણ ન નીકળતા રાજા હુસેને પ્રધાનમંત્રી નેતાન્યાહુને ફોન કરીને જણાવ્યું કે જો ઝડપથી તેના ડૉક્ટરને તે ઝેર બનાવવાનું સૂત્ર ના આપ્યું તો તેઓ પોતાની આર્મીને આદેશ આપશે કે ઈઝરાયેલી દુતાવસમાં જઈને બીજા પ્રતિનિધિઓની પણ ધરપકડ કરી લેવામાં આવે.
🔜 તેવા દ્રશ્યની કલ્પના કરીને જ નેતાન્યાહુ ખળભળી ઉઠ્યા અને તે મોસાદના ચિફને મનાવવામાં લાગી ગયા. નેતાન્યાહુએ કહ્યું કે તેઓ તેની વાતને માની લે. તે લોકો માટે તેમના પ્રતિનિધિઓને બચાવવા બહુ જ જરૂરી હતા. ફોર્મ્યુલા તો આગળ તેઓ તેની કરતા પણ સારી બનાવી લેશે. થોડીવાર સુધી પોતાના પ્રધાનમંત્રીથી આવી વાતો સાંભળ્યા પછી ડેની યાતોમ જોર્ડનીયન ડૉક્ટરને એંટીદોટનું સૂત્ર આપવા માટે તૈયાર થઈ ગયા.
🔜 લગભગ અડધી કલાક પછી અમાનની રોયલ હોસ્પિટલમાં ઈન્જેક્શન લાગવાથી મશાલની આંખો ધીરે ધીરે ખુલવા લાગી. ત્યારબાદ મોસાદના પૂર્વ ડેપ્યુટી ચીફ Feraim Halevy ને જોર્ડન મોકલવામાં આવ્યા. તેઓ હુસેનના સારા મિત્ર હતા અને જોર્ડનના રાજનેતાઓની સાથે તેના સારા સંબંધો હોવાનું માનવામાં આવતું હતું. તેઓ જોર્ડનના રાજાને મળ્યા અને ઈઝરાયેલી દુતાવસમાં હાજર ૪ પ્રતિનિધિઓની બદલે ઈઝરાયેલની જેલોમાં બંધ કેટલાયે લોકોને છોડવાનો પ્રસ્તાવ રાખ્યો. જેને રાજાએ ખુશીથી સ્વીકારી લીધો. તે જ દિવસે તે ૪ પ્રતિનિધિઓ Halevy સાથે ઈઝરાયેલ પાછા ફરી ગયા. જેલમાં બંધ બાકીના બે એજન્ટ શૉન અને બેરીને છોડાવવા માટે ઈઝરાયેલના વિદેશમંત્રી Ariel Sharon ને જોર્ડનના અમાન ખાતે મોકલવામાં આવ્યા. જોર્ડનની સરકારે તે બંનેને છોડવાને બદલે ઈઝરાયેલમાંથી ૨૦ વધારે કેદીઓને છોડવાની માંગણી કરી. જેને શેરોને સ્વીકાર લીધી. પણ જ્યારે શૉન અને બેરીને છોડવાનો સમય આવ્યો તો જોર્ડનની સરકારે પોતાનું બયાન ફેરવી નાખ્યું અને ઈઝરાયેલ પાસેથી બીજી વસ્તુઓની પણ માંગ કરવા માંડી.
🔜 ત્યારે ઈઝરાયેના પ્રતિનિધિ શેરોને કહ્યું કે તેમના (ઈઝરાયેલના) માણસો તેઓની (જોર્ડનની) જેલમાં પડી રહે તો તેમને કોઈ સમસ્યા નથી તેની જગ્યા મોસાદમાં કોઈક બીજો લઈ લેશે. પણ એક વાત સમજી લો કે તેઓ (ઈઝરાયેલ) તેમના (જોર્ડન) દેશ સુધી આવનાર પાણીનો પુરવઠો સંપૂર્ણપણે કાપી નાખશે. તેઓ તેમને પાણીના એક ટીપાં માટે તરસાવી દેશે. વાત જ્યાં સુધી મશાલની હતી તો તેઓ તેને બીજી વખત મારશે. જો તે ફરી વખત બચી જશે તો ત્રીજી વખત મારશે. જેટલી વખત બચશે તેઓ તેને એટલી વખત મારશે. અમાન શહેરની વાત તો છોડો પણ જો તે તેમના રોયલ પેલેસમાં છુપાયો હશે તો તેઓ રોયલ પેલેસમાં ઘૂસીને પણ તેને મારશે. પણ મારશે તો ખરા જ. Ariel Sharon નું તે સ્વરૂપ જોઈને ત્યાં હાજર રાજા હુસેનના તમામ ઓફિસરો, જનરલ અને બોડીગાર્ડ દંગ રહી ગયા. રાજા હુસેન સૌ પ્રથમ થયેલ સોદાનું સન્માન કરવા માટે તૈયાર થઈ ગયો.
🔜 ૧૯૯૯ માં રાજા હુસેને હમાસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાતા તેના પર પ્રતિબંધ મૂક્યો. તે જ વર્ષે ખાલિદ મશાલની ધરપકડ કરવામાં આવી અને તેને દેશમાંથી કાઢી મુકવામાં આવ્યો. આજે તે સિરિયામાં રહે છે અને તેની સંપત્તિનો કુલ આંકડો લગભગ ૨.૬ મિલિયન ડોલર માનવામાં આવે છે.
🔜 આ સાથે જ ગોહેલ સાહેબના જય હિંદ
---------------------------------------------------------------
Hindi Translation :
🔜 इस समय इजराइल और फ़िलिस्तीन के बीच संघर्ष अपने चरम पर है। जिस तरह सच्चे देशभक्त भारतीयों को पाकिस्तान का भारत से अलग होना पसंद नहीं था, उसी तरह फिलिस्तीनियों को इजरायल का फिलिस्तीन से अलग होना पसंद नहीं था। लेकिन पाकिस्तान और फ़िलिस्तीन दोनों की ख़ासियत यह है कि वे अक्सर इन दोनों देशों के ख़िलाफ़ सामने से नियमों का उल्लंघन करते हैं। फिलिस्तीन इजरायल के खिलाफ जबकि पाकिस्तान भारत के खिलाफ सीमा का उल्लंघन किया करते हैं। इजराइल तो १ के बदले दुश्मन देश के २० सिरों को जहन्नुम मैं पहुचाता है, जबकि भारत में सिर्फ खाली शब्दों का इस्तेमाल किया जाता है। आज हम भारतीय इजरायल की जासूसी एजेंसी मोसाद की बहोत तारीफ करते हैं लेकिन मोसाद एक बार ऑपरेशन में फेल भी हुआ है। तो आइए एक नजर डालते हैं उस असफल ऑपरेशन पर।
🔜 इज़रायल के तेल अवीवमें गर्मी के दिनों में दोपहर को सूरज ऊपर चढ़ा हुआ था। मौसम अच्छा था और सड़कों पर भीड़ भी थी। ऐसी ही एक सड़क पर हाथ में कोका-कोला की बोतल लेकर दो लड़के एक-दूसरे के साथ मस्ती करते हुए एक-दूसरे के आगे-पीछे चल रहे हैं। थोड़ी देर बाद आगे की कतार में चल रहा लड़का उसके पीछे देखते हुए, अपने हाथों में रही बोतल खोलने की कोशिश करता है और सामने से आ रहे किसी अनजान आदमी के साथ टकरा जाता है। जैसे ही एक लड़का यह अनजान आदमी के साथ टकराता हैं, दूसरा लड़का तुरंत अनजान आदमी के पीछे जाकर उसकी गर्दन पर कुछ छिड़कने लगता है। कुछ देर बाद तीनों अपनी-अपनी सड़कों पर चलने लगते हैं। लेकिन १५ मिनट बाद दोनों लड़के एक बार फिर किसी अजनबी के साथ उसी तरह टकराते हैं। पंद्रह मिनट बाद तीसरे व्यक्ति के साथ, फिर चौथे व्यक्ति के साथ। इस तरह घंटों तक दोनों लड़के अनजान राहगीरों के साथ टकरा टकरा कर उनके ऊपर अपनी कोल्डड्रिंक छिड़कते रहते हैं।
🔜 आसपास से गुजरने वाले लोगों यह दोनों लड़कों को ऐसा करते देख अपने नाक मो चढ़ाने लगते हैं। इससे लोगों को लगता है कि दोनों लड़के आवारा हैं और मौज-मस्ती करने के लिए राहगीरों को परेशान कर रहे हैं। वह लोगों का मजाक उड़ाते है।
🔜 काफी सोचने के बाद भी लोगों के मन में एक बात साफ नहीं हो रही थी और वो ये कि दोनों लड़के मोसाद के प्रतिनिधि थे। लोफर्स की तरह दिखने वाले लड़के एक मूक ऑपरेशन का पूर्वाभ्यास कर रहे थे, न कि कोई मज़ाक। यह ऑपरेशन की रिहर्सल हमास के ब्यूरो प्रमुख खालिद मशाल को मारने के लिए की जा रही थी।
🔜 तब से दो महीने के भीतर, दोनो मोसाद प्रतिनिधियों बिल्कुल उसी तरह से जॉर्डन की राजधानी अम्मान के अंदर खालिद मशाल को मारने की कोशिश करने वाले थे। यही प्रयास इजरायल और मोसाद के इतिहास में एक सबसे बड़ा राजनीतिक संकटको जन्म देने वाला था।
🔜 ३१ जुलाई १९९७ के दिन, इजरायल के प्रधानमंत्री बेंजामिन नेतन्याहू ने अपने मंत्रिमंडल की एक आपात बैठक बुलाई। बैठक से ठीक एक दिन पहले, एक आत्मघाती हमलावरने यरुशलम के महाने यहूदिया मार्केट में हमला किया था। जिसमे १६ इज़रायली मारे गए थे और १६९ घायल हुए थे। अब नेतन्याहू हमले के लिए जिम्मेदार लोगों का हिसाब बराबर करना चाहते थे। उनमें से एक हमास के राजनीतिक ब्यूरो प्रमुख खालिद मशाल थे। ४१ साल का कंप्यूटर इंजीनियर मशाल हमास में तेजी से आगे बढ़ रहा था। उस समय वह जॉर्डन की राजधानी अमान में रह रहा था, जहां उन्हें जॉर्डन सरकार से समर्थन और सुरक्षा दोनों मिला था। नेतन्याहू को भरोसा था कि अगर मशाल को जल्दी नहीं रोका गया तो इजरायल की धरती पर इस तरह के हमले और बढ़ जाएंगे। उनकी पूरी कैबिनेट नेतान्याहू से सहमत हो गई और मशाल को मारने की योजना को मंजूरी दे दी।
🔜 बेंजामिन नेतन्याहूने कैबिनेट से समर्थन प्राप्त करने के बाद मोसाद प्रमुख जनरल डैनी यातोम से मुलाकात की। इसके बाद यातोम ने मोसाद के मुख्यालय में अपने सभी विभागों के प्रमुखों की एक बैठक बुलाई। अक्टूबर १९९४ में, इजरायल और जॉर्डन के बीच एक शांति समजोता हुआ था। इसलिए तत्कालीन इजरायली प्रधान मंत्री यित्ज़ाक रबिनने जॉर्डन के अंदर मोसाद की गतिविधियों को हमेशा के लिए रोक दिया था। मोसाद प्रमुख बनने से पहले डैनी यातोम प्रधानमंत्री राबिन के रक्षा मंत्री रह चुके थे। जब तक वे रक्षा मंत्री थे, तब तक उन्होंने ईमानदारी से निष्ठापूर्वक उस पद को निभाया। लेकिन आज १९९७ में यित्ज़ाक रबिन न तो इज़रायल के प्रधानमंत्री थे और न ही इस दुनिया में थे। बहोत विचार-विमर्श के बाद, मोसाद प्रमुख यातोम और प्रधान मंत्री शांति प्रस्ताव का उल्लंघन करने के लिए सहमत हुए। लेकिन नेतान्याहू ने मोसाद प्रमुख को स्पष्ट निर्देश दिया कि ऑपरेशन को गुप्त रखा जाना चाहिए ताकि जॉर्डन चाहकर भी इजरायल पर उंगली न उठा सके। नेतन्याहू के आदेशों को मानकर, यातोमने ऑपरेशन की योजना बनाने और उसे अंजाम देने के लिए मोसाद की मुख्य शाखा किदोन के प्रमुख को नियुक्त किया। मोसाद के संशोधन विभाग में कार्यरत एक डॉक्टर ने ऑपरेशन पुुरा करने के लिए अत्यधिक जहरीले विष का उपयोग करने का सुझाव दिया। विष को नेस जिओना में स्थित नेशनल इंस्टीट्यूट ऑफ बायोलॉजी रिसर्च में विकसित किया गया था। उस जहर की कुछ बूंदों का स्पर्श ही किसी की जान लेने के लिए काफी था। उस जहर शरीर में अपनी छाप भी नहीं छोड़ता था। यह पहली बार नहीं था कि मोसाद जहर के इस्तेमाल से अपने ही दुश्मन को मारने पर विचार कर रही थी। इससे पहले वादी हदाद को भी मोसाद ने ऐसा ही ज़हर देकर मार डाला था। दुनिया का सबसे मशहूर पैथोलॉजी डॉक्टर भी पोस्टमॉर्टम रिपोर्ट में विष के अंश को ढूंढ नही पाया था।
🔜 ऑपरेशन से लगभग छह सप्ताह पहले, मोसाद के कुछ प्रतिनिधि जॉर्डन पहुंचे। सऊदी अरब के पासपोर्ट पर पहुंची टीमने मशाल के दैनिक जीवन की निगरानी शुरू कर दी। वह कितने बजे घर से निकलता था? उसके साथ कार में कौन कौन था? वह किस सड़क का इस्तेमाल करता था? उस सड़क पर ट्रैफिक कैसा रहता था? रास्ते में वह कहीं रुकता या नहीं? यदि हां, तो कहां और कब तक? मोसाद की अग्रिम टीम ने बारीक से बारीक विवरण इकट्ठा कर अपनी एक रिपोर्ट तैयार की और उसे तेल अवीव में मोसाद मुख्यालय भेज दिया। रिपोर्ट के मुताबिक मशाल बिना बॉडीगार्ड ही अपने घर से निकलता था। वह अपने ड्राइवर के साथ एक काले रंग की एसयूवी में अमन में शामिया सेंटर की इमारत में स्थित फिलिस्तीनी राहत ब्यूरो जाने के लिए निकलता था। जैसे ही मशाल उनकी गाड़ी से निचे उतरता की तुरंत उनका ड्राइवर कार लेकर पार्क करने के लिए निकल पड़ता। कुछ मीटर चलकर मशाल इमारत में अंदर प्रवेश करता था। रिपोर्ट के मुताबिक, मशाल को मारने का सबसे अच्छा समय वही था जब वह अपनी कार से उतरकर अपने ऑफिस की इमारत में दाखिल होता हो।
🔜 ऑपरेशन के ठीक एक दिन पहले एक विदेशी पर्यटक दंपत्ति अमन के एक फाइव स्टार होटल में दाखिल हुआ। उसमें जो आदमी था वो हृदयरोगी होने का नाटक करते हुए लंगड़ा रहा था। एक युवा महिला डॉक्टर जो उस आदमी के साथ पर्यटक थी, बार-बार उस आदमी की जांच कर रही थी। हृदय रोगी का नाम मिश्का बेन डेविड था, जो अमन में मौजूद मोसाद प्रतिनिधियों और तेल अवीव में स्थित मोसाद मुख्यालय के बीच संपर्क बनाये रखने का प्रमुख था। उसके साथ मौजूद महिला असल में एक डॉक्टर ही थी लेकिन मोसादकी शातिर एजेंट थी। उस महिला डॉक्टर के पास जहर की वह एंटी-डॉट थी जो मशाल पर इस्तेमाल की जानी थी। यदि ऑपरेशन करते समय गलती से भी जहर की बूंद किदोन के प्रतिनिधि पर गिर जाए तो उसी जहर के एंटी-डॉट की मदद से उस व्यक्ति को बचाया जा सकता था। वह जिम्मेदारी उसी महिला डॉक्टर को सौंपी गई थी। आने वाले दिनों में मोसाद के कुछ प्रतिनिधि एसके फ्रूट्स की रेकी करने के लिए अमन पहुंचे और आखिर में किदोन की मुख्य टीम भी अमन पहुंच गई। तीन देशों से जॉर्डन पहुंची टीम में दो लोग शामिल थे। वे दोनों कनाडा के पासपोर्ट पर पर्यटकों के रूप में वहां गए थे और उनका कोडनेम शोन केंडल्स और बैरी बीड्स था।
🔜 ऑपरेशन की सभी तैयारियां लगभग पूरी हो चुकी थी और यह तय हुआ था कि मशाल को शामिया सेंटर भवन के प्रवेश द्वार पर ही मारा जायेगा और उसी समय जब वह अपने कार्यालय जाने के लिए भवन में प्रवेश कर रहा हो। शॉन के हाथ में कोक की एक बोटल होने वाली थी और मशाल के साथ टकराते हुए उसे अपनी कोक की बोतल में रहा (तरल) प्रवाही मशाल पर गिराना था। कोक की बोटल और अंदर का तरल तो सिर्फ एक बहाना था, लेकिन ऑपरेशन की मुख्य जिम्मेदारी तो बैरी के पास ही थी। जैसे ही अपने पर कोक गिरते मशाल का ध्यान हट जाए, तुरंत ही बेरी को अपनी छोटी सी बोतल से मशाल के गर्दन पर जहर छिड़कना था।
🔜 अगर जहर की दो या चार बूँदें मशाल के शरीर पर लगती, तो वह दो से तीन दिनों के भीतर ही दिल का दौरा पड़ने से मर जाता, और मोसाद के प्रतिनिधियों के लिए जॉर्डन छोड़ने के लिए इतना समय पर्याप्त था।
🔜 उस ऑपरेशन का कमांडर मशाल के कार्यालय भवन के सामने सड़क पर अपने स्थान पर बैठ गया। पहले ही यह तय किया गया था कि लक्षित क्षेत्र में किसी भी प्रकार के सेल फोन या इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग नहीं किया जाएगा। सभी प्रतिनिधि भौतिक संकेतों के माध्यम से ही एक दूसरे से संवाद करेंगे। अगर किसी भी कारण से ऑपरेशन को छोड़ने की आवश्यकता हो जाए तो कमांडर अपनी टोपी हवा में लहराएगा। बिल्डिंग के पीछे एक गाड़ी भी तैयार थी। मशाल को मारकर दोनो किदोन प्रतिनिधियों को उसी गाड़ी में बैठकर लक्षित क्षेत्र से बाहर निकल जाना था।
🔜 उधर मशाल के घर में हंमेशा की तरह एक बात को छोड़कर सब कुछ सामान्य था। जैसे ही मशाल कार में बैठने के लिए घर से निकला, उसकी पत्नी ने उससे पूछा कि क्या वह उस दिन बच्चों को स्कूल छोड़ सकता था। उसे जरूरी काम से बाजार जाना था
🔜 उस सुबह अपनी माँ के साथ स्कूल जाने के बजाय, बच्चे अपने पिता के साथ स्कूल जाने के लिए एक काले रंग की एसयूवी में सवार हो गए। मशाल के घर के बाहर मौजूद मोसाद की मुख्य टीम को भनक तक नहीं लगी। लक्षित क्षेत्र में टीम को सूचित किया गया कि मशाल अपना घर छोड़ चुका है और सब कुछ सामान्य है। लेकिन वास्तव में कुछ भी सामान्य नहीं था। मशाल की कार की खिड़कियां पूरी तरह से काली थीं इसलिए उनके घर के बाहर निगरानी दल के प्रतिनिधियो उनके बच्चों को कार में बैठे नहीं देख सके। कुछ देर बाद मशाल शामिया सेंटर पहुंचता है। अपनी कार से निकलता है। सड़क पार करता है और अपने कार्यालय जाने के लिए सीढ़ियाँ चढ़ने लगता है। भवन के इस ओर से किदोन के दोनों प्रतिनिधियो मशाल की ओर आगे बढ़ने लगे। सड़क के उस पार बैठे किदोन के प्रतिनिधिने अपने मन में ही भवन के पास रहे प्रतिनिधियों और मशाल के बीच की दूरी को मापना शुरू किया.....
१५ मीटर.....
१० मीटर.....
६ मीटर.....
५ मीटर.....
१ मीटर .....
🔜 वहां मशालकी गाड़ी का दरवाजा फिर एक बार खुला। उसकी ८ से ९ साल की बेटी कार से उतरकर पिता पिता चिल्लाते हुए मशालकी तरफ आगे बढ़ने लगी। ऑपरेशन कमांडरने तुरंत लड़की को देखा और अपनी टोपी उतारकर ऑपरेशन को छोड़ने का संकेत दिया। लेकिन उस महत्वपूर्ण क्षण में, शॉन और बैरी इमारत के प्रवेश द्वार के पास बने विशाल खंभों के पीछे थे, और वे अपने अधिकारी के संकेत नहीं देख शके थे। दोनों प्रतिनिधि का मशाल पर इस कदर ध्यान केंद्रित था कि उन्हें लड़की की भनक तक नहीं लगी।
🔜 दोनों अपने आप आगे बढ़ते गए और मशाल के पास पहुंचते ही शॉनने कोका-कोला की बोटल का ढक्कन खोलना शुरू कर दिया। दोनो प्रतिनिधियोंने पहले ३४ बार इसका अभ्यास किया था। हर बार कोक का ढक्कन पहली बार में ही खुल जाता था। लेकिन एक कहावत है कि दशहरे के दिन ही घोड़ा नहीं दौड़ता। वैसे ही, ३५ वीं बार जब केन का ढक्कन खुलना सबसे ज्यादा जरूरी था, तब ही कैन का ढक्कन नहीं खुलता। शॉन का काम उल्टा हो गया था।हालांकि, मशाल का पीछा कर रहे बेरी ने अपनी बोटल में से जहर छिड़कने के लिए हाथ उठाया। उसी समय कार में सवार मशालका चालक लड़की को कार में वापस लाने के लिए कार से उतरा और अपने मालिक के पीछे एक अजनबी को हाथ उठाते हुए देख जोर-जोर से चिल्लाने लगा। अपने ड्राइवर की चीख-पुकार सुनकर मशाल जैसे ही पीछे मुड़ा की तुरंत उसी समय बेरीने अपनी कोका-कोला की बोटल में रहे जहर छिड़क दिया।
🔜 मशाल के बाएं कान पर जहर की कुछ बूंदें गिरीं। उसे थोड़ी जलन महसूस हुई। उसने महसूस किया कि उसके साथ कुछ गड़बड़ हो रही थी। जहर छिड़कने के तुरंत बाद, सीन और बैरी पूरी गति से अपनी कार की ओर भागने लगे। ठीक उसी जगह कहानी में एक नए किरदार की एंट्री होती है। उस शख्स का नाम था मुहम्मद अबू सैफ। मशाल को जरूरी दस्तावेज सौंपने पहुंचे मशाल के ताकतवर साथियों में से एक था जो अपनी कार में बैठा था। उस दृश्य को देखकर अबू सैफ ने शॉन और बैरी को पकड़ने की कोशिश की लेकिन शॉन ने कोल्ड ड्रिंक से भरी बोटल से उनके सिर पर वार कर दिया और वे दोनों अपनी कार में सवार होकर भाग गए।
🔜 लेकिन उस ऑपरेशन की सबसे बड़ी गलती होना अभी भी बाकी थी। मोसाद जासूसों वाहन के चालक ने सीन और बैरी को बताया कि उसने अबू सैफ को मोसाद वाहन का नंबर लिखते हुए देखा है। यह सुनकर दोनों युवा प्रतिनिधि स्तब्ध रह गए। उसे लगा कि अबू सैफ उसकी गाड़ी का नंबर पुलिस को दे देगा और अगर योजना के मुताबिक वह उसी गाड़ी में होटल पहुंचा तो पुलिस जरूरत पड़ने पर उसे गिरफ्तार कर लेगी. घबराए दोनों प्रतिनिधियों ने वाहन छोड़ने का फैसला किया।
थोड़ा और आगे जाकर शॉन और बैरी दोनों कार से बाहर निकले और ड्राइवर ने कार उठा ली और चला गया। अबू सैफ जितना सोचते थे उससे कहीं ज्यादा होशियार थे। अबू सैफ मोसाद वाहन का पीछा तब से कर रहा था जब से वह लक्ष्य क्षेत्र से निकला था। कार से उतरकर शॉन और बैरी दोनों एक दूसरे से कुछ दूरी बनाकर होटल की ओर चलने लगे। अचानक अबू सैफ बेरी के सामने आ गए। उसने बेरी की कमीज का कॉलर पकड़ लिया और जोर-जोर से चिल्लाने लगा कि उसने टार्च पर वार किया था, टार्च पर उसने वार किया था। सड़क के दूसरी ओर से उस दृश्य को देखकर शॉन तेजी से वहां पहुंचा और अबू सैफ के सिर पर वार कर उसे नीचे गिरा दिया। उस लड़ाई को देखकर वहां धीरे-धीरे भीड़ जमा होने लगी। जॉर्डन की राजधानी अम्मान में भीड़ ने देखा कि दो श्वेत विदेशियों ने एक अरब को मार डाला। भीड़ द्वारा सीन और बैरी को पीटने से ठीक पहले पुलिस अधिकारी वहां पहुंच गया। भीड़ को तितर-बितर करते हुए पुलिस अधिकारी मोसाद प्रतिनिधियों और अबू सैफ दोनों को टैक्सी में बैठाकर थाने ले गया. पुलिस स्टेशन पहुंचने पर, सीन और बैरी से एक कनाडाई पासपोर्ट प्राप्त किया गया था। इसलिए जॉर्डन के अधिकारियों ने कनाडा के दूतावास से संपर्क किया। कनाडा के दूतावास के एक कर्मचारी ने मोसाद के दोनों प्रतिनिधियों के साथ एक संक्षिप्त बातचीत के बाद जॉर्डन के अधिकारियों से कहा कि उन्हें नहीं पता कि वे कौन थे, लेकिन एक बात उन्हें पता थी कि वे कनाडाई नहीं थे। दूसरी ओर, होटल में हृदय रोगी के रूप में काम कर रहे मिस्का बेन डेविड को विफल ऑपरेशन की सूचना दी गई और तुरंत तेल अवीव में मोसाद प्रमुख डैनी यातोम को एक रिपोर्ट भेजी। यतोम ने महिला डॉक्टर को होटल और बाकी प्रतिनिधियों को अमन में इजरायली दूतावास में शरण लेने का आदेश दिया, और प्रधान मंत्री नेतन्याहू से मिलने पहुंचे। वहीं, जेरे अमन के दूसरे इलाके में काम करने लगा था।
मशाल बेहोश हो गया और उसे अस्पताल में भर्ती कराया गया लेकिन अब केवल मोसाद मारक ही उसकी जान बचा सकता था। वहीं दूसरी ओर तेल अवीव में नेतन्याहू को यतोम से ऐसी बुरी खबर मिली कि वह तुरंत बेहोश हो गए। होश में आने के बाद, नेतन्याहू ने जॉर्डन के राजा हुसैन को बुलाया और कहा कि वह मोसाद प्रमुख को उनके पास बहुत जरूरी बातचीत के लिए भेज रहे हैं। बाद की घटनाओं से अनजान, राजा हुसैन मोसाद प्रमुख से मिलने के लिए सहमत हुए। नेतन्याहू ने यतोम से कहा कि वह राजा हुसैन की सभी मांगों को पूरा करेंगे और अपने सभी प्रतिनिधियों को सुरक्षित घर ले जाएंगे। जब तक यतोम अमन पहुंचा, तब तक राजा हुसैन को सब कुछ पता चल गया था। यातोम ने गुस्से में हुसैन से कहा कि अगर वह अपने प्रतिनिधियों को रिहा कर देते तो वह मशाल बचा सकते थे। उनके पास केवल उसे दिए गए जहर की मारक थी। किंग हुसैन ने फौरन अस्पताल को फोन किया और मशाल के स्वास्थ्य के बारे में जानकारी ली। उन्होंने बताया कि इलाज के बावजूद मशाल की तबीयत तेजी से बिगड़ रही थी. राजा ने डैनी याटम के प्रस्ताव को स्वीकार कर लिया, मशाल को रॉयल अस्पताल में स्थानांतरित करने का आदेश दिया। दूसरी ओर, मिशा बेन डेविड होटल में पहुंची और मारक को नष्ट करने की सोचने लगी। उन्होंने सोचा कि अगर उन्हें और महिला डॉक्टर को गिरफ्तार कर लिया गया और उनसे मारक दवा मिल गई, तो समस्या और बढ़ जाएगी। वह वॉशरूम में एंटीडोट बोतल को तोड़ने और उसे अनुपयोगी बनाने के लिए गया, और उसके कमरे में फोन तुरंत बज उठा। दूसरे छोर से बोलते हुए, मोसाद यूनिट कमांडर ने उससे पूछा कि क्या उसके पास अभी भी मारक है। जैसा कि डेविड ने सकारात्मक जवाब दिया, उन्हें तुरंत बताया गया कि जॉर्डन की सेना का एक कप्तान होटल की लॉबी में उनका इंतजार कर रहा था। वह मारक उसके हाथों में दिया जाता है। एंटीडॉट के साथ ही महिला डॉक्टर को भी रॉयल अस्पताल ले जाया गया। लेकिन जब मशाल को एंटीडोट देने की बात आई तो महिला डॉक्टर ने ऐसा करने से मना कर दिया. उसने कहा कि वह तब तक किसी को इंजेक्शन नहीं देगी जब तक कि मोसाद प्रमुख खुद आदेश न दे, भले ही उसका बेटा उसके सामने हो। डैनी याटॉम ने खुद इस्राइली दूतावास से अस्पताल को फोन किया और महिला को आदेश दिया। लेकिन जैसे ही महिला मशाल लगाने की तैयारी कर रही थी, एक और समस्या खड़ी हो गई। हुसैन के निजी चिकित्सक, जिन्हें मशाल को बचाने का काम सौंपा गया था, ने कहा कि जब तक वह तरल पदार्थ के सिद्धांत को नहीं जानते, तब तक वह मशाल को इंजेक्ट नहीं करने देंगे। अब जॉर्डन के लोग उस फॉर्मूले की मांग कर रहे थे लेकिन मोसाद मुखिया इसके लिए बिल्कुल भी तैयार नहीं था। हालात बहुत खराब होते जा रहे थे, समय की बर्बादी हो रही थी और दूसरी तरफ मशाल की हालत बहुत खराब होती जा रही थी. कोई समाधान नहीं होने पर, राजा हुसैन ने प्रधान मंत्री नेतन्याहू को फोन किया और कहा कि वह अपनी सेना को इजरायल दूतावास में जाने और अन्य प्रतिनिधियों को गिरफ्तार करने का आदेश देंगे यदि उन्होंने तुरंत अपने डॉक्टर को जहर बनाने का सूत्र नहीं दिया।
ऐसे दृश्य की कल्पना करते ही नेतन्याहू उत्तेजित हो गए और मोसाद प्रमुख को मनाने लगे। नेतन्याहू ने कहा कि वे उन पर विश्वास करते हैं। लोगों के लिए अपने प्रतिनिधियों को बचाना बहुत जरूरी था। वे इससे भी बेहतर फॉर्मूला बनाएंगे। कुछ देर अपने प्रधानमंत्री से ऐसी बातें सुनने के बाद डैनी यातोम जॉर्डन के डॉक्टर को मारक का फार्मूला देने के लिए तैयार हो गए।
करीब आधे घंटे बाद रॉयल अस्पताल में अमन के इंजेक्शन से टार्च की आंखें धीरे-धीरे खुल गईं। मोसाद के पूर्व उप प्रमुख फरैम हेलेवी को तब जॉर्डन भेजा गया था। वह हुसैन का एक अच्छा दोस्त था और माना जाता था कि उसके जॉर्डन के राजनेताओं के साथ अच्छे संबंध थे। उन्होंने जॉर्डन के राजा से मुलाकात की और इजरायली दूतावास में मौजूद छह प्रतिनिधियों के बजाय इजरायल की जेलों में कैद कई लोगों को रिहा करने की पेशकश की। जिसे राजा ने सहर्ष स्वीकार कर लिया। उसी दिन, छह प्रतिनिधि हेलेवी के साथ इज़राइल लौट आए। इजरायल के विदेश मंत्री एरियल शेरोन को जेल में शेष दो एजेंटों शॉन और बैरी को मुक्त करने के लिए अम्मान, जॉर्डन भेजा गया था। जॉर्डन सरकार ने उन्हें रिहा करने के बजाय, इज़राइल से 30 और कैदियों को रिहा करने की मांग की। जिसने शेयरों को स्वीकार कर लिया। लेकिन जब शॉन और बैरी को रिहा करने का समय आया, तो जॉर्डन सरकार ने अपने बयान को उलट दिया और इज़राइल से और मांग की।
तब इस्राइली प्रतिनिधि ने शेरोन से कहा कि अगर उसके (इज़राइल) आदमी उनकी (जॉर्डन की) जेल में रहे तो उन्हें कोई समस्या नहीं होगी, मोसाद में उनकी जगह कोई और ले लेगा। लेकिन समझ लें कि वे (इज़राइल) अपने (जॉर्डन) देश को पानी की आपूर्ति पूरी तरह से बंद कर देंगे। वे उन्हें पानी की एक बूंद के लिए प्यासा बना देंगे। जहाँ तक मशाल का सवाल था वे इसे दूसरी बार मारेंगे। अगर वह फिर से बच गया तो वह तीसरी बार मार डालेगा। जितनी बार वह जीवित रहेगा वे उसे मार डालेंगे। अमन शहर को अकेला छोड़ दो, लेकिन अगर यह उनके रॉयल पैलेस में छिपा हुआ है, तो वे रॉयल पैलेस में घुसकर उसे मार देंगे। लेकिन अगर वह मारता है, तो यह सच है। वहाँ उपस्थित राजा हुसैन के सभी अधिकारी, सेनापति और अंगरक्षक एरियल शेरोन के उस रूप को देखकर चकित रह गए। राजा हुसैन पहले सौदे का सम्मान करने के लिए सहमत हुए।
१९९९ में, राजा हुसैन ने हमास को अवैध गतिविधियों में शामिल होने से प्रतिबंधित कर दिया। उसी वर्ष, खालिद मशाल को गिरफ्तार कर लिया गया और निर्वासित कर दिया गया। आज, वह सीरिया में रहता है और उसकी अनुमानित कुल संपत्ति लगभग 2.5 मिलियन है।
साथ में गोहेल साहब की जय हिंद
0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.