Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

મેરિન જોસેફ (मेरीन जोसेफ / Merin Joseph)

🔜 મિત્રો આજે હું તમારી સમક્ષ ફરી પાછો એક નવો લેખ લઈને આવી રહ્યો છું.

🔜 મિત્રો, આમ જોવા જઈએ તો સ્ત્રીઓ દરેક બાબતમાં પુરુષની સમકક્ષ કામ કરી શકે છે. સ્ત્રીઓ પુરુષ સાથે ડગલે ને પગલે કદમતાલ મિલાવી રહી છે. દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પોતાના શ્રેષ્ઠતમ પરિણામ આપી રહી છે પછી તે ઘર ચલાવવાનું હોય કે દેશ.

🔜 જ્યારથી સુશાંતસિંહે આત્મહત્યા કરી છે કે / તેનું મર્ડર થયું છે ત્યારથી લઈને તેનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે. આપણા દેશમાં જો સૌથી વધુ ભયાનક પોલીસ હોય તો મારા મત મુજબ બોંબેની છે.ત્યારબાદ સૌથી વધુ ભયાનક પોલીસ તરીકે ITBP નો નંબર આવે. હાસ્યાસ્પદ વાત તો એ છે કે જે બિહાર પોલીસ માત્ર થોડાક સમયમાં જ સુશાંતસિંહના કેસમાં ઘણા બધા તથ્યો સામે લાવી છે તે જ કેસમાં મુંબઈ પોલીસ એક પણ તથ્ય લાવી શકી નથી.


🔜 મુંબઈ પોલીસ કે જે દેશની સૌથી વધુ ભયાનક પોલીસ કહેવાય તેમને કેસ સોંપવા છતાં તેઓ આ કેસનો કોઈ ઉકેલ લાવી નથી શકતા ત્યારે આપણને આશ્ચર્ય તો થાય જ. ત્યારે સામા પક્ષે ભારતમાં એક એવા પોલીસ અધિકારી પણ છે કે જે વિદેશથી ગુનેગારને પકડીને ભારત લઈ આવેલા છે. હા મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે તે પોલીસ અધિકારી કોઈ પુરુષ નહીં બલ્કે એક સ્ત્રી છે. આશ્ચર્યમાં પડી ગયા ને મિત્રો?

🔜 જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું એક એવા IPS મહિલા અધિકારીની કે જેઓ માત્ર 30 વર્ષની ઉંમરે પોતાના જિલ્લામાં કમિશનર તરીકે ફરજ બજાવે છે. તેઓ આટલી નાની ઉંમરે કમિશનરના પદ પર પહોંચનાર ભારતના લગભગ પ્રથમ મહિલા છે.

🔜 તે IPS મહિલા અધિકારીનું નામ છે મેરિન જોસેફ. મેરિન જોસેફનો જન્મ 20 એપ્રિલ, 1990 ના દિવસે કેરળના ત્રિવેન્દ્રમમાં થયો હતો. જ્યારે વિકિપીડિયામાં તેમનો જન્મ એર્નાકુલમમાં થયેલો છે તેમ બતાવે છે. તેમના પિતાનું નામ અબ્રાહમ અને માતાનું નામ મીના છે. મૂળ કેરળના રેઈનીમાં તેમના પિતા ખેતી મંત્રાલયમાં એક મુખ્ય સલાહકાર છે. જ્યારે મૂળ કોટ્ટાયમના તેના માતા અર્થશાસ્ત્રના શિક્ષક હતા.

🔜 તેણીએ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલ, ન્યુ દિલ્હી ખાતેથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેણીએ ઈતિહાસ વિષયમાં પોતાનું અનુ સ્નાતક સેંટ સ્ટીફન કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીથી પૂર્ણ કર્યું.

🔜 તેણીએ દિલ્હીમાં આવેલા IAS કોચિંગ સેન્ટરમાંથી યુપીએસસીની તાલીમ લીધી.

🔜 મેરીએ 2012 માં આપેલી યુપીએસસીની પરીક્ષાનું 2013 માં રિઝલ્ટ આવ્યું અને તેણી સમગ્ર રાષ્ટ્રમાં 188 માં ક્રમે આવેલી. તેણીની સામે IAS, IPS, IRS, IFS વિકલ્પો આપવામાં આવ્યા હતા. પરંતુ તેણીએ IPS ઉપર પોતાની પસંગી ઉતારી અને હૈદરાબાદ ખાતેથી IPS ની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેણીને પોતાના હોમ ટાઉન એર્નાકુલમની સેવા કરવાનો મોકો મળી ગયો.


🔜 વાત છે 2017 ની. મૂળ કેરળના કોલ્લામનો સુનિલકુમાર ભાદરણ નામનો વ્યક્તિ વેકેશન મનાવવા માટે કેરળમાં આવ્યો હતો. તેણે તેના મિત્રની 13 વર્ષની ભત્રીજી સાથે 3 મહિના સુધી વારંવાર બળાત્કાર કર્યો હતો. ગુનેગારની ઓળખ થઈ ગઈ હતી. પરંતુ પેલી છોકરી તેણીના કુટુંબને આ વાતની જાણ કરે ત્યાં સુધીમાં તો સુનિલ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો. તે પહેલેથી જ ત્યાં સ્થાયી થઈ ગયો હતો અને વેકેશન મનાવવા માટે જ તે ભારત આવેલો હતો.

🔜 એટલે પેલી છોકરી તેના કુટુંબને આ ઘટના વિશે જાણ કરે ત્યાં સુધીમાં સુનીલને માટે સાઉદી અરેબિયા ભાગી જવું બહુ આસાન હતું. સુનિલ ત્યાં ભાગી ગયો ત્યારબાદ તેના સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. પેલી છોકરીએ માત્ર થોડાક જ સમયમાં આત્મહત્યા કરી લીધી. તેના થોડા સમય પછી તેણીના કાકાએ પણ આત્મહત્યા કરી લીધી કારણ કે તેણે જ સુનીલને તેમનોકૌટુંબિક મિત્ર ગણાવ્યો હતો.

🔜 આ જ વર્ષે આંતરરાષ્ટ્રીય પોલીસ દ્વારા પણ આ ગુનેગાર સામે ફરિયાદની નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ પરિણામ કઈ જ ન આવ્યું. કોઈ વ્યક્તિ આ છોડવા તૈયાર ન હતું પણ એક બાહોશ અધિકારીએ પીડિતાને ન્યાય અપાવવા માટે આ કેસ હાથમાં લીધો. કોલ્લામ શહેરની નવી નિયુક્ત થયેલી IPS ઓફિસર મેરિન જોસેફ કે જેણે માત્ર એક મહિના પહેલા જ આ ચાર્જ સંભાળ્યો હતો તેને આ કેસ હાથમાં લીધો. તેણીએ ખૂબ જ ચપળતા પૂર્વક કામ કરવાનું શરૂ કરી દીધું.

🔜 આંતરરાષ્ટ્રીય પોલીસની મદદ લઈને મેરિન અને તેણીની ટિમ સાઉદી અરેબિયા ના રિયાધ ગયા. તેઓએ આખરે 14 જુલાઈએ આરોપીઓને પકડવાની વ્યવસ્થા કરી. નોંધપાત્ર રીતે, કોલ્લામ પોલીસની આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સી સાઉદીના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહી હતી, જે કેસમાં નિયમિત અપડેટ મેળવે છે, અને તે જાણવા મળ્યું હતું કે ભાદરણ પહેલેથી જ સાઉદી સત્તાવાળાઓની કસ્ટડીમાં હતો.

🔜 વળી, ભાદરણ સાઉદીનો પહેલો રહેવાસી છે કે જેને ભારતમાં થયેલા ગુનામાં પકડવામાં આવ્યો છે. મેરિન સુનિલને લેવા માટે ખુદની ટીમને પણ કહી શકતી હતી તેમ છતાં તેણીએ પોતે ત્યાં જવાનું નક્કી કર્યું અને સુનીલને લઈને જ ભારત પરત ફરી.

🔜 મેરિન ત્યારબાદ આખા દેશમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી. તેણી માત્ર 22 વર્ષની નાની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને IPS બનનારી કેરળની સૌ પ્રથમ મહિલા બની ગઈ છે.

🔜 તમે કોઈ પણ દેશમાંથી કે ભારતના કોઈપણ રાજ્યમાંથી મારો આ બ્લોગ વાંચી રહ્યા હોય તો જે તે દેશ કે રાજ્યનું નામ નીચે કમેન્ટ્સમાં જરૂર લખજો કે જેથી મને ખબર પડે કે મારો બ્લોગ કયા દેશના અને કયા રાજ્યના લોકો વાંચે છે. તમને આ માહિતી ગમી કે નહીં તે પણ સાથે જણાવજો.  

🔜 તમારા દેશના કે રાજ્યના કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ અથવા એવા લોકો કે જેમને અસામાન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના વિશે તમે જાણતા હો તો નીચે કમેન્ટ્સમાં મને જણાવજો.

🔜 હું તેવા અધિકારીઓ કે લોકો વિશે માહિતી મેળવીને લખવાના તમામ પ્રયાસો કરીશ.

જય હિંદ
જય ભારત

--------------------------------------------------------------

Hindi Translation :-

🔜 दोस्तों, आज मैं आपके सामने फिर से एक नया लेख लेकर आ रहा हूं।

🔜 दोस्तों, ऐसा लगता है कि महिलाएं हर चीज में पुरुषों की समकक्ष काम कर सकती हैं। महिलाएं पुरुषों के साथ कदम से कदम मिलाकर चल रही हैं। हर क्षेत्र में महिलाएं अपना सर्वश्रेष्ठ परिणाम दे रही हैं चाहे वह घर चलाना हो या देश।

🔜 जब से सुशांत सिंह ने आत्महत्या की है या उनकी हत्या हुई है, तब से लेकर उनका मामला चर्चा का विषय बन गया है। मेरी राय में, अगर हमारे देश में सबसे भयानक पुलिस है, तो यह बॉम्बे की है। इसके बाद सबसे भयानक पुलिस के रूप में आईटीबीपी का नंबर आता है। हास्यास्पद बात यह है कि मुंबई पुलिस एक ही मामले में एक भी तथ्य के साथ नहीं आ पाई है जबकि बिहार पुलिस ने इतने कम समय में सुशांत सिंह के मामले में कई तथ्य सामने लाए हैं।


🔜 हमें आश्चर्य होता है जब मुम्बई पुलिस, जिसे देश में सबसे भयानक पुलिस बल के रूप में पहचाना जाता है, उसे इस मामले को उसे सौंपा गया है फिर भी वह इस केस को सॉल्व नहीं कर सकती। दूसरी ओर, भारत में एक पुलिस अधिकारी ऐसे है जो एक अपराधी को विदेश से पकड़ कर भारत ले आये है।  हाँ दोस्तों, आश्चर्य की बात यह है कि यह पुलिस अधिकारी एक आदमी नहीं है, बल्कि एक महिला है।  आश्चर्यचकित हो गए ना मित्र?

🔜 हाँ दोस्तों, मैं एक ऐसे आईपीएस महिला अधिकारी के बारे में बात कर रहा हूँ, जो केवल 30 साल की है और अपने जिले में एक आयुक्त के रूप में सेवा कर रही है। इतनी कम उम्र में कमिश्नर के पद तक पहुँचने वाली वह भारत की लगभग पहली महिला हैं।

🔜 उस आईपीएस महिला अधिकारी का नाम मेरिन जोसेफ है। मेरिन जोसेफ का जन्म 20 अप्रैल 1990 को केरल के एर्नाकुलम में हुआ था। उनके पिता का नाम अब्राहम और माता का नाम मीना है।  मूल रूप से केरल के रैनी में रहने वाले उनके पिता कृषि मंत्रालय में मुख्य सलाहकार हैं। जबकि उनकी मां, जो मूल रूप से कोट्टायम की थीं, अर्थशास्त्र की शिक्षिका थीं।

🔜 उन्होंने अपनी शिक्षा कॉन्वेंट ऑफ जीसस एंड मैरी स्कूल, नई दिल्ली में पूरी की। उसके बाद उन्होंने सेंट स्टीफन कॉलेज, दिल्ली विश्वविद्यालय से इतिहास में स्नातक की डिग्री पूरी की।

🔜 उन्होंने दिल्ली में IAS कोचिंग सेंटर से अपना UPSC प्रशिक्षण प्राप्त किया।

🔜 2012 में मेरिन द्वारा दिए गए यूपीएससी परीक्षा का परिणाम 2013 में आया था और वह राष्ट्र में 188 वें स्थान पर थी। उसे IAS, IPS, IRS, IFS विकल्प दिए गए। लेकिन उसने आईपीएस का विकल्प चुना और हैदराबाद से आईपीएस की ट्रेनिंग पूरी करने के बाद उसे अपने गृहनगर एर्नाकुलम की सेवा करने का मौका मिला।

🔜 बात है 2017 की। सुनीलकुमार भाद्रन नाम का एक व्यक्ति, जो मूल रूप से केरल के कोल्लम का रहने वाला था, छुट्टी मनाने केरल आया था। उसने अपने दोस्त की 13 वर्षीय भतीजी के साथ 3 महीने तक बार-बार बलात्कार किया। अपराधी की पहचान कर ली गई थी। लेकिन जब तक लड़की ने अपने परिवार को इसी घटना के बारे में सूचित किया, तब तक सुनील सऊदी अरब भाग गया था। वह पहले से ही वहां बस गया था और अपनी छुट्टी मनाने के लिए भारत में था।

🔜 जब तक लड़की इस घटना के बारे में अपने परिवार को सूचित करे, तब तक सुनील के लिए सऊदी अरब भाग जाना बहुत आसान था। सुनील के वहां से भागने के बाद उसके खिलाफ पुलिस स्टेशन में शिकायत दर्ज की गई थी। लड़की ने कुछ ही समय बाद आत्महत्या कर ली। कुछ समय बाद, उसके चाचा ने भी आत्महत्या कर ली क्योंकि उसीने ही सुनील को अपना पारिवारिक दोस्त कहा था।

🔜 उसी वर्ष, अंतर्राष्ट्रीय पुलिस ने अपराधी के खिलाफ शिकायत का नोटिस भी जारी किया। लेकिन नतीजा कुछ नहीं निकला।  कोई भी हार मानने को तैयार नहीं था लेकिन एक चतुर अधिकारी ने पीड़ित को न्याय दिलाने के लिए मामला उठाया। यह मामला कोल्लम शहर के नव नियुक्त आईपीएस अधिकारी मेरिन जोसेफ द्वारा उठाया गया, जिन्होंने एक महीने पहले ही पदभार संभाला था। उसने बहुत चतुराई से काम लेना शुरू कर दिया।

🔜 अंतरराष्ट्रीय पुलिस की मदद से मेरिन और उनकी टीम सऊदी अरब के रियाध गई। उसने अंततः १४ जुलाई को आरोपि को गिरफ्तार करने की कोशिश की। गौरतलब है कि कोल्लम पुलिस की अंतरराष्ट्रीय जांच एजेंसी सऊदी अरब केअधिकारियों के संपर्क में थी, जो मामले पर नियमित अपडेट प्राप्त करती थी, और यह पता चला कि भाद्रन पहले से ही सऊदी अरब के अधिकारियों की हिरासत में था।

🔜 इसके अलावा, भाद्रन भारत में किए गए अपराध के लिए गिरफ्तार होने वाला पहला सऊदी निवासी है। मेरिन, सुनील को लेने के लिए अपनी टीम को कह सकती थी, लेकिन उसने खुद वहां जाने का फैसला किया और सुनील के साथ भारत लौट आई।

🔜 मेरीन तब पूरे देश में बहुत लोकप्रिय हुई थी। वह महज 22 साल की छोटी उम्र में यूपीएससी की परीक्षा पास कर IPS बनने वाली केरल की पहली महिला बन गईं।

🔜 यदि आप मेरे ब्लॉग को किसी भी देश या भारत के किसी भी राज्य से पढ़ रहे हैं, तो नीचे दिए गए टिप्पणियों में उस देश या राज्य का नाम लिखें और अगर आपको यह जानकारी पसंद आई हो, तो हमें भी बताएं।

🔜 यदि आप अपने देश या राज्य के किसी उच्च अधिकारियों या असाधारण कारनामे करने वाले लोगों के बारे में जानते हैं तो मुझे नीचे टिप्पणी में बताएं।

🔜 मैं ऐसे अधिकारियों या लोगों के बारे में जानकारी प्राप्त करने और लिखने का हर संभव प्रयास करूंगा।

जय हिंद
जय भारत

--------------------------------------------------------------

English Translation :-

🔜 Friends, today I am coming back to you with a new article.

🔜 Friends, it seems that women can do the same thing as men in everything. Women are mingling with men step by step.  Women in every field are giving their best results whether it be running home or country.

🔜 Ever since Sushant Singh committed suicide or was murdered, his case has become a topic of discussion. In my opinion, if there is the most horrible police in our country, it is Bombay police. Then comes the number of ITBP as the most horrible police. The ridiculous thing is that the Mumbai Police has not been able to come up with a single fact in the same case that the Bihar Police has brought up so many facts in Sushant Singh's case in just a short time.



🔜 We are surprised when the Mumbai Police, which is said to be the most terrifying police force in the country, cannot hand over the case to them. On the other hand, there is a police officer in India who has caught a criminal from abroad and brought him to India. Yes friends, the surprising thing is that the police officer is not a man but a woman. Surprised friends?

🔜 Yes friends, I am talking about an IPS woman officer who is only 30 years old and is serving as a commissioner in her district. She is almost the first woman in India to reach the post of Commissioner at such a young age.

🔜 That IPS female officer's name is Merin Joseph. Merin Joseph was born on April 20, 1990 in Ernakulam, Kerala. His father's name is Abraham and mother's name is Meena. Originally from Raini, Kerala, her father is a chief consultant in the Ministry of Agriculture. While her mother, originally from Kottayam, was a teacher of economics.

🔜 She completed her education at the Convent of Jesus and Mary School, New Delhi. She then completed her bachelor's degree in history from St. Stephen's College, Delhi University. 

🔜 She received her UPSC training from the IAS Coaching Center in Delhi.

🔜 The result of UPSC exam given by Mary in 2012 came in 2013 and she was ranked 188th in the nation.  She was given IAS, IPS, IRS, IFS options. But she opted for IPS and after completing her IPS training from Hyderabad, she got a chance to serve her hometown Ernakulam.

🔜 The talk is about 2017. A man named Sunilkumar Bhadran, originally from Kollam in Kerala, came to Kerala for a vacation. He repeatedly raped his friend's 13-year-old niece for 3 months. The culprit was identified. But by the time the girl informed her family, Sunil had fled to Saudi Arabia. He had already settled there and was in India to celebrate his vacation.

🔜 So it was easy for Sunil to flee to Saudi Arabia until the girl informed her family about the incident. A complaint was lodged against him at the police station after Sunil fled there. The girl committed suicide shortly after. Shortly afterwards, her uncle also committed suicide because he was the one who called Sunil his family friend.

🔜 The same year, the International Police also issued a notice of complaint against the culprit. But the result was nothing. No one was willing to give up but a clever officer took up the case to bring the victim to justice. The case was taken up by the newly appointed IPS officer of Kollam city, Merin Joseph, who took over the charge just a month ago. She started working very deftly.

🔜 With the help of the international police, Merin and her team went to Riyadh, Saudi Arabia. They finally managed to arrest the accused on 14 July. Significantly, the international investigation agency of the Kollam police was in contact with the Saudi authorities, which received regular updates on the case, and it was learned that Bhadran was already in the custody of the Saudi authorities.

🔜 Moreover, Bhadran is the first Saudi resident to be arrested for a crime committed in India. Even though Merin could have asked her own team to take Sunil, she decided to go there herself and returned to India with Sunil.

🔜 Merin then became very popular throughout the country. She became the first woman in Kerala to become an IPS by passing the UPSC exam at the young age of just 22 years.

🔜 If you are reading this blog from any country or any state of India, you need to write the name of that country or state in the comments below so that I know which country and which state people are reading my blog. Also let me know if you liked this information.

🔜 Let me know in the comments below if you know of any high officials in your country or state or people who have achieved extraordinary feats.

🔜 I will make every effort to get information and write about such officers or people.

Jay Hind
Jay Bharat

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

If you find any wrong information, difficulty or query then let me know.