Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

સૌથી ખતરનાક 8 સર્જીકલ સ્ટ્રાઈક (सबसे खतरनाक ८ सर्जिकल स्ट्राइक / Most Dangerous 8 Surgical Strikes).

🔜 વિશ્વની સૌથી ખતરનાક 8 સર્જીકલ સ્ટ્રાઈક :


🔜 સર્જીકલ સ્ટ્રાઈક : એક એવો સૈનિક હુમલો કે જેમાં દુશ્મનના એક ખાસ ટાર્ગેટને નિશાનો બનાવવામાં આવે છે. એવુ કરતા પહેલા દુશ્મનના પ્લાનીંગની જાણકારી મેળવવામાં આવે છે અને નાની નાની જાણકારીનો ખ્યાલ રાખીને એકદમ સટ્ટીક હુમલો કરવામાં આવે છે. આ સ્ટ્રાઈકમાં એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે જે જગ્યાએ આતંકીઓ કે દુશ્મનો છુપાયેલા છે તે જ જગ્યાને નિશાન બનાવવામાં આવે છે કે જેથી બીજા લોકોને કોઈ નુકસાન ના પહોંચે. આ ઓપરેશનને અંજામ દેવા માટે સેનાના સ્પેશિયલ કમાન્ડોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેની જાણકારી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે.


નંબર 1 - ઓપરેશન થનડરબોલ્ટ (1976) : આ અત્યારસુધીનું સૌથી મોટું અને સફળ ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં ઈઝરાયેલ પોતાના 106 નાગરિકોને બચાવવા માટે યુગાન્ડા પર રીતસરનું તૂટી પડ્યું હતું. આનું કોડનેમ ઓપરેશન થનડરબોલ્ટ કે મિશન એન્ટીબીના નામથી જાણવામાં આવે છે. વાસ્તવિક રીતે 27 જુન, 1976 ના દિવસે પોપ્યુલર ફ્રન્ટફોટ લિબરેશન ઓફ ફિલિસ્તાનના 4 આતંકીઓએ એર ફ્રાંસના 1 વિમાનને હાઈજેક કરીને યુગાંડા લઈ ગયા હતા. જેમાં 106 ઈઝરાયેલી નાગરિકો પણ હાજર હતાં. જેમાં આતંકીઓ ઈઝરાયેલની જેલમાં કેદ પોતાના સાથીઓની મુક્તિ ચાહતા હતા. જ્યારે યુગાન્ડાના તે વખતના સૌથી ભ્રષ્ટ તાનશાહ ઈદી અમીને કે ત્યાંના સૈનિકોએ બચાવવા માટે કોઈ રુચિ દાખવી નહીં. ત્યારપછી ઈઝરાયેલ એરફોર્સના સૈનિકોએ ખુદ કઈક કરવા માટે વિચારી લીધું અને ઈઝરાયેલે સ્પેશિયલ ફોર્સના 186 કમાન્ડોને રાતના સમયે 4 ટ્રાન્સપોર્ટ પ્લેનમાં લગભગ 4200 કિલોમીટર દૂર યુગાન્ડા મોકલ્યા. આ અસંભવ લાગતા ઓપરેશનમાં ઈઝરાયેલી સૈનિકોએ યુગાન્ડાના એન્ટીબી એરપોર્ટ પર હુમલો કરી દીધો. આ કમાન્ડો હવાઈ અડ્ડા પર આતંકીઓને ધોકો દઈને 3 કારમાં આવ્યા અને ગોળીબાર શરૂ કરી દિધો હતો. પછી તો શું ? એક પછી એક આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા અને 106 બંધકોમાંથી 3 બંધકો મૃત્યુ પામ્યા તેમજ આ ઓપરેશનમાં આતંકવાદીઓ દ્વારા યુગાન્ડાના 45 ફૌજીઓ પણ મૃત્યુ પામ્યા હતા અને ફક્ત એક ઈઝરાયેલી કમાન્ડર યોનાથન નેતાન્યાહુ કે જે અત્યારના પ્રધાનમંત્રી તેવા બેન્ઝામીન નેતાન્યાહુના મોટા ભાઈ હતા તેનું મૃત્યુ થયું હતું અને અન્ય 10 જવાનો ઘાયલ થયા હતા. આ ગોળીબારમાં ઈઝરાયેલે યુગાન્ડાની સેનાના રશિયન નિર્મિત 11 મિગ-17 વિમાનો અને મિગ-21 વિમાનોને તબાહ કરી દીધા હતા. આ મિશનને યોનાથનની યાદમાં ઓપરેશન યોનાથનના નામે પણ ઓળખવામાં આવે છે. ક્ષેત્રફળમાં મણિપુરથી પણ નાના દેશે બીજા દેશમાં ઘૂસીને પોતાના દુશ્મનોને જે રીતે નેસ્ત્રનાબુદ કરી દીધા તે ખૂબ કાબિલે તારીફ છે.


નંબર 2 - ઓપરેશન એલ.ઓ.સી. (L.O.C.) : ઉરી હુમલા પછી તારીખ 28, 29 સપ્ટેમ્બર 2016 ના દિવસે ભારતીય સેનાના પેરા કમાન્ડોએ એલ.ઓ.સી.ની પેલી પાર જઈને રાતના અંધારામાં આતંકીઓના કેટલાયે કેમ્પને તબાહ કરવાની સાથે સાથે તેમના 7 લોન્ચિંગ પેડ પણ બરબાદ કરી દીધા હતા. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના કેટલાક જવાનો ઉપરાંત ઘણા બધા આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. ત્યારપછી પાકિસ્તાની સેનાએ થોડાક સમય માટે આતંકી કેમ્પોને બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધા હતા. પરંતુ પાકિસ્તાન ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી આ અફલાતૂન કાર્યવાહીને હંમેશાં જૂઠું કહેતું રહ્યું છે પણ તેનો ખોફ આજે પણ પાકિસ્તાનને રહેલો છે.


નંબર 3 - ઓપરેશન રૈથ ઓફ ગોડ : સન 1972 માં ઓલિમ્પિક ખેલ રમતોના આયોજન દરમિયાન ઓલિમ્પિકના ગામમાં હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘુસી ગયા હતા. તે લોકોએ 11 ઈઝરાયેલી ખેલાડીઓને બંધક બનાવ્યાં હતા. ત્યારપછી તે લોકોએ જેલમાં બંધ 234 ફિલિસ્તાનિઓને છોડવાની માંગણી કરી હતી. ત્યારપછી ઈઝરાયેલી સેનાના શાર્પ શૂટરોએ તેમની ખુફિયા એજન્સી મોસાદની મદદથી આતંકીઓને નિશાન બનાવવાનું ચાલુ કરી દીધું હતું. ખુદને ચારેય બાજુથી ઘેરાયેલા જોઈને આતંકીઓએ હથિયાર વગરના ખેલાડીઓ પર ગોળીઓ વરસાવવાનું ચાલુ કરી દીધું તેમજ એક હેલિકોપ્ટરને બોંબથી ઉડાવી દીધું અને પછી બીજા હેલિકોપ્ટરમાં બેઠેલા ખેલાડીઓને પણ ગોળીઓથી મારી નાખવામાં આવ્યા. થોડી જ મિનિટમાં ઐરબેઝમાં હાજર તમામ આતંકીઓને મારી નાખવામાં આવ્યા. સાથે જ ઈઝરાયેલના નવ ખેલાડીઓ પણ આતંકીઓની ગોળીઓનો શિકાર બની ગયા. ઈઝરાયેલી સેનાએ ખુફિયા એજન્સી મોસાદની મદદથી તે બધા જ લોકોના મૃત્યુનો બદલો લેવા માટેની યોજના બનાવી કે જેની સંડોવણી ઓપરેશન બ્લેક સપ્ટેમ્બરમાં હતી. આ મિશનને નામ આપવામાં આવેલું રૈથ ઓફ ગોડ. યુનિક નરસંહારના બે દિવસ બાદ ઈઝરાયેલી સેનાએ સિરિયા અને લેબનોનમાં મોજુદ ફિલિસ્તીન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના 10 ઠેકાણાઓ પર બોંબમારો કર્યો અને લગભગ 200 આતંકવાદીઓ ને અને સામાન્ય નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.


નંબર 4 - ઓપરેશન નેપચ્યુન સ્પીયર : વિશ્વના સૌથી ભયાનક બની રહેલા અને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરવા માટેનો માસ્ટર માઈન્ડ અને અલકાયદાના વડા તેવા ઓસામા બિન લાદેનને મારવા માટે અમેરિકાના નેવી સિલ કમાન્ડોએ સર્જીકલ સ્ટ્રાઈક કરેલી. 2 મે, 2011 ના દિવસે અમેરિકી સેનાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે પાકિસ્તાનના હિલ સ્ટેશન તેવા એબોટાબાદ ખાતેના 1 ઘરમાં કાર્યવાહી કરતી વખતે ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો. આ પ્રિ-પ્લાનિંગ હુમલો હતો. આ CIA દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો.


નંબર 5 - ઓપરેશન મ્યાનમાર : 4 જૂન, 2015 ના દિવસે નાગા ઉગ્રવાદીઓએ મણિપુરના ચંદેલ એરિયામાં ભારતીય સૈનિકો પર હુમલો કરી દીધો હતો અને આપણા 18 સૈનિકો શહિદ થયા હતા. ત્યારપછી જવાબી કાર્યવાહી કરતી વખતે ભારતીય આર્મીના 70 સૈનિકોએ મ્યાનમારના જંગલોમાં સર્જીકલ ઓપરેશન કર્યું હતું. 40 મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં 90 થી 100 જેટલા નાગા ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને 10 થી 20 નાગા ઉગ્રવાદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.


નંબર 6 - ઓપરેશન ગોથીક સરપેન્ટ : અમેરિકાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે 1993માં સોમાલિયાના મહોમ્મદ ફારાહ ઐદીબને પકડવા માટે સર્જીકલ સ્ટ્રાઈક કરેલી. પણ આ સ્ટ્રાઈક અસફળ રહ્યી. અમેરિકાના 2 બ્લેકહોક હેલિકોપ્ટર RPG થી તોડી પાડવામાં આવેલા અને 18 સૈનિકોની મૃત્યુ થયેલી અને 70 થી વધુ અમેરિકી સૈનિકો ઘાયલ થઈ ગયેલા. આની વચ્ચે જ મોકાનો ફાયદો ઉઠાવીને ફારાહ ઐદીબ ભાગી નીકળ્યો. આ સર્જીકલ સ્ટ્રાઈકને નાકામિયાબ સર્જીકલ સ્ટ્રાઈક પણ ગણવામાં આવે છે. આ વિષય પર એક મશહૂર બુક પણ લખાઈ ચુકી છે અને એક મશહૂર હોલિવૂડ ફિલ્મ પણ બની ચુકી છે.


નંબર 7 - ઓપરેશન ઈગલ ક્લોવ : નવેમ્બર 1979માં ઈરાનની રાજધાની તહેરાનમાં થોડાક ઈરાની વિદ્યાર્થીઓએ 53 અમેરિકી નાગરિકોને U.S. ના દુતાવાસમાં બંધક બનાવી લીધા હતા. ક્રાંતિકારીઓની માંગ એવી હતી કે અમેરિકા ઈરાનના ઘરના મામલામાં દખલ દેવાનું બંધ કરે અને મહોમ્મદ રઝાને પોતાના જ દેશ ઈરાનમાં પાછો મોકલીને તેના ઉપર કેસ ચલાવવા દેવામાં આવે. અમેરિકાના રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે ઈરાનના વિદ્યાર્થીઓની વાત ન માનીને બંધકોને છોડાવવા માટે અમેરિકાએ એક સિક્રેટ ઓપરેશન ચલાવેલું જે અસફળ રહ્યું હતું. તેઓના હેલિકોપ્ટર જેવા નીકળ્યા તેવું જ ખરાબ હવામાન તેમનું દુશ્મન બની ગયું અને અમેરિકી સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું અને આગ લાગવાને કારણે 8 અમેરિકી સૈનિકોએ મૃત્યુને વ્હાલું કરવું પડ્યું હતું. આ ઓપરેશનને તરત રોકવું પડેલું અને સુપર પાવર (મહાસત્તા) બનવા વાળા અમેરિકાને પુરી દુનિયા સામે શર્મિન્દુ થવું પડેલું. જેની કિંમત જિમી કાર્ટરને રાષ્ટ્રપતિનું પદ દઈને ચૂકવવી પડેલી.


નંબર 8 - ઓપરેશન ખાલિદ શેખ મોહમ્મદની ગિરફ્તારી : માર્ચ 2003માં CIA એ પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી અને 3 આતંકવાદીઓને પકડી લીધા જેમાંથી એક ખાલિદ હતો કે જે 2001માં અમેરિકામાં થયેલા World Trade Center પરના હુમલાનો આરોપી હતો. તેને પકડવા માટે અમેરિકાએ 2003માં પાકિસ્તાનના રાવલપિંડીમાં ઓપરેશન ચલાવેલું હતું ત્યાંથી તે લોકોએ ખાલીદને પકડીને ગ્વાટીનામુંની ખાડીમાં પૂછપરછ માટે મોકલી આપ્યો હતો.


નોંધ : આ સર્જીકલ સ્ટ્રાઈક ઉપરાંત આવા ઘણા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે કે પણ એક પણ ઓપરેશનમાં આવી ચર્ચા ક્યારેય નથી થઈ જેટલી આ બધીએ કરાવી છે.

---------------------------------------------------------------
Hindi Translation :

🔜 दुनिया की ८ सबसे खतरनाक स्ट्राइक:

🔜 सर्जिकल स्ट्राइक: एक ऐसा सैनिक हमला जिसमें दुश्मनके एक विशेष लक्ष्यको निशाना बनाया जाता है। इससे पहले, दुश्मन की योजना की जानकारी प्राप्त की जाती है और छोटे विवरणों को ध्यान में रखते हुए बहुत सटीक हमला किया जाता है। इस स्ट्राइक में यह भी ध्यान में रखा जाता है कि जिस क्षेत्र में आतंकवादी या दुश्मन छिपे हुए हैं उसी ही क्षेत्रोंको निशाना बनाया जाता है, ताकि दूसरों को कोई नुकसान न पहुंचे। इस ऑपरेशन को अंजाम देने के लिए सेना के विशेष कमांडो को प्रशिक्षित किया जाता है, और इसकी जानकारी बहुत ही खुफिया रखी जाती है। 

१. - ऑपरेशन थंडरबॉल्ट (१९७६): यह अब तक का सबसे बड़ा और सफल ऑपरेशन माना जाता है। इस ऑपरेशनमें, इज़राइल अपने १०६ नागरिकों को बचाने के लिए युगांडा पर टूट पड़ा था। इसका कोडनेम ऑपरेशन थंडरबॉल्ट या मिशन एंटीबी के नाम से जाना जाता है। दरअसल, फिलिस्तीन के पॉप्युलर फ्रंटफोर्ट लिबरेशन के ४ आतंकवादियों ने २७ जून, १९७६ को एयर फ्रांस के १ विमान को हाईजैक कर लिया था जिनमे १०६ इजरायली नागरिकों भी मौजूद थे। जिसमें आतंकवादियों इज़राइल की जेल में कैद रहे अपने साथियोंकी रिहाई चाहते थे। तब युगांडा के, उन समय के सबसे भ्रष्ट तानाशाह ईदी अमीन और सैनिकोंने, पैसेन्जर्स को बचाने के लिए कोई रूचि नहीं दिखाई। उसके बाद, इज़राइली वायु सेना के सैनिकों ने कुछ करने के लिए सोचा, और इज़राइल की विशेष बल के १८६ कमांडो को ने रात के समय ४ ट्रांसपोर्ट प्लेनमे ४२०० किलोमीटर दूर युगांडा भेजा। इस असंभव लगने वाले ऑपरेशन में, इजरायली सैनिकों ने युगांडाके एंटीबी एयरपोर्ट पर हमला किया। कमांडो हवाई अड्डे पर आतंकवादीयो को चकमा देकर ३ कार में आये और गोलीबारी शुरू कर दी। फिर क्या? एक के बाद एक करके सभी आतंकवादियों को मार डाला और १०६ बंधकों में से ३ बंधकों की मृत्यु हो गई, साथ ही युगांडा के ४५ फौजी भी मारे गए और केवल एक इज़राइली कमांडर योनाथन नेतान्याहू जो इस वक़्त इज़राइलके प्रधानमंत्री बेंजामिन नेतन्याहू के बड़े भाई थे उनकी मृत्यु हो गई और अन्य १० कमांडो घायल हुए थे। इस मिशन को योनाथन की याद में ऑपरेशन योनाथन के रूप में भी जाना जाता है। इस गोलीबारी में इज़राइल ने युगांडाकी सेना के रुसकी बनावट के ११ मिग-१७ और मिग-२१ विमानों को तबाह कर दिया था। क्षेत्र में, मणिपुर से भी छोटे देशने दूसरे देशमें घुसकर खुद के दुश्मनों को नेस्तनाबूद कर दिया वह काबिलेतारीफ है।

२. - ऑपरेशन एल.ओ.सी.: १० सितंबर, २०१६ को उरी हमले के बाद २८ और २९ सप्टेंबर २०१६ के दिन बाद भारतीय सेना के पैरा कमांडोने एल.ओ.सी. की उस पार जाकर रात के अंधेरे में आतंकियों के बहोत से केम्प तबाह करने के साथ उसके ७ लॉन्चिंग पेड़ भी तबाह कर दिए। इस कार्यवाही में पाकिस्तान के कुछ जवान के अलावा, कई आतंकवादी मारे गए थे। उसके बाद पाकिस्तानी सेना ने थोड़े समय के लिए आतंकी कैंपो को स्थानांतरित कर दिया। लेकिन पाकिस्तान हमेशा भारतीय सेना द्वारा किए गए इस अफलातून कार्यवाही के बारे में झूठ बोल रहा है, लेकिन आज भी पाकिस्तान को इसका खौफ है।

३. - सन १९७२ में ओलंपिक खेलों की योजना के दौरान ओलंपिक गांव में हथियारो से सुसज्जित आतंकवादियों घुस गए। उन लोगों ने ११ इज़राइली खिलाड़ियों को बंधक बना दिया था। उसके बाद, उन लोगों ने जेल में रहे २३४ फिलीस्तीनियों को छोड़ने की मांग की। उसके बाद, इजरायली सेनाने उसके तेज निशानेबाजो और उसकी खुफिया एजेंसी मोसाद की मदद से आतंकियों को निशाना बनाना चालू कर दिया। खुद को चारो तरफ से घिरा हुआ देखकर, आतंकियों ने निहत्थे खिलाड़ियों पर गोलियां बरसाना शुरू कर दिया और एक हेलीकॉप्टर को बम से उड़ा दिया और फिर दूसरे हेलीकॉप्टर में बैठे खिलाड़ियों पर भी गोली बरसाकर मार डाला। कुछ ही मिनटों में एयरबेस में हाजिर सभी आतंकवादी मारे गए थे। साथ ही इज़राइल के नौ खिलाड़ियों भी आतंकवादियों की गोलियों के शिकार बन गए। इजरायली सेना ने खुफिया एजेंसी मोसाद की मदद से उन सभी लोगों की मौतका बदला लेने की योजना बनाई जिसकी भी भागीदारी ऑपरेशन ब्लैक सप्टेंबर से थी। इस मिशन का नाम दिया गया 'रेथ ऑफ गॉड'। अद्वितीय नरसंहार के दो दिनों के बाद, इजरायली सेना ने सीरिया और लेबनान में मौजूद फिलिस्तीन लिबरेशन संगठन के १० ठिकानों पर बमबारी करके लगभग २०० आतंकवादियों और आम जनता को मौत के घाट उतार दिए।

४. - ऑपरेशन नेप्च्यून स्पियर:
विश्व के सबसे भयानक बन रहे और अमेरिका के वर्ल्ड ट्रेड सेंटर पर हमला करने का मास्टर माइंड और अल कायदा के प्रमुख ओसामा बिन लादेन को मारने के लिए अमेरिकी सेना के नेवी सील कमांडोने सर्जिकल स्ट्राइक की थी। २ मई, २०११ के दिन, अमेरिकी सेना के विशेष टास्क फोर्स ने पाकिस्तान के हिल स्टेशन एबोटाबाद के एक घर में कार्यवाही करते समय ओसामा बिन लादेन की हत्या कर दी। यह पूर्व नियोजित हमला था। यह सीआईए द्वारा संचालित था।

५. - ऑपरेशन म्यांमार: ४ जून, २०१५ को, नागा चरमपंथियों ने मणिपुर के चंदेल क्षेत्र में भारतीय सैनिकों पर हमला किया और हमारे १८ सैनिक शहीद हुए। उसके बाद जवाबी कार्यवाही करते समय, भारतीय सेना के ७० सैनिकों ने म्यांमार के जंगलों में एक सर्जिकल ऑपरेशन किया। ४० मिनट चले इस ऑपरेशन में, ९० से १०० नागा चरमपंथियों को मार गिराया और १० से २० नागा चरमपंथी गंभीर रूप से घायल हो गए।

६. - ऑपरेशन गोथिक सरपेंट: १९९३ में अमेरिका की विशेष टास्क फोर्सने, सोमालिया के महोम्मद फराह ऐदिब को पकड़ने के लिए सर्जिकल स्ट्राइक किया था बल्कि यह स्ट्राइक असफल रही। अमेरिका के दो ब्लेकहोक हेलीकॉप्टर को आरपीजी से तोड़ दिए, १८ सैनिकों मारे गए और ७० से ज्यादा अमेरिकी सैनिकों की मौत हो गई। इसके बीच, फराह ऐदिब मोका के फायदे को उठाकर बच निकला। इस सर्जिकल स्ट्राइक को नाकामयाब सर्जिकल स्ट्राइक भी माना जाता है। इस विषय पर एक मशहूर बुक भी लिखी जा चुकी है और एक मशहूर हॉलीवुड फिल्म भी बन चुका है।

७. - ऑपरेशन ईगल क्लॉव: नवंबर १९७९ में ईरान की राजधानी तेहरान में कुछ ईरानी छात्रोंने, ५३ अमेरिकी नागरिको को यू.एस. दूतावास मैं बंधक बना दिया था। क्रांतिकारीयो की ए मांग थी कि अमेरिका, ईरान के घरेलू मामले में हस्तक्षेप को रोक दे  और मोहम्मद रजा को वापस अपने देश ईरान भेजके उस पर मुकदमा चलाने दे। अमेरिका के राष्ट्रपति जिमी कार्टर ने ईरान के छात्रों की बात को न मानते हुए बंधकों को छुड़वाने के लिए एक सीक्रेट ऑपरेशन को अंजाम दिया, जो असफल रहा। जैसे ही उनके हेलीकॉप्टर वहाँ से निकले, तुरंत ही बुरा मौसम उनके दुश्मन बन गया, और अमेरिकी सेना का एक हेलीकॉप्टर  दुर्घटनाग्रस्त हो गया और आग के कारण, ८ अमेरिकी सैनिकों ने अपनी जान गवाई। इस ऑपरेशन को तुरंत रोकना पड़ा और सुपर पावर (महाशक्ति) बनने वाले अमेरिका को पूरी दुनिया के सामने शर्मिंदा होना पड़ा। जिसका खामियाजा राष्ट्रपति जिमी कार्टर को इस्तीफा देकर भुगतना पड़ा था।

८. - ऑपरेशन खालिद शेख मोहम्मद की गिरफ्तारी: मार्च २००३ में, सी.आई.ए. ने पाकिस्तान में एक सर्जिकल स्ट्राइक की और ३ आतंकवादियों को पकड़ लिया, जिसमें से एक खालिद था, जो २००१ में अमेरिका के वर्ल्ड ट्रेड सेंटर पर हुए हमले का आरोपी था। उसको पकड़ने के लिए अमेरिका ने २००३ में पाकिस्तान के रावलपिंडी में एक ऑपरेशन चलाया था और वहां से उन लोगों ने खालिद को पकड़कर ग्वाटीनामु की खाड़ी में भेज दिया।

नोटिस : इस सर्जिकल स्ट्राइक के अलावा ऐसे बहोत से ऑपरेशन को अंजाम दिया गया है, लेकिन एक भी ऑपरेशन में इतनी चर्चा नही हुई जितनी इन सब में हुई है।
---------------------------------------------------------------
English Translation :

🔜 World's 8 Most Dangerous Surgical Strikes:

🔜 Surgical strike: A soldier's attack in which a special target of the enemy is marked. Before doing that, the enemy's planning information is obtained and a very accurate attack is carried out keeping in mind the smallest details. The strike also targets the area where terrorists or enemies are hiding so that no harm is done to others. Army's Special Commandos are trained to carry out this operation and their information is kept very secret.

No. 1 - Operation Thunderbolt (3rd July, 1976): This is considered to be the largest and most successful operation ever. In this operation Israel systematically crashed on Uganda to rescue its 106 citizens. This is codenamed Operation Thunderbolt or Mission Entebbe. In fact, on June 27, 1976, four terrorists from the Popular Front foot Liberation of Palestine hijacked an Air France plane, with 106 Israeli nationals in attendance. In which the terrorists wanted to release their comrades imprisoned in Israeli jails. Neither Uganda's most corrupt dictator at the time, Idi Amin, nor his troops showed any interest in rescuing them. Soldiers of the Israeli Air Force then thought of doing something themselves and Israel sent 186 Special Forces commandos to Uganda about 4,200 kilometers away in 4 transport planes at night. In this seemingly impossible operation, Israeli troops attacked Uganda's Entebbe airport. The commandos came in 3 cars after beating the terrorists at the airport and started firing. Then what? One by one the terrorists were killed and 3 out of 106 hostages were killed as well as 45 Ugandan soldiers were killed in this operation and only one Israeli commander Yonathan Netanyahu who was the elder brother of the current Prime Minister Benjamin Netanyahu was killed and 10 other soldiers were wounded. Israel destroyed 11 Russian-made Ugandan MiG-17s and MiG-21s in the firefight. This mission is also known as Operation Yonathan in the memory of Yonathan. The country which even a smaller than Manipur in terms of territory, infiltrated another country and annihilated its enemies is commendable.

No. 2 - Operation L.O.C.  (L.O.C.): After the Uri attack, on September 28, 29, 2016, Indian Army para-commandos crossed the LOC and destroyed several terrorist camps in the dark of night, as well as 7 of their launching pads. A number of militants were killed in the operation, in addition to some Pakistani soldiers. The Pakistani army then briefly shifted the terrorist camps to another location. But Pakistan has always called this heinous act by the Indian Army a lie but its fear is still with Pakistan today.

 No. 3 - Operation Wrath of God: Armed terrorists broke into the Olympic Village during the 1972 Olympic Games. They took 11 Israeli players hostage. They then demanded the release of 234 Palestinians imprisoned. Sharp shooters from the Israeli army and its intelligence agency, the Mossad, then began targeting terrorists. Seeing themselves surrounded by all the sides, the terrorists started bursting bullets on the unarmed players as well as bombed a helicopter and then the players in the another helicopter were shot dead as well. Within minutes all the terrorists present at the airbase were killed. At the same time, nine Israeli players were shot by the terrorists. The Israeli army, with the help of the intelligence agency Mossad, planned to avenge the deaths of all those involved in Operation Black September. The mission was named as the Wrath of God. Two days after the unique genocide, the Israeli army bombed 10 locations of the Palestine Liberation Organizations in Syria and Lebanon, killing about 200 terrorists and civilians.

No. 4 - Operation Neptune Spear: US Navy Seal commandos carried out a surgical strike to kill Osama bin Laden, the mastermind behind the world's most horrific attack on the US World Trade Center and the head of Al Qaeda. On May 2, 2011, Osama bin Laden was killed by the US Special Task Force in a house at Abbottabad, a hill station in Pakistan. This was a pre-planned attack. This was operated by the CIA.

No. 5 - Operation Myanmar: On June 4, 2015, Naga extremists attacked Indian troops in the Chandel area of ​​Manipur and 18 of our soldiers were martyred. In retaliation, 70 Indian Army soldiers conducted a surgical operation in the jungles of Myanmar. The operation, which lasted 40 minutes, killed 90 to 100 Naga militants and seriously wounded 10 to 20 Naga militants.

No. 6 - Operation Gothic Serpent: U.S. Special Task Force launched a surgical strike in 1993 to capture Somalia's Mohammed Farah Adib. The strike failed. Two U.S. Blackhawk helicopters were shot down by RPGs and 18 soldiers were killed and more than 70 U.S. soldiers were wounded. Meanwhile, Farah Adib took advantage of the situation and fled. This surgical strike is also considered a failed surgical strike. A famous book has been written and a famous Hollywood film has also been made on this subject.

No. 7 - Operation Eagle Clove: In November 1979, in the Iranian capital, Tehran, a group of Iranian students kidnapped 53 U.S. citizens in the U.S. embassy. The revolutionaries demanded that the United States stop interfering in Iran's domestic affairs and send Mohammad Reza back to his home country of Iran to be prosecuted. The U.S. President Jimmy Carter disobeyed Iranian students and launched a secret operation to free the hostages, which failed. As the plane got out of there, the same bad weather became their enemy, a U.S. military helicopter crashed and 8 U.S. soldiers were killed in a fire. The operation had to be stopped immediately and the United States, a superpower, had to be ashamed of the whole world. Jimmy Carter had to pay the price by giving the resignation from President ship.

No. 8 - Operation Khalid Sheikh Mohammed Arrested: In March 2003, the CIA carried out a surgical strike in Pakistan and captured three terrorists, one of whom was Khalid, who was accused in the 2001 attack on the World Trade Center in the United States. The United States launched an operation in Rawalpindi, Pakistan, in 2003 to capture him, from where they captured Khalid and sent him to the Guantanamo Bay for questioning.

Note: In addition to this surgical strikes, many such operations have been performed but not a single operation has ever had such a discussion as all of them have done.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ