ડૉ. આરિફ અલ્વી (69) મંગળવારે પાકિસ્તાનના 13મા રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા છે. અલ્વી 9 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કરશે. દાંતના ડૉક્ટર રહેલા અલ્વી પાકિત્સાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુબ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનનો કાર્યકાળ આઠ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થાય છે. રસપ્રદ વાત એ છે કે, ડૉ. આરિફના પિતા હબિબ ઉર રહેમાન ઈલાહી અલ્વી પણ દાંતના ડૉક્ટર હતાં અને ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરૂના ડેન્ટિસ્ટ હતાં.
મીડિયા સમાચાર અનુસાર નેશનલ એસેમ્બલી અને સીનેટના કુલ 430 સભ્યોમાંથી એક અલ્વીને 212 વોટ મળ્યા હતાં. તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)ના મૌલાના ફજલુર રહેમાનને હરાવ્યા. રહેમાનને 131 વોટ મળ્યા. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રત્યાશી એજઝાઝ અહેસાનને માત્ર 81 વોટ મળ્યા. છ વોટ રદ કરી દેવામાં આવ્યા. આ ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિની પસંદગી કર્યા બાદ અલ્વીએ ઇમરાન ખાનનો આભાર માન્યો. તેમણે પોતાના ભાષણમાં કહ્યું,’આજથી હું માત્ર મારી પાર્ટી જ નહી પરંતુ તમામ પાર્ટીઓ અને દેશનો રાષ્ટ્રપતિ છું. તમામ પાર્ટીઓનો મારા પર અધિકાર છે.’ તેમણે પોતાના શપથગ્રહણમાં વિપક્ષી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓને પણ બોલાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, તેમનો રાજનૈતિક સંઘર્ષ 1967માં અયૂબ ખાનના સમયે શરૂ થયો હતો. મને લાગે છે કે ત્યારથી દેશમાં વધારે જાગરૂક્તા આવી છે. તેમણે વિધાનસભા અનુસાર પણ ચાલવાની વાત કહી છે.
0 ટિપ્પણીઓ
If you find any wrong information, difficulty or query then let me know.