ભારતનો શિક્ષક વિશ્વનો સર્વ શ્રેષ્ઠ શિક્ષક બન્યો !
************************************
૨૦૦૯માં મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જીલ્લાના પરિતેવાડી નામના એક નાનકડા ગામની પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષકની નોકરી કરવા રણજીતસિંહ પહોંચ્યા તો ઢોરોની ગમાણ અને ઘાસના ગોડાઉન વચ્ચે શાળાનું મકાન જોઈને ચમકી ગયા હતા !
પરિતેવાડી ગામની મોટાભાગની વસતી આદીવાસી લોકોની હોવાથી તેઓ શિક્ષણના મહત્વને સમજતા જ નહતા તેથી તેમના પુત્રોને ખેતીકામમાં લગાડી દેતાં હતા અને પુત્રીઓને ઘરકામ શિખવી નાની વયે પરણાવી દેતાં હતા,આથી શાળામાં વિધાર્થીની જ કમી રહેતી હતી !
શિક્ષણથી જ જીવનમાં પરિવર્તન આવે તેવી માન્યતા ધરાવતા રણજીતસિંહે ગામના બાળકોને શિક્ષણ લેતાં કરવાનો સંકલ્પ કરી લીધો અને તેઓ ગામના રહીશો સાથે બેઠકો કરી કરીને બાળકોને શાળાએ મોકલવાની વિનંતીઓ કરવા લાગ્યા !
બાળકો શાળાએ આવ્યા તો તેઓને કન્નડ ભાષા આવડતી નહી હોવાથી,રણજીતસિંહે આદીવાસીની ભાષા શીખી લીધી અને કન્નડ ભાષાના પાઠયપુસ્તકોનું ભાષાંતર કરી બાળકોને આદીવાસી ભાષામાં ભણાવતા,ભણાવતા તેઓને કન્નડ ભાષા પણ શિખવવા લાગ્યા !
બાળકોમાં નવું નવું શિખવાનો રસ જાગૃત થતાં રણજીતસિંહ બાળકોને ઓડિયો,વિડીયો દ્રારા શિક્ષણ આપવા લાગ્યા !
આથી રણજીતસિંહ પાસે શિક્ષણ લેવા ગામના તમામ બાળકો આવવા લાગ્યા અને શાળામાં વિધાર્થીઓની હાજરી ૧૦૦ ટકાએ પહોંચી ગઈ !
આ પરિવર્તન થતાં રણજીતસિંહનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો અને તેઓ શાળામાં QR codeવાળા પાઠયપુસ્તકો લઈ આવ્યા !
આ QR કોડેડ પાઠ્યપુસ્તકોએ વિધાર્થીઓનો રસ વધારી દીધો,અને મહારાષ્ટ્ર સરકારે QR કોડેડ પુસ્તકો વડે શિક્ષણ આપતી સૌ પ્રથમ શાળા તરીકે પરિતેવાડી શાળાને ગણી તેથી ગામવાસીઓ પણ રણજીતસિંહના કામમાં સહકાર આપવા લાગ્યા,અને બાળવિવાહ કરતા બંધ થયા !
રણજીતસિંહે ગામના લોકો સાથે મળીને ગામની આસપાસ ૨૫૦ હેકટર જેટલા વિસ્તારને વૃક્ષો દ્રારા લીલોછમ્મ બનાવી દીધો,જેના કારણે ૨૦૧૮માં ગામને Wipro Nature for Societyએ એવોર્ડ આપ્યો !
રણજીતસિંહ આટલેથી અટક્યા નહી પરતું તેઓ દેશના અન્ય રાજ્યના,તેમજ ઈઝરાયેલ,ઈરાક,ઈરાન, અમેરિકા જેવા દેશના વિધાર્થીઓને છ સપ્તાહ માટે પરિતેવાડી ગામમાં નિમંત્રણ આપી ક્રોસ- બોર્ડર શિક્ષણના પરિસંવાદનું આયોજન કરવા લાગ્યા !
કહેવાય છે કે આજસુધીમાં રણજીતસિંહે આઠ દેશના ૧૯,૦૦૦ જેટલા વિધાર્થીઓ સાથે Let’s Cross the Borders’ Project અન્વયે કામ કર્યું છે !
રણજીતસિંહ તેમના ઘરમાં સ્થાપેલા Online Teaching Class દ્રારા પણ શિક્ષણ આપે છે,Microsoft અનુસાર રણજીતસિંહે ૮૩ દેશના ૮૫,૦૦૦ વિધાર્થીઓને શિક્ષણ આપવા ૧૪૦૦ ઉપરાંત Online Class કર્યા છે !
શિક્ષણનો પ્રચાર કરવો એ જ જીવનનો ધ્યેય હોવાથી રણજીતસિંહ ઉનાળાના વેકેશન દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્યના ૧૬,૦૦૦ શિક્ષકોને આધુનિક ટેકનોલોજી દ્રારા શિક્ષણ આપવાની તરકીબો
શિખવી ચુક્યા છે !
રણજીતસિંહના આ કામ પ્રત્યે Microsoftના CEO સત્ય નડેલાનું ધ્યાન પડતાં તેઓએ ૨૦૧૭માં તેમના પુસ્તક Hit Refreshમાં ભારતની ત્રણ કથાઓ પૈકી એક કથા રણજીતસિંહના કાર્ય પર લખી છે !
ભારતના આવા ઉમદા શિક્ષક પર ભારતિય મુળના દુબઈ સ્થિત શની વક્રેની Varkey Foundationની નજર પડતાં જ તેઓએ ૨૦૨૦ વરસ દરમ્યાન વિશ્વના શ્રેષ્ઠ દસ શિક્ષકના લિસ્ટમાં રણજીતસિંહને સામેલ કરી દીધા હતા !
વિશ્વના દસ શિક્ષકોને Varkey Foundationએ પસંદ કર્યા હતા !
તા. ૩ ડિસેમ્બરના રોજ લંડનના એક હોલ પરથી Zoom દ્રારા ૨૦૨૦ના સર્વ શ્રેષ્ઠ શિક્ષક તરીકે રણજીતસિંહનું નામ જાહેર થતાં જ તેઓ અંચબિત થઈ ગયા હતા !
Global Teacher Prize 2020 મળતાં રણજીતસિંહએ તેમના સંબોધનમાં જણાવ્યું કે શિક્ષકો ધારે તો ચોક દ્રારા વિશ્વનું પરિવર્તન કરી શકે,શિક્ષકો જ કઈંક શીખીને અન્ય શિખવતા હોય છે, મેળવીને વહેંચી દેવું એ શિક્ષકનો જીવન મુદ્રા લેખ હોય છે,
વક્રે ફાઉન્ડેશના સ્થાપક શની વક્રે પણ શિક્ષણ પ્રસાર માટે ઉમદા કાર્ય કરે છે,મને આપવામાં આવેલા ૧૦ લાખ ડોલરમાંથી પાંચ લાખ ડોલર, હું મારી સાથેના અન્ય નવ ઉમદા શિક્ષકોને સરખે ભાગે વહેંચી દેવા ઈચ્છું છું !
ભારતના આ ઉમદા શિક્ષકે વિધા વહેંચીને, લક્ષ્મી મેળવી, તો લક્ષ્મીને પણ વહેંચી દીધી !
વિધા વહેંચી દેવાથી વિધા ઓછી થતી નથી પરતું લક્ષ્મી વહેંચી દેવાથી તે ઓછી થઈ જ જાય છે !
રણજીતસિંહ જેવો કોઈ વિરલ સરસ્વતિ- પુજક જ ઘન દાન કરી શકે !
૨૦૧૪થી VARKEY - FOUNDATION દર વરસે ૧૦ લાખ ડોલરની રકમ Global Teacher બનનાર શિક્ષકને આપે છે પરતું કોઈ શિક્ષકે રણજીતસિંહની જેમ Sharing Is Growingની Philosophy અપનાવી નથી !
દેશ દુનિયામાં નિષ્ઠાવાન શિક્ષકો જ તેમના બ્લેક-બોર્ડ અને ચોક દ્રારા પરિવર્તન લાવી શકે તેટલું પરિવર્તન કોઈ નેતા,કલાકાર,કથાકાર કે ખેલાડી લાવી શકે નહી !
રણજીતસિંહના પ્રેરણાદાયી કામમાંથી પ્રેરણા મેળવી દેશના તમામ યા થોડાંક શિક્ષકો નિષ્ઠાથી વિધા દાન કરવા લાગે તો તેમના કામની નોંધ કોઈ લેશે જ અને નહી લે તોપણ તેમની પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરનાર અનેક અર્જુન અને એકલવ્ય તો ગુરુ-દક્ષિણા આપવા તૈયાર જ હશે !
સોલાપુરના પરિતેવાડી નામના નાના ગામનો શિક્ષક રણજીતસિંહ વિશ્વનો સર્વ શ્રેષ્ઠ શિક્ષક બની શકે તો આજના અનેક સવગડ ધરાવતા શહેરોના શિક્ષક પણ ધારે તો શ્રેષ્ઠ શિક્ષક બની શકે !
https://www.globalteacherprize.org/winners/ranjitsinh-disale-2020
https://youtu.be/GT2FNpRBCx0
0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.