Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

બિન લાદેનનું કાવતરું


🔜 17 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બરના રોજ આતંકવાદી સંગઠન અને તેના સર્વેસર્વા ઓસામા બિન લાદેનની ખૌફથી દુનિયા આખી થરથરી ઉઠી હતી. ન્યૂ યોર્ક શહેરના ટ્વિન્સ ટાવર વર્લ્ડ ટ્રેડ સેંટર અને પેંટાગોન દુનિયાના સૌથી ભયાનક આત્મઘાતી આતંકવાદી હુમલાનો શિકાર શિકાર બન્યા. જોકે 11 સપ્ટેમ્બરના રોજ 2001માં થયેલા આ હુમલાની પટકથા તો 1988માં જ લખાઈ ગઈ હતી. તો જાણો કેવી રીતે અલ-કાયદાએ આતંક અને દહેશતની આ પટકથા લખી અને કેવી રીતે આ ઘટનાએ અમેરિકાની રાજનીતિને જ ધરમુળથી બદલી નાખી.



🔜 1988માં અમેરિકાને બર્બાદ કરવાના હેતુથી બન્યું અલ-કાયદા :

અલ-કાયદાના રેકોર્ડને સાચા માનવામાં આવે તો 1988માં પાકિસ્તાનના પેશાવરમાં ઓસામા બિન લાદેનના ઘરે તેના ખાસ એવા 9 સાથીદારો સાથે એક બેઠક થઈ હતી. આ બેઠકમાં આતંકી સંગઠનનું નામ અલ-કાયદા રાખવામાં આવ્યું. જેનો અરબી ભાષામાં અર્થ થાય છે ‘આધાર’. આ સંગઠને જ આગળ જ અતા દુનિયાની સૌથી ખતરનાક ઘટનાને અંજામ આપ્યો. આ ઉપરાંત આ સંગઠને અનેક નાના મોટા કારનામાથી દુનિયા આખીમાં ભયાનક ખૌફ ઉભો કર્યો.

🔜 અમેરિકા વિરૂદ્ધ કર્યું હતું યુદ્ધનું એલાન :

અલ કાયદા રેકોર્ડ્સ અનુંસાર, 10 સપ્ટેમ્બરા 1988ના રોજ આ સંગઠનનો એક રીતે ઔપચારીક જન્મ થયો હતો. અમેરિકા વિરૂદ્ધ વૈશ્વિક યુદ્ધની જાહેરાત કરતા 20 વર્ષ પહેલા આ સંગઠને કેન્યા અને ટાંઝાનિયામાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો, જેમાં 224 લોકો માર્યા ગયાં હતાં. 17 વર્ષ પહેલા આજના દિવસે જ આ આતંકી સંગઠને દુનિયાના સૌથી ખુંખાર આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.

🔜 9/11ની ઘટના બાદ બદલાઈ ગઈ અમેરિકાની રાજનીતિ :

અમેરિકા અને દુનિયાભારમાં 9/11ના આતંકી હુમલા બાદ રાજનીતિ બદલાઈ ગઈ. જોકે, અલ-કાયદા છેલ્લા 17 વર્ષોથી અમેરિકી સુરક્ષાને ભેદવામાં સફળ રહ્યું નથી અને ત્યાર બાદ કોઈ બીજો આતંકી હુમલો થઈ શક્યો નથી. આ હુમલા બાદ અમેરિકી મીડિયામાં એવા અહેવાલ વહેતા થયાં હતાં કે, જો વૈશ્વિક આતંકવાદને ગંભીરતાથી લેવામાં આવ્યો હોય તો આ ઘટના બની જ ના હોત. જોકે, 17 વર્ષમાં અમેરિકાએ અબજો રૂપિયા આતંકવાદ સામેની લડાઈમાં અને દેશની સુરક્ષા વ્યવસ્થા અત્યાધુનિક બનાવવા પાછળ ખર્ચી નાખ્યાં.

🔜 અલ-કાયદા બાદ આઈએસઆઈ અમેરિકાના નિશાને :

પાકિસ્તાનના અબોટાબાદમાં ઘુસીને ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યા બાદ અલ કાયદા નબળું પડ્યું. પરંતુ સીરિયા અને ઈરાકમાં આઈએસ ઉભું થયું. માટે અમેરિકા આઈએસના તમામ ઠેકાણાઓનો નાશ કરવાની પુરતી સાવધાની રાખી રહ્યું છે. આઈએસના લડવૈયાઓએ વ્યક્તિગતરૂપે કેટલાક અમેરિકી નાગરિકોને નિશાને જરૂર લીધા, પરંતુ અમેરિકાની અંદર આઈએસ એક પણ આતંકી ઘટનાને અંજામ આપી શક્યું નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ