🔜 ઈતિહાસ કે જેને સમૂળગો ખોટો જ ભણાવી દેવામાં આવ્યો છે તો અહીં એક સાચી હકીકત રજૂ કરું છું તો અહીં વાસ્તવિકતા વાંચવાની તસ્દી થોડીક લેજો.
🔛 પૃથ્વીરાજ ચૌહાણ 🔛
🔜 ભારતમાં રણો ના રાજા કહેવાતા રાજસ્થાનના અજમેર શહેરમાં સન 1149 માં માતા કર્પુરીદેવીની કુખે પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ થયો હતો. તેમના પિતા હતા સોમેશ્વર ચૌહાણ કે જે ચૌહાણ વંશના શાશક હતા. અને તેના નાના હતા દિલ્હીના શાશક મહારાજ અનંગપાલ.
🔜 પૃથ્વીરાજ બચપણથી જ બહાદુર અને યુદ્ધકલામાં નિપુણ હતા. તેઓ તલવાર બાજી અને ઘોડેસવારીના પણ શોખીન હતા. શિકાર પણ તેની પ્રિય રમત હતી. એવું કહેવાય છે કે પૃથ્વીરાજે કોઈપણ હથિયાર વગર નાનપણમાં જ એક સિંહને મારી નાખ્યો હતો. અને તેમની ખાસ વિશેષતા હતી 'શબ્દભેદી બાણ ચલાવવું.' તે કઈપણ જોયા વગર માત્ર અવાજ સાંભળીને પોતાનો શિકાર કરી શકતા હતા. તેના નાના તેની આ વિરતાને જોઈને ખૂબ ખુશ થયા હતા. જેને કારણે જ દિલ્હી નરેશ મહારાજ અનંગપાલે તેને દિલ્હીની ગાદીનો ઉત્તરાધિકારી જાહેર કરી દીધો હતો. 1179 માં તેમના પિતા મહારાજ સોમેશ્વર ચૌહાણનું ભીમદેવ પહેલાની સામેના યુદ્ધમાં મૃત્યુ થયું હતું ત્યારબાદ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ અજમેરની ગાદી પર બેઠા અને તેઓ 30 વર્ષની ઉંમરે દિલ્હીના રાજા બની ગયા હતા. દિલ્હીની ગાદી પર બેઠા પછી પૃથ્વીરાજે એક કિલ્લા પીથોરગઢનું નિર્માણ કરાવ્યું હતું. આથી પૃથ્વીરાજને રાય પીથોરા પણ કહેવામાં આવે છે. પણ તેમનું દિલ હંમેશા અજમેરમાં રહેતું હતું એટલે તેમણે બંને શહેરોને રાજધાનીનો દરજ્જો આપી દીધો હતો.
🔜 સતત વિજય અભિયાન ચલાવીને તેને પોતાની સીમા રાજસ્થાનના સાંભર, ગુજરાત અને પૂર્વ પંજાબ સુધી વિસ્તારી દીધી હતી. જેને કારણે ઘણાયે રાજાઓને તેની બળતરા થતી હતી. જેમાંનો એક હતો કંનોઝનો રાજા જયચંદ. તેનું રાજ દિલ્હીમાં પૂર્વથી ઘણું દૂર સુધી ફેલાયેલું હતું. પરંતુ રાજા જયચંદ પૃથ્વીરાજની પ્રસિદ્ધિથી જેટલી બળતો હતો તેટલી જ તેની દીકરી સંયુકતા (સંયોગીતા) પૃથ્વીરાજની વધતી જતી ખ્યાતિને લીધે પૃથ્વીરાજથી પ્રભાવિત થઈ હતી. અને પૃથ્વીરાજ પણ સંયોગીતાની સુંદરતાની મોહકતામાં મોહી પડેલા હતા. અને તેઓ મનમાં ને મનમાં સંયોગીતાને પ્રેમ કરવા માંડયા હતા. બંને વચ્ચે અત્યંત ખાનગી રીતે કાવ્યમય પત્રવ્યવહાર થવા લાગ્યો. જ્યારે જયચંદને ખબર પડી કે તેની દીકરી પૃથ્વીરાજને પ્રેમ કરે છે ત્યારે જયચંદનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો હતો. તેઓ બીજું કંઈ કરી શકતા ન હતા તેથી તેઓએ સંયુક્તાના લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો અને પૃથ્વીરાજને અપમાનિત કરવા માટે તેણે એક યોજના બનાવી. તેમણે સંયોગીતાને માટે એક એક સ્વયંવરનું આયોજન કર્યું. જેમાં તે પોતાની પસંદગીનો વરને પરણી શકતી હતી. જેનાથી સંયુક્તા પણ પ્રસન્ન હતી પરંતુ જયચંદે રમેલી ચાલથી તે અજાણ હતી.
🔜 જયચંદે પૃથ્વીરાજ સિવાય દેશના તમામ નાના-મોટા રાજાઓને નિમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ તેને તેનાથી પણ સંતોષ થયો ન હતો. તેથી તેને પૃથ્વીરાજની એક મૂર્તિ બનાવીને તેને દ્વારપાળના સ્વરૂપે લગ્નમંડપના પ્રવેશદ્વાર પાસે રાખી દીધી હતી. જ્યારે સમય થયો ત્યારે સંયુક્તા વરમાળા લઈને આવી પહોંચી અને તેણે ચોતરફ જોયું પરંતુ તેને પૃથ્વીરાજ ક્યાંય ન દેખાયો તેથી તે તણાવમાં આવી ગઈ અને તેણે એક પણ રાજાના ગળામાં વરમાળા ન નાખી. પરંતુ જ્યારે દરવાજા પાસે દ્વારપાળના સ્વરૂપે ઉભેલા પૃથ્વીરાજ ની મૂર્તિ તરફ તેની નજર ગઈ તો તે ત્યાં ગઈ અને મૂર્તિને વરમાળા પહેરાવી દીધી. જેને કારણે જયચંદ અને બીજા રાજાઓને બહુ જ ગુસ્સો આવ્યો પરંતુ આ તો માત્ર ટ્રેલર હતું અને પિક્ચર તો હવે જ શરૂ થવાનું હતું.
🔜 ત્યાં જ મૂર્તિ પાછળથી પૃથ્વીરાજ બહાર નીકળ્યો અને તેને સંયોગીતાનો હાથ પકડ્યો અને તેને પોતાના ઘોડા પર બેસાડીને ચાલી નીકળ્યો. જ્યાં સુધી જયચંદ અને બીજા રાજાઓ કઈ કરે ત્યાં સુધીમાં તો પૃથ્વીરાજ બહુ દૂર નીકળી ગયો હતા. અને તે ખૂબ જ ઝડપથી પોતાના સૈનિકો સાથે તેઓ દિલ્હી પહોંચી ગયો. આ જ કારણે જયચંદ અને પૃથ્વીરાજ વચ્ચે વેર બંધાયું હતું. આ જ સમયે વિદેશી લૂંટારો તેવો અફઘાનિસ્તાનના 'ઘોર પ્રદેશનો' શાશક 'શાહબુદ્દીન મહોમ્મદ ઘોરી' ભારતની તરફ આગળ વધી રહ્યો હતો. ઘોરીએ પશ્ચિમી પંજાબમાં રાજ કરી રહેલા મહમુદ ગજનવીના વંશજોને હરાવીને ત્યાં કબજો કરી લીધો હતો અને પોતાની સેના લઈને ભટીંડા સુધી આવી પહોંચ્યો હતો. પરંતુ અહીંથી જ પૃથ્વીરાજની સીમાનો પ્રારંભ થતો હતો. તેમજ ભારતના લોહપુરૂષ પૃથ્વીરાજને હરાવવો સાવ સરળ કામ ન હતું. પરંતુ મહોમ્મદ ઘોરીએ પોતાની જીતના ઘમંડમાં ત્યાં પણ હુમલો કરી દીધો અને તેની ઉપર પોતાનો કબજો લઈ લીધો. જેવી કે પૃથ્વીરાજને આ ખબર પડી કે તેઓ પોતાની સેના લઈને ભટીંડા તરફ નીકળી પડયા અને 1191 માં પ્રાચીન શહેર થાણેશ્વરની નજીક તરાઈના યુદ્ધ મેદાનમાં ઘોરીની સેના સાથે બાથ ભીડી લીધી. પરંતુ ઘોરીને અને તેની સેનાને પોતાને મળેલી આગળની જીતનો ઘમંડ હતો જ્યારે પૃથ્વીરાજ ચૌહાણની સેના દેશભક્તિથી ઓતપ્રોત હતી.
🔜 પૃથ્વીરાજ પોતે જ પોતાના સૈનિકો માટે પ્રેરણા રૂપ હતો અને તેમને પ્રેરણા પુરી પાડતો હતો. તેણે ઘોરીના ઘણા બધા સૈનિકોને એકલે હાથે મારી નાખ્યા હતા. આ જોઈને પૃથ્વીરાજની સેના પણ ઉત્સાહિત થઈ ગઈ હતી અને તેને ઘોરીની સેના ઉપર ત્રણ બાજુએથી હુમલો કરી દીધો. ઘોરીને આટલા ભયંકર મુકાબલાની શંકા ના હતી. આ યુદ્ધમાં ઘોરી મૂર્છિત થઈ ગયો અને ઘોરીના સૈનિકો તેને લઈને ભાગી ગયા. આ યુદ્ધમાં પૃથ્વીરાજે 7 કરોડ રૂપિયા કરતા પણ વધારેની સંપત્તિ પ્રાપ્ત કરી હતી જે તેને પોતાના સૈનિકોમાં વહેંચી દીધી. આ યુદ્ધમાં જ ઘોરીને બંદી બનાવવામાં આવ્યો હતો અને તેને પૃથ્વીરાજની રાજધાની તેવી પીથોરગઢ ખાતે લાવવામાં આવ્યો હતો. અને ઘોરીએ પૃથ્વીરાજના દરબારમાં તેની સમક્ષ ઘૂંટણિયે પડીને તેને છોડી મુકવામાં આવે તેવી આજીજી કરેલી અને પૃથ્વીરાજની તુલના તેને ભગવાન સાથે કરી અને પૃથ્વીરાજે તેની તે આજીજીને સ્વીકારી લીધી હતી પરંતુ પૃથ્વીરાજના જ કેટલાક મંત્રીઓ દુશ્મનને છોડી મુકવામાં આવે તેનો વિરોધ કરતા હતા. પરંતુ પૃથ્વીરાજ પાસે કોઈનું કશું ચાલ્યું નહીં અને પૃથ્વીરાજે ઉદાર મન રાખીને સન્માનપૂર્વક ઘોરીને છોડી મુક્યો જે ઉદારતા પૃથ્વીરાજને મોતના મુખમાં ધકેલી ગઈ.
લોકોનું કહેવું (માનવું) છે કે પૃથ્વીરાજે 18 યુદ્ધોમાંથી 17 યુદ્ધોમાં ઘોરીને હરાવ્યો હતો. (જે વાત સાથે હું સંમત નથી કારણકે ઈતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણ અને મહોમ્મદ ઘોરી વચ્ચેના બે જ યુદ્ધ થયા છે તેવું બતાવ્યું છે જે તમે ગૂગલ સર્ચ એન્જીનમાં પણ જોઈ શકો છો.)
🔜 પોતાની પુત્રી સંયોગીતાના અપહરણ બાદ જયચંદના મનમાં પૃથ્વીરાજ તરફ નફરત વધતી ગઈ હતી અને તેણે પૃથ્વીરાજને પોતાનો દુશ્મન માની લીધો હતો. જ્યારે તેને પૃથ્વીરાજ અને ઘોરીના યુદ્ધ વિશે ખબર પડી ત્યારે તે ઘોરી સાથે મળી ગયો અને બંન્ને એ સાથે મળીને એક વર્ષ બાદ 1192માં ફરી વખત પૃથ્વીરાજને થાણેશ્વર નજીક આવેલા તરાઈના યુદ્ધમેદાનમાં લલકાર્યો. આ વખતે ઘોરી પાસે 1 લાખ ને 20 હજારની સેના હતી. પૃથ્વીરાજે ઘોરીને તેની સામે આગલા યુદ્ધમાં મળેલા પરાજયની યાદ અપાવતા પાછા વળી જવાનો હુકમ કર્યો. આ હુકમથી ઘોરીએ પોતાની સેના થોડીક પાછી હટાવી લીધી કે જેથી છળકપટ કરી શકાય. તેણે પાછા જવાની જગ્યાએ અંદરોઅંદર જ પોતાની તૈયારી ચાલુ રાખી અને પૃથ્વીરાજને લાગ્યું કે તે (ઘોરી) તેની (પૃથ્વીરાજની) વાત માની ચુક્યો છે પણ તે ઘોરીની ચાલ સમજી ન શક્યો. ઘોરીની સેના થોડેક દૂર પોતાનો પડાવ નાખીને પડી રહ્યી અને એક દિવસ સવારે જ્યારે પૃથ્વીરાજના સૈનિકો પૂજા પાઠ કરી રહ્યા હતા ત્યારે ઘોરી અને તેની સેનાએ અચાનક હુમલો કરી દીધો અને કત્લેઆમ મચાવી દીધી હતી. તેણે પૃથ્વીરાજ ચૌહાણને ઘેરી લીધો અને તેના બાળમિત્ર સાથી કવિ ચંદ બરદાઈ ને બંદી બનાવી લીધા. ધોકાની ગાંઠ ના વિરતાની હોય છે કે ના સાહસની. અંતે પૃથ્વીરાજ ચૌહાણ જેવો મહાન શાશક પણ ધોકાનો શિકાર બની ગયો.
🔜 અંતે પૃથ્વીરાજ ચૌહાણનું અફઘાનિસ્તાનમાં ઘોરીના કારાવાસમાં જ મૃત્યુ થાય છે. 1999 ના કંદહાર (કંધાર) વિમાન હાઈજેક મામલામાં ભારતના તત્કાલીન વિદેશમંત્રી જશવંતસિંહ અફઘાનિસ્તાન ગયા હતા ત્યારે તેમને 'ગઝનીમાં' પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ છે તેવી માહિતી ખુદ તાલિબાની સરકારના અધિકારીઓએ આપી હતી. જે પૃથ્વીરાજ ચૌહાણની 'સમાધિ' ત્યાં મહોમ્મદ ઘોરીની 'કબ્રની' બાજુમાં જ હતી. તમને માનવામાં આવશે નહીં પણ ત્યાં અફઘાનિસ્તાનમાં આવેલા ગઝની શહેરમાં એ પરંપરા છે કે લોકો જયારે મહોમ્મદ ઘોરીની કબ્ર જોવા જાય છે ત્યારે તે લોકોએ પૃથ્વીરાજની સમાધીનું અપમાન જુત્તા (ચંપલા કે બુટ) થી કરવું પડે છે. જ્યારે જશવંતસિંહે ભારત આવીને આ વાતનો ખુલાસો કરેલો ત્યારે ભારતીય મીડિયાએ તેમાં મરી મસાલો ઉમેરીને તે નિવેદનને ભારતીય જનતાની સામે રાખેલું. પછી તો આમ આદમીથી માંડીને રાજનેતાઓએ પણ પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિ પાછા લાવવા માટેની વકાલત તો કરી પણ તેનો પ્રયાસ કરવાની તસ્દી જરાયે ના લીધી. જયારે શેરસિંહ રાણા ને ખબર પડી તો તેને પુરા સન્માન સાથે તે અસ્થિઓ પાછા લાવવા માટેનું પ્રાણ લીધું. અને તે અસ્થિ શેરસિંહ રાણા કઈ રીતે લાવ્યા તે મેં મારા સૌ પ્રથમ લેખમાં જ જણાવ્યું હતું.
🔜 હવેથી શરૂ થતી વાત સાથે હું સહમત નથી જે નીચે મુજબ છે. જે વાત છે તે મારા મત મુજબ કાલ્પનિક છે જેનું કારણ પણ હું અંતે રજુ કરી રહ્યો છું.
🔜 પૃથ્વીરાજ ચૌહાણ અને મહોમ્મદ ઘોરીનું કાલ્પનિક મૃત્યુ : બંદી બનાવાયેલા પૃથ્વીરાજને જ્યારે ઘોરીના દરબારમાં ઘોરી સામે લાવવામાં આવ્યો ત્યારે પૃથ્વીરાજની આંખોનું તેજ જોઈને ઘોરી ઘબરાઈ ગયો હતો અને તેને પૃથ્વીરાજને પોતાની નજર નીચી કરવા માટે કહ્યું હતું. પૃથ્વીરાજ એ વાત નહીં માન્યો અને તેણે ઘોરીને કહી દીધું કે એક સાચા રાજપૂતની નજર માત્ર મૃત્યુ જ ઝુકાવી શકે છે, બીજું કોઈ નહીં. આ સમયે ઘોરીનો મગજ સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે (ઘોરીએ) પૃથ્વીરાજની આંખોને કાઢી નાખવાનો આદેશ આપી દીધો.તેમ છતાંયે પૃથ્વીરાજે પોતાની આંખો ઘોરીની સામે ઝુકાવી નહીં. આથી ઘોરીએ પૃથ્વીરાજની આંખો ફોડીને પૃથ્વીને કારાગારમાં નાખી દીધો. મારા મત અનુસાર પૃથ્વીરાજનું મૃત્યુ ત્યાં કારાગારમાં જ થયું હતું. હવે પાછા મૂળ વાત પર ફરીએ. પૃથ્વીરાજના રાજદરબારી કવિ અને પૃથ્વીરાજના બાળપણના મિત્ર તેવા ચંદ બરદાઈથી પૃથ્વીરાજની આ સ્થિતિ સહન નહીં થઈ અને તેણે (કવિએ) ઘોરીના દરબારમાં હજાર થઈને કહ્યું કે પૃથ્વીરાજ કંઈપણ જોયા વગર માત્ર અવાજ સાંભળીને જ અચૂક નિશાન લગાવી શકે છે. ઘોરીને આ વાતનો વિશ્વાસ નહીં બેઠો અને આ વાતની પરખ માટે તેણે પૃથ્વીને દરબારમાં બોલાવ્યો. ત્યાં પૃથ્વીરાજના હાથમાં એક ધનુષ અને એક બાણ પકડાવી દેવામાં આવ્યું અને તેને આદેશ આપવામાં આવ્યો કે તે પોતાની ધનુષનું કારનામું કરી દેખાડે.
🔜 ઘોરીનો એક સૈનિક પૃથ્વીરાજને આદેશ આપે છે ત્યારે પૃથ્વીરાજ ધનુષ નથી ચલાવતો પરંતુ તે ઘોરીને કહે છે કે હું એક રાજા છું અને હું ક્યારેય કોઈ વ્યક્તિનો આદેશ માનતો નથી. હું માત્ર ત્યારે જ બાણ ચલાવીશ કે જ્યારે ખુદ સુલતાન મને આદેશ આપશે. આમ, ઘોરીએ બાણ ચલાવવાનો આદેશ આપ્યો અને આ આદેશ સાંભળીને પૃથ્વીરાજને ઘોરીની દીશાનો અંદાજ મળી ગયો ત્યારે ચંદ બરદાઈએ એક દોહો ગાયો,
"ચાર બાસ, ચોબિસ ગજ, અષ્ટ અંગુલ પ્રમાણ;
તા, ઉપર સુલતાન હે, મત ચુકો ચૌહાણ"
🔜 આ દોહામાં ઘોરીનું પૃથ્વીરાજથી અંતર બતાવવામાં આવ્યું હતું. હવે પૃથ્વીરાજની પાસે ઘોરીનું અંતર અને દિશા બંને હતું. ઘોરીની દીશાનો અંદાજ મળતા જ પૃથ્વીરાજે શબ્દભેદી બાણ ચલાવી દીધું કે જે સીધું જ જઈને ઘોરીના ગળે વાગ્યું અને ઘોરી ત્યાં જ મૃત્યુ પામ્યો. (આ વાત સાથે હું સંપૂર્ણપણે અસહમત છું). અને એવું માનવામાં આવે છે કે પછી પોતાની દુર્ગતિ થી બચવા માટે પૃથ્વીરાજ અને બાળમિત્ર ચંદ બરદાઈ બંનેએ એકબીજાને છરો મારી દઈને પોતાના જીવનની લીલા સંકેલી લીધી. એવું પણ કહેવામાં આવે છે કે ચંદ બરદાઈ અને પૃથ્વીરાજનો જન્મ એક સાથે થયો હતો અને મૃત્યુ પણ. આ વાત સાંભળીને સંયોગીતા એ પોતે પણ પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો.
મારું કારણ : આપણને જે ઈતિહાસ ભણાવવામાં આવે છે કે આવ્યો છે તે સાવ ખોટો છે તેવું મારુ સ્પષ્ટપણે માનવું છે. પહેલી વાત એ કે પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન મહોમ્મદ ઘોરી વચ્ચે ઈતિહાસમાં માત્ર બે જ વખત 1191 અને 1192 માં યુદ્ધ થયું છે જેને ઈતિહાસમાં 18 વખત બતાવવામાં આવ્યું છે. બીજી વાત એ કે ઈતિહાસમાં પૃથ્વીરાજ અને ઘોરીનું જે રીતે મૃત્યુ દર્શાવવામાં આવે છે તે વાત સાથે હું એટલે માટે સહમત નથી કે પૃથ્વીરાજે પહેલા તો ઘોરીનો વધ નહોતો કર્યો કારણકે આની પાછળનું કારણ એ છે કે જો પૃથ્વીરાજે ઘોરીનો વધ કર્યો અને બંને મિત્રો ઘોરીના સૈનિકોના હાથે મૃત્યુ પામવાને બદલે એકબીજાના હાથથી જ મૃત્યુ પામવા માંગતા હોય અને બંને જો એકબીજાને જ છરો મારી દેતા હોય તો ચંદે લખેલું પૃથ્વીરાજ રાસો ખોટું પડે તેનું કારણ એ જ કે ચંદ મૃત્યુ પામે તે પછી તેની અધૂરી બુક બીજા પુરી કરે અને ઈતિહાસમાં એવું બતાવવામાં આવ્યું છે કે તે બુક ચંદ બરદાઈના પુત્ર જલહણે પુરી કરેલી છે. અને એક આડ વાત એ કે જો તે બુક જલહણે પુરી કરેલી હોય તેને પૃથ્વીરાજનું અને ઘોરીનું અંતર કેમ ખબર પડી ? અને બીજું કારણ એ કે 1206 ની આજુબાજુ શાહબુદ્દીન મહોમ્મદ ઘોરી જ્યારે કોઈ યુદ્ધ જીત્યા બાદ પરત ફરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાનની ઝેલમ નદીના કિનારા પાસે ખોખર નામના જાટ કબીલાઓ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને 15મી માર્ચ 1206 ના રોજ ઘોરીનું મૃત્યુ થયું હતું. આખો ઈતિહાસ આ જ છે જે હકીકત છે અને ઉપરના ફોટામાં ઘોરીનું મૃત્યુ કઈ રીતે થયું તેની નોંધ છે.
🇮🇳 જય ભારત 🇮🇳
🇮🇳 વંદે માતરમ 🇮🇳
🇮🇳 ભારત માતાકી જય 🇮🇳
🇮🇳 ઈંકીલાબ જીંદાબાદ 🇮🇳
1 ટિપ્પણીઓ
પૃથ્વી રાજ ચૌહાણ અને માલવપતિ મુંજ ના સમયમાં ગુજરાત માં કયા રાજા શાસન કરતા હતા એ જણાવશો
જવાબ આપોકાઢી નાખોતેમજ મહમ્મદ ગઝની અને મહમ્મદ ઘોરી એક જ કે અલગ અલગ હતા એ પણ માહિતી આપશોજી
If you find any wrong information, difficulty or query then let me know.