Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

એડોલ્ફ હિટલર

                        🔜 એડોલ્ફ હિટલર 🔙

🔜 જ્યારે જ્યારે માનવતા ઉપર થયેલી ભયંકર ક્રૂરતાની વાત કે અસામાન્ય અત્યાચારની વાત આવશે ત્યારે ત્યારે ઈતિહાસ સૌથી પહેલા એડોલ્ફ હિટલરને યાદ કરશે. એવું પણ કહેવાય છે કે જર્મનીના આ તાનશાહને કારણે જ બીજું વિશ્વ યુદ્ધ થયું હતું કે જેમાં લગભગ સાતથી 8 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. હું આ લેખમાં તમને લગભગ એવી 30 વાત જણાવીશ કે જે તમે પહેલા કદાચ ભાગ્યે જ સાંભળી હોય.

1. હિટલરને યહૂદીઓથી ખુબ જ નફરત હતી. તે યહૂદીઓને અપવિત્ર માનતો હતો અને એવું કહેતો હતો કે જે કંઈ પણ ખોટું થાય છે તે આ યહૂદીઓને કારણે જ થાય છે. આવી જ નફરત ના કારણે તેણે 60 લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

2. યહૂદીઓ ઉપર આટલો બધો અસામાન્ય અત્યાચાર કરવાવાળા તાનાશાહ નો પહેલો પ્રેમ એક યહૂદી છોકરી જ હતી. પરંતુ તે વખતે હિટલરમાં એટલી પણ હિંમત ન હતી કે તે પોતાના પ્રેમનો પ્રસ્તાવ તે છોકરી સમક્ષ મૂકી શકે. એ વ્યક્તિ કે જેનાથી પૂરી દુનિયા થર થર કાંપતી હતી તેનામાં એટલી પણ હિંમત ન હતી કે તે એક છોકરી સાથે વાત કરી શકે.

3. એક અનુમાન મુજબ હિટલરની નક્સલવાદી નીતિઓને કારણે બીજા વિશ્વયુદ્ધ પહેલા લગભગ 1 કરોડ 10 લાખ લોકોએ પોતાની જાન ગુમાવી અને બીજા વિશ્વ યુદ્ધમાં લગભગ 7 કરોડ લોકોએ.

4. The Holocaust કે જે યહૂદીઓને જડમૂળથી નાબૂદ કરવા માટેનું જાણીજોઈને કરેલું એક કાવતરું હતું તે holocaust ના સમયમાં જ હિટલરે ટોર્ચર કેમ્પસ ચલાવ્યા હતા. જેને કોન્સન્ટ્રેશન કેમ્પસ પણ કહેવાતા હતા કે જ્યાં જવા કરતાં કેદીઓ મરવાનું વધારે પસંદ કરતા હતા. આ ટોર્ચર કેમ્પસમાં કેદીઓને ખૂબ જ તડપાવી તડપાવીને મારી નાખવામાં આવતા હતા. આવા કેટલાય કેમ્પસ હિટલરે હોલોકોસ્ટ દરમિયાન ચલાવ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે હિટલર ક્યારેક કોઈ કેમ્પને જોવા માટે ગયો જ ન હતો.

5. હિટલરની તાનાશાહી ને કારણે જ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા સદીના મહાન વૈજ્ઞાનિકે જર્મની છોડીને અમેરિકાનું શરણ લીધું હતું.

6. શું તમે માનશો કે જે વ્યક્તિએ ક્રુરતાની બધી જ હદ વટાવી નાખી હોય, કે જેને ટોર્ચર કેમ્પસમાં લાખો લોકોને તડપાવી તડપાવીને મારી નાખ્યા હોય અને જે વ્યક્તિને કારણે જ બીજુ વિશ્વ યુદ્ધ થયું હોય, તે જ વ્યક્તિને 1939માં યુદ્ધ શરૂ થયા પહેલા શાંતિના નોબલ પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા હોય?

7. 1938 માં અમેરિકાના ટાઈમ મેગેઝિને હિટલરને ‘મેન ઓફ ધ યર’ નું ટાઈટલ આપેલું.

8. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે માનવતાને નેવે મુકવાવાળો અને અસંખ્ય લોકોની હત્યા કરવા વાળો એડોલ્ફ હિટલર પોતે આસ્તિક હતો અને તેને ભગવાનમાં ખુબ જ શ્રધ્ધા હતી.

9. શું તમે વિશ્વાસ કરી શકશો કે આટલી મોટી સંખ્યામાં કત્લેઆમ મચાવવા વાળો હિટલર સંપૂર્ણપણે શાકાહારી હતો તેમજ તેણે પશુ હિંસાની વિરુદ્ધમાં કાયદો પણ બનાવ્યો હતો. પરંતુ સૌથી શરમજનક વાત તો એ છે કે તેણે પશુ હિંસાને તો રોકી પરંતુ માનવતાની બધી જ હદ વટાવી નાખી હતી.

10. અત્યાધુનિક યુગમાં હિટલર એવો પહેલો વ્યક્તિ હતો કે જેણે ધૂમ્રપાનની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું અને તેણે એ પણ જાહેરાત કરી હતી કે ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

11. દુનિયાના મોટા મોટા નેતાઓ અને અગ્રણીઓ જ્યારે પોતાની સ્પીચ બીજા પાસે લખાવતા હોય છે અને સારામાં સારા સ્પીચ લાઈટરનો સહારો લેતા હોય છે ત્યારે હિટલરે ક્યારેય પોતાની સ્પીચ બીજા પાસે નથી લખાવી. તે પોતાની બધી જ સ્પીચ જાતે જ લખતો હતો.

12. એડોલ્ફ હિટલર પોતે એક શાનદાર વક્તા હતો. તે ભડકાઉ ભાષણ પણ આપતો હતો અને તેને લોકોને ઉશ્કેરવામાં ખૂબ જ મજા આવતી હતી. તેના ભાષણમાં લોકોના દિલ જીતવાની પૂરી તાકાત હતી. ઈતિહાસકારો કહે છે કે હિટલરની વાતોમાં મોટામાં મોટી ભીડને રોકી રાખવાની પ્રચંડ શક્તિ હતી અને આવી કાબેલિયત ખરેખર બહુ ઓછા લોકોમાં જોવા મળે છે.

13. હિટલરના પિતાએ 3 લગ્ન કર્યા હતા. જેમાં પહેલા લગ્ન પોતાની ઉંમરથી ખાસી એવી મોટી મહિલાથી જ્યારે બીજા અને ત્રીજા લગ્ન પોતાની ઉંમરથી ખાસી એવી નાની ઉંમરની છોકરીઓ જોડે કરેલા હતા. હિટલર પોતાના પિતાની ત્રીજી પત્નીનો પુત્ર હતો.

14. હિટલરના જન્મ સમય પહેલા તેની માતા ગર્ભપાત કરાવવા માગતી હતી પરંતુ અંતિમ સમયે ડોક્ટરે તેને તે કામ માટે ના પાડી દીધી હતી.

15. હિટલર સવારે 11:00 વાગ્યે સૂઈને ઊઠતો હતો અને પોતાના નોકરોને મોડી રાત સુધી જગાડી રાખતો હતો.

16. હિટલર અને ચાર્લી ચેપ્લિન આ બંનેની મૂછો એક જેવી જ હતી અને ઘણા જીનિયસ લોકો એમ પણ કહે છે કે હિટલર ચાર્લી ચેપ્લિનનો પ્રશંસક હતો. તેથી તેના જેવી મૂછ રાખતો હતો. પરંતુ તમે લોકો સમયનો ઘટનાક્રમ કહો કે સમયનો સંયોગ પણ બંનેનો જન્મ ૧૮૮૯ માં જ થયો, હિટલર (20 એપ્રિલ, 1889) અને ચાર્લી ચેપ્લિન (16 એપ્રિલ, 1889) અને એપ્રિલ માસમાં જ થયો, અને બંનેના જન્મમાં માત્ર ચાર દિવસનો જ તફાવત હતો.

17. Adolf નામનો મતલબ થાય છે શાનદાર ભેડિયા.

18. બચપણમાં હિટલર પાદરી બનવાનું સ્વપ્ન રાખતો હતો કારણકે તે જ્યારે 4 વર્ષનો હતો ત્યારે એક પાદરીએ જ તેને ડૂબતા બચાવ્યો હતો.

19. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકી સૈનિકોએ એક ઘાયલ જર્મન સૈનિકને જીવતદાન આપ્યું હતું અને ખુશનસીબથી તે વ્યક્તિ એડોલ્ફ હિટલર જ હતો અને પછી તે જ હિટલરે વીણીવીણીને યહૂદીઓનો કત્લેઆમ કર્યો હતો.

20. Anne Frank જર્મનીની એક યહૂદી છોકરી હતી કે જેણે માત્ર ચૌદ-પંદર વર્ષની ઉંમરે એક ડાયરી લખી હતી. તે ડાયરીને તેણીના પિતાએ તેણીના 13 માં જન્મદિવસ ઉપર ગિફ્ટ આપી હતી. તે ડાયરી નું નામ છે “The Diary of a Young Girl” કે જે આજે પણ દુનિયામાં સૌથી વધારે વહેંચાયેલી બુક પૈકીની એક છે. તે ડાયરીને વાંચીને હિટલરના ખતરનાક અત્યાચારને તમે ખૂબ જ નજીકથી જોઈ શકો તેમ છો.

21. દુનિયાને ડરની આંધીમાં ધકેલવા વાળો માનવ એડોલ્ફ હિટલર પણ દરે વખતે મોતની બીકથી જીવતો હતો. તેને એવો શક હતો કે પોતાના ખાવામાં  ઝેર મિલાવી શકાય છે. તેના કારણે જ તેણે ફૂડ ટેસ્ટરને નોકરી માટે રાખ્યા હતા. આ ફૂડ ટેસ્ટરસ હિટલરના ખાણી-પીણીનો ટેસ્ટ કરતા હતા અને પછી જ તે હિટલરને આપવામાં આવતું હતું.

22. હિટલર પાસે એક જ ટેસ્ટીકલ હોવાને કારણે તે ક્યારેય પિતા નહોતો બની શક્યો.

23. એલેકઝાન્ડર ધ ગ્રેટ કે જેને સિકંદર પણ કહેવામાં આવે છે તે, નેપોલિયન બોનાપાર્ટ અને હિટલર. આ ત્રણેય વ્યક્તિમાં એક વાત સામાન્ય હતી કે આ ત્રણેયને બિલાડીથી ખૂબ જ ડર લાગતો હતો.

24. હિટલરે પોતાની આત્મકથા "Mein Kampf" માં ભારત અને ભારતીયો વિશે ખૂબ જ ખોટી વાતો લખેલી હતી. જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ જોડે તેની મુલાકાત થઈ ત્યારે નેતાજીએ તે વાતને ધ્યાનમાં લઈને પોતાની નારાજગી જાહેર કરી, તે સમયે હિટલર ખૂબ જ શરમીંદો થયો હતો અને તેણે નેતાજીને પ્રોમિસ કર્યું કે તે વાતને પોતાની બુકમાંથી વટાવી દેશે.

25. 1936માં જર્મનીમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારત અને જર્મની વચ્ચે રમાયેલી હોકી મેચમાં, હોકીના મહાન જાદુગર મેજર ધ્યાનચંદને કારણે જ ભારતે જર્મનીને તે મેચમાં 8-1 થી હરાવી હતી. તે મેચ હિટલર પણ જોઈ રહ્યો હતો. તે ધ્યાનચંદથી એટલો પ્રભાવિત થઈ ગયો હતો કે તેણે ધ્યાનચંદને જર્મની તરફથી રમવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો તેમજ ધ્યાનચંદને આર્મીમાં ઉંચી રેંક આપવાની પણ વાત કરી હતી. પરંતુ સ્વાભિમાની મેજર ધ્યાનચંદે તે ઓફરને હસતા મોઢે ઠુકરાવી દીધી હતી.

26. હિટલરનું એવું માનવું હતું કે જર્મની કા તો વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનશે અથવા તો જર્મનીનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે.

27. જો કદાચ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની હાર્યું નો હોત તો હિટલરે લગભગ પરમાણુ બોંબ બનાવી જ લીધા હતા.

28. એવું માનવામાં આવે છે કે જ્યારે રશિયાએ બર્લિન પર હુમલો કર્યો ત્યારે એટલે કે, 30 એપ્રિલ, 1945 ના દિવસે જ હિટલરે આત્મહત્યા કરી લીધી હતી.

29. એવું પણ માનવામાં આવે છે કે હિટલરે પોતાના જીવનના એક માત્ર લગ્ન તેના મૃત્યુના માત્ર એક દિવસ પહેલા ઈવા બ્રાઉન નામની તેની પ્રેમિકા જોડે કર્યા હતા. તેમજ તેના પછીના જ દિવસે હિટલરે પોતાની હારથી નિરાશ થઈને ખુદને ગોળી મારી દીધી હતી અને તેની પ્રેમિકાએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

30. ઘણા બધા ઈતિહાસકારોનું એવું માનવું છે કે હિટલરે સ્યુસાઈડ નહોતું કર્યું પરંતુ અમેરિકા સાથે થયેલા એક ગુપ્ત સહમતીને કારણે તે પોતાની પ્રેમિકા જોડે આર્જેન્ટિના ચાલ્યો ગયો હતો કે જ્યાં તે ઘણો સમય સામાન્ય જિંદગી જીવતો રહ્યો અને 1962માં તે મૃત્યુ પામ્યો.

મિતુલભાઈ ગોહેલ 'તેજ' (08/10/2019) 8:55 p.m.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ