Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

માઈકલ જેક્સન




          🔛 માઈકલ જેક્સન : સ્ટાર ઓફ એક્શન 🔛

નામ : માઈકલ જોસેફ જેક્સન
જન્મ તારીખ : 29 ઓગસ્ટ, 1958
મૃત્યુ તારીખ : 25 જૂન, 2009
ઓળખ : કિંગ ઓફ પોપ મ્યુઝિક

🔜          માઈકલ જેક્સન ભલે ફિલ્મસ્ટાર ન હતો પરંતુ સંગીતની દુનિયામાં તો એ એક્શન સ્ટાર જ હતો. વેસ્ટર્ન સેલિબ્રિટીની પરંપરા પ્રમાણે તેનું પણ રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. પોપ સંગીતવિશ્વના શિખર પર બિરાજતો માઈકલ જો જીવતો હોત તો આજે તારીખ 29 મી ઓગષ્ટે તેણે પોતાનો 61 મો જન્મદિવસ ઉજવ્યો હોત. મૃત્યુ પછી પણ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવતા માઈકલને ચાલો આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ.

🔜          માઈકલનો જન્મ આફ્રિકન-અમેરિકન મધ્યમવર્ગીય પરિવારમાં થયેલો હતો. તેનું કુટુંબ ઈન્ડિયાનામાં એક નાનકડા મકાનમાં રહેતું હતું. તેમની માતા કેથરીન ઈસ્ટર ધાર્મિક કામગીરી સાથે સંકળાયેલા હતા, જ્યારે પિતા જોસેફ વોલ્ટર જેક્સન સ્ટીલ મિલમાં કામદાર હતા. પિતા સાથે માઈકલને સારા સંબંધો ન હતા એટલે નાનપણમાં તેણે ચાબુકથી બહુ માર ખાધેલો.

🔜          માઈકલે ચાર વર્ષની ઉંમરે જ ગાવાનું ચાલુ કરી દીધેલું. તેના ગાયન ઉપરાંત શરીરને રબ્બરની જેમ ડાન્સ કરાવવાની આવડતને કારણે તેના ચાહકો વધતા ગયા. ‘મૂન વોકિંગ’ નામનો તેનો ડાન્સ આજે પણ એટલો જ લોકપ્રિય છે. માઈકલે વળી મૂન વોકિંગ, સ્ટ્રીટ ડાન્સર પાસેથી શીખેલું.

🔜          માઈકલે પોપ સંગીતકાર એલ્વિસ પ્રિસ્લીની દીકરી 'લિસા' સાથે 1994 માં લગ્ન કરેલા અને તે લગ્ન 1996 સુધી ટક્યાં. 1996 માં માઈકલે 'ડેબોરાહ' સાથે બીજા લગ્ન કર્યા. એ લગ્ન 1999 સુધી ટક્યાં અને તેમને બે સંતાનો થયા.

🔜          તેને 1988 માં 1.7 કરોડ ડોલર ખર્ચીને નેવરલેન્ડ નામે આલીશાન રહેણાક બનાવેલું. 2700 એકરમાં ફેલાયેલા નેવરલેન્ડમાં થિમપાર્ક, થિયેટર, પ્રાણી સંગ્રહાલય સહિતની સગવડો હતી. નેવરલેન્ડના રક્ષણ માટે 40 ચોકીદારો તૈનાત રહેતા રહેતા.

🔜          સંગીત માટે એકાદ ગ્રેમી એવોર્ડ મળી જાય તો પણ ગાયકો ધન્યતા અનુભવતા હોય છે પરંતુ માઈકલને તો 13 ગ્રેમી એવોર્ડ મળેલા.

🔜          ગિનિસ બુક ઓફ રેકોર્ડ પ્રમાણે એમ. જે. (જે નામે માઈકલ વધારે ઓળખાતો) જગતનો સૌથી સફળ એન્ટરટેઈનર હતો. તેનું પ્રદાન સંગીત ઉપરાંત ડાન્સિંગ, ફેશન અને જાહેર જીવનમાં પણ હતું, જે ભૂલી શકાય તેમ નથી.

🔜          ખાવામાં તેને મેક્સિકન ફૂડ વધારે પસંદ હતું. પરંતુ, તે શાકાહારી હતો. સુપર હીરો તરીકે તેને એક્સ-મેન ગમતો હતો.

🔜          આખી દુનિયા માઈકલની ફેન છે, પરંતુ માઈકલ પોતે કોમેડી સિરિયલ 'થ્રી સ્ટુજીસ'નો ચાહક હતો.

🔜          તેની 'થ્રિલર' નામની કેસેટે આખા જગતમાં બેસ્ટ સેલરનો વિક્રમ સ્થાપ્યો છે. થ્રિલરની આખા જગતમાં પાંચ કરોડ કોપી વેચાઈ છે. તેની કુલ ૩૦ કરોડ કરતા પણ વધુ કેસેટ્સ આખા જગતમાં વેચાઈ છે.

🔜          મેડમ તુષાડના જગતમાં કુલ પાંચ મ્યુઝિયમ છે અને તે પાંચેયમાં માઈકલની હાજરી છે.

🔜          સમગ્ર જીવન દરમિયાન તેને સંગીતમાંથી ૫૦ કરોડ ડોલરની આવક થયેલી.

🔜          હોલિવૂડના લિજેન્ડરી ડિરેક્ટર માર્ટિન સ્કોસિર્સે એક વખત માઈકલનો વિડીયો ડિરેક્ટ કરેલો.

🔜          1997માં થયેલા સર્વેમાં તે જગતની સૌથી પ્રખ્યાત વ્યક્તિ હતી.

🔜          1999માં તેણે ૧૫ લાખ ડોલર ચૂકવીને 1939 ની ફિલ્મ 'ગોન વિથ ધ વિન્ડ'ને મળેલી ઓસ્કાર એવોર્ડની ટ્રોફી ખરીદી લીધેલી.

🔜          જેકસન પર બાળકો સાથે જાતીય સતામણીના કેસો પણ થયેલા.

🔜          માઈકલને સાતના આંકડા સાથે ઘણી લેણાદેણી હતી. તેણે પોતાનું વીલ 07-07-2002ના દિવસે સાઈન કરેલું. માઈકલ જેકસન મેમોરિયલ 07-07-2009ના દિવસે બનેલું. તેના બે લોકપ્રિય આલ્બમ 'બ્લેક એન્ડ વાઈટ' અને 'બિલી જીન' સતત સાત અઠવાડિયા માટે પહેલા ક્રમે રહેલા.

🔜          તેના જન્મના વર્ષમાં સરવાળો 19 + 58 = 77 થાય છે જ્યારે મૃત્યુ 25 તારીખે થયેલું જેનો સરવાળો પણ 2 + 5 = 7 થાય છે. તેની સરનેમ જેકસન (Jackson) અંગ્રેજીમાં સાત અક્ષર ધરાવે છે.

🔜          મૃત્યુ વખતે માઈકલ આખા જગતમાં 50 શૉ કરવાની તૈયારીમાં હતો.

સંકલન : મિતુલભાઈ ગોહેલ "તેજ"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ