Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ભરતપુરનો સ્થાપના દિવસ (भरतपुर का स्थापना दिवस / Establishment day of Bharatpur)

અજય વીર ભૂમિ ભરતપુરના સ્થાપના દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.


ભરતપુરની સ્થાપના મહારાજા સૂરજમલે ૧૯ ફેબ્રુઆરી ૧૭૩૩ ના રોજ કરી હતી. ભરતપુરની સ્થાપના પહેલા દિગનો કિલ્લો સિનસિનવર જાટ વંશનું રજવાડું હતું, અને તે સમયના શાસક રાજા બદનસિંહજી (રાવ ચૂડામન સિંહના ભત્રીજા હતા, તેમજ સૂરજમલજીના પિતા) હતા. ભરતપુરને અજયી રજવાડા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ન તો મહારાજા સૂરજમલના સમય દરમિયાન અને ન તો તેમના પુત્ર મહારાજા જવાહરસિંહના સમય દરમિયાન કોઈપણ શાસક આ રજવાડાને જીતી શક્યા. જ્યારે ચિતોડનો રાજપૂત શાસક મુસ્લિમ શાસક અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા પરાજિત થયો, ત્યારે અષ્ટધાતુના બનેલા આ દરવાજાને અલ્લાઉદ્દીન ખીલજી ચિત્તોડગઢથી છીનવીને પોતાની સાથે દિલ્હી ખાતે લઈ ગયો હતો. તેના ૩૦૦ વર્ષ પછી ૧૭૬૭ માં મહારાજા સુરજમલના પુત્ર જવાહરસિંહ તે દરવાજાને દિલ્હીથી ભરતપુરમાં પાછો લાવ્યા અને જ્યારે મહારાજા જવાહરસિંહે તેને ચિતોડના શાસકોને પાછા આપવાની ઓફર કરી ત્યારે ચિતોડના શાસકોએ તેને પાછું લેવાની ના પાડી અને પછી મહારાજા જવાહરસિંહે તે દરવાજાને પોતાના કિલ્લામાં ગોઠવ્યો જે આજે પણ ભરતપુરમાં હાજર છે. લોહગઢના કિલ્લા વિશે મેં મારા અગાઉના લેખમાં લખેલું જ છે.


Deeg Palace, Bharatpur


અંગ્રેજ સેના સામે લડતા લડતા હોલકરના મહારાજા જસવંતરાવ ભાગીને ભરતપુર આવી ગયા હતા. જાટ રાજા રણજીતસિંહે તેમને વચન આપ્યું હતું કે તેઓ તેમને બચાવવામાં તેમનું પોતાનું બધું જ કુરબાન કરી નાખશે. અંગ્રેજોની સેનાનો કમાન્ડર-ઈન-ચીફ લોર્ડ લેકે ભરતપુરના જાટ રાજા રણજીતસિંહને ખબર મોકલી કે કા તો તે જસવંતરાવને અંગ્રેજોને હવાલે કરીદે અથવા તો તેઓ ખુદને મોતને હવાલે કરી દે. આ ધમકી જાટ રાજાના સ્વભાવથી તદ્દન વિરોધી હોવાથી તેમણે લોર્ડ લેકને સંદેશો મોકલાવ્યો કે તે પોતાનું સંપૂર્ણ મનોબળ અજમાવી લે અને તેઓએ અજાણતા જ તેવો સંદેશ આપી દીધો કે તેમને લડતા આવડે છે જુકતા નહીં. 


અંગ્રેજોએ આ કિલ્લાને પોતાના સામ્રાજ્ય હેઠળ લાવવા માટે આ કિલ્લા ઉપર ૧૩ વખત હુમલો કર્યો હતો. ૧૩ વખત કરેલા આક્રમણમાં એક પણ વખત અંગ્રેજ સેના આ કિલ્લાને ભેદી નથી શકી. એવું કહેવામાં આવે છે કે અંગ્રેજોની સેના વારંવાર હારવાથી હતાશ થઈ ગઈ અને ત્યાંથી ભાગી ગઈ હતી.


The Lohagarh Fort


ભરતપુરમાં જે મુખ્ય વસ્તુઓનો નજારો જોવા મળે છે તે નીચે મુજબનો છે.

લોહગઢનો કિલ્લો

રાણી કિશોરી મહેલ

મહેલ ખાસ

શ્રી ગંગા મંદિર

લક્ષ્મણ મંદિર

ડીગ મહેલ

કુમ્હેર મહેલ

વૈરા મહલ

પરોનો કિલ્લો

બાંકે બિહારી મંદિર

ભરતપુર મ્યુઝિયમ

લક્ષ્મી વિલાસ મહેલ

રઘુનાથ નિવાસ મહેલ

જવાહર બુર્જ

ફતેહ બુર્જ

સીતારામ મંદિર

કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

મોતી મહેલ પેલેસ (ભરતપુર શાહી પરિવારનો વાસ)

અને ઘણા નાના-મોટા હવેલી વિભાગ આજે પણ અસ્તિત્વમાં છે!

--------------------------------------------------------------

Hindi Translation :-


आप सभी को अजय वीर भूमि भरतपुर के स्थापना दिवस की हार्दिक शुभकामनाएँ।


भरतपुर की स्थापना १९ फरवरी १७३३ के दिन महाराजा सूरजमल ने की थी। भरतपुर की स्थापना से पहले, डीग का किला सिनसिनवर जाट वंश की एक रियासत थी, और उस समय के शासक राजा बदनसिंहजी (राव चूड़ामन सिंह के भतीजे और सूरजमलजी के पिता भी) थे। भरतपुर को अजेय रियासत के नाम से भी जाना जाता है, क्योंकि न तो महाराजा सूरजमल के कालमें और न ही उनके पुत्र महाराजा जवाहर सिंह के कालमें कोई भी शासक इस राज्य पर विजय प्राप्त कर शका था। जब चितौड़ के राजपूत शासक को मुस्लिम शासक अलाउद्दीन खिलजी ने हरा दिया, तो अलाउद्दीन खिलजी ने चित्तौड़गढ़ से अष्ट धातु से बने दरवाजे को छीन अपने साथ दिल्ली ले गया। ३०० साल बाद, १७६७ में, महाराजा सूरजमल के बेटे जवाहर सिंह दरवाजे को दिल्ली से भरतपुर वापस लाए और जब महाराजा जवाहर सिंह ने इसे चितौड़ के शासकों को वापस करने की पेशकश की, तो चित्तोड़ के शासकों ने इसे वापस लेने से इंकार कर दिया और फिर महाराजा जवाहर सिंह ने उस अष्ट धातु से बने दरवाजे को लोहगढ़ किले के दरवाजे पर लगाया जो कि आज भी भरतपुर में मौजूद है। मैंने अपने पिछले लेख में लोहगढ़ के किले के बारे में लिखा है।


ब्रिटिश सेना के खिलाफ लड़ते हुए, होल्कर के महाराजा जसवंतराव भागकर भरतपुर आ गए थे।  जाट राजा रणजीत सिंह ने उससे वादा किया कि वह उसे बचाने के लिए अपना सब कुछ कुर्बान कर देगा।  ब्रिटिश सेना के कमांडर-इन-चीफ लॉर्ड लेक ने भरतपुर के जाट राजा रणजीत सिंह को खबर भेजी कि वह या तो जसवंतराव को अंग्रेजों को सौंप दे या वह खुद को मौत के हवाले कर दे। जैसे कि यह धमकी जाट राजा की प्रकृति के विपरीत थी, उसने लॉर्ड लेक को अपना सर्वश्रेष्ठ प्रयास करने के लिए एक संदेश भेजा और उन्होंने अनजाने में यह संदेश दे दिया कि वह युद्ध करना जानते हैं जुकना नहीं।


किले को अपने नियंत्रण में लाने के लिए अंग्रेजों द्वारा १३ बार किले पर हमला किया गया था। ब्रिटिश सेना १३ हमलों में से एक बार भी किले में प्रवेश नहीं कर सकी। ऐसा कहा जाता है कि ब्रिटिश सेना बार-बार की हार से निराश होकर वहां से भाग गई।


भरतपुर में जो मुख्य चीजें देखी जा सकती हैं, वे इस प्रकार हैं।

लोहगढ़ का किला

रानी किशोरी महल

महल विशेष

श्री गंगा मंदिर

लक्ष्मण मंदिर

डिग पैलेस

कुम्हेर पैलेस

वैरा महल

पारो का महल

बांके बिहारी मंदिर

भरतपुर संग्रहालय

लक्ष्मी विलास महल

रघुनाथ निवास महल

जवाहर बुर्ज

फतेह बुर्ज

सीताराम मंदिर

केवलादेव राष्ट्रीय उद्यान

मोती महल पैलेस (भरतपुर शाही परिवार का निवास)

व कई छोटी-बड़ी हवेलियां खण्ड आज भी मौजूद हैं!


--------------------------------------------------------------

English Translation :-


Hearty greetings to all of you on the foundation day of ungetatable Veer Landau Bharatpur.


Bharatpur was founded by Maharaja Surajmal on 19 February 1733. Before the establishment of Bharatpur, the Deeg fort was a princely state of Sinsinwar Jat dynasty, and the ruler of that time was King (Raja) Badansinhji (the nephew of Rao Chudaman Singh, as well as the father of Surajmalji). Bharatpur is also known as Triumphal State, as neither during the time of Maharaja Surajmal nor during the time of his son Maharaja Jawahar Singh could any ruler conquer this kingdom. 


When the Rajput ruler of Chittorgarh was defeated by Muslim ruler Allauddin Khilji, Khilji snatched the gate made of alloy of eight different metals from the fort of Chittor with him to Delhi. 300 years later, in 1767, Jawahar Singh, the son of Maharaja Surajmal, brought back that gate from Delhi to Bharatpur and offered to return it to the rulers of Chittorgarh, the rulers of Chittorgarh refused to take it back and then Maharaja Jawahar Singh fitted it in his fort which is still present in Bharatpur today. I have already written about the fort of Lohgarh in my previous article.


Fighting against the British army, Maharaja Jaswantrao of Holkar fled and came to Bharatpur. Jat king Ranjit Singh promised him that he would sacrifice everything to save him. Lord Lake, the Commander-in-Chief of the British Army, informed the Jat King Ranjit Singh of Bharatpur that he would either hand over Jaswantrao to the British or he would hand himself over to death. Since this threat was completely contrary to the nature of the Jat king, he sent a message to Lord Lake that he should try his best and he inadvertently gave the message that he knows how to fight.


The British attacked this fort 13 times to bring this fort under his empire. Not once in 13 attacks did the British army penetrate the fort. It is said that the British army was frustrated by the repeated defeats and fled from there.


The main things that can be seen in Bharatpur are as follows.


Lohagarh Fort

Queen Kishori Mahal (Palace)

Mahal Khas

Sri Ganga Temple

Laxman Temple

Deeg Mahal

Kumher Mahal

Vaira Mahal

The fort of dawn

Banke Bihari Temple

Bharatpur Museum

Lakshmi Vilas Palace

Raghunath Niwas Palace

Jawahar Burj

Fateh Burj

The Bagh

Sitaram Temple

Keoladeo National Park

Moti Mahal Palace (Abode of Bharatpur royal family)

And many small and big Mansion sections still exist today!

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

If you find any wrong information, difficulty or query then let me know.