Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

પાકિસ્તાનની ચૂંટણીમાં ઈમરાનખાનની જીત પાછળ આ હિંદુ ચાણક્યનો હાથ.


પાકિસ્તાનની ચૂંટણીઓમાં ડૉ. મહેશ કુમાર મલાની પહેલા એવા હિન્દૂ નેતા બની ગયા છે કે જેમને જનરલ સીટથી નેશનલ એસેમ્બલીની ચૂંટણી જીતી છે. તે દક્ષિણી સિંધ પ્રાંતની થારપરકાર સીટથી વિજયી થયા છે. આ સીટ પર હિન્દુઓની મોટી વસ્તી રહે છે.

મલાની અહીં સૌથી વધુ લોકપ્રિય છે. તેમની સભાઓમાં ઘણી ભીડ જોવા મળે છે, તે અહીંથી પ્રાંતીય એસેમ્બલીમાં પસંદગી થતી રહી છે. તેમની પહોંચ માત્ર થારપરકારમાં માત્ર હિન્દૂ જ નહીં, મુસલમાનોની વચ્ચે પણ છે. તે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતા છે. જીત બાદ તેમને ટ્વિટ કર્યું કે, થારપરકારે સાબિત કરી દીધું કે તે પુરી રીતે માત્ર પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના સાથે છે.

મોટા અંતરથી જીત્યા :
તેમના ટ્વિટર એકાઉન્ટ પેજ પર પોતાનો પરિચય ભુટ્ટોવાદી અને દિલથી પાકિસ્તાનીના રૂપમાં આપે છે. તેમને ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયંસના પ્રતિસ્પર્ધી અરબાબ જકાઉલ્લાને મોટા અંતરથી હરાવ્યા હતા. આ સંસદીય સીટને એન-222ના નામથી ઓળખાય છે. પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન અનુસાર, મલાનીએ 37,245 વોટ મેળવ્યા હતા, જ્યારે જકાઉલ્લાને માત્ર 18,323 વોટ મેળવ્યા હતા.

બે દશકોથી રાજનીતિમાં સક્રિય :
પુસ્કરણ બ્રાહ્મણ જાતિના મહેશ મલાની ઉદ્યોગપતિ છે. તેમની કંપનીનું કાર્યાલય કરાંચીમાં છે. થારપરકારના મીઠીમાં તેમના પરિવાર રસૂખદાર પરિવારોમાં ગણતરી થાય છે. તે બે દશકોથી સૌથી વધુ સમયથી પાકિસ્તાનની રાજનીતિમાં સક્રિય રહ્યા છે. સતત થારપરકારના લોકોને સંપર્કમાં રહે છે.

સિંધમાં મંત્રી પણ રહી ચૂક્યા છે :
મલાની વર્ષ 2003થી 2008 સુધી તે પાકિસ્તાનના રાષ્ટ્રીય એસેમ્બલીના સભ્ય રહ્યા છે. ત્યારે અલ્પસંખ્યકોની રિઝર્વ સીટ પર પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી દ્વારા નામિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2013ની ચૂંટણીઓમાં મલાની નેશનલ એસેમ્બલી તો નથી પહોંચ્યા પરંતુ સિંધની પ્રાંતિય એસેમ્બલીમાં ધારાસભ્યના રૂપમાં પસંદ થયા હતા. તે દરમિયાન સિંધ પ્રાંતની સૂચના અને ટેકનિક મંત્રી પણ રહી ચૂક્યા છે.

સંકલન : મિતુલભાઈ ગોહિલ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ